ગુજરાતી ભાષા

મુખ્ય રીતે ગુજરાતમાં બોલાતી ભારતની આધિકારીક ભાષાઓમાંની એક ભાષા

ગુજરાતી ‍(/ɡʊəˈrɑːti/[૬], રોમન લિપિમાં: Gujarātī, ઉચ્ચાર: [ɡudʒəˈɾɑːtiː]) ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

ગુજરાતી
ગુજરાતી
ગુજરાતી લિપિમાં "ગુજરાતી"
મૂળ ભાષાગુજરાત અને પાકિસ્તાન
વિસ્તારગુજરાત, ભારત
વંશગુજરાતી
સ્થાનિક વક્તાઓ

L1: ૪.૬૧ કરોડ[૨]
L2, L3: ૪૨ લાખ[૩][૧][૨]
ભાષા કુળ
ઇન્ડો-યુરોપિયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આર્યન
      • પશ્ચિમ ઇન્ડો-આર્યન[૪]
        • ગુજરાતી ભાષાઓ
          • ગુજરાતી
પ્રારંભિક સ્વરૂપો
જૂની ગુજરાતી
  • મધ્યકાળની ગુજરાતી
લિપિ
ગુજરાતી લિપિ (બ્રાહ્મિક લિપિઓ)
ગુજરાતી બ્રેઇલ
અરેબિક લિપિ
દેવનાગરી (ઐતિહાસિક)
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
ગુજરાત (ભારત)[૫]
દમણ અને દીવ (ભારત)
દાદરા અને નગરહવેલી (ભારત)
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1gu
ISO 639-2guj
ISO 639-3guj
ગ્લોટ્ટોલોગguja1252
Linguasphere59-AAF-h
ભારતમાં ગુજરાતી ભાષીઓનું વિતરણ

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે.[૭] સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.

ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે. બીજે બધે, જેમ કે ચીન (ખાસ કરીને હોંગકોંગ), ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશો જેમ કે બહેરીન વગેરેમાં ગુજરાતી ઓછા પ્રમાણમાં બોલાય છે.

ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરૂષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, નરેન્દ્ર મોદી અને મહમદ અલી ઝીણાનો સમાવેશ થાય છે.

ઇતિહાસ

ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી આધુનિક ઈન્ડો-આર્યન ભાષા છે. પરંપરાગત રીતે ૩ ઐતિહાસિક તબક્કાઓ પ્રમાણે ઈન્ડો-આર્યન ભાષાઓ વચ્ચે ભેદ કરાય છે.

  1. જૂની ઈન્ડો-આર્યન ભાષા (વેદિક અને શાસ્ત્રિય સંસ્કૃત)
  2. મધ્યકાલીન ઈન્ડો-આર્યન ભાષા (વિવિધપ્રાકૃત અને અપભ્રંશ)
  3. નવી ઈન્ડો-આર્યન ભાષા (આધુનિક ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, બંગાળી વગેરે)

ગુજરાતી ભાષાને પ્રચલિત રીતે નીચેના ત્રણ ઐતિહાસિક તબક્કાઓમાં વહેંચવામાં આવે છે:

જૂની ગુજરાતી (ઈ.સ. ૧૧૦૦-૧૫૦૦)

તેને "ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે. આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. નરસિંહ મહેતા (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક ગુજરાતી કવિતાના આદ્યકવિ માનવામાં આવે છે.

મધ્યકાળની ગુજરાતી (ઈ.સ.૧૫૦૦-૧૮૦૦)

મધ્યકાળની ગુજરાતી (ઈસ.૧૫૦૦-૧૮૦૦) રાજસ્થાની ભાષા થી અલગ પડી.

આધુનિક ગુજરાતી (ઈ.સ.૧૮૦૦-અત્યારે)

શબ્દનો અંતિમ ə (અ) દૂર થવો એ મોટો ધ્વનિશાસ્ત્રીય ફેરફાર હતો, જેથી આધુનિક ગુજરાતીમાં વ્યંજનાન્ત શબ્દો છે. વ્યાકરણની દૃષ્ટિએ, નવો બહુવચન-સૂચક -o (ઓ) પ્રત્યય/ઉચ્ચાર વિકસ્યો. ગુજરાતી સાહિત્ય, જે પહેલા કાવ્યને મુખ્ય સાહિત્ય રચનાનો પ્રકાર ગણતું, તેમાં ૧૯મી સદીના ત્રીજા ૨૫ વર્ષના ગાળામાં ગુજરાતી માટે શ્રેણીબદ્ધ સીમાચિહ્નો આવ્યા.

વસ્તીવિષયક અને વિતરણ

૧૯૯૭માં લગભગ ૪.૬ કરોડ ગુજરાતી બોલનારા લોકો પૈકી ભારતમાં લગભગ ૪.૫૫ કરોડ લોકો, યુગાન્ડામાં ૧,૫૦,૦૦૦, તાંઝાનિયામાં ૫૦,૦૦૦, કેન્યા>માં ૫૦,૦૦૦ અને કરાચી, પાકિસ્તાનમાં આશરે ૧,૦૦,૦૦૦ વસતા હતા, જેમાં લાખો મેમણ જે સ્વયંની ગુજરાતી તરીકે ઓળખાણ આપતા નથી, પરંતુ ગુજરાત રાજ્યના એક પ્રદેશમાંથી આવેલા છે, તેમનો સમાવેશ થતો નથી. જો કે, પાકિસ્તાનના ગુજરાતી સમાજના નેતાઓ એવો દાવો કરે છે કે કરાચીમાં ૩૦ લાખ ગુજરાતી વક્તાઓ છે. પાકિસ્તાનમાં એ સિવાય લોઅર પંજાબમાં પણ ગુજરાતી બોલાય છે. પાકિસ્તાની ગુજરાતી કદાચિત ગામડિયાની એક ઉપબોલી છે.

કેટલાક મૌરિશ્યન લોકો અને ઘણા રિયુનિયન ટાપુના લોકો ગુજરાતી વંશના છે, જેમાંના કેટલાક હજુ પણ ગુજરાતી બોલતા હોય છે.

ઉત્તર અમેરિકામાં એક નોંધપાત્ર ગુજરાતી બોલનાર વસ્તી, ખાસ કરીને ન્યુ યોર્ક શહેર મહાનગર વિસ્તાર અને ગ્રેટર ટોરોન્ટો વિસ્તારમાં, અસ્તિત્વ ધરાવે છે, જે અનુક્રમે ૧,૦૦,૦૦૦થી વધુ અને ૭૫,૦૦૦થી વધુ વક્તાઓ ધરાવે છે. એ સિવાય એ અમેરિકા અને કેનેડાના મોટાભાગના મહાનગર વિસ્તારોમાં પણ અસ્તિત્વમાં છે. ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ, ગ્રેટર ટૉરન્ટો વિસ્તારના ગુજરાતી સત્તરમી સૌથી વધુ બોલાતી ભાષા છે, અને હિન્દુસ્તાની (હિન્દી-ઉર્દૂ), પંજાબી અને તમિલ પછીની ચોથી સૌથી વધુ બોલાતી દક્ષિણ એશિયન ભાષા છે.

યુકેમાં ૨,૦૦,૦૦૦ જેટલા ગુજરાતી બોલનારા લોકો છે, તેમાંના ઘણા લંડન વિસ્તારમાં, ખાસ કરીને ઉત્તર પશ્ચિમ લંડનમાં સ્થિત છે, અને એ ઉપરાંત બર્મિંગહામ, માન્ચેસ્ટર અને લિસેસ્ટર, કોવેન્ટ્રી, બ્રેડફોર્ડ અને લેન્કેશાયરમાં આવેલા ભૂતપૂર્વ મિલનાં શહેરોમાં પણ છે. આ સંખ્યામાં થોડા પૂર્વ આફ્રિકન ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ નવા સ્વતંત્ર થયેલા નિવાસી દેશોમાં (ખાસ કરીને યુગાન્ડા, જ્યાં ઇદી અમીને ૫૦,૦૦૦ એશિયનોને હાંકી કાઢ્યા હતા) ભેદભાવ અને આફ્રિકનકરણની નીતિઓ વધતા, ભવિષ્ય અને નાગરિકતાની અનિશ્ચિતતા હેઠળ હતા. તેમાંના, બ્રિટિશ પાસપોર્ટ ધરાવનારા, મોટા ભાગના યુકેમાં સ્થાયી થયા હતા. યુકેમાં વિદ્યાર્થીઓ માટે જી.સી.એસ.ઈ. વિષય તરીકે ગુજરાતી પણ ભણાવવામાં આવે છે.

ગુજરાતી વંશના માતા-પિતાઓ તેમના પછી તેમની ભાષા જીવંત ન રહેવાના વિચારથી ચિંતિત છે. એક સંશોધન અભ્યાસમાં ૮૦% મલયાલી માતા-પિતાઓ એ કહ્યું કે, "બાળકો અંગ્રેજીમાં જ સુખી થશે", તેની સરખામણીમાં ૩૬% કન્નડ અને માત્ર ૧૯% ગુજરાતી માતા-પિતાઓ એ આ કહ્યું.

ગુજરાતી લોકો સિવાય, ગુજરાત રાજ્યમાં રહેતા બિન-ગુજરાતી નિવાસી અને પ્રવાસીઓ પણ ગુજરાતી વક્તામાં ગણાય છે, જેમાં કચ્છીઓ (બોલી કે સાહિત્યિક ભાષા તરીકે), પારસીઓ (સ્વીકારેલી માતૃભાષા તરીકે), અને પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ સિંધી શરણાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યોર્જ એ. ગ્રિઅર્સનના 'ભારતના ભાષાશાસ્ત્રીય સર્વે'માં ભૌગોલિક વિસ્તારનું વિતરણ કરેલું છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: