અંધવિશ્વાસ

અંધવિશ્વાસ અથવા અંધશ્રદ્ધા એ એક માણસોના મનની માન્યતા છે. આ માન્યતા નક્કર કારણો કે જ્ઞાન પર આધારીત હોતી નથી, પરંતુ લોકવાયકા કે પરાપૂર્વેથી ચાલી આવતી પરંપરાઓ પર આધારીત હોય છે.

કેટલીક સંસ્કૃતિઓમાં કાળી બિલાડી ખરાબ અથવા સારા શુકનની નિશાની ગણાય છે.

આદિકાળમાં મનુષ્ય અનેક ક્રિયાઓ તથા ઘટનાઓ પાછળનાં કારણોને સમજી ન શકતો હતો. તેઓ અજ્ઞાનવશ એમ સમજતા હતા કે એની પાછળ કોઈ અદૃશ્ય શક્તિ રહેતી હોય છે. વર્ષા, વીજળી, રોગ, ભૂકંપ, વૃક્ષપાત, કુદરતી આપત્તિ વગેરે ઘટનાઓને અજ્ઞાત તથા અજ્ઞેય દેવ, ભૂત, પ્રેત અને પિશાચનાં પ્રકોપનું પરિણામ તરીકે માનવામાં આવતું હતું. વર્તમાન વિજ્ઞાનનો પ્રકાશ થઈ જવા છતાં પણ આવા વિચાર વિલીન ન થવા પામ્યા, પ્રત્યુત આ માન્યતાઓની અંધવિશ્વાસ તરીકે ગણના થવા લાગી.

સમય જતા મોટાભાગની અંધશ્રદ્ધાઓમાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળ્યો છે.

ભારતમાં

ભારતમાં મોટાભાગની જગ્યાએ લીંબુ-મરચું લગાવવાની ખરાબ નજર દૂર થાય છે, તેવી અંધશ્રદ્ધા છે.[૧]

ભારતમાં બાળકોના ગાલ કે કપાળ પર કાળું ટીકું કરવાથી નજર લાગતી નથી તેવી વ્યાપક અંધશ્રદ્ધા છે.[૨]

સંદર્ભ

🔥 Top keywords: