કાબરો કલકલીયો

કબરો કલકલીયો કાબર અને કબૂતર વચ્ચેનું કદ ધરાવે છે. શરીર ઉપર કાળાં-ધોળાં ટપકાં અને રેખાઓનું ચિતરામણ હોય છે. ચાંચ, કાળા રંગની અને ખંજર જેવી અણીદાર હોય છે. છાતી ઉપર બે કાળા કાંઠલા હોય છે. માદા દેખાવમાં સરખી, પરંતુ કાંઠલો, એક જ અને વચ્ચેથી જાણે કે તૂટેલો હોય છે, નદી કે ઝરણાને કિનારે ખડક ઉપર એકલું અટુલું કે જોડકામાં બેસેલું જોવા મળે છે.

કાબરો કલકલીયો
કાબરો કલકલીયો
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Animalia
Phylum:Chordata
Class:પક્ષી
Order:Coraciiformes
Family:Cerylidae
Genus:''Ceryle''
F. Boie, 1828
Species:''C. rudis''
દ્વિનામી નામ
Ceryle rudis
લિનિયસ (Linnaeus)

કાબરો કલકલીયો સમગ્ર ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકામાં વસે છે.

વર્તણુક

શિકાર માટે પાણી ઉપર હેલિકોપ્ટરની જેમ હવામાં એક જગ્યાએ સ્થિર રહે છે. શિકાર જોતાંવેંત પાંખો સંકેલી પાણીમાં ડૂબકી મારી માછલી પકડે છે. તેને ચાંચમાં પકડી ખડક ઉપર પટકી પટકીને મરણતોલ કરે છે અને ગળામાં ઉતારે છે. હવામાં હોય છે ત્યારે ચીરૂક-ચીરૂક અવાજ કરે છે.

ઉડતો કાબરો કલકલીયો
તોળાઈ રહેલો કાબરો કલકલીયો
સીધું ઉડ્ડયન
કાબરા કલકલીયાની ઉડ્ડયન પદ્ધત્તિ

સંદર્ભ

🔥 Top keywords: