બાબર

બાબર

ઝાહીર-ઉદ-દિન મહંમદ બાબર (૧૪ ફેબ્રુઆરી ૧૪૮૩, ૨૬ ડિસેમ્બર ૧૫૩૦) મધ્ય એશિયાનો એક યોદ્ધા હતો, જેણે ઘણા પરાજયો બાદ ભારતમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. તે પિતાની તરફથી તૈમુરલંગ અને માતાની તરફથી ચંગીઝખાનનો વારસ હતો. સાંસ્કૃતિક રીતે તે પર્શિયન સંસ્કૃતિ વડે પ્રભાવિત હતો. જેથી તેના અને તેના વારસો વડે ભારતમાં પર્શિયન સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો હતો.[૧][૨]

બાબર
બાબર
બાબરનામા ૧૫૮૯-૯૦માંથી બાબરની છબી
૧લો મોગલ બાદશાહ
શાસન૩૦ એપ્રિલ ૧૫૨૬ – ૨૬ ડિસેમ્બર ૧૫૩૦
અનુગામીહુમાયુ
જન્મ૧૪ ફેબ્રુઆરી, ૧૪૮૩
અન્દિજાન, મુગલિસ્તાન (હાલમાં ઉઝબેકિસ્તાન)
મૃત્યુ૨૬ ડિસેમ્બર, ૧૫૩૦
આગ્રા, મોગલ સામ્રાજ્ય (હાલમાં ભારત)
અંતિમ સંસ્કાર
જીવનસાથીઓઆયેશા સુલ્તાન બેગમ
ઝૈનાબ સુલ્તાન બેગમ
માસુમા સુલ્તાન બેગમ
માહમ બેગમ
દિલ્દાર આગા બેગમ
ગુલ્નાર અગાચા
ગુલરુખ બેગમ
મુબારિકા યોસેફઝાઇ
નારગુલ અગાચા
સાલિહા સુલ્તાન બેગમ
વંશજહુમાયુ, પુત્ર
કરમાન મિર્ઝા, પુત્ર
અસ્કારી મિર્ઝા, પુત્ર
હિન્દાલ મિર્ઝા, પુત્ર
ફક્ર-ઉન-નિસા, પુત્રી
ગુલરંગ બેગમ, પુત્રી
ગુલબંદન બેગમ, પુત્રી
ગુલચેહરા બેગમ, પુત્રી
અલ્તુન બિશિક, મનાતો પુત્ર
નામો
ઝાહીર-ઉદ-દિન મહંમદ બાબર
રાજવંશતૈમુર
વંશમોગલ સામ્રાજ્ય
પિતાઉમેર શેખ મિરઝા ૨, ફરઘાના નો અમીર
માતાકુલ્તુઘ નિગાર ખાતુમ
ધર્મમુસ્લિમ

મૃત્યુ

બાબર અને તેનો પુત્ર હુમાયુ

બાબરના ગંભીર રીતે બિમાર પડ્યા પછી, તેના સૌથી મોટા પુત્ર હુમાયુને બોલાવવામાં આવ્યો હતો.[૩] બાબર ૪૭ વર્ષની વયે મૃત્યુ પામ્યો અને હુમાયુને ઉત્તરાધિકારી બનાવતો ગયો. તેની વસિયત મુજબ, તેના શરીરને કાબુલ, અફઘાનિસ્તાનમાં ખસેડવામાં આવ્યું જે અત્યારે બાગ-એ બાબર (બાબરનો બગીચો)માં રાખેલ છે.[૩]

સંદર્ભ


🔥 Top keywords: