ગુજરાતના જિલ્લાઓ

ગુજરાતના જિલ્લાઓની યાદી

ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે.[૧]

ગુજરાતના જિલ્લાઓ

વિસ્તારમાં કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.

ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓ આવેલા છે.[૨][૩]

ઇતિહાસ

૧૯૬૦

૧ મે ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યના ઉત્તર ભાગના ૧૭ જિલ્લાઓમાંથી ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી.

આ જિલ્લાઓ હતા: અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જુનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, અને વડોદરા.

૧૯૬૪

૧૯૬૪માં ગાંધીનગર જિલ્લો અમદાવાદ અને મહેસાણાના ભાગોમાંથી રચવામાં આવ્યો.

૧૯૬૬

સુરતમાંથી વલસાડ જિલ્લો ૧૯૬૬માં છૂટો પાડવામાં આવ્યો.

૧૯૯૭

૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ પાંચ નવા જિલ્લાઓની રચના કરવામાં આવી:

  • આણંદ ખેડામાંથી છૂટો પડાયો.
  • દાહોદ પંચમહાલમાંથી છૂટો પડાયો.
  • નર્મદા ભરૂચ અને વડોદરાના પ્રદેશોમાંથી રચાયો.
  • નવસારી વલસાડમાંથી છૂટો પડાયો.
  • પોરબંદર જુનાગઢમાંથી છુટો પડાયો.

૨૦૦૦

૨૦૦૦માં પાટણ જિલ્લો બનાસકાંઠા અને મહેસાણાના પ્રદેશોમાંથી રચાયો.

૨૦૦૭

૨ ઓક્ટોબર ૨૦૦૭ ના રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો છૂટો પડાયો જે રાજ્યનો ૨૬મો જિલ્લો બન્યો.

૨૦૧૩

૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ સાત નવાં જિલ્લાઓ રચવામાં આવ્યા:[૪]

૨૦૧૭

વિસ્તારો પ્રમાણે જિલ્લાઓ

જિલ્લાઓની યાદી

ક્રમજિલ્લોજિલ્લા મુખ્યમથક૨૦૦૧ની વસ્તી ગણતરી[૬]૨૦૧૧ની વસ્તી ગણતરી[૬]વિસ્તાર (કિમી²)ગીચતા ( દર કિમી²) ૨૦૧૧સ્થાપના વર્ષતાલુકાઓજિલ્લામાં કુલ તાલુકાઓ
અમદાવાદઅમદાવાદ૫૬,૭૩,૦૯૦૭૦,૪૫,૩૧૩૭,૧૭૦૯૮૩૧૯૬૦અમદાવાદ સીટી (પૂર્વ), અમદાવાદ સીટી (પશ્ચિમ), બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ-રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ૧૧
અમરેલીઅમરેલી૧૩,૯૩,૮૮૦૧૫,૧૩,૬૧૪૬,૭૬૦૨૨૪૧૯૬૦અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, કુંકાવાવ, લાઠી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, ખાંભા૧૧
આણંદઆણંદ૧૮,૫૬,૭૧૨૨૦,૯૦,૨૭૬૪,૬૯૦૪૪૬૧૯૯૭આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજિત્રા, તારાપુર, ઉમરેઠ
અરવલ્લીમોડાસા૯,૦૮,૭૯૭૧૦,૩૯,૯૧૮૩,૨૧૭૩૨૩૨૦૧૩મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ
બનાસકાંઠાપાલનપુર૨૫,૦૨,૮૪૩૩૧,૧૬,૦૪૫૧૨,૭૦૩૨૪૫૧૯૬૦પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, દિયોદર, ધાનેરા, કાંકરેજ, થરાદ, વડગામ, વાવ, સુઇગામ, લાખણી૧૪
ભરૂચભરૂચ૧૩,૭૦,૧૦૪૧૫,૫૦,૮૨૨૬,૫૨૪૨૩૮૧૯૬૦ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, વાગરા, વાલિયા, નેત્રંગ
ભાવનગરભાવનગર૨૦,૬૫,૪૯૨૨૩,૯૩,૨૭૨૮,૩૩૪૨૮૭૧૯૬૦ભાવનગર, ગારીયાધાર, વલ્લભીપુર, મહુવા, ઘોઘા, જેસર, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા૧૦
બોટાદબોટાદ૫,૪૭,૫૬૭૬,૫૬,૦૦૫૨,૫૬૪૨૫૬૨૦૧૩બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર
છોટાઉદેપુરછોટાઉદેપુર૯,૦૯,૭૯૯૧૦,૭૧,૮૩૧૩,૨૩૭૩૩૧૨૦૧૩છોટાઉદેપુર, બોડેલી, પાવી જેતપુર, ક્વાંટ, નસવાડી, સંખેડા
૧૦દાહોદદાહોદ૧૬,૩૫,૩૭૪૨૧,૨૬,૫૫૮૩,૬૪૨૫૮૩૧૯૯૭દાહોદ, દેવગઢબારિયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, ઝાલોદ, સંજેલી, સીંગવડ
૧૧ડાંગઆહવા૧,૮૬,૭૧૨૨,૨૬,૭૬૯૧,૭૬૪૧૨૯૧૯૬૦આહવા, સુબિર, વઘઇ
૧૨દેવભૂમિ દ્વારકાખંભાળિયા૬,૨૩,૦૯૧૭,૫૨,૪૮૪૫,૬૮૪૧૩૨૨૦૧૩ખંભાળિયા, દ્વારકા, ભાણવડ, કલ્યાણપુર
૧૩ગાંધીનગરગાંધીનગર૧૩,૩૪,૭૩૧૧૩,૮૭,૪૭૮૨૧૬૩૬૪૧૧૯૬૪ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા
૧૪ગીર સોમનાથવેરાવળ૧૦,૫૯,૬૭૫૧૨,૧૭,૪૭૭૩,૭૫૪૩૨૪૨૦૧૩પાટણ-વેરાવળ, ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના
૧૫જામનગરજામનગર૧૨,૮૧,૧૮૭૧૪,૦૭,૬૩૫૮,૪૪૧૧૬૭૧૯૬૦જામનગર, ધ્રોળ, જામજોધપુર, જોડિયા, કાલાવડ, લાલપુર
૧૬જુનાગઢજુનાગઢ૧૩,૮૮,૪૯૮૧૫,૨૫,૬૦૫૫,૦૯૨૩૦૦૧૯૬૦જુનાગઢ શહેર, જુનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર૧૦
૧૭કચ્છભુજ૧૫,૨૬,૩૨૧૨૦,૯૦,૩૧૩૪૫,૬૫૨૪૬૧૯૬૦ભુજ, અબડાસા, ભચાઉ, ગાંધીધામ, મુન્દ્રા, નખત્રાણા, અંજાર, લખપત, માંડવી, રાપર૧૦
૧૮ખેડાનડીઆદ૧૮,૦૬,૯૨૯૨૦,૫૩,૭૬૯૩,૬૬૭૫૬૦૧૯૬૦ખેડા, નડીઆદ, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, ઠાસરા, વસો૧૦
૧૯મહીસાગરલુણાવાડા૮,૬૧,૫૬૨૯,૯૪,૬૨૪૨,૫૦૦૩૯૮૨૦૧૩લુણાવાડા, બાલાસિનોર, કડાણા, ખાનપુર, સંતરામપુર, વિરપુર
૨૦મહેસાણામહેસાણા૧૮,૩૭,૬૯૬૨૦,૨૭,૭૨૭૪,૩૮૬૪૧૯૧૯૬૦મહેસાણા, બેચરાજી, વડનગર, વિજાપુર, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વિસનગર૧૦
૨૧મોરબીમોરબી૮,૨૫,૩૦૧૯,૬૦,૩૨૯૪,૮૭૧૧૯૭૨૦૧૩મોરબી, હળવદ, માળિયા (મિયાણા), ટંકારા, વાંકાનેર
૨૨નર્મદારાજપીપલા૫,૧૪,૦૮૩૫,૯૦,૩૭૯૨,૭૪૯૨૧૫૧૯૯૭ડેડિયાપાડા, ગરૂડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા
૨૩નવસારીનવસારી૧૨,૨૯,૨૫૦૧૩,૩૦,૭૧૧૨,૨૧૧૬૦૨૧૯૯૭નવસારી, વાંસદા, ચિખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ
૨૪પંચમહાલગોધરા૧૩,૮૧,૦૦૨૧૬,૪૨,૨૬૮૩,૨૭૨૫૦૨૧૯૬૦ગોધરા, ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા હડફ, શહેરા
૨૫પાટણપાટણ૧૧,૮૧,૯૪૧૧૩,૪૨,૭૪૬૫,૭૩૮૨૩૪૨૦૦૦પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર
૨૬પોરબંદરપોરબંદર૫,૩૬,૮૫૪૫,૮૬,૦૬૨૨,૨૯૪૨૫૫૧૯૯૭પોરબંદર, કુતિયાણા, રાણાવાવ
૨૭રાજકોટરાજકોટ૨૪,૮૮,૮૮૫૩૦,૧૫,૨૨૯૭,૫૫૦૩૯૯૧૯૬૦રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા-સાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા, વીંછીયા૧૧
૨૮સાબરકાંઠાહિંમતનગર૧૧,૭૩,૭૩૪૧૩,૮૮,૬૭૧૪,૧૭૩૩૩૩૧૯૬૦હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશિના
૨૯સુરતસુરત૪૯,૯૬,૩૯૧૬૦,૭૯,૨૩૧૪,૪૧૮૧,૩૩૭૧૯૬૦બારડોલી, કામરેજ, ચોર્યાસી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા
૩૦સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર૧૩,૭૦,૮૪૩૧૫,૮૫,૨૬૮૯,૨૭૧૧૭૧૧૯૬૦ચોટીલા, ચુડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ૧૦
૩૧તાપીવ્યારા૭,૧૯,૬૩૪૮,૦૬,૪૮૯૩,૨૪૯૨૪૮૨૦૦૭વ્યારા, નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોડ, ડોલવણ, કુકરમુંડા
૩૨વડોદરાવડોદરા૨૭,૩૨,૦૦૩૩૦,૯૩,૭૯૫૪,૩૧૨૭૧૮૧૯૬૦વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, શિનોર, વાઘોડિયા
૩૩વલસાડવલસાડ૧૪,૧૦,૬૮૦૧૭,૦૩,૦૬૮૩,૦૩૪૫૬૧૧૯૬૬વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ, વાપી
રાજ્યમાં કુલ તાલુકાઓ:૨૫૨

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: