નંદિતા શાહ

નંદિતા શાહ (જન્મ ૧૯૫૯) એ એક ભારતીય હોમિયોપેથ અને લેખિકા છે. તેમણે ૧૯૮૧માં ડોક્ટર તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને ૨૦૦૫માં બિન-સરકારી સંસ્થા સેંચરી ફોર હેલ્થ એન્ડ રીકનેક્શન ટુ એનિમલ્સ એન્ડ નેચર (SHARAN - શરણ)ની સ્થાપના કરી હતી. તેમને ૨૦૧૬નો નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

નંદિતા શાહ
નારી શક્તિ પુરસ્કાર મેળવતા નંદિતા શાહ
જન્મની વિગત (1959-02-15) February 15, 1959 (ઉંમર 65)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયહોમિયોપેથ
સક્રિય વર્ષો૧૯૮૧-
પ્રખ્યાત કાર્યશરણ
નોંધપાત્ર કાર્ય
રીવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેઝ (મધુપ્રમેહને ૨૧ દિવસમાં ઊલટાવો)

પ્રારંભિક જીવન

નંદિતા શાહનો જન્મ ૧૫ ફેબ્રુઆરી ૧૯૫૯માં મુંબઈમાં થયો હતો.[૧] તેમણે મુંબઈની સી. એમ. પી. હોમિયોપેથિક મેડિકલ કોલેજમાંથી હોમિયોપેથીમાં ડોક્ટરની પદવી મેળવી અને ૧૯૮૧થી તેઓ તબીબી સેવા આપી રહ્યા છે.[૨] તેઓ ૧૯૮૫ થી મૂળથી શાકાહારી (વેગન) બન્યા છે.[૩] તેમણે ન્યૂયોર્કના વોટકીન્સ ગ્લેનમાં પ્રાણીઓના આશ્રયસ્થાન, ફાર્મ સેન્ક્ચ્યુરીમાં ઇનટર્ન તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ ૧૯૯૯માં તેઓ ઓરોવિલેમાં જોડાયા.[૨]

કારકિર્દી

તેમણે ૨૦૦૫માં તંદુરસ્ત આહારને પ્રોત્સાહન આપવા માટે સેન્ક્ચ્યુરી ફોર હેલ્થ ઍન્ડ રિકનેક્શન ટુ એનિમલ્સ ઍન્ડ નેચર (SHARAN) નામની બિન-સરકારી સંસ્થાની સ્થાપના કરી.[૨] તેઓ માને છે કે મૂળથી શાકાહારી (વિગાન) બનવાથી અને કાચો ખોરાક ખાવાથી હતાશા, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને હૃદય રોગ જેવી તકલીફો ટાળી શકાય છે.[૩] ભારતમાં કોવીડ-૧૯ના રોગચાળા દરમિયાન, શરણે મફત ઓનલાઇન રસોઈ વર્કશોપ ચલાવી હતી.[૪]

તેમને ૨૦૧૬માં રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિલનાડુની ચાર મહિલાઓમાંના તેઓ એક હતા.[૫] તેઓ રીવર્સિંગ ડાયાબિટીસ ઈન ૨૧ ડેઝ (મધુપ્રમેહને ૨૧ દિવસમાં ઊલટાવો) પુસ્તકના લેખક છે.[૪] તેઓ માને છે કે દૂધમાં રહેલા પ્રોટીન ડાયાબિટીસનું કારણ બની શકે છે.[૬] ૨૦૨૦ સુધી, તેઓ ઓરોવિલેમાં રહેતા હતા.[૪]

સંદર્ભ

🔥 Top keywords: