નર્મદ સુવર્ણ ચંદ્રક

ગુજરાતી ભાષામાં પ્રદાન બદલ અપાતું સાહિત્યિક સન્માન

નર્મદ સુવર્ણ ચંદ્રક અથવા નર્મદ ચંદ્રક[૧] (અંગ્રેજી: નર્મદ ગોલ્ડ મેડલ[૨]) એ ગુજરાત, ભારતનું એક સાહિત્યિક સન્માન છે. સુપ્રસિદ્ધ ગુજરાતી કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા, સુરત સંસ્થા દ્વારા આ ચંદ્રક દર વર્ષે એનાયત કરવામાં આવે છે. ગુજરાતી ભાષામાં લખાયેલા ઉત્કૃષ્ટ પુસ્તકના લેખકને ચંદ્રક એનાયત કરવામાં આવે છે.

નર્મદ સુવર્ણ ચંદ્રક
ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર
પુરસ્કારનો હેતુસાહિત્યિક સન્માન
પુરસ્કાર આપનારનર્મદ સાહિત્ય સભા, સુરત
સ્થાનગુજરાત, ભારત
પ્રથમ વિજેતા૧૯૪૦
છેલ્લા વિજેતા૨૦૨૨
ઝાંખી
પ્રથમ વિજેતાજ્યોતીન્દ્ર દવે
અંતિમ વિજેતાપ્રવીણ દરજી

પ્રાપ્તકર્તાઓ

નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનારા લેખકો અને તેમના પુસ્તકો આ પ્રમાણે છે:[૩]

વર્ષપ્રાપ્તકર્તાપુસ્તક
૧૯૪૦ – ૪૪જ્યોતીન્દ્ર દવેરંગતરંગ
૧૯૪૧ – ૪૫રામલાલ ચુનીલાલ મોદીદ્રાયશ્રય કાવ્યમાં મધ્યકાલિન ગુજરાતની સ્થિતિ
૧૯૪૨ – ૪૬ચંદ્રવદન મહેતાધરાગુર્જરી
૧૯૪૩ – ૪૭ઉમાશંકર જોષીપ્રાચિના
૧૯૪૪ – ૪૮પ્રભુદાસ ગાંધીજીવનનું પરોઢ
૧૯૪૫ – ૪૯વિષ્ણુપ્રસાદ ત્રિવેદીપરિશીલન
૧૯૪૬ – ૫૦રામનારાયણ વિ. પાઠકબૃહદ્‌પિંગળ
૧૯૪૭ – ૫૧ચુનીલાલ મડિયારંગદા
૧૯૪૮ – ૫૨સુંદરમ્યાત્રા
૧૯૪૯ – ૫૩ધૂમકેતુજીવનપથ
૧૯૫૦ – ૫૪કિશનસિંહ ચાવડાઅમાસના તારા
૧૯૫૧ – ૫૫હરિપ્રસાદ શાસ્ત્રીમૈત્રકકાલીન ગુજરાત
૧૯૫૨ – ૫૬શિવકુમાર જોષીસુમંગલા
૧૯૫૩ – ૫૭નિરંજન ભગત[૪]છંદોલય
૧૯૫૪ – ૫૮ઇન્દુલાલ યાજ્ઞિકઆત્મકથા
૧૯૫૫ – ૫૯વિજયરાય વૈદ્યગત શતકનું સાહિત્ય
૧૯૫૬ – ૬૦ભોગીલાલ સાંડેસરામહાઅમાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ અને સંસ્કૃત સાહિત્ય પર તેની અસર
૧૯૫૭ – ૬૧ધનસુખલાલ મહેતાગરીબની ઝૂંપડી
૧૯૫૮ – ૬૨સુંદરજી બેટાઇતુલસીડાળ
૧૯૫૯ – ૬૩રાવજીભાઈ પટેલજીવનના ઝરણાં
૧૯૬૦ – ૬૪રામપ્રસાદ બક્ષીવાઙ્‌મય વિમર્શ
૧૯૬૧ – ૬૫કનૈયાલાલ દવેગુજરાતનું મૂર્તિવિધાન
૧૯૬૨ – ૬૬પ્રાગજી ડોસા ઘરનો દીવો
૧૯૬૩ – ૬૭નટવરલાલ પંડ્યા 'ઉશનસ્'તૃણનો ગ્રહ
૧૯૬૪ – ૬૮જયંત પાઠકવનાંચલ
૧૯૬૫ – ૬૯સુરેશ જોષીજનાન્તિકે
૧૯૬૬ – ૭૦કલ્યાણરાય ન. જોષીઓખામંડળના વાઘેરો
૧૯૬૭ – ૭૧વજુભાઈ ટાંકરમતા રૂપ
૧૯૬૮ – ૭૨હીરા પાઠકપરલોકે પત્ર
૧૯૬૯ – ૭૩કમળાશંકર પંડ્યાવેરાન જીવન
૧૯૭૦ – ૭૪અનંતરાય રાવળઉન્મિલન
૧૯૭૧ – ૭૫પ્રવિણભાઈ પરીખપ્રાચીન ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી લિપી વિકાસ
૧૯૭૨ – ૭૬મધુ રાયકુમારની અગાશી
૧૯૭૩ – ૭૭રાજેન્દ્ર શાહમધ્યમા
૧૯૭૪ – ૭૮મુકુન્દ પરાશર્યસત્વશીલ
૧૯૭૫ – ૭૯વાડીલાલ ડગલીશિયાળાની સવારનો તડકો
૧૯૭૬ – ૮૦હસમુખ સાંકળિયાઅખંડ ભારતમાં સંસ્કૃતીનો ઉષાકાળ
૧૯૭૭ – ૮૧રસિકલાલ પરીખમેના ગુજરી
૧૯૭૮ – ૮૨રમેશ પારેખખડિંગ
૧૯૭૯ – ૮૩સ્નેહરશ્મિસાફલ્યટાણું
૧૯૮૦ – ૮૪યશવંત શુક્લકેન્દ્ર અને પરિઘ
૧૯૮૧ – ૮૫જે. પી. અમીનગુજરાતનું શૈવ મૂર્તિવિધાન
૧૯૮૨ – ૮૬લાભશંકર ઠાકરપીળુ ગુલાબ અને હું
૧૯૮૩ – ૮૭ચંદ્રકાન્ત શેઠપડઘાની પેલે પાર
૧૯૮૪ – ૮૮સ્વામી સચ્ચિદાનંદમારા અનુભવો
૧૯૮૫ – ૮૯હરિવલ્લભ ભાયાણીકાવ્યપ્રપંચ
૧૯૮૬ – ૯૦રમણલાલ એન. મહેતાવડોદરા: એક અધ્યયન
૧૯૮૭ – ૯૧હસમુખ બારાડીરાઈનો દર્પણરાય
૧૯૮૮ – ૯૨સુરેશ દલાલપદધ્વની
૧૯૮૯ – ૯૩નારાયણ દેસાઈઅગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ
૧૯૯૦ – ૯૪ગુણવંત શાહઢાઈ અક્ષર પ્રેમકા
૧૯૯૧ – ૯૫વિષ્ણુ પંડ્યાગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ
૧૯૯૨ – ૯૬રવિન્દ્ર પારેખઘર વગરના દ્વાર
૧૯૯૩ – ૯૭હરિકૃષ્ણ પાઠકજળના પડઘા
૧૯૯૪ – ૯૮યોગેશ જોષીમોટી બા
૧૯૯૫ – ૯૯રઘુવીર ચૌધરીતિલક કરે રઘુવીર
૧૯૯૬ – ૦૦મુગટલાલ બાવીશીલીંબડી રાજ્યનો ઇતિહાસ
૧૯૯૭ – ૦૧સિતાંશુ યશશ્ચન્દ્રકહો મકનજી ક્યાં ચાલ્યા?
૧૯૯૮ – ૦૨જવાહર બક્ષીતારાપણાના શહેરમાં
૧૯૯૯ – ૦૩રતન માર્શલઆત્મકથાનક
૨૦૦૦ – ૦૪રતિલાલ 'અનિલ'
૨૦૦૧ – ૦૫મોહન મેઘાણી[૫]ધ 19th સેન્ચુરી સુરત
૨૦૦૨ – ૦૬સતીષ વ્યાસજળને પડદે
૨૦૦૩ – ૦૭રાજેન્દ્ર શુક્લ
૨૦૦૫ – ૦૯ભગવતીકુમાર શર્માસુરત મુજ ઘાયલ ભૂમિ
૨૦૦૮ – ૧૨રઈશ મણિયાર[૬]આમ લખવું કરાવે અલખની સફર
૨૦૧૬ – ૨૦ભરત દવેવાસ્તવવાદી નાટક
૨૦૧૭ – ૧૯ધ્વનિલ પારેખ[૭]એક ચપટી ઊંઘ
૨૦૧૮ – ૨૦વિનોદ જોશી[૮]સૈરાન્ધ્રિ
૨૦૧૯ – ૨૧ભરત ખેની[૯]રાજા રવિ વર્મા
૨૦૨૧ –પ્રવીણ દરજીનદીગાન

સંદર્ભ