પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદી રાષ્ટ્રીય ઉદ્યાન

પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદી રાષ્ટ્રીય ઉદ્યાનફીલીપીન્સના પલાવાનમાં આવેલા પર્ટો પ્રીન્સેસા શહેરથી 80 kilometres (50 mi) ઉત્તરે આવેલું એક સંરક્ષિત નદી ક્ષેત્ર છે.આ નદીને 'પર્ટો પ્રેન્સેસા પાતાળ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન પલાવાન ટાપુના પશ્ચિમ કિનારે આવેલા સેન્ટપૉલ પર્વતમાલામાં આવેલું છે. આની ઉત્તરે સેન્ટ પૉલનો ઉપસાગર અને પૂર્વે બાબુયાન નદી આવેલી છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનની જાળવણી ૧૯૯૨થી શહેર સુધરાઈ દ્વારા કરવામાં આવે છે. આ ઉદ્યાનમાં સાબંગ નગરથી થોડી ચડાઈ કરીને કે હોડી દ્વારા પ્રવાસ કરીને પ્રવેશ કરી શકાય છે.

પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદી રાષ્ટ્રીય ઉદ્યાન
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

ઈ.સ. ૨૦૧૦માં પર્યાવરણશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીઓના એક જૂથે શોધી કાઢ્યું કે આ ગુફામાં બીજા માળે પણ નદીનું વહેણ છે. આનો અર્થ એ થયો કે ગુફાની અંદર નાના ધોધ આવેલા છે. આ સાથે તેમણે ગુફામાં ૩૦મી જેટલો ઘૂમટ, ખડકો સ્થાપત્યો, મોટા ચામાચિડિયા, નદીમાં એક ઉંડો ખાડો, નદીની અન્ય શાખાઓ, એક બીજી ઊંડી ગુફા, જળચરો આદિ પણ શોધી કાઢ્યા છે. ભૂમિગત નદીની ઉંડી ગુફાઓમાં ઑક્સિજનના ખૂબજ નીચા સ્તરને કારણે વધુ શોધ શક્ય બની નથી.

૧૧ નવેમ્બર ૨૦૧૧ના દિવસે પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદીને હંગામી રીતે આધુનિક વિશ્વની પ્રાકૃતિક અજાયબી તરીકે પસંદ કરવામાં આવી. આની પુષ્ટિ ૨૮ જાન્યુઆરી ૨૦૧૨માં કરવામાં આવી.[૧]

ભૂગોળ

આ ઉદ્યાનનું ભૂભાગ ચૂનાના ખવાઈ ગયેલા ખડકો ધરાવે છે. સેંટ પૉલ ભૂમિગત નદી 24 km (15 mi) કરતાં વધુ લાંબી છે અને તેમાં 8.2 km (5.1 mi) લાંબી કબાયુગન નદીનો પણ સમાવેશ થયેલો છે. ગુફામાં વાકાંચુંકા માર્ગે વહી આ નદી સીધી પશ્ચિમ ફીલીપીન સમુદ્રમાં મળે છે. [૨] સમુદ્રથી 4.3 km (2.7 mi) સુધી આ નદીમાં નૌકા વહન કરી શકાય છે. આ ગુફાઓમાં ચૂનાના અધોગામી અને ઉર્ધ્વગામી સ્તંભો, ૩૬૦ મીટર લાંબા "ઈટાલીયન ખંડ" જેવા મોટા પોલાણો ધરાવે છે. આપોલાણનું કદ ૨૫ લાખ ઘન મીટર જેટલું છે. આ વિશ્વના સૌથી મોટા પ્રાકૃતિક ગુફા પોલાણમાંનું એક છે. [૩]

લગભગ ૬ કિમી સુધીનો નદીનો નીચાણવાળો ભાગ ભરતી અને ઓટાની અસર હેઠળ રહે છે. ઈ.સ. ૨૦૦૭માં મેક્સિકોમાં યુકાટાન પેનીન્સ્યુલામાં નભૂમિગત નદીની શોધ થઈ[૪] ત પહેલાં પર્ટો પ્રીન્સેસાની નદી વિશ્વની સૌથી લાંબી ભૂમિગત નદી હતી.

આ વિશ્વધરોહર સ્થળમાં નદી સિવાય જૈવિક સૃષ્ટિના સંવર્ધન ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. આ ધરોહરસ્થળમાં પર્વતથી કરી સમુદ્ર સુધીના સમગ્ર નિવસન તંત્રનો સમાવેશ થાય છે. આમા એશિયાના અમુક સૌથી મહત્ત્વપૂર્ણ જંગલોનો સમાવેશ થયેલો છે. ૪ ડિસેમ્બર ૧૯૯૯ના દિવસે આસ્થળને વિશ્વ ધરોહર સ્થળ અંકિત કરવામાં આવ્યું હતું.

વનસ્પતિ સૃષ્ટિ

વિષુવવૃત્તિય એશિયામાં થતા ૧૩ પ્રકારન જંગલોમાં ૮ પ્રકરના જંગલ અહીં મળી આવે છે જેમકે અલ્ટ્રામેફિક મૃદા પરના જંગલો, ચૂનાના ખડકની મૃદા પરના જંગલો, પર્વતીય જંગલો, મીઠા પાણીના કળણના જંગલો, નીચાણવાળી જમીનના નિત્યલીલા વિષુવવૃત્તિય જંગલો, નદીકિનારાના જંગલો, સમુદ્ર કિનારાના જંગલો અને સુંદરવન જંગલો. સંશોધકોએ આ જંગલોમાં ૩૦૦ વર્ગ અને ૧૦૦ કુળની વનસ્પતિઓ આહીં હોવાનું નોંધ્યું છે. તેમાં સૌથી વધારે બીપાંખાળા ફળો ધરાવતી વનસ્પતિ (ડીપ્ટેરોપકારપેસી) ૨૯૫ વૃક્ષો જોવા મળે છે. નીચાણ વાળી ભૂમિમાં ડાઓ, ઈપ્લી,ડીટા, એમુગીસ, અને એપીટોંગ જેવા વૃક્ષો સામાન્ય છે. કિનારાના જંગલોમાં વૃક્ષોમાં બીટોગ, પોઙામીયા પીનાટા, એરિન્થીયા ઓરિએન્ટેઈલ્સ સામાવિષ્ટ છે. આ સિવાય આલ્માશિગા, કામાગોન્ગ, પન્ડાન, અનીબોન્ગ અને રેટ્ટાન પ્રમુખ વૃક્ષો છે.

પ્રાણીસૃષ્ટી

પ્રાણી સૃષ્ટીમાં સૌથી વધારે સંખ્યા પક્ષીએ પ્રજાતિઓની છે. પલાવનમામ્ જોવા મળતા ૨૫૨ પક્ષીઓમાંથી ૧૬૫ પ્રજાતિઓ આ ઉદ્યાનમાં જોવા મળે છે. પલાવનના કુલ પક્ષી પ્રજાતિના આ ૬૭% છે. તેમાંથી ૧૫ પ્રજાતિઓ તો માત્ર પલાવનમાં જ જોવા મળે છે. આ ઉદ્યાનમાં મળતી મુખ્ય પ્રજતિઓ છે, ભૂરી ડોકવાળો પોપટ, ટૅબોન સ્ક્રબ મરઘી, પર્વતી મેના, પલવાન બોર્નબિલ, સફેદ છાતી વાળી સમુદ્રી ગરુડ.

અહીં સ્સ્તન પ્રાણીઓની ૩૦ પ્રજાતિઓ ઓંધવામાં આવી છે. [૫] લાંબી પુંછડી ધરાવતા મેકાક અહીંન જંગલોના વૃક્ષોની છત્રીઓ અને ઓટના સમયે ભોજનાર્થે કિનારાના ક્ષેત્રોમાં જોવા મળે છે. આ પ્રજાતિ માત્ર અહીં જ જોવા મળે છે. આ સિવાય આ ઉદ્યાનમાં દાઢીવાળો ડુક્કર, રીંછ બિલાડી, પલાવન ગંધાતો બેજર, અને પલાવન શાહુડી જોવા મળે છે.

અહીં સરીસૃપોની ૧૯ પ્રજાતિઓ મળે છે, જેમાંની ૮ માત્ર આ જ ક્ષેત્રમાં જોવા મળે છે.[૫] અહીં મુખ્ય રૂપે જોવા મળતાં સરીસૃપોમાં જાળીદાર અજગર, મોનીટર ગરોળી લીલા કપાળ વાળી ગરોળીનો સમાવેશ થાય છે. અહીં દ્વીચરોની ૧૦ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં સૌથી મુખ્ય ફીલીપીની વુડલેન્ડ દેડકો છે. એક પ્રજાતિ બાર્બુરુલા બસૌનેસીસ આ જ ક્ષેત્રમાં જોવા મળે છે.

ગુફામાં રહેતા જીવોમાં ચામાચિડિયાની નવ પ્રજાતિઓ, સ્વીફ્ટેલની બે પ્રજાતિઓ અને વ્હીપ કરોળિયાનો સમાવેશ થાય છે. આ ઉદ્યાનના કિનારાના પ્રદેશમાં સમુદ્રી ગાય અને બાજચાંચી સમુદ્રી કાચબો મળી આવે છે.

આંતરરાષ્ટ્રીય નોંધ

પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદીને આધુનિક વિશ્વની ૭ પ્રાકૃતિક અજાયબીઓ પ્રતિયોગિતામાં ફીલીપીન્સના ઉમેદાવાર તરીકે દાખલ કરવામાં આવી હતી. ૨૯ જુલાઈ ૨૦૧૧ના દિવસે મતદાનના બીજા ચરણ પછી ૨૮ દાવેદાર સાથે અંતિમ ચુંટણીમાં સ્થાન મળ્યું. [૬] ૧૧ નવેમ્બર ૨૦૧૧ના દિવસે તેને એમેઝોનીયાનો ખીણ પ્રદેશ, હાલોન્ગનો ઉપસાગર, ઉઝૌગુ ધોધ, જેજુ ટાપુઓ, કોમોડો ટાપુઓ અને ટેબલ પર્વત સાથે પર્ટો પ્રીન્સેસા ભૂમિગત નદીને વિશ્વની ૭ પ્રાકૃતિક અજાયબીમાંની એક જાહેર કરાઈ. [૧]

આ ચુંટણીમાં ફીલીપીન વોટિંગની ટીકાઓ કરવામાં આવી હતી. આ વોટીંગમાં ફરી ફરી મત આપવા પર રોક નો કોઈ પ્રતિબંધ ન હતો આને પરિણામે સરકાર અને પર્યટન વ્યવસાયે હાથે ધરેલી ચુંટણીમાં મત આપવાના પ્રસાર અને પ્રચારને કારણે ફરી ફરીને ઘણી વખત મતદાન થયું. આ માટે પર્યટન વ્યવસાયીઓએ નાણાકીય વળતર આપ્યું હતું. ફીલીપીની પ્રમુખ બીનીગ્નો સાઈમન એક્વિનો -૩ એ ફીલીપીન્સના ૮ કરોડ લોકોને તેમના મોબાઈલ ફોન વાપરી મત આપવાની ભલામણ કરી હતી.[૭]

છાયાચિત્રો

સંદર્ભો

🔥 Top keywords: