ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો

ભારત સંઘીય સંઘરાજ્ય છે.[૧] જે ૨૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ધરાવે છે. આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જિલ્લાઓમાં અને જિલ્લાઓ તાલુકાઓમાં તથા તાલુકાઓ ગામો અને નગરોમાં વહેંચાયેલા હોય છે.[૨]

૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશો

રાજ્યો

ભારતના રાજ્યો
રાજ્યરાજ્યનો કોડઝોનરાજધાનીસૌથી મોટું શહેરસ્થાપનાવિસ્તાર (ચો. કિમી)વસ્તીસત્તાવાર ભાષાવધારાની સત્તાવાર ભાષાઓ
આંધ્ર પ્રદેશAPદક્ષિણઅમરાવતીવિશાખાપટનમ૧લી નવેમ્બર ૧૯૫૬૧,૬૨,૯૭૫૪,૯૫,૦૬,૬૯૯તેલુગુ-
અરુણાચલ પ્રદેશARઉત્તર-પૂર્વઇટાનગર૨૦મી ફેબ્રુઆરી ૧૯૮૭૮૩,૭૪૩૧૩,૮૩,૭૨૭અંગ્રેજી-
આસામASઉત્તર-પૂર્વદિસપુરગુવાહાટી૨૬મી જાન્યુઆરી ૧૯૫૦૭૮,૫૫૦૩,૧૨,૦૫,૫૭૬આસામીબંગાળી, બોડો
બિહારBRપૂર્વપટના૨૬મી જાન્યુઆરી ૧૯૫૦૯૪,૧૬૩૧૦,૪૦,૯૯,૪૫૨હિંદીઉર્દૂ
છત્તીસગઢCGમધ્યરાયપુર૧લી નવેમ્બર ૨૦૦૦૧,૩૫,૧૯૪૨,૫૫,૪૫,૧૯૮છત્તીસગઢીહિંદી, અંગ્રેજી
ગોઆGAપશ્ચિમપણજીવાસ્કો ડી ગામા૩૦મી મે ૧૯૮૭૩,૭૦૨૧૪,૫૮,૫૪૫કોંકણીમરાઠી
ગુજરાતGJપશ્ચિમગાંધીનગરઅમદાવાદ૧ મે ૧૯૬૦૫૫,૬૭૩૬,૦૪,૩૯,૬૯૨ગુજરાતી-
હરિયાણાHRઉત્તરચંડીગઢફરીદાબાદ૧ નવેમ્બર ૧૯૬૬૪૪,૨૧૨૨,૫૩,૫૧,૪૬૨હિંદીપંજાબી
હિમાચલ પ્રદેશHPઉત્તરશિમલા (ઉનાળામાં), ધર્મશાલા (શિયાળામાં)શિમલા૨૫ જાન્યુઆરી ૧૯૭૧૫૫,૬૭૩૬૮,૬૪,૬૦૨હિંદીસંસ્કૃત
ઝારખંડJHપૂર્વરાંચીજમશેદપુર૧૫ નવેમ્બર ૨૦૦૦૭૯,૭૧૬૩,૨૯,૮૮,૧૩૪હિંદીઅંગિકા, બંગાળી, ભોજપુરી, ભુમીજ, હો, ખારિયા, ખોરથા, કુમાલી, કુરુખ, મગાહી, મૈથિલી, મુંદરી, નાગપુરી, ઑડિયા, સંથાલી, ઉર્દૂ[૩][૪]
કર્ણાટકKRદક્ષિણબેંગલુરૂ૧ નવેમ્બર ૧૯૫૬૧૯૧,૭૯૧૬,૧૦,૯૫,૨૯૭કન્નડ-
કેરળKLદક્ષિણતિરૂવનંતપુરમ૧ નવેમ્બર ૧૯૫૬૩૮,૮૬૩૩,૩૪,૦૬,૦૬૧મલયાલમઅંગ્રેજી
મધ્ય પ્રદેશMPમધ્યભોપાલ૨૬ જાન્યુઆરી ૧૯૫૦૩૦૮,૨૫૨૭,૨૬,૨૬,૮૦૯હિંદી-
મહારાષ્ટ્રMHપશ્ચિમમુંબઈ૧ મે ૧૯૬૦૩૦૭,૭૧૩૧૧,૨૩,૭૪,૩૩૩મરાઠી-
મણિપુરMNઉત્તર-પૂર્વઇમ્ફાલ૨૧ જાન્યુઆરી ૧૯૭૨૨૨,૩૪૭૨૮,૫૫,૭૯૪મણિપુરીઅંગ્રેજી
મેઘાલયMGઉત્તર-પૂર્વશિલોંગ૨૧ જાન્યુઆરી ૧૯૭૨૨૨,૭૨૦૨૯,૬૬,૮૮૯અંગ્રેજીખાસી
મિઝોરમMZઉત્તર-પૂર્વઐઝવાલ૨૦ ફેબ્રુઆરી ૧૯૮૭૨૧,૦૮૧૧૦,૯૭,૨૦૬અંગ્રેજી, હિંદી, મિઝો-
નાગાલેંડNLઉત્તર-પૂર્વકોહિમા૧ ડિસેમ્બર ૧૯૬૩૧૬,૫૭૯૧૯,૭૮,૫૦૨અંગ્રેજી-
ઑડિશાODપૂર્વભુવનેશ્વર૨૬ જાન્યુઆરી ૧૯૫૦૧૫૫,૮૨૦૪,૧૯,૭૪,૨૧૮ઓડિયા-
પંજાબPBઉત્તરચંડીગઢલુધિયાણા૧ નવેમ્બર ૧૯૬૬૫૦,૩૬૨૨,૭૭,૪૩,૩૩૮પંજાબી-
રાજસ્થાનRJઉત્તરજયપુર૨૬ જાન્યુઆરી ૧૯૫૦૩૪૨,૨૬૯૬,૮૫,૪૮,૪૩૭હિંદીઅંગ્રેજી
સિક્કિમSKઉત્તર-પૂર્વગંગટોક૧૬ મે ૧૯૭૫૭,૦૯૬૬,૧૦,૫૭૭અંગ્રેજી, નેપાળીભુટિયા, ગુરુંગ, લેપ્ચા, લિંબુ, માન્નગર, મુખિયા, નેવારી, રાય, શેરપા, તમાંગ
તમિલ નાડુTNદક્ષિણચેન્નઈ૧ નવેમ્બર ૧૯૫૬૧૩૦,૦૫૮૭,૨૧,૪૭,૦૩૦તમિલઅંગ્રેજી
તેલંગાણાTSદક્ષિણહૈદરાબાદ૨ જૂન ૨૦૧૪૧૧૨,૦૭૭[૫]૩,૫૧,૯૩,૯૭૮[૬]તેલુગુઉર્દૂ
ત્રિપુરાTRઉત્તર-પૂર્વઅગરતલા૨૧ જાન્યુઆરી ૧૯૭૨૧૦,૪૯૨૩૬,૭૩,૯૧૭બંગાળી, અંગ્રેજી, કોકબોરોક-
ઉત્તર પ્રદેશUPમધ્યલખનૌ૨૬ જાન્યુઆરી ૧૯૫૦૨૪૩,૨૮૬૧૯,૯૮,૧૨,૩૪૧હિંદીઉર્દૂ
ઉત્તરાખંડUKમધ્યદેહરાદૂન૯ નવેમ્બર ૨૦૦૦૫૩,૪૮૩૧,૦૦,૮૬,૨૯૨હિંદીસંસ્કૃત
પશ્ચિમ બંગાળWBપૂર્વકોલકાતા૨૬ જાન્યુઆરી ૧૯૫૦૮૮,૭૫૨૯,૧૨,૭૬,૧૧૫બંગાળી, નેપાળીહિંદી, ઑડિયા, પંજાબી, સંથાલી, તેલુગુ, ઉર્દૂ

કેન્દ્રશાસિત પ્રદેશો

ભારતના કેન્દ્રશસિત પ્રદેશો
કેન્દ્રશાસિત પ્રદેશકેન્દ્રશાસિત પ્રદેશનો કોડઝોનરાજધાનીસૌથી મોટું શહેરસ્થાપનાવિસ્તાર (ચો. કિમી)વસ્તીસત્તાવાર ભાષાવધારાની સત્તાવાર ભાષાઓ
અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહANદક્ષિણપોર્ટ બ્લેયર૧લી નવેમ્બર ૧૯૫૬૭,૯૫૦૩,૮૦,૫૦૦હિન્દીઅંગ્રેજી
ચંડીગઢCHઉત્તરચંડીગઢ૧લી નવેમ્બર ૧૯૬૬૧૧૪૧૦,૫૫,૪૫૦અંગ્રેજી-
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવDDપશ્ચિમદમણસેલ્વાસ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦૬૦૩૫,૮૬,૭૫૬હિન્દી, ગુજરાતી, મરાઠી, અંગ્રેજી-
જમ્મુ અને કાશ્મીરJKઉત્તરજમ્મુ (શિયાળું)
શ્રીનગર (ઉનાળું)
શ્રીનગર૩૧મી ઓક્ટોબર ૨૦૧૯૪૨,૨૪૧૧,૨૨,૫૮,૪૩૩કાશ્મીરી, ડોગરી, ઉર્દૂ, હિન્દી, અંગ્રેજી-
લદ્દાખLAઉત્તરલેહ (ઉનાળું)
કારગિલ (શિયાળું)
લેહ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯૫૯,૧૪૬૨,૯૦,૪૯૨હિન્દી, અંગ્રેજી-
લક્ષદ્વીપLDદક્ષિણકવરત્તીએન્ડ્રોટ૧લી નવેમ્બર ૧૯૫૬૩૨૬૪,૪૭૩મલયાળમ, અંગ્રેજી-
રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ, દિલ્હીDLઉત્તરનવી દિલ્હીદિલ્હી૧લી નવેમ્બર ૧૯૫૬૧,૪૯૦૧,૭૬,૮૭,૯૪૧હિન્દી, અંગ્રેજીપંજાબી, ઉર્દૂ
પૉંડિચેરીPYદક્ષિણપૉંડિચેરી૧૬મી ઓગસ્ટ ૧૯૬૨૪૯૨૧૨,૪૭,૯૫૩તમિળ, અંગ્રેજીતેલુગુ, મલયાળમ, ફ્રેંચ


૧૯૫૬ પહેલાં

ભારતના રાજ્યો, ૧૯૫૧.

ભારતીય ઉપખંડ પર તેના ઇતિહાસમાં ઘણા અલગ અલગ શાસકોએ રાજ્ય કર્યું છે. દરેક રાજકર્તાએ પોતાની રીતે વહિવટી વિભાગો પાડેલ હતા. આધુનિક ભારતનાં હાલનાં વિભાગો તેનાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને કરાયેલ છે. જેની શરૂઆત બ્રિટિશ શાસનકાળથી થયેલ. બ્રિટિશ ભારતમાં હાલનું ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તથા અફઘાનિસ્તાન અને તેનાં પ્રાંતો, બર્મા (મ્યાનમાર)ની વસાહતો વિગેરેનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન,ભારતનું શાસન સીધું અંગ્રેજોનાં કે પછી સ્થાનિક રાજાઓનાં હાથમાં હતું. ૧૯૪૭ માં આઝાદી વખતે પંજાબ તથા બંગાળનાં પ્રાંતોનું, ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાપાયે વિભાજન થયું,અને તે દરમિયાન તેમનાં વહિવટી વિભાગોને સુરક્ષિત રાખવાનું તથા ઘણાં બધાં રજવાડાંઓને ભારતસંઘમાં ભેળવવાનું, એ નવા રાષ્ટ્ર માટે પડકાર રૂપ કાર્ય હતું.

જો કે સ્વતંત્રતા બાદ તુરંત ભારતમાં અસ્થિર પરિસ્થિતીઓ ઉત્પન્ન થઇ. બ્રિટિશરો દ્વારા રચાયેલાં ઘણાં પ્રાંતો તેમનાં ઉપનિવેશીય હેતુ માટેનાં હતાં,અને તે ભારતીયોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડતાં નહોતાં કે ન તો તે જાતીય કે ભાષાકીય રીતે અનુકુળ હતાં. આ જાતીય અને ભાષાકીય તણાવને કારણે ભારતની સંસદને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવી અને નવેસરથી જાતીય અને ભાષાકીય ધોરણે રાજ્યોની રચના કરવાનું કારણ મળ્યું.

સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ બ્રિટીશ પ્રાંતો તથા દેશી રાજ્યોને એકીકૃત કરીને ભારતમાં રાજ્યોને ચાર શ્રેણીમાં વિભાજીત કરાયા હતા.[૭]

‘એ’ શ્રેણીના રાજ્યો‘બી’ શ્રેણીના રાજ્યો‘સી’ શ્રેણીના રાજ્યો‘ડી’ શ્રેણીના રાજ્યો
૧. બિહાર
૨. અસમ
૩. સંયુક્ત પ્રાંત
૪. ઉડિસા
૫. મદ્રાસ
૬. મધ્ય પ્રદેશ
૭. પ. બંગાળ
૮. મુંબઈ
૯. પંજાબ
૧૦. આંધ્ર
૧. જમ્મુ-કશ્મીર
૨. મૈસૂર
૩. હૈદરાબાદ
૪. મધ્ય ભારત
૫. પેપ્સૂ (પટિયાલા અને પૂર્વ પંજાબના રાજ્યોનો સંઘ)
૬. ત્રાવણકોર-કોચીન
૭. રાજસ્થાન
૮. સૌરાષ્ટ્ર
૧. ભોપાલ
૨. દુર્ગ
૩. દિલ્હી
૪. અજમેર
૫. વિલાસપુર
૬. હિમાચલ પ્રદેશ
૭. કચ્છ
૮. મણિપુર
૯. ત્રિપુરા
૧૦. વિંધ્ય પ્રદેશ
૧. આંદામાન તથા નિકોબાર દ્વિપ સમૂહ.

૧૯૫૬ પછી

૨૭ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદએ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એસ.કે.દરની અધ્યક્ષતામાં ચાર સભ્યોના એક આયોગની રચના કરી. આયોગે તેનો રિપોર્ટ ડિસેમ્બર ૧૯૪૮માં સુપ્રત કર્યો. રિપોર્ટમાં જણાવાયું કે રાજ્યોના ગઠનનો આધાર ભાષાકીય ન હોવો જોઈએ. રાજ્યોના ગઠનનો આધાર ભૌગોલિક રચના, આર્થિક નિર્ભરતા, પ્રશાસનિક સુગમતા અને વિકાસની ક્ષમતા પર હોવો જોઈએ. ત્યારબાદ ૨૨ ડિસેમ્બર ૧૯૫૩ના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ ફજલ અલીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી. પંડિત એચ.એન.કુંજરૂ અને સરદાર કે.એમ.પાણિક્કર તેના સભ્યો હતા. આયોગે ૩૦ ડિસેમ્બર ૧૯૫૫માં સુપ્રત કરેલા તેના રિપોર્ટમાં જણાવ્યું કે ચાર શ્રેણીમાં વિભાજીત રાજ્યોને વિભાજીત કરી તેમાથી ૧૬ નવાં રાજ્યો તથા ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનું નિર્માણ કરવું જોઈએ.આયોગની ભલામણોનો સ્વીકાર કરીને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત ભારતમાં ૧૪ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. આ ચૌદ રાજ્યોમાં મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસૂર, આંધ્ર પ્રદેશ, અસમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મુંબઈ, જમ્મુ-કાશ્મિર, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉડિસા તથા પંજાબ તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા, મણિપુર અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહનો સમાવેશ થાય છે.[૭]

આયોગની ભલામણોના આધાર પર નીચેના રાજ્યોનું ગઠન કરવામાં આવ્યું.[૭]

ક્રમરાજ્યનિર્માણ પ્રક્રિયા
૧.આંધ્ર પ્રદેશઆંધ્ર રાજ્ય અધિનિયમ, ૧૯૫૩ દ્વારા મદ્રાસ રાજ્યને વિભાજીત કરી બનાવવામાં આવ્યું.
૨.ગુજરાત તથા મહારાષ્ટ્રમુંબઈ પુનર્ગઠન અધિનિયમ, ૧૯૬૦ દ્વારા મુંબઈ રાજ્યને ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં વિભાજીત કરવામાં આવ્યાં. (૧/૫/૧૯૬૦)
૩.કેરળરાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ દ્વારા ત્રાવણકોર-કોચીનની જગ્યાએ રચાયું.
૪.કર્ણાટકરાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ દ્વારા તત્કાલીન મૈસૂર રાજ્યમાંથી બનાવવામાં આવ્યું. ૧૯૭૩માં કર્ણાટક નામ આપવામાં આવ્યું.
૫.નાગાલેન્ડનાગાલેન્ડ રાજ્ય અધિનિયમ, ૧૯૬૨ દ્વારા અસમ રાજ્યના કેટલાક ક્ષેત્રને અલગ કરી રચના કરવામાં આવી. જેમાં “નાગા પહાડી અને ત્યુએનસાંગ ક્ષેત્ર”નો પણ સમાવેશ કરવામાં આવ્યો. (૧/૨/૧૯૬૪)
૬.હરિયાણાપંજાબ પુનર્ગઠન્ અધિનિયમ, ૧૯૬૬ દ્વારા પંજાબ રાજ્યના કેટલાક ક્ષેત્રને અલગ કરી રચના કરવામાં આવી. (૧/૧૧/૧૯૬૬)
૭.હિમાચલ પ્રદેશહિમાચલ સંઘ રાજ્ય ક્ષેત્ર (કેન્દ્રશાસિત પ્રદેશ)ને હિમાચલ પ્રદેશ રાજ્ય અધિનિયમ, ૧૯૭૦ અંતર્ગત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો.
૮.મેઘાલયસંવિધાનના ૨૩મા સંશોધન અધિનિયમ૧૯૬૯ દ્વારા મેઘાલયને અસમ રાજ્યનું ઉપરાજ્ય બનાવવામાં આવ્યું. પૂર્વોત્તર ક્ષેત્ર અધિનિયમ ૧૯૭૧ દ્વારા પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો
૯.મણિપુર, ત્રિપુરાપૂર્વોત્તર ક્ષેત્ર અધિનિયમ ૧૯૭૧ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાયો.
૧૦.સિક્કિમસંવિધાનના ૩૫મા સંશોધન અધિનિયમ ૧૯૭૪ દ્વારા સંયુક્ત રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. ૩૬મા સંશોધન અધિનિયમ, ૧૯૭૫ દ્વારા પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
૧૧.મિઝોરમમિઝોરમ રાજ્ય અધિનિયમ ૧૯૮૬ અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
૧૨.અરુણાચલ પ્રદેશઅરુણાચલ પ્રદેશ અધિનિયમ્ ૧૯૮૬ દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો.
૧૩.ગોવાગોવા, દમણ અને દીવ પુનર્ગઠન અધિનિયમ ૧૯૮૭ અન્વયે ગોવાને પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. (૩૦/૦૫/૧૯૮૭)
૧૪.છત્તીસગઢમધ્ય પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, ૨૦૦૦ દ્વારા મધ્ય પ્રદેશથી અલગ કરી પૃથક રાજ્ય બનાવવામાં આવ્યું.
૧૫.ઉત્તરાખંડઉત્તર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, ૨૦૦૦ દ્વારા ઉત્તર પ્રદેશથી અલગ કરી પૃથક રાજ્ય બનાવવામાં આવ્યું. (૯/૧૧/૨૦૦૦)
૧૬.ઝારખંડબિહાર પુનર્ગઠન અધિનિયમ, ૨૦૦૦ દ્વારા બિહાર રાજ્યના કેટલાક હિસ્સાને અલગ કરી પૃથક રાજ્ય બનાવવામાં આવ્યું. (૧૫/૧૧/૨૦૦૦)
૧૭.તેલંગાણાઆંધ્ર પ્રદેશના વિભાજનથી નવું રાજ્ય તેલંગાણા અસ્તિત્ત્વમાં આવ્યું. (૨/૬/૨૦૧૪)[૮]
૧૮.જમ્મુ-કાશ્મીર અને લદ્દાખસંસદ દ્વારા અનુચ્છેદ ૩૭૦ નાબુદ કરી જ્મ્મુ-કાશ્મીરનો વિશેષ સંવૈધાનિક દરજ્જો સમાપ્ત કરી જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ (કારગિલ સહિત) એમ બે પૃથક કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. (૫/૮/૨૦૧૯)

નવેમ્બર ૨૦૧૯માં ભારત સરકારે દમણ અને દીવ અને દાદરા અને નગરહવેલીનું જોડાણ કરીને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ બનાવ્યો હતો, જેનો અમલ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સત્તાવાર થયો હતો.[૯][૧૦][૧૧]

સંદર્ભ

બાહ્ય કડીઓ