અશ્વિની ભટ્ટ

ગુજરાતી લેખક, નવલકથાકાર

અશ્વિની ભટ્ટ (૨૨ જુલાઇ, ૧૯૩૬[૧]૧૦ ડિસેમ્બર, ૨૦૧૨) ગુજરાતી ભાષાના જાણીતા અને લોકપ્રિય નવલકથાકાર અને અનુવાદક હતા. તેમની નવલકથાઓ વિવિધ સામયિકો અને દૈનિક સમાચારપત્રોમાં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.[૨][૩]

અશ્વિની ભટ્ટ
જન્મ(1936-07-22)22 July 1936[૧]
અમદાવાદ, ગુજરાત, ભારત
મૃત્યુ10 December 2012(2012-12-10) (ઉંમર 76)
ડલ્લાસ, ટેક્સાસ, યુનાઇટેડ સ્ટેટ્સ
વ્યવસાયનવલકથાકાર, અભિનેતા અને આંદોલનકાર
ભાષાગુજરાતી
નોંધપાત્ર સર્જનોઓથાર
ફાંસલો
આશકા માંડલ
કટિબંધ
નીરજા ભાર્ગવ
અંગાર
આખેટ
જીવનસાથીનિતી ભટ્ટ
સંતાનોનીલ ભટ્ટ
અશ્વિની ભટ્ટ, ૨૦૧૨, અમદાવાદ.

જીવન

તેમનો જન્મ શિક્ષણશાસ્ત્રી હરપ્રસાદ ભટ્ટ અને શારદાબેન ભટ્ટને ત્યાં ૨૨ જુલાઇ, ૧૯૩૬ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.[૧] તેઓ માનસશાસ્ત્રમાં સ્નાતક થયા. તેઓ રંગભૂમિમાં રસ ધરાવતા હતા અને બાળ કલાકાર તરીકે બંગાળી નાટક બિંદુર છેલ્લે ‍‍‍(બિંદુનો કિકો) માં કામ કરેલું. તેઓ લેખક તરીકેની કારકિર્દી પહેલાં મરઘાં ફાર્મથી માંડીને શાક-ભાજીના વેપાર જેવાં સંખ્યાબંધ વ્યવસાયમાં નિષ્ફળ ગયા હતા. ૨૦૦૨માં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. તેઓ ૧૦ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ ડલ્લાસ, ટેક્સાસ, અમેરિકા ખાતે મૃત્યુ પામ્યા.[૪][૫][૬]

તેઓ થોડો સમય નર્મદા બચાઓ આંદોલન સાથે પણ જોડાયેલા હતા.[૪][૫]

સર્જન

અશ્વિની ભટ્ટે ૧૨ નવલકથાઓ અને ૩ નવલિકાઓ લખેલી છે. તેમણે એલિસ્ટર મેકલિન અને જેમ્સ હેડલી ચેઇઝનાં સંખ્યાબંધ પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તેમણે લેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયરના ફ્રીડમ એટ મિડનાઇટ પુસ્તકનો ગુજરાતીમાં અરધી રાતે આઝાદી નામે અનુવાદ કર્યો છે, જેની ઘણી પ્રસંશા થઇ છે.[૪][૫][૬]

નવલકથાઓ લખવાની સાથે તેઓ રંગભૂમિ સાથે સંકળાયેલા હતા. તેમની કટિબંધ નવલકથા ટીવી ધારાવાહિક રૂપે પ્રસારિત થઇ હતી.[૪][૫][૬]

નવલકથા

નામવર્ષ
અંગાર ભાગ ૧-૨-૩૧૯૯૩
આખેટ ભાગ ૧-૨-૩૧૯૯૯
આશકા માંડલ૧૯૭૯
ઓથાર ભાગ ૧-૨૧૯૮૪
કટિબંધ ભાગ ૧-૨-૩૧૯૯૭
ફાંસલો ભાગ ૧-૨૧૯૮૫
નીરજા ભાર્ગવ૧૯૭૯
લજ્જા સન્યાલ૧૯૭૯
શૈલજા સાગર૧૯૭૯

લઘુનવલ

નામવર્ષ
કમઠાણ૨૦૦૧
કસબ૧૯૯૨
કરામત૧૯૯૮
આયનો૧૯૯૭

અનુવાદ

નામમૂળ પુસ્તકમૂળ લેખકવર્ષ
અરધી રાતે આઝાદીફ્રીડમ એટ મિડનાઇટલેરી કોલિન્સ અને ડોમિનિક લેપાયર
ધ લાસ્ટ ફ્રન્ટિયરધ લાસ્ટ ફ્રન્ટિયરએલિસ્ટર મેકલિન
ધ ગન્સ ઓફ નેવેરોનધ ગન્સ ઓફ નેવેરોનએલિસ્ટર મેકલિન
પપેટ ઓન અ ચેઇનપપેટ ઓન અ ચેઇનએલિસ્ટર મેકલિન
ધ ગેઇમ ઇઝ અપ
સી વિચ (પોકેટ બુક)સી વિચએલિસ્ટર મેકલિન
સર્કસસર્કસએલિસ્ટર મેકલિન
ગુડ બાય કેલિફોર્નિયાગુડ બાય કેલિફોર્નિયાએલિસ્ટર મેકલિન
આઇસ સ્ટેશન ઝીબ્રાઆઇસ સ્ટેશન ઝીબ્રાએલિસ્ટર મેકલિન
બીઅર આઇલેન્ડબીઅર આઇલેન્ડએલિસ્ટર મેકલિન
ગોલ્ડન રેન્ડેવુગોલ્ડન રેન્ડેવુએલિસ્ટર મેકલિન
ફીયર ઇઝ ધ કીફીયર ઇઝ ધ કીએલિસ્ટર મેકલિન
શેતાન બગધી સે'ટન બગએલિસ્ટર મેકલિન
એચ. એમ. એસ. યુલિસીસએચ. એમ. એસ. યુલિસીસએલિસ્ટર મેકલિન

અન્ય

નામપ્રકારવર્ષ
આક્રોશ અને આકાંક્ષાલેખસંગ્રહ૨૦૦૨
રમણ ભમણનાટક૨૦૦૨

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: