એલજીબીટી પ્રાઈડ

એલજીબીટી (LGBT) પ્રાઈડ (જેને ગે પ્રાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક સામાજિક જૂથ તરીકે સમલિંગી મહિલા(લેસ્બિયન), સમલિંગી પુરુષો(ગે), ઉભયલિંગી માનવો(બાયસેક્સ્યુઅલ) અને ટ્રાન્સજેન્ડર (LGBT) લોકોની સ્વ-પુષ્ટિ, ગૌરવ, સમાનતા અને વધેલા દૃષ્યતાનો પ્રચાર કરનારી ચળવળ છે. ગૌરવનું સમર્થન કરતી અને શરમ અને સામાજિક કલંકનો વિરોધ કરતી આ ચળવળ મોટાભાગના LGBT અધિકાર અને ચળવળોને પ્રોત્સાહન આપે છે. પ્રાઇડે તેનું નામ LGBT-ને લાગતા વિષયો આધારિત સંસ્થાઓ, નિગમો, ફાઉન્ડેશન્સ, પુસ્તકના શીર્ષકો, સામયિકો, એક કેબલ ટીવી સ્ટેશન અને એક પુસ્તકાલય આપ્યું છે.

સ્ટોનવોલ ઇન, જૂન ૧૯૬૯ના સ્ટોનવોલ રમખાણોનું સ્થળ, આધુનિક એલજીબીટી અધિકાર ચળવળની જન્મભૂમિ, [૧] અને વિલક્ષણ સંસ્કૃતિનું પ્રતિક, મેઘધનુષ્ય ગૌરવ ધ્વજથી શણગારેલું. [૨] [૩] [૪]
હેલસિંકી, ફિનલેન્ડમાં સેનેટ સ્ક્વેર ખાતે હેલસિંકી પ્રાઇડ (૨૦૧૯)
આઠ પટ્ટા સાથેનો પ્રથમ ગે પ્રાઇડ ધ્વજ. સૌપ્રથમ ૧૯૭૮માં સાન ફ્રાન્સિસ્કો ગે ફ્રીડમ ડે પરેડમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. [૫] [૬] [૭]

ગંભીરથી લઈને ઉજવણી સુધીના પ્રાઈડના આયોજનો સામાન્ય રીતે LGBT પ્રાઇડ મહિના દરમિયાન કરવામાં આવે છે. અમુક અપવાદોમાં જેતે દેશના LGBT ઇતિહાસમાં કોઈ મહત્વપૂર્ણ ઘટનાની જયંતી સમયે પણ પ્રાઈડના આયોજનો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રશિયાના ૧૯૯૩માં સમલૈંગિકતાને બિન-અપરાધીક ઠરાવતી ઘટનાની વર્ષગાંઠ માટે મે મહિનામાં યોજાતી મોસ્કોની પ્રાઇડ. કેટલીક પ્રાઈડા ઉજવણીઓમાં એલજીબીટી પ્રાઇડ પરેડ અને સરઘસો, રેલીઓ, સ્મરણોત્સવ, સમુદાયના ખાસ દિવસો, નૃત્ય મેળાવડા અને તહેવારોનો સમાવેશ થાય છે.

પ્રાઈડના સામાન્ય પ્રતીકોમાં મેઘધનુષ ધ્વજ અને અન્ય પ્રાઈડ ધ્વજો, ગ્રીકની નાની બારખડીનો અક્ષર લેમ્બડા (λ), ગુલાબી ત્રિકોણ અને કાળા ત્રિકોણનો સમાવેશ થાય છે. પછીના બે ચિહ્નો નાઝી કોન્સનટ્રેશન શિબિરોમાં શરમના બિલ્લા તરીકે ઉપયોગ કરવામાં આવ્યા હતા. [૮]

સંદર્ભ

🔥 Top keywords: