રોટલી

દક્ષિણ એશિયાની રોટલી

રોટલીભારતીય તથા અન્ય સંબંધીત પાકશાસ્ત્રોમાં એક મુખ્ય વાનગી છે.

રોટલી
ભારતીય રોટલી, જેને ચપાતી પણ કહે છે
અન્ય નામોરોટી
ઉદ્ભવભારતીય ઉપખંડ[૧][૨][૩]
બનાવનારસિંધુ ખીણની સંસ્કૃતિ[૧]
મુખ્ય સામગ્રીલોટ
વિવિધ રૂપોચપાતી, રૂમાલી રોટી, તંદુરી રોટી, પરોઠા, રોટલો
ફૂલકા રોટલી, વરાળથી ફૂલેલી રોટલી

ગુજરાતમાં રોટલી બનાવવાની પદ્ધતિ

ઘઉંને ઝીણું દળીને લોટ બનાવવામાં આવે છે. પછી ચાળીને આ લોટમાં પ્રમાણસર પાણી અને મીઠું નાખીને તેનો ઢીલો લોટ બાંધવામાં આવે છે. રોટલી સ્વાદિષ્ટ બનાવવા માટે તેમા મોણ (તેલ) પ્રમાણસર નાખવામાંં આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યા બાદ તેને આડણી(ઓરસિયો/ પાટલો/ચકલો પણ કહેવાય છે) ઉપર વેલણ વડે વણીને ગોળ આકાર આપવામાં આવે છે અને તેને લોઢી/તવી/તવા/તાવડી ઉપર શેકવામાં આવે છે. આમ રોટલી તૈયાર થાય છે, જેની ઉપર ઘી લગાડીને શાક સાથે પીરસવામાં આવે છે. રોટલી જો જાડી બનાવવામાં આવે તો તેને રોટલો કહેવાય છે. રોટલો બાજરીના લોટનો, જુવારના લોટનો અને મકાઈના લોટનો પણ બને છે.

રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફૂલકા, રૂમાલી, તંદુરી વગેરે. રોટલી જેમાં બે પડ હોય છે, તેને બેપડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને ભાખરી પણ કહે છે જે બનાવવા માટે મોણ(તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરી બનાવવા લોટ કઠણ બાંધવો પડે છે. આજકાલ તો લગ્ન પ્રસંગોમાં પણ નાની રોટી, ફૂલકા રોટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.

વિવિધ પ્રકારની રોટલીઓ

સંસ્કૃતિમાં

રોટલી પરથી જોડકણાં પણ બન્યાં છે. જેમ કે,

આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઉની ઉની રોટલી ને, કારેલાનું શાક.

સંદર્ભ

🔥 Top keywords: