લખપત તાલુકો

ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો

લખપત તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. જેનું મુખ્ય મથક દયાપર છે. તાલુકાનું નામ પશ્ચિમ દિશાના અંતિમ ગામ લખપત પરથી પડ્યું છે, જેમાં લોક-વાયકા પ્રમાણે લાખોનો વેપાર થતો હતો, તેથી તેનું નામ લખપત પડયું હતું.

લખપત તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
મુખ્ય મથકદયાપર
વિસ્તાર
 • કુલ૧,૯૪૫ km2 (૭૫૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • કુલ૬૨૫૫૨
 • ગીચતા૩૨/km2 (૮૩/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૩૮
 • સાક્ષરતા
૫૧.૨%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણી કોડGJ-12

તાલુકાની મુખ્ય નદીઓમાં લોખંડ (પીપચર), ખારી નદી (પાન્ધ્રો), વાણીયાસર (વિરાણી), દમણ (નોજ)નો સમાવેશ થાય છે. મુખ્ય ખરીફ પાકો મગ, બાજરી, ગુવાર, જુવાર, મગફળી, એરંડા છે.[૩]

જોવાલાયક સ્થળો

અહીં પાન્ધ્રો ગામ પાસે લિગ્નાઈટ કોલસાની ખાણ આવેલી છે, જે જોવાલાયક છે. નજીકમાં જ માતાનો મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર જેવા યાત્રાધામ પણ આવેલાં છે, જે આ તાલુકામાં સ્થિત છે.

નારાયણ સરોવર

કોટેશ્વર

તાલુકાનાં ગામો

લખપત તાલુકામાં ૧૦૦ જેટલા ગામો આવેલા છે.

લખપત તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: