ગુજરાતી અંક

ગુજરાતી અંક ગણતરીમાં વપરાતાં નિશાન (ચિહ્ન) છે, જેમાં વિવિધ અંકો જુદી જુદી સંખ્યાઓનો નિર્દેશ કરે છે. ગુજરાતી અંકો દેવનાગરી લિપિના અંકોમાંથી ઉતરી આવ્યા છે.[૧] ગુજરાતમાં તે અધિકૃત અંક પદ્ધતિ ગણાય છે.[૨] ભારતના બંધારણમાં પણ તેને અધિકૃત માન્યતા મળી છે[૩] તેમજ પાકિસ્તાનમાં પણ તે ગૌણ લિપી તરીકે માન્યતા પામેલ છે.[૪]

ગુજરાતી ભાષામાં અંકોના ઉચ્ચારણ નીચે પ્રમાણે કરવામાં આવે છે:

અંકઅંગ્રેજી અંકઉચ્ચારબીજા ઉચ્ચારો
0શૂન્ય
1એક
2બે
3ત્રણ
4ચાર
5પાંચ
6છો[૫]
7સાત
8આઠ
9નવ
૧૦10દસ
૧૧11અગિયાર
૧૨12બાર
૧૩13તેર
૧૪14ચૌદ
૧૫15પંદર
૧૬16સોળ
૧૭17સત્તર
૧૮18અઢાર
૧૯19ઓગણીસ
૨૦20વીસવીશ
૨૧21એકવીસએકવીશ
૨૨22બાવીસબાવીશ
૨૩23ત્રેવીસત્રેવીશ
૨૪24ચોવીસચોવીશ
૨૫25પચ્ચીસપચ્ચીશ, પચીસ, પચીશ
૨૬26છવ્વીસછવ્વીશ, છવીસ, છવીશ
૨૭27સત્તાવીસસત્તાવીશ
૨૮28અઠ્ઠાવીસઅઠ્ઠાવીશ
૨૯29ઓગણત્રીસ
૩૦30ત્રીસ
૩૧31એકત્રીસ
૩૨32બત્રીસ
૩૩33તેંત્રીસ
૩૪34ચોંત્રીસ
૩૫35પાંત્રીસ
૩૬36છત્રીસ
૩૭37સાડત્રીસ
૩૮38આડત્રીસ
૩૯39ઓગણચાલીસઓગણચાળીસ
૪૦40ચાલીસચાળીસ
૪૧41એકતાલીસએકતાળીસ
૪૨42બેતાલીસબેતાળીસ, બેઁતીળીસ, બેતાલીશ
૪૩43તેતાલીસતેતાળીસ, તેંતાળીસ, તેતાલીશ
૪૪44ચુંમ્માલીસચુંમ્માળીસ
૪૫45પિસ્તાલીસપિસ્તાળીસ
૪૬46છેંતાલીસછેંતાળીસ
૪૭47સુડતાલીસસુડતાળીસ
૪૮48અડતાલીસઅડતાળીસ
૪૯49ઓગણપચાસ
૫૦50પચાસ
૫૧51એકાવન
૫૨52બાવન
૫૩53ત્રેપન
૫૪54ચોપન
૫૫55પંચાવન
૫૬56છપ્પનછપન
૫૭57સત્તાવન
૫૮58અઠ્ઠાવન
૫૯59ઓગણસાઠ
૬૦60સાઠસાઈઠ
૬૧61એકસઠ
૬૨62બાસઠ
૬૩63ત્રેસઠ
૬૪64ચોસઠ
૬૫65પાંસઠ
૬૬66છાસઠ
૬૭67સડસઠ
૬૮68અડસઠ
૬૯69ઓગણોસિત્તેરઅગણોસિત્તેર, ઓગણોતેર, અગણોતેર
૭૦70સિત્તેર
૭૧71એકોતેર
૭૨72બોંતેર
૭૩73તોંતેર
૭૪74ચુંમોતેરચુમોતેર, ચૂંવોતેર
૭૫75પંચોતેર
૭૬76છોંતેર
૭૭77સીતોતેર
૭૮78ઇઠોતેર
૭૯79ઓગણએંસીઓગણએંશી
૮૦80એંસીએંશી
૮૧81એક્યાસીએક્યાશી
૮૨82બ્યાસીબ્યાશી
૮૩83ત્યાસીત્યાશી
૮૪84ચોરાસીચોરાશી
૮૫85પંચાસીપંચાશી, પંચ્યાસી, પંચ્યાશી
૮૬86છયાસીછયાશી
૮૭87સત્યાસીસત્યાશી
૮૮88અઠયાસીઅઠયાસી
૮૯89નેવ્યાસીનેવ્યાશી
૯૦90નેવુંનેવુ
૯૧91એકણુંએકણુ
૯૨92બાણુંબાણુ
૯૩93ત્રાણુંત્રાણુ
૯૪94ચોરાણુંચોરાણુ
૯૫95પંચાણુંપંચાણુ
૯૬96છન્નુંછન્નુ
૯૭97સતાણુંસતાણુ
૯૮98અઠ્ઠાણુંઅઠ્ઠાણુ
૯૯99નવ્વાણુંનવ્વાણુ
૧૦૦100સોએકસો

સંદર્ભ