ખંભાતનો અખાત

ખંભાતનો અખાત[૧] ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભાવનગર જિલ્લા તેમ જ સુરત જિલ્લા વચ્ચે આવેલો છે. તે આશરે 130 kilometres (80 mi) માઇલ લાંબો છે અને,[૧] સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આ અખાતની દક્ષિણે અરબી સમુદ્ર આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. બાજુમાં દર્શાવેલા ચિત્ર ખંભાતનો અખાત (દક્ષિણ ભાગ) ૧૮૯૬ મુજબ ખંભાતના અખાતનું મુખ વહાણવટા માટે ખુબ અડચણરૂપ એવા મલૈકી નામના રેતાળ કિનારાની હારમાળા દ્વારા ઢંકાયેલુ છે.

ખંભાતનો અખાત જમણી બાજુએ. નાસાનું ચિત્ર
ખંભાતનો અખાત (ઉત્તર ભાગ) ૧૮૯૬
ખંભાતનો અખાત (દક્ષિણ ભાગ) ૧૮૯૬

નર્મદા, તાપી, મહી, કિમ, ઢાઢર, સુખભાદર, ઉતાવળી, કાળુભાર, શેત્રુંજી અને સાબરમતી નદીઓ તેમાં વિલિન થાય છે.

કલ્પસર યોજના હેઠળ અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે.[૨]

ખંભાતના અખાતમાં આવેલાં બંદરો

જોવાલાયક સ્થળો

સંદર્ભો

🔥 Top keywords: