જાનકી વન

ગુજરાતમાં આવેલું બહુ આયામી વન

જાનકી વનભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ભિનાર ગામ ખાતે આવેલ એક બહુ આયામી વન છે.

જાનકી વન પ્રવેશદ્વાર

આ વનનું સંચાલન ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વન પર્યાવરણ-સુરક્ષા, વન્ય સમૃધ્ધિનું જતન-સંવર્ધન, પર્યટન સ્થળ, વન્ય ઔષધિ-ઉછેર વગેરે હેતુથી સ્થાપવામાં આવેલ છે. તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબેન દ્વારા ૬૬માં રાજય વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે[૧] ૧પ.૬૬ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા રાજયના ૧૨મા સાંસ્કૃતિક વન તરીકે જાનકી વનનું લોક-સમર્પણ બીજી ઓગસ્ટ,૨૦૧૫ના દિવસે કરવામાં આવ્યું હતું. આ વન ચીખલી-સાપુતારા રાજય ધોરી માર્ગ પર ઉનાઇ રોડના ત્રિભેટે આવેલ છે. આ વન વિવિધ પ્રકારની જંગલી વનસ્પતિઓ ઉપરાંત માહિતી કેન્દ્ર, આદિવાસી ઝૂંપડી, બાલવાટિકા પણ આવેલ છે.[૨][૩]

સંદર્ભો

બાહ્ય કડીઓ

73°20′E / 20.80°N 73.34°E / 20.80; 73.34

🔥 Top keywords: