પૃથ્વીરાજ ચૌહાણ

પૃથ્વીરાજ ચૌહાણ પર ઓછી વયમાં જ પોતાની બે રાજધાનીઓ દિલ્હી અને અજમેરની સાથે વિશાળ રાજયની જવાબદારી આવી ગઈ હતી. પૃથ્વીરાજના પિતા સોમેશ્વર ચૌહાણના મૃત્યુને કારણે પ્રજાની દેખરેખની જવાબદારી પૃથ્વીરાજે ઉઠાવી. પૃથ્વીરાજ ચૌહાણ વંશના અંતિમ પ્રતાપી સમ્રાટ હતા.[૧] તે પોતાના સાહસ અને પરાક્રમના કારણે લોકોની વચ્ચે જાણીતા બન્યા હતા. પૃથ્વીરાજનો સંયોગિતા સાથે પ્રેમ પ્રસંગ પણ ઇતિહાસમાં ચર્ચિત રહ્યો છે. પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ૧૧૬૮માં થયો હતો. બાળપણમાં જ પૃથ્વીરાજે ગુરૂકૂળમાં રહેતા શસ્ત્ર વિદ્યા, રાજનીતિ કલા અને સાહિત્ય જેવા વિષયોમાં નિપુણતા મેળવી હતી.

પૃથ્વીરાજ ચૌહાણ
અજમેરમાં પૃથ્વીરાજ ચૌહાણની પ્રતિમા
અજમેર અને દિલ્હીનો રાજા
શાસન૧૧૬૮-૧૧૯૩
પુરોગામીઅનંગપાલ તોમર બીજો
અનુગામીમોહમ્મદ ઘોરી
જન્મc. ૧૧૬૬ CE
અજમેર
મૃત્યુ૧૧૯૨ CE (૨૬ વર્ષની વયે)
તારારોરી અફઘનિસ્તાન
જીવનસાથીસંયુક્તા
વંશશાકંભરીના ચૌહાણ
પિતાસોમેશ્વર ચૌહાણ
માતાકરપુરી દેવી
તરાઇનું બીજું યુદ્ધ

પૃથ્વીરાજનો સમકાલીન હતો, કન્નોજનો રાજા જયચંદ્ર. રાજા જયચંદ્ર પૃથ્વીરાજનો મામેરો ભાઈ હતો. સંયોગિતા જયચંદ્રની પુત્રી કે પાલિત પુત્રી હતી જેનુ હરણ કરીને પૃથ્વીરાજે તેની સાથે લગ્ન કરી લીધા હતા. આ એ સમયની વાત છે જ્યારે ભારતની સીમાઓ પર ઘોરના શાસક મોહમ્મદ ઘોરીનુ આક્રમણ થઈ રહ્યુ હતુ.

મોહમ્મદ ઘોરીએ ભારત પર આક્રમણ કર્યુ અને તે જીતતો ગયો. જ્યારે એની જીત પૃથ્વીરાજ ચૌહાણના રાજ્યની સીમા સુધી આવે ગયો તો પૃથ્વીરાજ ક્રોધે ભરાયો. ઘોરી સાથે લડવા પૃથ્વીરાજે સેના તૈયાર કરી અને બંને તરાઈ નામની જગ્યાએ એકબીજા સાથે યુધ્ધ કરવા લાગ્યા. પૃથ્વીરાજે તરાઈના પહેલા યુધ્ધમાં ઘોરીને પાછળ ભાગવા મજબૂર કરી દીધો.અને‌ તેને જીવીત છોડી દીધો. પૃથ્વીરાજની જીત થઈ પરંતુ બીજા વર્ષે ૧૧૯૨માં ઘોરી ફરી મેદાનમાં આવ્યો અને આ વખતે જીત ઘોરીની થઈ. પૃથ્વીરાજને બંદી બનાવવામાં આવ્યા. ઘોરીની વિરુધ્ધ લડાઈમાં જયચંદ્ર મદદ ના કરતા તો બની શકતુ કે વાત જુદી હોત.

પૃથ્વીરાજના દરબારી કવિ અને મિત્ર ચંદબરદાયુએ 'પૃથ્વીરાજ રાસો'માં જણાવ્યુ એ પ્રમાણે તેઓએ લખ્યુ કે જ્યારે પૃથ્વીરાજ ઘોરમાં બંદી હતા ત્યારે એકવાર હુ તેમને મળવા ગયો. ત્યાં સુધી તો મોહમ્મદ ઘોરીએ તેમને લોખંડ ના ગરમ સળીયા થી‌ આંધળો બનાવી દીધો હતો. ત્યારબાદ મેં અને પૃથ્વીરાજે મળીને ઘોરીને મારવાની યોજના બનાવી.

એક દિવસ જ્યારે પૃથ્વીરાજને દરબારમાં લાવવામાં આવ્યા તો મે કહ્યુ:

ચાર વાંસ ચોવીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ/તા ઉપર સુલ્તાન છે, ન ચૂક ચૌહાણ.

આ અંદાજથી પૃથ્વીરાજે શબ્દભેદી વિધ્યા થી બાણ છોડ્યુ અને મોહમ્મદ ઘોરી માર્યો ગયો.

ઇતિહાસમાં લખ્યુ છે કે મોહમ્મદ ઘોરીની કોઈ તેના દુશ્મને હત્યા કરી હતી. ઘોરીનો કોઈ પુત્ર ન હોવાથી તેના એક વિશ્વાસુ ગુલામ અને સિપાહી કુતુબુદ્દીન એબકે ભારતમાં ઘોરી દ્વારા જીતેલ રાજ્યને દિલ્લી સલ્તનતનુ રૂપ આપ્યુ અને ગુલામ વંશનો પાયો મૂક્યો. આ રીતે પૃથ્વીરાજ ચૌહાણની હારથી ભારતના ઇતિહાસને વળાંક મળ્યો.

લાલ કોટા કિલ્લાનું નામ પાછળથી પૃથ્વીરાજની યાદમાં તેનુ નામ રાય પિથોરા કરી દેવામાં આવ્યુ. રાય પિથોરા પૃથ્વીરાજને કહેતા હતા. આ કિલ્લો આ સાહસી સમ્રાટની યાદ અપાવે છે.

સંદર્ભ

🔥 Top keywords: