ડિડો (ગાયિકા)

ડિડો ફ્લોરિઅન ક્લાઉડ ડી બોનેવિઆલે ઓ'માલાયે આર્મસ્ટ્રોંગ,[૧] જે ડિડો (/ˈdd/) (જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૭૧) નામે પણ જાણીતી છે, અંગ્રેજી ગાયિકા-ગીત લેખિકા છે. ડિડોએ તેના પ્રથમ આલ્બમ નો એન્જલ (૧૯૯૯) થી આંતર રાષ્ટ્રિય ખ્યાતિ મેળવી હતી. આ આલ્બમની વિશ્વભરમાં ૨૧ મિલિયન નકલો વેચાઇ હતી,[૨] અને ઘણાં બધાં પુરસ્કારો જીત્યા હતા, જેમાં એમ ટીવી યુરોપ મ્યુઝિક ફોર બેસ્ટ ન્યૂ એક્ટ, બે NRJ પુરસ્કારો - બેસ્ટ ન્યૂ એક્ટ અને બેસ્ટ આલ્બમ, અને બ્રિટિશ મહિલા અને ઉત્તમ આલ્બમ માટેના બે બ્રિટ એવોર્ડ્ઝનો સમાવેશ થાય છે. તેણીનું બીજુ આલ્બમ, લાઇફ ફોર રેન્ટ (૨૦૦૩) પણ સફળ પામ્યું જેમાં પ્રખ્યાત "વ્હાઇટ ફ્લેગ" અને "લાઇફ ફોર રેન્ટ" ગીતોનો સમાવેશ થતો હતો.

ડિડો
Dido în 2019
જન્મ૨૫ ડિસેમ્બર ૧૯૭૧ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Westminster School
  • City of London School for Girls Edit this on Wikidata
શૈલીપોપ સંગીત Edit this on Wikidata
વેબસાઇટhttps://www.didomusic.com/ Edit this on Wikidata

ડિડોનું પ્રથમ આલ્બમ યુકેનાં ઇતિહાસમાં સૌથી વધુ વેચાતા આલ્બમોમાં સ્થાન પામ્યું છે અને ૨૦૦૦ના દાયકામાં પ્રથમ ૧૦ સૌથી વધુ વેચાતા આલ્બમોમાં છે.[૩] તેણીનું ત્રીજું આલ્બમ, સેફ ટ્રીપ હોમ (૨૦૦૮), વખાણ પામ્યું પણ અગાઉના બે આલ્બમો જેટલી સફળતા ન મળી.[૪] "ઇફ આઇ રાઇઝ" ગીત માટે તેણીને એકેડમી પુરસ્કારનું નામાંકન મળ્યું હતું.[૫] ૨૦૦૦ના દાયકાના ટોચના બિલબોર્ડ કલાકારોમાં ડિડોએ ૯૮મું સ્થાન મેળવેલું.[૬] ૨૦૧૩માં ડિડોએ તેનું ચોથું આલ્બમ, ગર્લ વ્હુ ગોટ અવે, પ્રકાશિત કરીને પુનરાગમન કર્યું છે, જે યુકેના ટોપનાં પાંચ આલ્બમોમાં સ્થાન પામ્યું હતું.

અંગત જીવન

૧૯૯૯માં નો એન્જલ પ્રકાશિત કર્યા બાદ મોટાભાગનો તેણીનો સમય આલ્બમના પ્રચાર પાછળ ગાળવાથી તેણી અને તેનાં જીવનસાથી બોબ પેજ, (જેની સાથે તેની સગાઇ થયેલ) સાથે ભંગાણ પડ્યું.[૭] ડિડો એ ૨૦૧૦માં રોહાન ગેવિન સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર, સ્ટેન્લી છે, જેનો જન્મ જુલાઇ ૨૦૧૧ના રોજ થયો હતો.[૮][૯]

સંગીત

  • નો એન્જલ (૧૯૯૯)
  • લાઇફ ફોર રેન્ટ (૨૦૦૩)
  • સેફ ટ્રીપ હોમ (૨૦૦૮)
  • ગર્લ વ્હુ ગોટ અવે (૨૦૧૩)

સંદર્ભ

🔥 Top keywords: