અંડ કોષ


અંડ કોષ એ સ્ત્રી જનન અંગ દ્વારા નિર્મિત થતો પ્રજનન કોષ છે. આને અંગ્રેજીમાં ઓવમ કહે છે. આ કોષ એકગુણી હોય છે. પ્રાણીઓ અને વન્સ્પતિ બંને અંડ કોષ ધરાવે છે. પ્રાણીઓના યુવા અંડકોષને અને વનસ્પતિમાં માદા અંડકોષ ધારણ કરનાર અવયવને ઓવ્યુલ કે બીજાંડ કહે છે. નિમ્નસ્તરની વનસ્પતિઓના અંડ કોષને ઊસ્ફીયર કહે છે.

અંડ કોષ
માનવ સ્ત્રી અંડ કોષ અને તેની આસ પાસ કોરોના રેડિયાટા


અંડ કોષનું નિર્માણ

ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની માદા જાતિમાં અંડાશય (અંગ્રેજી: ઓવરી) માં અંડ કોષોનું નિર્માણ થાય છે. સસ્તન પ્રાણીઓના જન્મમાં તે બધા હાજર હોય છે. આ કોષ ઉજેનેસીસ નામની પ્રક્રિયા દ્વારા વિકસે છે.


માનવ અને સસ્તન અંડ કોષ

અંડ કોષને ભેદતો શુક્રાણું
અંડ કોષનું ફલીકરણ દર્શાવતી આકૃતિ (ઉપરથી નીચે)

પિંડજ (વિક્સિત બચ્ચાં ને જન્મ આપનાર) પ્રાણીઓ (દા.ત. માણસ અને અન્ય નાડ-સસ્તનો)મઆં અંડ કોષનું ફલીકરણ માદા શરીરની અંદર થાય છે. ત્યાર બાદ ગર્ભશયની અંદર ગર્ભ વિકસે છે જેને પોષણ સીધા માતાના શરીરમાંથી મળે છે.

માનવ અંષ કોષનું નિર્માણ અંડાશયમાંના પદર્થ વડે ઘેરાયલા પ્રાથમિક અવસ્થાના જીવાંશ કોષમાંથી થાય છે. આ દરેક વારંવાર વિભાજીત થઈને ઘણાં નાના કોષો રચે છે જેને ઉગોનીયા (સૂક્ષ્માંડ) કહે છે. આમનો વિકાસ થઈ અંડ કોષ બને છે.[૧]

અંડ કોષ એ માનવ શરીરનો સૌથે મોટો કોષ હોય છે. તે એટ્આલો મોટો હોય છે કે તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્ર કે બિલોરી કાંચની પણ જરૂર નથી હોતી. માનવ અંડ કોષ લગભગ ૦.૧૨ મિમી જેટલો વ્યાસ ધરાવે છે.[૨]

એકકોષી જીવો કે વનસ્પતિઓ ના અંડ કોષ

એકકોષી જીવો, ફૂગ અને ઘણી વનસ્પતિઓ જેમકે બ્રાયોફાઈટા, ફર્ન અને જીમ્નોસ્પર્મમાં અંડકોષનું નિર્માણ કુંજાશય (આર્કીગોનિયા)માં થાય છે. આ કુંજાશય એ એકગુણીત માળખું હોવાથી, અંડ કોષનું નિર્માન મીટોસીસ નામની પ્રક્રિયા દ્વારા થાય છે. બ્રાયોફાઈટા વર્ગને વનસ્પતિઓનું કુંજાશય લાંબી ડોક અને પહોળો આધાર ધરાવે છે, આ પહોળા આધારમાં અંડ કોષ આવેલું હોય છે. પરિપક્વ થતાંઆની ડોકનો છેડો ખૂલી જાય છે જેમાંથી શુક્રાણુ તરીને અમ્ડ કોષ સુધી પહોંચી જાય છે અને તેનું ફલી કરણ કરે છે. આને પરિણામે તૈયાર થતાં ગર્ભાશયમાં ગર્ભ તૈયાર થાય છે. આ ગર્ભ વધીને યુવા સ્પોરોફાઈટ બને છે. સ પુષ્પ વનસ્પતિઓમાં સ્ત્રી પ્રજનાંશ માંથી જ કુંજાશય બને છે. બીજાંડ માં આવેલો આ ભાગ માત્ર આઠ કોષોનું બનેલો હોય છે જેને ગર્ભ કોથળી કહે છે. જે અંડકોષ બીજાંડ છીદ્રની સૌથી નજીક આવેલું હોય છે તે આગળ જઈ ગર્ભ કોષમાં રૂપાંતર પામે છે. ઓપરાગનયન થતાં પરાગ નલિકા પરાગ રજને ગર્ભ કોથળીમાં પહોંચાડી દે છે ત્યાં પોંકેસર કે વનસ્પતિ શુક્રાણુ અંડ કોષ સાથે સંમિલન પામે છે. સ્ત્રીકેસર અને પુંકેસરના સંમિલન થી તૈયાર થતી ગર્ભપેશી આગળ જતાં બીજાંડમાં ગર્ભનું સ્વરૂપ ધારણ કરે છે. આ બીજાંડ આગળ જઈ બીજ સ્વરૂપ મેળવે છે, ઘણી વખત વનસ્પતિ ગર્ભાશય ફળોમાં નિર્માણ પામે છે જેથી બીજ પ્રસરણમાં સહાયતા મળે. ફલીકરણ થતાં ગર્ભનો વિકાસ થઈ બીજ બને છે.


મોસ નામની એક પ્રકરની લીલમાં પ્રજનન માટે અફલીત અંડ કોષમાં પોલીકોમ્બ પ્રોટીન FIE દાખલ કરવામાં આવે છે. ફલીકરણની તુરંત પછી FIE જીનને નિષ્ક્રીય કરી દેવાય છે. [૩]

અંડ કોષ દ્રવ્ય

અંડ કોષમાં આવેલો દ્રવ્ય પદાર્થ કે જેમાં કોષ કેંદ્ર આવેલું હોય છે તેને બીજાંડ દ્રવ્ય કે બીજાંડ રસ કહે છે. આને અંગ્રેજીમાં ઊપ્લાઝ્મ કહે છે. [૪]

આ બીજાંડ દ્રવ્ય સામાન્ય પ્રાણી કોષનો કોષ રસ ધરાવે છે જેમાં સ્પોન્જીઓ પ્લાસ્મ અને હાયલોપ્લાસ્મ પણ આવેલા હોય છે. આ દ્રવ્યને નિર્માણ જરદી, પોષક જર્દી કહે છે. આ ગોળાકાર કણો પદાર્થ ફેટી અને એલ્બ્યુમીની પદાર્થનો બનેલો હોય છે જે કોષ રસથી ઘેરાયેલ હોય છે.[૪]

સસ્તન પ્રાણીઓના ગર્ભમાં ગર્ભના પોષણ માટે પોષણ જરદીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આ તત્વ માત્ર શરૂઆતી વિકાસમાં જ ઉપયોગી હોય છે. આર્થી વિપરીત પક્ષીઓના ઈંડાઓમાં ગર્ભના સંપૂર્ણ વિકાસ મટે જરૂરી એટલી પોષક જર્દી હોય છે. [૪]

અંડજ પ્રાણીઓમાં રજઃપિંડનો વિકાસ

અંડજ પ્રાણીઓ (જેમકે પક્ષીઓ, માછલીઓ, દ્વીચર અને સરીસૃપ પ્રાણીઓ)માં ભૃણનો વિકાસ શરીરની બહાર થાય છે. ભૃણની આસપાસ સંરક્ષણાત્મક સપાટી આવેલી હોય છે. ભૃણની આસપાસ સંરક્ષણત્મક કવચ હોય છે. આ રજ:પિંડ ઓવીડક્ટ નામની નલિકામાંથી બહાર આવે છે. રજ:પિંડ કે માદાના અંડ કોષનું ફલીકરણ નર શુક્રાણુઓ દ્વારા યાતો માદાના શરીરની અંદર (પક્ષીઓમાં) અથવાતો શરીરની બહાર (ઘણી માછલીઓમાં) થતું હોય છે. ફલી કરણ પછી ગર્ભનો વિકાસ થાય છે. વિકાસ માટે જોઈતા પોષક તત્ત્વો ઈંડામાં મોજૂદ હોય છે.વિકસિત થયાં પછી તે ઈંડામાંથી બહાર આવે છે.

ઈંડામાં રહેલા કોષ દ્રવ્ય અને સૂત્રકણિકાઓ (મિટોકોન્ડ્રીયા) દ્વારા કોષ વિભાજન થઈને બ્લાસ્ટોસાઈસ્ટ બને છે.

અંડજરાયુજતા

અમુક પ્રાણી પ્રજાતી એવા પ્રકરની હોય છે જેમાં ભૃણ ઈંડામાં તો વિકસિત થાય છે, પણ તે ઈંડુ માદા ના શરીરમાં જ રહે છે. જન્મ પહેલાં બચ્ચું યાતો માદાના શરીરમાં જ ઈંડું ફોડીને બહાર આવે છે યાતો ઈંડુ માતાના શરીર બહાર અવતાં જ બચ્ચું ઈંડુ ફોડી બહાર આવી જાય છે. અમુક માછલીઓ અને ઘણાં અપૃષ્ઠવંશી પ્રાણીઓ આ પદ્ધતિ વાપરે છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

🔥 Top keywords: