નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)

શિક્ષણવિદ્દ, રાજકારણી અને લેખક

નાનાભાઈ ભટ્ટ (મૂળ નામ: નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ) (૧૮૮૨-૧૯૬૧) એ ગુજરાતના શિક્ષણવિદ્, સાહિત્યકાર અને જીવનનાં છેલ્લા વર્ષો દરમ્યાન કથાકાર હતા.

નાનાભાઈ ભટ્ટ
જન્મ૧૧ નવેમ્બર ૧૮૮૨ Edit this on Wikidata
પચ્છેગામ Edit this on Wikidata
મૃત્યુ૩૧ ડિસેમ્બર ૧૯૬૧, ૧૨ ડિસેમ્બર ૧૯૬૧ Edit this on Wikidata
ભાવનગર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા

પ્રારંભિક જીવન

નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ (આંબલા) તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહેવાથી સને ૧૯૨૬ના અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે તેમણે સેવા આપી.[૧]

કારકિર્દી અને સામાજીક યોગદાન

નાનાભાઈ ભટ્ટની કારકિર્દી અને સામાજીક યોગદાનની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.[૨]

વર્ષઘટનાઓ
૧૯૦૪મહુવાની શાળામાં આચાર્ય
૧૯૦૬ થી ૧૯૧૦શામળદાસ કોલેજમાં અધ્યાપક
૨૮ ડીસેમ્બર ૧૯૧૦શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના સર તખ્તસિંહજી ધર્મશાળાના મકાનમાં સ્થાપના.[૩]
૭, ૮, ૯ ડીસેમ્બર ૧૯૧૫ગાંધીજીની વરતેજ અને ભાવનગર મુલાકાત અને એ દરમ્યાન એમણે પટ્ટણી સાહેબના આગ્રહથી શ્રી દક્ષીણામુર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી.[૩]
૧૩ નવેમ્બર ૧૯૧૬ગિજુભાઇ બધેકા નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા.[૩]
ઓગષ્ટ ૧૯૧૯ત્રિવેદી હરીશંકર દુર્લભજી (હરભાઇ ત્રિવેદી) નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા.[૩]
૬ ડીસેમ્બર ૧૯૨૫ થી ૧૯૨૮શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં નિયામક ઉપરાંત ગુજરાત વિધ્યાપીઠના વાઇસ-ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો.[૩]
૧૯૩૩મનુભાઇ પંચોળી નાનાભાઇના કાર્યકર તરીકે શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા.[૩]
૧૯૩૪મનુભાઇ પંચોળી શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી સ્વેચ્છાએ મુક્ત થયા.[૩]
૧૯૩૬ગિજુભાઇ બધેકા શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ છુટા થયા.[૩]
૧૯૩૮આંબલામાં ગ્રામ-દક્ષીણામૂર્તિની સ્થાપના
એપ્રીલ ૧૯૩૯શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટીમંડળની માંગણી કે નાનાભાઇની વય નિવૃત્તિ-લાયક (૫૮ વર્ષ) થઇ ગઇ છે એટલે એમણે નિવૃત્ત થવું જોઇએ એ કારણે નાનાભાઇ શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંસ્થામાંથી રાજીનામું આપી મુક્ત થયા.[૩]
૧૬ એપ્રીલ ૧૯૩૯ગ્રામ દક્ષીણામૂર્તિ, આંબલા અને શ્રી દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવન બન્ને સંસ્થા અલગ બની.
૧૯૪૮સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણ પ્રધાન.
૧૯૫૩સણોસરામાં લોક ભારતીની સ્થાપના.
૧૯૫૨ થી ૧૯૫૬રાજ્ય સભામાં.
૧૯૬૦પદ્મશ્રી વડે નવાજવામાં આવ્યા.[૪]
૧૯૬૧૩૧ ડિસેમ્બરે અવસાન.

રાષ્ટ્રની સેવામાં

  • ૧૯૩૦ - વિરમગામ કેંપમાં મુખ્ય સત્યાગ્રહી તરીકે ચૂંટાયા.[૨]
  • ૧૯૩૦ - સત્યાગ્રહને કારણે સાબરમતી કારાવાસમાં.[૨]
  • ૧૯૪૨ - રાજકોટ કારાવાસમાં.[૨]

સર્જન

તેમણે 'આપણા દેશનો ઇતિહાસ', 'હજરત મહંમદ પયગંબર', 'મહાભારતનાં પાત્રો', 'રામાયણનાં પાત્રો' - ‘લોકરામાયણ’, 'આફ્રિકાનો પ્રવાસ', 'સંસ્કૃત સુભાષિતો', 'દૃષ્ટાંત કથાઓ ૧ અને ૨', 'કેળવણીની પગદંડી', 'ઘડતર અને ચણતર - ૧, ૨', 'સંસ્થાનું ચરિત્ર' અને 'પથારીમાં પડ્યાં પડ્યાં' વગેરે રચનાઓ આપી છે.

સંદર્ભો

🔥 Top keywords: