ભારતના વડાપ્રધાન

ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.[૧]

ભારતના વડા પ્રધાનોના (જન્મ પ્રમાણે રાજ્યો)

૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા,[૨] જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે.[૩]

રાજીવ ગાંધીના પાંચ વર્ષ પછી તેમના જ સાથી વી. પી. સિંહે જનતા દળના નેતા તરીકે નેશનલ ફ્રન્ટ ગઠબંધનની મદદથી ૧૯૮૯માં સરકાર બનાવી. નવેમ્બર ૧૯૯૦માં ચંદ્ર શેખર ૬ મહિના માટે વડા પ્રધાન બન્યા અને જૂન ૧૯૯૧માં પી. વી. નરસિંહરાવના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ પક્ષ સત્તા પર પરત ફર્યો. રાવની પાંચ વર્ષની મુદ્દત પછી ચાર ટૂંકાગાળાના વડા પ્રધાનો સત્તા પર આવ્યા, જેમાં ૧૯૯૬માં અટલ બિહારી વાજપેયી (૧૩ દિવસ માટે), યુનાઇટેડ ફ્રંટના એચ. ડી. દેવગૌડા, આઇ. કે. ગુજરાલ તેમજ ૧૯૯૮-૯૯માં વાજપેયી (૧૯ મહિના માટે)નો સમાવેશ થાય છે. ૧૯૯૯માં ત્રીજી વખત વાજપેયી વડા પ્રધાન બન્યા અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ પાંચ વર્ષ સત્તા પર રહ્યો, જે આમ કરવાવાળી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર હતી. વાજપેયી પછી કોંગ્રેસ સત્તા પર પરત ફરી અને મનમોહન સિંહ બે મુદ્દત માટે ૧૦ વર્ષ સુધી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુ.પી.એ.) ગઠબંધનના વડા પ્રધાન રહ્યા. ૨૦૧૪માં ભારતીય જનતા પક્ષના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ.) સત્તા પર આવ્યો. ૨૬ મે ૨૦૧૪ના રોજ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા, જે એક જ પક્ષની બહુમતી ધરાવતી પ્રથમ બિન-કોંગ્રેસી સરકાર છે.[૪] ઓગસ્ટ ૨૦૨૦માં નરેન્દ્ર મોદી સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા.[૫]

ચાવી

ભારતના વડાપ્રધાનોની યાદી

ક્રમનામ
(જન્મ–મૃત્યુ)
છબીપૂર્વ પદપક્ષ
(ગઠબંધન)
મત વિસ્તારસત્તા[૭]નિમણુકલોક સભા[નોંધ ૧]
જવાહરલાલ નેહરુ
(૧૮૮૯–૧૯૬૪)
ભારતની કામચલાઉ સરકારના ઉપ વડાપ્રધાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસફુલપુર, ઉત્તર પ્રદેશ૧૫ ઓગસ્ટ
૧૯૪૭
૧૫ એપ્રિલ
૧૯૫૨
16 વર્ષો, 286 દિવસોલોર્ડ માઉન્ટબેટનબંધારણીય સભા[નોંધ ૨]
૧૫ એપ્રિલ
૧૯૫૨
૧૭ એપ્રિલ
૧૯૫૭
રાજેન્દ્ર પ્રસાદ૧લી
૧૭ એપ્રિલ
૧૯૫૭
૨ એપ્રિલ
૧૯૫૭
૨જી
૨ એપ્રિલ
૧૯૫૭
૨૭ મે
૧૯૬૪[†]
૩જી
ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
(૧૮૯૮–૧૯૯૮)
શ્રમ અને મજૂર મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાબરકાંઠા, ગુજરાત૨૭ મે
૧૯૬૪
૯ જૂન
૧૯૬૪
૧૩ દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન
લાલ બહાદુર શાસ્ત્રી
(૧૯૦૪–૧૯૬૬)
ગૃહ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅલાહાબાદ, ઉત્તર પ્રદેશ૯ જૂન
૧૯૬૪
૧૧ જાન્યુઆરી
૧૯૬૬[†]
1 વર્ષો, 216 દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન
ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
(૧૮૯૮–૧૯૯૮)
ગૃહ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાબરકાંઠા, ગુજરાત૧૧ જાન્યુઆરી
૧૯૬૬
૨૪ જાન્યુઆરી
૧૯૬૬
૧૩ દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન
ઈન્દિરા ગાંધી
(૧૯૧૭–૧૯૮૪)
માહિતી અને પ્રસારણ મંત્રી

વડા પ્રધાન

(ફરી-ચૂંટાયેલ)

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઉત્તર પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય૨૪ જાન્યુઆરી
૧૯૬૬
૪ માર્ચ
૧૯૬૭
11 વર્ષો, 59 દિવસોસર્વપલ્લી રાધાકૃષ્ણન
૪ માર્ચ
૧૯૬૭
૧૫ માર્ચ
૧૯૭૧
વી. વી. ગિરિ૪થી
૧૫ માર્ચ
૧૯૭૧
૨૪ માર્ચ
૧૯૭૭
૫મી
મોરારજી દેસાઈ
(૧૮૯૬–૧૯૯૫)
નાણાં મંત્રી અને ૧૯૬૯માં તેમના રાજીનામા પહેલા ઉપ વડાપ્રધાનજનતા પાર્ટીસુરત, ગુજરાત૨૪ માર્ચ
૧૯૭૭
૨૮ જુલાઇ
૧૯૭૯[RES]
2 વર્ષો, 126 દિવસોબી. ડી. જત્તી

(કાર્યકારી રાષ્ટ્રપતિ)

૬ઠ્ઠી
ચરણ સિંહ
(૧૯૦૨–૧૯૮૭)
નાણાં મંત્રીજનતા પાર્ટી (સેક્યુલર)
કોંગ્રેસ સાથે
બાઘપત, ઉત્તર પ્રદેશ૨૮ જુલાઇ
૧૯૭૯
૧૪ જાન્યુઆરી
૧૯૮૦[RES]
170 દિવસોનીલમ સંજીવ રેડ્ડી
(૩)ઈન્દિરા ગાંધી
(૧૯૧૭–૧૯૮૪)
ભૂતપૂર્વ વડાપ્રધાનભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)મેદક, આંધ્ર પ્રદેશ૧૪ જાન્યુઆરી
૧૯૮૦[§]
૩૧ ઓક્ટોબર
૧૯૮૪[†]
4 વર્ષો, 291 દિવસોનીલમ સંજીવ રેડ્ડી૭મી
રાજીવ ગાંધી
(૧૯૪૪–૧૯૯૧)
અમેઠીના સાંસદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)અમેઠી, ઉત્તર પ્રદેશ૩૧ ઓક્ટોબર
૧૯૮૪[†]
૩૧ ડિસેમ્બર
૧૯૮૪
5 વર્ષો, 32 દિવસોઝૈલસિંઘ
૩૧ ડિસેમ્બર
૧૯૮૪
૨ ડિસેમ્બર
૧૯૮૯
૮મી
વિશ્વનાથ પ્રતાપ સિંઘ
(૧૯૩૧–૨૦૦૮)
રક્ષા મંત્રીજનતા દળ
(નેશનલ ફ્રંટ)
ફતેહપુર, ઉત્તર પ્રદેશ૨ ડિસેમ્બર
૧૯૮૯
૧૦ નવેમ્બર
૧૯૯૦[NC]
343 દિવસોઆર. વેકંટરામન૯મી
ચંદ્રશેખર
(૧૯૨૭–૨૦૦૭)
બલિયાના સાંસદસમાજવાદી જનતા પાર્ટી
કોંગ્રેસ સાથે
બલિયા, ઉત્તર પ્રદેશ૧૦ નવેમ્બર
૧૯૯૦
૨૧ જૂન
૧૯૯૧[નોંધ ૩]
223 દિવસોઆર. વેકંટરામન
પામુલપાર્થી વેકંટ નરસિંહ રાવ
(૧૯૨૧–૨૦૦૪)
વિદેશ મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઇ)નાંદયાલ, આંધ્ર પ્રદેશ૨૧ જૂન
૧૯૯૧
૧૬ મે
૧૯૯૬
4 વર્ષો, 330 દિવસોઆર. વેકંટરામન૧૦મી
૧૦અટલ બિહારી વાજપેયી
(૧૯૨૪-૨૦૧૮)
વિદેશ મંત્રીભારતીય જનતા પાર્ટીલખનૌ, ઉત્તર પ્રદેશ૧૬ મે
૧૯૯૬
૧ જૂન
૧૯૯૬[RES]
16 daysશંકર દયાલ શર્મા૧૧મી
૧૧એચ. ડી. દેવે ગોવડા
(જન્મ ૧૯૩૩)
કર્ણાટકના મુખ્યમંત્રીજનતા દળ
(યુનાઇટેડ ફ્રંટ)
કર્ણાટક તરફથી રાજ્ય સભાના સભ્ય૧ જૂન
૧૯૯૬
૨૧ એપ્રિલ
૧૯૯૭[RES]
324 દિવસોશંકર દયાલ શર્મા
૧૨ઇન્દ્ર કુમાર ગુજરાલ
(૧૯૧૯–૨૦૧૨)
વિદેશ મંત્રીજનતા દળ
(યુનાઇટેડ ફ્રંટ)
બિહાર તરફથી રાજ્ય સભાના સભ્ય૨૧ એપ્રિલ
૧૯૯૭
૧૯ માર્ચ
૧૯૯૮
332 દિવસોશંકર દયાલ શર્મા
(૧૦)અટલ બિહારી વાજપેયી
(૧૯૨૪-૨૦૧૮)
ભૂતપૂર્વ વડાપ્રધાનભારતીય જનતા પાર્ટી
(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)
લખનૌ, ઉત્તર પ્રદેશ૧૯ માર્ચ
૧૯૯૮[§]
૧૦ ઓક્ટોબર
૧૯૯૯
6 વર્ષો, 64 દિવસોકે. આર. નારાયણ૧૨મી
૧૦ ઓક્ટોબર
૧૯૯૯
૨૨ મે
૨૦૦૪
૧૩મી
૧૩મનમોહન સિંહ
(જન્મ ૧૯૩૨)
નાણાં મંત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ)
આસામ તરફથી રાજ્ય સભાના સભ્ય૨૨ મે
૨૦૦૪
૨૨ મે
૨૦૦૯
10 વર્ષો, 4 દિવસોએ. પી. જે. અબ્દુલ કલામ૧૪મી
૨૨ મે
૨૦૦૯
૨૬ મે
૨૦૧૪
પ્રતિભા પાટીલ૧૫મી
૧૪નરેન્દ્ર મોદી
(જન્મ ૧૯૫૦)
ગુજરાતના મુખ્યમંત્રીભારતીય જનતા પાર્ટી
(નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ)
વારાણસી, ઉત્તર પ્રદેશ૨૬ મે
૨૦૧૪[૮]
૩૦ મે ૨૦૧૯9 વર્ષો, 327 દિવસોપ્રણવ મુખર્જી૧૬મી
૩૦ મે ૨૦૧૯હાલમાંરામનાથ કોવિંદ૧૭મી

નોંધ

સમયરેખા

નરેન્દ્ર મોદીમનમોહન સિંહઅટલ બિહારી વાજપેયીઇન્દ્ર કુમાર ગુજરાલએચ. ડી. દેવે ગૌડાઅટલ બિહારી વાજપેયીપી. વી. નરસિંહા રાવચંદ્ર શેખરવિશ્વનાથ પ્રતાપ સિંહરાજીવ ગાંધીઈન્દિરા ગાંધીમોરારજી દેસાઈઈન્દિરા ગાંધીગુલઝારીલાલ નંદાલાલ બહાદુર શાસ્ત્રીગુલઝારીલાલ નંદાજવાહરલાલ નેહરુ

સંદર્ભ

પૂરક વાચન

🔥 Top keywords: