આયોવા

મધ્યપશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું રાજ્ય

આયોવા (/ˈəwə/ (audio speaker iconlisten))[૪][૫][૬] એ મધ્યપશ્ચિમી યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું રાજ્ય છે અને તેને ઘણી વખત “અમેરિકન હાર્ટલેન્ડ” (અમેરિકાનું હાર્દ) તરીકે પણ ઓળખાવાય છે. તેનું નામ આયોવા લોકો પરથી આપવામાં આવ્યું છે. આયોવાએ કેટલીક અમેરિકન ઈન્ડિયન જનજાતિઓ પૈકીની એક જનજાતિ છે, જેમણે યુરોપીયન સંશોધન સમયે આ રાજ્ય પર કબ્જો કર્યો હતો.[૭] આયોવા ન્યૂ ફ્રાંસનાં ફ્રેન્ચ સંસ્થાનનો એક ભાગ હતું. લ્યુઇસિયાના પરચેઝ બાદ, અહીંના વસાહતીઓએ કૉર્ન બેલ્ટ (મકાઈની ઉપજ ધરાવતો પટ્ટો)નાં મધ્યમાં ખેતી આધારિત અર્થતંત્રનો પાયો નાખ્યો.[૮] આથી જ આયોવાને ઘણી વખત “વિશ્વનું અન્ન પાટનગર” તરીકે પણ ઓળખવામાં આવે છે.[૯] જો કે, આયોવાનું અર્થતંત્ર, સંસ્કૃતિ અને પ્રદેશ વૈવિધ્યપૂર્ણ છે. 20 સદીનાં મધ્ય અને ઉત્તરાર્ધમાં આયોવાનાં ખેતી આધારિત અર્થતંત્રનું રૂપાંતરણ એક આધુનિક ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ), પ્રક્રિયક (પ્રોસેસિંગ), આર્થિક સેવાઓ, બાયોટૅક્નોલૉજી (જૈવિકપ્રૌદ્યોગિક) અને હરિત ઊર્જા ઉત્પાદન (ગ્રીન એનર્જીપ્રોડક્શન)નાં વૈવિધ્યપૂર્ણ અર્થતંત્રમાં થયું છે.[૯][૧૦] આયોવા રહેવા માટેનાં સૌથી સલામત રાજ્યોની યાદીમાં સ્થાન પામ્યું છે.[૧૧] ડસ મોઇન્સ એ આયોવાનું પાટનગર અને સૌથી મોટું શહેર છે.

State of Iowa
Flag of IowaState seal of Iowa
FlagSeal
Nickname(s):
The Hawkeye State (official), The Tall Corn State[૧]
Motto(s): Our liberties we prize and our rights we will maintain.
Map of the United States with Iowa highlighted
Map of the United States with Iowa highlighted
Official languageEnglish
DemonymIowan
CapitalDes Moines
Largest cityDes Moines
Largest metroDes Moines metropolitan area
AreaRanked 26th
 • Total56,272 sq mi
(145,743 km2)
 • Width310 miles (500 km)
 • Length199 miles (320 km)
 • % water0.71
 • Latitude40° 23′ N to 43° 30′ N
 • Longitude90° 8′ W to 96° 38′ W
PopulationRanked 30th
 • Total3,007,856 (2009 est.)[૨]
 • Density53.5/sq mi  (20.7/km2)
Ranked 35th
 • Median household income$48,075 (24th)
Elevation
 • Highest pointHawkeye Point[૩]
1,670 ft (509 m)
 • Mean1,099 ft  (335 m)
 • Lowest pointMississippi River[૩] at Keokuk
480 ft (146 m)
Before statehoodIowa Territory
Admission to UnionDecember 28, 1846 (29th)
GovernorChet Culver (D)
Lieutenant GovernorPatty Judge (D)
LegislatureGeneral Assembly
 • Upper houseSenate
 • Lower houseHouse of Representatives
U.S. SenatorsChuck Grassley (R)
Tom Harkin (D)
U.S. House delegation3 Democrats, 2 Republicans (list)
Time zoneCST=UTC-06, CDT=UTC-05
ISO 3166US-IA
AbbreviationsIA
Websitewww.iowa.gov

ભૂગોળ

સીમારેખાઓ

કાઉન્ટી અને મુખ્ય નદીઓ સાથે આયોવાની સ્થાનિક ભૂગોળ

આયોવા પૂર્વમાં મિસિસિપી નદી, પશ્ચિમમાં મિઝોરી નદી અને બિગ સિઓક્સ નદીઓથી ઘેરાયેલું છે. તેની ઉત્તર સરહદે 43 અંશ અને 30 મિનિટ્સના ઉત્તર રેખાંશે સ્થિત છે.[૧૨][note ૧] તેની દક્ષિણ સરહદે ડસ મોઇન્સ નદી આવેલી છે જે લગભગ 40 અંશ અને 35 મિનિટ્સ ઉત્તરે છે. આ સરહદો મિઝોરી વિરુદ્ધ આયોવા ના કેસમાં[૧૩] યુ.એસ. સુપ્રિમકૉર્ટ દ્વારા નક્કી કરવામાં આવી હતી. મિઝોરી અને આયોવા વચ્ચે હની વૉર તરીકે જાણીતા સંઘર્ષ બાદ આ કેસ સુપ્રિમ કૉર્ટમાં પહોંચ્યો હતો.[૧૪] આયોવામાં 99 કાઉન્ટીઝ છે, પરંતુ તેની લી કાઉન્ટી બે બેઠકો ધરાવતી હોવાથી આ રાજ્ય 100 કાઉન્ટી બેઠકો ધરાવે છે. રાજ્યનું પાટનગર ડસ મોઇન્સ પોલ્ક કાઉન્ટીમાં આવેલું છે.

ભૂસ્તરવિજ્ઞાન અને જમીન

આયોવાની જમીન પથરાળ છે અને સામાન્ય રીતે તેનો સમયકાળ પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વધતો જોવા મળે છે. ઉત્તરપશ્ચિમી આયોવામાં ચાકનું ખડકનાં કાર્બન ડેટિંગ મુજબ તે લગભગ 7.4 કરોડ વર્ષ જૂનો છે અને પૂર્વીય આયોવાનો કેમ્બ્રીયન ખડક લગભગ 500 મિલિયન વર્ષ જૂનો છે.[૧૫]

પ્રચલિત મત એ છે કે આયોવાની જમીન સપાટ છે, પરંતુ તેમ નથી. રાજ્યમાં મોટા ભાગે પથરીલી ટેકરીઓ જોવા મળે છે. આગળ જણાવ્યા અનુસારનું વિભાજન આયોવાને આઠ જમીન સ્વરૂપમાં વર્ગીકૃત કરે છે, જે ગ્લેસિએશન (હિમકરણ), જમીન, સ્થાનિક ભૂગોળ અને નદીનાળા પર આધારીત છે. લોએસ ટેકરીઓ રાજ્યની પશ્ચિમી સરહદે આવેલી છે, જે કેટલાંક સો ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે.[૧૬] ઉત્તરપૂર્વમાં મિસિસિપી નદીની સાથેનો અસમતલ વિસ્તાર (ડ્રિફ્ટલેસ ઝોન) આવેલો છે, જેમાં ઉંચી ટેકરીઓ અને ખીણો આવેલી છે. આ વિસ્તાર મોટાભાગે પૂર્ણતઃ પર્વતીય જણાય છે.

રાજ્યમાં કેટલાંક કુદરતી સરોવરો આવેલાં છે, જેમાં સૌથી નોંધપાત્ર એવા ઉત્તરપૂર્વીય આયોવામાં આવેલા સ્પિરિટ લેઇક, વેસ્ટ ઓકોબોજી લેઇક, અને ઇસ્ટ ઓકોબોજી લેઇકનો સમાવેશ થાય છે. (જુઓ આયોવા ગ્રેટ લેઇક્સ ). પૂર્વમાં ક્લિયર લેઇક આવેલું છે. માનવસર્જિત સરોવરોમાં લેઇક ઓડેસ્સા,[૧૭] સેલૉરવિલે લેઇક, લેઇક રેડ રોક, કોરલવિલે લેઇક, લેઇક મેકબ્રાઈડ, અને રાથ્બુન લેઇકનો સમાવેશ થાય છે. રાજ્યનાં ઉત્તરપશ્ચિમ ભાગમાં પણ એક સમયે બૅરિંગર સ્લાઉ જેવા એક સામાન્ય જળપ્લાવિત વિસ્તાર રહેલાં જળાશયોના નોંધપાત્ર સંખ્યામાં અવશેષો મળે છે.

જૈવસૃષ્ટિ અને પર્યાવરણ

ઊંચું ઘાસ અને સવાના આયોવાની પ્રાકૃતિક વનસ્પતિસૃષ્ટિ છે જે ઉંચાણવાળા વિસ્તારોમાં છુટીછવાઈ વનસ્પતિઓ અને વૃક્ષો ધરાવે છે. જેમાં ઉત્તરીય મેદાની વિસ્તારોના ગાઢ જંગલો અને પૂરજળપ્લાવિત વિસ્તારો નદીનાં પૂરગ્રસ્ત મેદાનો અને સંરક્ષિત નદીઓની ખીણો અને નાના જળપ્લાવિત વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.[૧૮] મોટાભાગના આયોવાની જમીન ખેતી માટે વાપરવામાં આવે છે, જેમાં 60 ટકા જમીન ખેતીના ઉપયોગમાં લેવાય છે, જ્યારે 30 ટકા જમીન પર ઘાસના મેદાનો છે અને 7 ટકા જમીન પર જંગલો છે અને શહેરી વિસ્તાર તથા જળાશયો જમીનનો એક 1 ટકા ભાગ રોકે છે.[૧૯] આયોવામાં પશુઓ માટેની સુવિધાઓની ગીચતામાં વધારો થવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પ્રદૂષણ અને હવાની ગુણવત્તામાં ઘટાડો થવાનું જોખમ વધ્યું છે.[૨૦] આયોવાના પર્યાવરણને નકારાત્મક અસર કરતાં અન્ય પરિબળોમાં જુનાં કોલસા આધારિત વીજ ઉત્પાદન મથકો,[૨૧] પાક ઉત્પાદન માટે ખાતર અને જંતુનાશકોનો વધુ પ્રમાણમાં ઉપયોગ[૨૨] અને જોર્ડન એક્વિફર (જોર્ડન ભૂગર્ભજળસ્રોત)માં થયેલો ઘટાડાનો સમાવેશ થાય છે.[૨૩]

આયોવામાં પ્રાકૃતિક વિસ્તારોની અછત છે.એક સમયે સમગ્ર આયોવા જેનાથી આચ્છાદિત હતું તેવા ઉંચાઘાસના મેદાનોમાંથી માત્ર 1 ટકા કરતાં પણ ઓછા બચ્યાં છે. આ રાજ્યના જળપ્લાવિત વિસ્તારોમાંથી માત્ર 5 ટકા વિસ્તારો જ રહ્યાં છે અને મોટાભાગનાં મૂળ જંગલો નાશ પામ્યાં છે.[૨૪] જાહેર જમીન ધરાવતાં અમેરિકાનાં રાજ્યોમાં આયોવાનો ક્રમ 49મો છે.[૨૫] આયોવામાં વિલુપ્ત થવાને આરે અને અસ્તિત્વ પર જોખમ ધરાવતાં પ્રાણીઓમાંથી બાલ્ડ ઇગલ, ઇન્ટિરિયર લીસ્ટ ટર્ન, પાઇપિંગ પ્લોવર, ઇન્ડિયાના બૅટ, પૅલિડ સ્ટુર્જન, ધી આયોવા પ્લેઇસ્ટોસેની લેન્ડ સ્નેઇલ, હિગિન્સ આઈ પર્લી મસેલ, અને ધી ટોપેકા શાઇનર જોવા મળે છે.[૨૬] જ્યારે વિલુપ્તીને આરે આવેલી વનસ્પતિઓમાં વેસ્ટર્ન પ્રેઇરી ફ્રિંજ્ડ ઓર્કિડ, ઇસ્ટર્ન પ્રેઇરી ફ્રિંજ્ડ ઓર્કિડ, મીડ્સ મિલ્કવીડ, પ્રેઇરી બુશ ક્લોવર, અને નોર્ધર્ન વાઇલ્ડ મોન્ક્સહૂડનો સમાવેશ થાય છે.[૨૭]

આબોહવા

આયોવાનો વાર્ષિક વરસાદ, ઈંચમાં.

સમગ્ર આયોવાની આબોહવા મોટાભાગના મિડવેસ્ટના વિસ્તારોની જેમ ભેજવાળી ખંડીય મોસમ ધરાવે છે (કોપ્પન ક્લાઇમેટ ક્લાસિફિકેશન ડિએફએ (Dfa)). જેમાં ગરમી અને ઠંડીના ઉચ્ચતમ તાપમાન જોવા મળે છે. ડસ મોઇન્સનું વાર્ષિક સરેરાશ તાપમાન 50 °F (10 °C) રહે છે, જ્યારે ઉત્તરના કેટલાંક સ્થળોએ તાપમાન 45 °F (7 °C)ની નીચે રહે છે. જ્યારે મિસિસિપી નદીના કીઓકુકનું સરેરાશ તાપમાન 52 °F (11 °C) હોય છે. શિયાળામાં તેજ ઠંડી અને બરફવર્ષા સામાન્ય છે. વસંતઋતુ કઠોર હવામાનની ઋતુના આગમનની છડી પોકારે છે. આયોવામાં વાર્ષિક સરેરાશ 50 દિવસો તોફાની પવનોની હિલચાલ જોવા મળે છે.[૨૮] વંસત અને ઉનાળાનાં મહિનાઓમાં વાવાઝોડા સામાન્ય બની રહે છે, જેની વાર્ષિક સરેરાશ 37 જેટલી છે.[૨૯] આયોવામાં 2008ના વર્ષમાં વાવાઝોડાથી 12 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી, જે 1968 પછીનું સૌથી ઘાતક વાવાઝોડું હતું. એટલું જ નહીં આ વર્ષ, એક વર્ષમાં આવતાં વાવાઝોડાની સંખ્યાની દ્રષ્ટીએ 105 વાવાઝોડા સાથે બીજા ક્રમાંકે રહીને 2001ના વર્ષના વાવાઝોડાની સંખ્યાની સમકક્ષ રહ્યું હતું.[૩૦] આયોવાનો ઉનાળો ગરમી અને ભેજ માટે જાણીતો છે, જેમાં દિવસ દરમિયાન તાપમાન 90 °F (32 °C) નજીક પહોંચે છે અને ક્યારે 100 °F (38 °C)થી પણ વધી જાય છે. શિયાળામાં સરેરાશ તાપમાન જામી જવાના થીજબિંદુની નીચે અને તેનાથી પણ ઓછું થઈ જાય છે.0 °F (−18 °C)

આયોવામાં જુદા જુદાં સ્થળે જુદી જુદી માત્રામાં અવક્ષેપન નોંધાય છે. રાજ્યના દક્ષિણપૂર્વના વિસ્તારોમાં સરેરાશ 38 ઇંચ કરતાં વધુ વાર્ષિક વરસાદ નોંધાય છે. જ્યારે ઉત્તરપશ્ચિમના વિસ્તારોમાં 28 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાય છે.[૩૧] આયોવામાં વરસાદ પડવાની રીત મોસમી છે, જ્યાં વધુ પ્રમાણમાં વરસાદ ઉનાળાના મહિનાઓમાં નોંધાય છે. ડસ મોઇન્સમાં જે રાજ્યનું કેન્દ્રસ્થાન છે, ત્યાં લગભગ 34.72 ઇંચનાં બે-તૃત્યાંશ જેટલો વરસાદ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન થાય છે, અને સરેરાશ વાર્ષિક વરસાદનો અડધો વરસાદ મે થી ઑગસ્ટ માસ દરમિયાન થાય છે.[૩૨]

ટેનેસીના વિવિધ શહેરોના માસિક સામાન્ય ઊંચા અને નીચા તાપમાન (F)[39]
શહેરજાન્યુઆરીફેબ્રુઆરીમાર્ચએપ્રિલમેજૂનજુલાઈઓગસ્ટસપ્ટેમ્બરઓક્ટોબરનવેમ્બરડિસેમ્બર
ડેવનપોર્ટ[૩૩]30/1336/1948/2961/4172/5281/6385/6883/6676/5765/4548/3235/20
ડસ મોઇન્સ88/6688/6688/6688/6688/6688/6688/6688/6688/6688/6688/6688/66
ડબ્યુક25/931/1543/2657/3869/4979/5882/6280/6072/5260/4044/2830/15
સિઓક્સ સિટી88/6688/6688/6688/6688/6688/6688/6688/6688/6688/6688/6688/66
વોટરલૂ26/632/1345/2560/3672/4882/5885/6283/6075/5062/3845/2531/12
[૧] સંગ્રહિત ૨૦૦૭-૧૧-૧૬ ના રોજ વેબેક મશિન

પ્રાગૈતિહાસિક

3,800 વર્ષ જૂની એજવોટર પાર્ક સાઇટનું ઉત્ખનન

હાલમાં જે પ્રદેશ આયોવા તરીકે ઓળખાય છે, ત્યાં અમેરિકન ઇન્ડિયન્સ સૌ પ્રથમ વખત 13,000 વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં આવ્યાં હતાં. તેઓ મુખ્યત્વે ઠંડા પ્લેઇજટોસિન વિસ્તારમાં રહેતાં શિકારીઓ અને એકત્રીકરણ કરનારા (ગૅધરર્સ) હતાં. જ્યાં સુધી યુરોપીયન સંશોધકોએ આયોવાની મુલાકાત લીધી ત્યાં સુધીમાં અમેરિકન ઇન્ડિયન્સ મોટાભાગે સંકુલ આર્થિક, સામાજિક અને રાજકીય તંત્રો ધરાવતાં સ્થાઈ થઈ ચૂકેલા ખેડૂતો બની ચૂક્યાં હતાં. આ પરિવર્તન ધીમે ધીમે આવ્યું હતું. પ્રાચીન કાળ દરમિયાન (10,500-2800 વર્ષ પહેલા) અમેરિકન ઇન્ડિયન્સે સ્થાનિક વાતાવરણ અને પર્યાવરણ સાથે અનુકૂલન સાધી લીધુ હતું અને વસ્તીમાં વધારો થવાથી તેઓ ધીરે ધીરે વધુને વધુ સ્થાયી થવા લાગ્યાં. 3,000 વર્ષ પહેલાં લેઇટ આર્કાઇક સમયગાળા દરમિયાન આયોવામાં અમેરિકન ઇન્ડિયન્સે સ્થાનિક વનસ્પતિઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ત્યારપછીના વૂડલેન્ડ સમયગાળામાં ખેતી પર વધેલી નિર્ભરતા અને માટી, કુંભારકામ અને વિશિષ્ટ તત્વોથી સામાજિક સંકુલતા જોવા મળે છે. લેઇટ પ્રિહિસ્ટોરિક (પ્રાગિતિહાસિક કાળ) (લગભગ ઇ.સ.900 થી શરૂ થતાં) સમયગાળામાં મકાઈનો ઉપયોગ અને સમાજિક પરિવર્તનોને કારણે સામાજિક સમૃદ્ધિ અને અકેંદ્રિત વસાહતો વિકસી. યુરોપીયન સંશોધકો અને વેપારીઓ તથા નવી જનજાતીઓના આગમનની સાથે ચીજવસ્તુઓના વેપાર અને રોગોને કારણે પ્રોટોહિસ્ટોરિક સમયગાળામાં વસતીમાં નાટકીય બદલાવો અને આર્થિક તથા સામાજિક ઉથલપાથલ નોંધાઈ. યુરોપીયન સંશોધનના સમયગાળા પહેલાં આયોવામાં સંખ્યાબંધ ઇન્ડિયન જનજાતિઓ વસતી હતી. આ જનજાતિઓમાં શકયતઃ પ્રાગૈતિહાસિક વનઓટા જેવી જનજાતિઓ જેમાં ડાકોટા, હોચંક, આયાવાઈ અને ઓટોઈ જાતિઓના વંશજોનો સમાવેશ થાય છે. આયોવામાં લેઇટ પ્રિહિસ્ટોરિક (પ્રાગૈતિહાસિક) અથવા પ્રોટો હિસ્ટોરિક સમયાગાળામાં આવેલી જનજાતિઓમાં ઇલ્લિનિવેક, મેસ્કવાકી, ઓમાહા અને સૌકનો સમાવેશ થાય છે.[૩૪]

ઇતિહાસ

પ્રારંભિક સંશોધન અને વેપાર, 1673-1808

1718નું આયોવાઆધુનિક રાજ્ય વિસ્તારો હાઇલાઇટ કરેલા છે.

આયોવાનું દસ્તાવેજી કરણ કરનારા સૌપ્રથમ યુરોપીયન સંશોધકોમાં જેક્સ માક્વેટી અને લ્યુઇસ જોલીએટ હતાં, જેમણે 1673માં મિસિસિપી નદીમાં પ્રવાસ કરીને આયોવા તરફે આવેલાં કેટલાંક ઇન્ડિયન ગામડાંનું દસ્તાવેજી કરણ કર્યું હતું.[૩૫][૩૬] આયોવાનો વિસ્તાર પર ફ્રાંસ માટે દાવો કરવામાં આવ્યો હતો અને તે 1763 સુધી ફ્રેન્ચ તાબા હેઠળ રહ્યો. ફ્રેન્ચોએ, તેમની ફ્રેન્ચ અને ઇન્ડિયન યુદ્ધમાં હાર થઈ તે પહેલાં આ વિસ્તારની માલિકી તેમનાં સાથી સ્પેઇનને તબદીલ કર્યો હતો.[૩૭] આયોવા ક્ષેત્ર પર પર સ્પેઇનનો અંકુશ ખૂબ જ શિથિલ રહ્યો. તેમની હકુમત માત્ર મિસિસિપી અને ડસ મોઇન્સ નદીઓ પર વેપારી થાણાં સ્થાપી ચૂકેલા ફ્રેન્ચ અને બ્રિટિશ વેપારીઓને વેપાર માટેના પરવાના આપવા સુધી જ મર્યાદિત રહી.[૩૫] આયોવા લા લ્યુઇસિએને અથવા લ્યુઇસિયાના તરીકે ઓળખાતાં પ્રદેશનો એક ભાગ હતો અને યુરોપીયન વેપારીઓને ઇન્ડિયન્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતાં સીસા અને ફરમાં રસ હતો. સૌક અને મેસ્કવાકી જનજાતિઓએ 18મી સદીના અંત અને 19મી સદીના શરૂઆતના સમયગાળા દરમિયાન મિસિસિપી નદી પર થતાં વેપાર પર અસરકારક અંકુશ મેળવ્યો હતો. મિસિસિપી નદી પરના શરૂઆતના વેપારીઓમાં જુલિયેન ડબ્યુક, રોબર્ટ લ સેલ, અને પૌલ મેરિન હતાં.[૩૫] મિઝોરી નદી તરફ 1808 પહેલાં ઓછામાં ઓછા પાંચ ફ્રેન્ચ અને ઇંગ્લિશ વેપાર મથકો બાંધવામાં આવ્યા હતાં.[૩૮] 1800માં નેપોલીયન બોનાપાર્ટે એક સંધી મુજબ સ્પેઇન પાસેથી લ્યુઇસિયાનાનો અંકુશ મેળવ્યો. 1803માં લ્યુઇસિયાના પરચેઝ બાદ આયોવા અમેરિકાના અંકુશ હેઠળ આવ્યું. આયોવાનો મોટાભાગનું નક્શા આલેખન 1805માં ઝેબ્યુલોન પાઇક દ્વારા કરવામાં આવ્યું હતું,[૩૯] પરંતુ જ્યાં સુધી 1808માં ફૉર્ટ મેડિસનનું બાંધકામ ન હતું થયું ત્યાં સુધી અમેરિકાનો આ ક્ષેત્ર પર નબળો અંકુશ હતો.[૪૦]

1812નું યુદ્ધ અને અમેરિકાનો અસ્થિર અંકુશ

ફોર્ટ મેડિસનનો પ્લાન, 1810.

ફૉર્ટ મેડિસનનું બાંધકામ વેપાર પર અંકુશ સ્થાપવા અને અપર મિસિસિપી પર અમેરિકાનું પ્રભુત્વ સ્થાપવા માટે કરવામાં આવ્યું હતું. પરંતુ તેની રચના નબળી હતી અને સૌક તથા હો-ચંક દ્વારા આ રચનાને નાપસંદ કરવામાં આવી હતી. સૌક તથા હો-ચંક જનજાતિઓએ બ્રિટિશરોનો સાથ લીધો હતો. બ્રિટિશરોએ પણ આ ક્ષેત્ર પર તેમનો દાવો છોડ્યો ન હતો.[૪૦][૪૧] ફૉર્ટ મેડિસનને 1812ના યુદ્ધ દરમિયાન બ્રિટિશરોનો ટેકો ધરાવતાં ઇન્ડિયન્સ દ્વારા 1813માં જીતી લેવામાં આવ્યો. આ સાથે વિસ્કોન્સિનના પ્રેઇરી દ ચિએનમાં આવેલો ફૉર્ટ શૅલ્બી પણ અંગ્રેજોના તાબા હેઠળ આવ્યો. બ્લેક હૉકે ફૉર્ટ મેડિસનની આસપાસ ઘેરો કરવામાં ભાગ લીધો હતો.[૪૨][૪૩] યુદ્ધ બાદ, અમેરિકાએ મિન્નેસોટામાં ફૉર્ટ આર્મસ્ટ્રોંગ, ફૉર્ટ સ્નેલિંગ અને નેબ્રાસ્કામાં ફૉર્ટ એટ્કિંસન બાંધીને વિસ્તાર પર પોતાનો અંકુશ પુનઃસ્થાપિત કર્યો.[૪૪]

વેપાર અને ઇન્ડિયન સ્થળાંતર, 1814-1832

અમેરિકા દ્વારા મિસિસિપીની પૂર્વ તરફે વસાહતો અને ઇન્ડિયન્સને પશ્ચિમ તરફે સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહન આપ્યું. સીસા અને ફરનો વેપાર ચાલુ રહ્યો, પરંતુ રોગ અને બળપૂર્વક વસતીના સ્થળાંતરણને કારણે ઇન્ડિયન સંસ્કૃતિઓ અને અર્થતંત્રોનો મોટાપાયે ખાતમો થયો. ક્વેશક્વામ અને વિલિયમ હેન્રી હેરિસન વચ્ચે થયેલી એક વિવાદાસ્પદ 1804માં સંધી થઈ. જેમાં મોટાભાગના ઇલિનોઇસને અમેરિકાને સોંપી દેવામાં આવ્યું. તેને કારણે ઘણા સૌક (જનજાતિ) લોકો ગુસ્સે થયાં અને જેને કારણે 1832નાં બ્લેક હૉક વૉરના બીજ રોપાયાં. બળવો કરવા બદલ સજા અને બૃહદ્ વસાહત વ્યૂહરચનાના ભાગરૂપે સંધિઓનું સ્વરૂપ ઇન્ડિયન્સ આયોવામાંથી દૂર થાય તે રીતનું આપવામાં આવ્યું હતું. સૌક અને મેસ્કવાકી જનજાતિઓને 1832માં મિસિસિપી નદીના ખીણપ્રદેશમાંથી, 1843માં આયોવા નદીની ઘાટીમાંથી અને સમગ્ર આયોવામાંથી 1846માં દૂર કરી દેવામાં આવી. આમ છતાં, ઘણા મેસ્કવાકીઓ ખાનગી રીતે આ પ્રદેશમાં પાછા આવ્યા અને મેસ્કવાકી વસાહત બનાવી, જે આજ દિન સુધી અસ્તિત્વમાં છે. હો-ચંકને 1850માં દૂર કરવામાં આવ્યાં અને ડાકોટાને 1850ના દશકના અંતમાં આયોવા પ્રદેશમાંથી દૂર કરવામાં આવ્યાં. પોટાવાટોમી સહિતની અન્ય જનજાતિઓને પશ્ચિમમાં ખસેડવામાં માટે પશ્ચિમિ આયોવાનાં આધુનિક કાઉન્સિલ બ્લફ્સની આસપાસના વિસ્તારનો ઉપયોગ કરવામાં આવ્યો.

અમેરિકાની વસાહત અને રાજ્યની સ્થાપના, 1832-1860

આયોવા ક્ષેત્રીય ચંદ્રક

સૌપ્રથમ અમેરિકન વસાહતીઓ અધિકૃત રીતે જૂન 1833માં આયોવામાં આવ્યાં.[૪૫] તેમાં મુખ્યત્વે ઓહાયો, પેન્સિલવેનિયા, ન્યૂ યોર્ક, ઇન્ડિયાના, કેન્ટુકી, અને વર્જિનિયાથી આવેલાં પરિવારો હતાં.[૪૫] જુલાઈ 4, 1838માં યુ.એસ. કૉંગ્રેસે આયોવા પ્રદેશ (ટેરિટરી ઑફ આયોવા)ની સ્થાપના કરી. પ્રેસિડેન્ટ (પ્રમુખ) માર્ટિન વાન બ્યુરેને રોબર્ટ લ્યુકાસની આ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક કરી. તે સમયે આ પ્રદેશમાં 22 કાઉન્ટીઝ (જિલ્લા) હતાં અને તેની કુલ વસતી 23,242 હતી.[૪૬]

પ્રદેશ તરીકેનો દરજ્જો મળ્યા બાદ તુરંત જ રાજ્યપદ મેળવવાની માંગણી ઉઠવા લાગી. ડિસેમ્બર 28, 1846માં આયોવા જ્યારે પ્રેસિડેન્ટ જેમ્સ કે. પોલ્કેઆયોવાના પ્રવેશના વિધેયક પર સહી કરીને તેને કાયદાનું સ્વરૂપ આપ્યું ત્યારે આયોવા સંઘનું 29મું રાજ્ય બન્યું. સંઘમાં પ્રવેશ થયા બાદ રાજ્યની સરહદના પ્રશ્નોનો ઉકેલ આવ્યો. ઇન્ડિયન્સ પાસેથી ખરીદવામાં આવેલી મોટાભાગની જમીન સાથે આયોવાએ એક નવા સરહદી રાજ્ય તરીકે સમૃદ્ધ ખેતરો, સારા નાગરિકો, મુક્ત અને મોકળા સમાજ અને સારી સરકાર સાથે વસાહતીઓ અને રોકાણકારો માટેના સંગઠિત ઝુંબેશ અને વિકાસ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.[૪૭]

ગૃહયુદ્ધ, 1861-1865

કેથોલિક્સ અને દક્ષિણ મૂળના વસાહતીઓમાં યુદ્ધવિરોધી “કોપરહેડ” ચળવળ પ્રબળ હોવા છતાં ગૃહયુદ્ધ દરમિયાન આયોવાએ સંઘને ટેકો આપ્યો અને એબ્રાહમ લિંકન માટે ભારે મતદાન કર્યું. રાજ્યમાં કોઇપણ યુદ્ધો ન્હોતા થયાં, પરંતુ આયોવાએ લશ્કર અને પૂર્વીય શહેરો માટે અન્નનો વિશાળ પૂરવઠો પહોંચાડ્યો. સંઘને આયોવાનો ટેકો પૂરો પાડવા માટેનો શ્રેય, યુદ્ધ સમયે તેના રાજ્યપાલ સેમ્યુઅલ જે. કિર્કવૂડને આપવામાં આવે છે. આયોવાની કૂલ 675,000ની વસતીમાંથી આશરે 116,000 પુરુષો લશ્કરી ફરજને આધીન હતાં. આયોવાએ ઉત્તર કે દક્ષિણનાં અન્ય કોઇપણ રાજ્યની તુલનાએ ગૃહયુદ્ધમાં સૌથી વધુ પુરુષોને લશ્કરી સેવા માટે મોકલ્યાં હતાં. રાજ્યે લશ્કરી દળો માટે મોકલેલાં 75,000 સ્વયંસેવકોમાંથી છઠ્ઠાભાગનાં સ્વયંસેવકો એપમેટોક્સ પહોંચતા પહેલાં જ મૃત્યું પામ્યા.[૪૮]


આ પુરુષોમાંથી મોટાભાગનાએ મિસિસિપી ખીણ અને દક્ષિણનાં યુદ્ધમાં ભાગ લીધો.[૪૯] આયોવાના દળો મિસૉરીમાં વિલ્સન્સ ક્રીક ખાતે, આર્કાન્સાસમાં પી રિડ્ઝ ખાતે, હેન્રી અને ડોનેલ્સન ફૉર્ટ્સ, શિલોહ, ચેટ્ટાનૂગા, ચિકામાઉગો, મિશનરી રિડ્ઝ, રોઝવિલે ગેપ ઉપરાંત વિક્સબર્ગ, આઇયુકા અને કૉરિન્થ જેવા સ્થળોએ લડ્યાં હતાં. તેમણે શેનાન્ડોઆહ વૅલીમાં યુનિયન જનરલ ફિલિપ શેરિડેનની આગેવાની હેઠળ વર્જિનિયાના પોટોમોકના લશ્કર સાથે સેવાઓ આપી હતી. ઘણા સ્વયંસેવકો ઍન્ડરસનવિલેમાં મૃત્યુ પામ્યાં અને તેમને ત્યાં જ દફનાવવામાં આવ્યા. તેમણે રેડ રિવર માટે જનરલ નેથેનિયેલ બેન્ક્સના કમનસીબ અભિયાનમાં ભાગ લીધો હતો. 27 આયોવીયન નાગરિકોને ગૃહયુદ્ધ દરમિયાન સૌપ્રથમ વખત આપવામાં આવેલાં સર્વોચ્ચ સૈનિક સન્માન મૅડલ ઑફ ઑનરથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.[૫૦]

આયોવામાં કેટલાંક બ્રિગેડિયર જનરલ્સ અને ચાર મેજર જનરલ્સ – ગ્રેનવિલે મેલેન ડૉડ્ઝ, સૅમ્યુઅલ આર. કર્ટિસ, ફ્રાંસિસ જે. હેરૉન અને ફ્રેડરિક સ્ટીલે હતાં. આ રાજ્યનાં ઘણા જનરલ્સ યુદ્ધ બાદ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મહત્વપૂર્ણ એવા દરજ્જાઓ પર પહોંચ્યાં હતા.[૪૮]

ખેતીવાડી વિસ્તરણ, 1865-1930

આયોવાનું એક ખેતર, 1875.

ગૃહયુદ્ધ બાદ આયોવાની વસતીમાં ધરખમ વૃદ્ધિ થવાનું ચાલું રહ્યું. રાજ્યની વસતી 1860માં 674,913 હતી જે 1870માં 1,194,020 નોંધાઈ. 1850 અને 1860ના દશકોમાં રેલમાર્ગોની શરૂઆત થવાથી આયોવાનું એક વિશાળ ખેતીવાડી ઉત્પાદકમાં રૂપાંતરણ થયું. અમેરિકા દ્વારા 1917માં પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેવાને પગલે, ખેડૂતો અને આયોવાના નાગરિકોને યુદ્ધસમયના અર્થતંત્રનો અનુભવ થયો. આ બદલાવ ખેડૂતો માટે અર્થપૂર્ણ હતો. 1914માં યુદ્ધની શરૂઆત થઈ ત્યાં સુધી આયોવાના ખેડૂતોએ આર્થિક સમૃદ્ધિ માણી હતી. આર્થિક ક્ષેત્રએ પણ આયોવામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યાં. 1870ના દાયકામાં ખેતી-વિષયક ઉદ્યોગોની સૌ પ્રથમ સ્થાપના બાદ આયોવામાં ઉત્પાદન અને વેપારના વ્યવહારોની સંખ્યામાં ક્રમશઃ વધારો થયો.

મંદી, બીજુ વિશ્વયુદ્ધ અને ઉત્પાદનનો ઉદય, 1930-1985

ખેતી આધારિત અર્થતંત્રમાંથી મિશ્ર અર્થતંત્રમાં રૂપાંતરણ ધીરે ધીરે થયું. મહામંદી અને બીજા વિશ્વયુદ્ધને કારણે નાની જમીનની ખેતીમાંથી વિશાળ ખેતરોમાં થતી ખેતીવાડીને વેગ મળ્યો. તેને કારણે શહેરીકરણનું વલણ શરૂ થયું જે ચાલું રહ્યું. બીજા વિશ્વયુદ્ધ બાદના સમયગાળાથી ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ પ્રકારનો વધારો જોવા મળ્યો છે. કૃષિ હજી પણ રાજ્યનો મુખ્ય ઉદ્યોગ છે, ત્યારે આયોવાના રહિશો વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ જેવી કે, રેફ્રિજરેટર્સ, વૉશિંગ મશીન, ફાઉન્ટેઇન પેન, ખેત ઓજારો અને ખાદ્ય ઉત્પાદનોનું પણ નિર્માણ કરે છે. 1980ના દશકની કૃષિ કટોકટીને કારણે આયોવામાં મોટી મંદી આવી, જેને કારણે મહામંદી બાદ ક્યારેય ન જોવા મળેલી ગરીબી જોવા મળી.[૫૧] આ સંક્રમણકાળને કારણે આયોવાની વસતીમાં મોટો ઘટાડો થયો, જે એક દશક સુધી ચાલુ રહ્યો.[૫૨]

મિશ્ર અર્થતંત્રના સ્વરૂપે પુનઃઉદય, 1985-વર્તમાન

1980ના દાયકામાં નિમ્નસ્તરે પહોંચ્યા પછી, આયોવાના અર્થતંત્રમાં ખેતીવાડી પરની નિર્ભરતા માં વધુને વધુ પ્રમાણમાં ઘટાડો થયો છે. હાલમાં આ અર્થતંત્ર ઉત્પાદન, બાયોટૅક્નોલૉજી, ફાયનાન્સ (નાણા) અને વીમા સેવાઓ, તથા સરકારી સેવાઓનું મિશ્ર અર્થતંત્ર છે.[૫૩] આયોવામાં વસતીવધારો સમગ્ર અમેરિકાના કરતાં પણ વધુ ઝડપથી થયો છે.[૫૨] આયોવા હવે મોટાપ્રમાણમાં શહેરી વસતી ધરાવે છે.[૫૪]

વસ્તી-વિષયક માહિતીઓ

સૌથી મોટા શહેરો

યુનાઇટેડ સ્ટેટ્સ સેન્સસ બ્યૂરોના 2009ના અંદાજ મુજબ આયોવાના પંદર સૌથી મોટા શહેરો આ મુજબ છેઃ[૫૫]

  1. ડસ મોઇન્સ - 198,460
  2. સિડર રેપિડ્ઝ - 128,182
  3. ડેવનપોર્ટ - 101,306
  4. સિઓક્સ સિટી - 82,794
  5. આયોવા સિટી - 68,903
  6. વોટરલૂ - 66,896
  7. કાઉન્સિલ બ્લફ્સ - 59,911
  8. ડબ્યુક - 57,222
  9. એમ્સ - 56,814
  10. વેસ્ટ ડસ મોઇન્સ - 56,503
  11. એન્કની - 43,319
  12. સિડર ફોલ્સ - 38,589
  13. અર્બનડેલ - 38,445
  14. મેરિઅન - 33,213
  15. બેટનડોર્ફ - 33,098

વસતી

Historical population
CensusPop.
1840૪૩,૧૧૨
1850૧,૯૨,૨૧૪૩૪૫.૮%
1860૬,૭૪,૯૧૩૨૫૧.૧%
1870૧૧,૯૪,૦૨૦૭૬.૯%
1880૧૬,૨૪,૬૧૫૩૬.૧%
1890૧૯,૧૨,૨૯૭૧૭.૭%
1900૨૨,૩૧,૮૫૩૧૬.૭%
1910૨૨,૨૪,૭૭૧−૦.૩%
1920૨૪,૦૪,૦૨૧૮.૧%
1930૨૪,૭૦,૯૩૯૨.૮%
1940૨૫,૩૮,૨૬૮૨.૭%
1950૨૬,૨૧,૦૭૩૩.૩%
1960૨૭,૫૭,૫૩૭૫.૨%
1970૨૮,૨૪,૩૭૬૨.૪%
1980૨૯,૧૩,૮૦૮૩.૨%
1990૨૭,૭૬,૭૫૫−૪.૭%
2000૨૯,૨૬,૩૨૪૫.૪%
Est. 2009[૨]૩૦,૦૭,૮૫૬
આયોવાની વસતિ ગીચતાનો નકશો

2008 સુધીમાં આયોવાની અંદાજિત વસતી 3,002,555 છે, જે 2007 કરતાં 19,000 લોકો અથવા 0.6 ટકા વધારે છે અને 2000ના વર્ષથી 2.6 ટકા અથવા 76,000 લોકો જેટલી વધુ છે. આટલા વર્ષોમાં સૌ પ્રથમ વખત રાજ્યની વસતી ત્રીસ લાખનાં આંકને વટાવી ગઈ છે. આયોવા દેશનું 30મા ક્રમનું સૌથી વધુ વસતી ધરાવતું રાજ્ય છે.[૫૬] વસતીશાસ્ત્રની છેલ્લામાં છેલ્લી ઉપલબ્ધ માહિતી પ્રમાણે 2007માં રાજ્યમાં છેલ્લી વસતી ગણતરી બાદ 53,706 લોકોનો કુદરતી વધારો થયો છે. (197,163 જન્મ સામે 143,457 મૃત્યુ બાદ કરતાં) જ્યારે 11,754 લોકોનો ઘટાડો તેમના રાજ્ય બહાર સ્થળાંતરિત થઈ જવાને કારણે થયો છે.

યુનાઇટેડ સ્ટેટ્સથી બહાર કાયમી વસવાટ કરનારાઓની સંખ્યા 29,386 લોકોના વધારામાં પરિણમી હતી અને દેશમાંજ થયેલા સ્થળાંતરે કુલ 41,140 લોકોનું નુકસાન કર્યું હતું. [18] આયોવાની 6.1 ટકા વસતી પાંચ વર્ષ કરતાં નાની ઉંમરની, 22.6 ટકા વસતી 18 વર્ષ કરતાં ઓછી, અને 14.7 ટકા વસતી 65 અથવા વધુ વય ધરાવે છે. કુલ વસતીમાં પુરુષોની ટકાવારી 49.2 ટકા જેટલી છે.[૫૭] રાજ્યની વસતી ઘનતા 52.7 વ્યક્તિ પ્રતિ ચોરસ માઈલ જેટલી છે.[૫૮] આયોવાનું વસતી કેન્દ્રબિંદુ માર્શલટાઉન શહેરની માર્શલ કાઉન્ટીમાં આવેલું છે.[૫૯]

જાતિ અને કૂળ

આયોવાની વસતીમાં લગભગ 97,000 (3.3 ટકા) જેટલાં વિદેશમાં જન્મેલાં લોકો છે.[૫૭] આયોવાના નાગરિકો મોટાભાગે પશ્ચિમ યુરોપીયન વંશના છે. આયોવામાં વસતા પાંચ સૌથી મોટા કૂળ સમૂહોમાં જર્મન (35.7 ટકા), આઇરિશ (13.5 ટકા), ઈંગ્લિશ (9.5 ટકા), અમેરિકન (6.6 ટકા) અને નૉર્વેજિયન (5.7 ટકા)નો સમાવેશ થાય છે. રાજ્યમાં જાતિ વિષયક વિવિધતામાં 91.0 ટકા વ્હાઇટ (શ્વેત) (નૉન-હિસ્પાનિક), 3.8 ટકા હિસ્પાનિક, 2.5 ટકા, અશ્વેત (બ્લેક) અથવા આફ્રિકન અમેરિકન, 1.6 ટકા એશિયન, અને 0.4 ટકા અમેરિકન ઇન્ડિયનનનો સમાવેશ થાય છે. અભ્યાસમાં એક ટકા જેટલાં પ્રત્યુત્તર આપનારી વ્યક્તિઓએ બે અથવા વધુ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો.[૫૭]

ગ્રામ્યથી શહેરી વસતીનો બદલાવ; બ્રેઇન ડ્રેઇન

આયોવામાં કાઉન્ટીવાર વસતિની ટકાવારીમાં ફેરફાર, 2000-2008. જાંબુડીયા રંગની કાઉન્ટીઓ 5 ટકા કરતા વધુ વધારો ધરાવે છે.[૬૦]
ગ્રામીણ પોકાહોન્ટાસ કાઉન્ટી અને શહેરી પોલ્ક કાઉન્ટીની વસતિની ઊંમરની તુલના, જે યુવાનો (લાલ) આયોવાના શહેરી કેન્દ્રો તરફ જઇ રહ્યાં છે તે દર્શાવે છે.[૬૧]

આયોવાની વસતી ગ્રામ્ય કરતાં શહેરી વધુ છે, 2000માં રાજ્યના 61 ટકા લોકો શહેરી વિસ્તારોમાં રહેતાં હતાં, આ વલણ 20મી સદીના શરૂ થયું છે.[૫૪] આયોવાની શહેરી કાઉન્ટીઝમાં ૨૦૦૦ થી 2008 સુધીમાં 8.5 ટકાનો વધારો થયો છે, જ્યારે ગ્રામ્ય કાઉન્ટીઝમાં 4.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.[૬૨] ગ્રામ્યથી શહેરી વિસ્તાર તરફના આ સ્થળાંતરને કારણે વધુ ગ્રામ્ય કાઉન્ટીઝના ભોગે ડેલાસ, જ્હોન્સન, લિન અને પોલ્ક જેવી શહેરી કાઉન્ટીઝમાં વસતી વધારો થયો છે.[૬૩]

આયોવા પણ (ખાસ કરીને કેન્સાસ, નેબ્રાસ્કા, નૉર્થ ડેકોટા અને સાઉથ ડેકોટા જેવા) મધ્ય પશ્ચિમ રાજ્યોની જેમ જ ગામડાંઓમાંથી પલાયન (સ્થળાંતર)ની અસર અનુભવી રહ્યું છે. જો કે, આયોવામાં લગભગ 1990થી વસતી વધારો થઈ રહ્યો છે. કેટલાંક નાનાં વિસ્તારો જેમ કે, ડેનિસન અને સ્ટોર્મ લેકને સ્થળાંતરીત મજૂરોમાં થયેલાં વધારાને કારણે વસતીના ઘટાડાને રોકવામાં સફળતા મળી છે. આયોવાની અન્ય વસતીશાસ્ત્રીય સમસ્યાઓમાં બ્રેઇન ડ્રેઇન (પ્રતિભાશાળી યુવાનોનું સ્થળાંતર) મુખ્ય છે, જેમાં શિક્ષિત યુવાનો તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અથવા અન્ય સ્થળે શિક્ષણ મેળવવા માટે રાજ્ય છોડીને જતા રહે છે. 1990ના દશકમાં આયોવામાં એકલ શૈક્ષણિક યુવાનોનું બીજા ક્રમનું સૌથી મોટું સમૂહ સ્થળાંતરણ થયું હતું, જે નૉર્થ ડેકોટા પછીના બીજા ક્રમે હતું.[૬૪] શિક્ષિત યુવાન લોકોનો અર્થપૂર્ણ ઘટાડો, બાકીના અન્ય નાગરિકો માટેની સેવાઓમાં ઘટાડા તથા આર્થિક પ્રવાહમાં અટકાવ લાવે છે.

ધર્મ

જર્મન પીટિસ્ટસ દ્વારા શોધાયેલી અમાના કોલોનીઝ

2001માં સિટી યુનિવર્સિટી ઑફ ન્યૂ યૉર્ક દ્વારા થયેલં એક સર્વેક્ષણ અનુસાર આયોના 52 ટકા નાગરિકો પ્રોટેસ્ટન્ટ છે, જ્યારે 23 ટકા રોમન કેથોલિક છે તથા 6 ટકા અન્ય ધર્મના છે. 13 ટકા નાગરિકોએ પોતે અ-ધાર્મિક (નૉન રિલિજિયસ) હોવાનું જણાવ્યું હતું જ્યારે 5 ટકાએ આ બાબતે કોઈ જ પ્રત્યુત્તર આપ્યો ન હતો.[૬૫] અનુયાયીઓની સંખ્યાની દ્રષ્ટિએ 268,543ની સંખ્યા સાથે એવેન્જેલિકલ લ્યુથેરન ચર્ચ ઇન અમેરિકા અને યુનાઈટેડ મેથોડિસ્ટ ચર્ચ 248,211ની સંખ્યા સાથે, પ્રભુત્વ ધરાવતા સૌથી મોટા પ્રોટેસ્ટંટ સંપ્રદાયો છે.[૬૬]

રિલિજિયસ કૉંગ્રિગ્રેશન ઍન્ડ મેમ્બરશિપઃ 2000 [૬૭]ના અભ્યાસમાં જણાયું છે કે, આયોવાની સૌથી દક્ષિણમાં આવેલી કાઉન્ટીઝની બે હરોળ અને રાજ્યના મધ્યમાં આવેલી અન્ય કાઉન્ટીઝમાં સૌથી મોટાં ધાર્મિક જૂથો યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચના હતાં. રાજયના ડબ્યુક અને લિન કાઉન્ટીઝ સહિતના ઉત્તરીય ભાગો (જ્યાં સિડર રેપિડ્ઝ આવેલું છે)માં રોમન કેથોલિક ચર્ચ સૌથી વધુ અનુયાયીઓ ધરાવે છે. ઉત્તરીય હરોળની ત્રણ સહીતની અન્ય દસ કાઉન્ટીઝમાં એવેન્જેલિકલ લ્યુથેરન ચર્ચ ઇન અમેરિકા સૌથી મોટાં સંપ્રદાય હતાં. આ અભ્યાસમાં એવેન્જેલિકલ ક્રિશ્ચિયન સંપ્રદાયનો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ થઈ રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

ઐતિહાસિક રીતે ધાર્મિક સંપ્રદાયો અને પંથો, જે બાકીના સમાજથી દૂર રહેવાની ઇચ્છા ધરાવતાં હોય, તે આયોવામાં સ્થાયી થાય છે. તેના ઉદાહરણ તરીકે કેલોના નજીકના એમિશ અને મેન્નોનાઇટ તથા પૂર્વીય આયોવાનાં અન્ય ભાગો જેવાં કે ડેવિસ કાઉન્ટી અને બ્યુકેનન કાઉન્ટીનો ઉલ્લેખ કરી શકાય.[૬૮] અલગ રહેલાં અન્ય ધાર્મિક સંપ્રદાયોમાં વેસ્ટ બ્રાન્ચ અને લ ગ્રાંડ પાસેના ક્વેકર્સ, એમેના કોલોનીઝની સ્થાપના કરનારા જર્મન પાઇટિસ્ટ્સ, મહર્ષિ વૈદિક સિટીની સ્થાપના કરનાર ટ્રાન્સસેન્ડેન્ટલ મેડિટેશનના અનુયાયીઓ, ન્યૂ મેલેરે ખાતે રહેતાં સિસ્ટર્સન સાધુઓ અને સાધ્વીઓ તથા ડબ્યુકની નજીક રહેતાં અવર લેડી ઑફ ધી મિસિસિપિ એબ્બીઝનો સમાવેશ થાય છે.

ભાષા

આયોવામાં અંગ્રેજી સૌથી વધારે બોલાતી ભાષા છે, જેનો લગભગ 94 ટકા લોકો ઉપયોગ કરે છે.[૬૯] વિલિયમ લેબોવ અને સાથીદારોએ એટલાસ ઓફ નોર્થ અમેરિકન ઈંગ્લિશ [૭૦] અભ્યાસમાં શોધી કાઢ્યું કે આયોવામાં બોલવામાં આવતી અંગ્રેજી બે મોટા ભાષાકીય પ્રદેશોમાં વહેંચાયેલી છે. ઉત્તરીય આયોવા, સિઓકસ સિટી, ફોર્ટ ડોજ અને વોટરલૂ પ્રદેશના મૂળ રહેવાસીઓ ભાષાવિજ્ઞાનીઓ દ્વારા નોર્થ સેન્ટ્રલ અમેરિકન ઈંગ્લિશ તરીકે ઓળખાવવામાં આવતી પ્રાદેશિક બોલી બોલે છે, જે ઉત્તર અને દક્ષિણ ડેકોટા, મિનેસોટા, વિસ્કોનસીન અને મિશિગનમાં પણ જોવા મળે છે. મધ્ય અને દક્ષિણ આયોવાના મૂળ રહેવાસીઓ, કાઉન્સિલ બ્લફસ, ડસ મોઈન્સ અને આયોવા સિટી સહિત, નોર્થ મિડલેન્ડ લઢણ ધરાવતી અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરે છે, જે નેબ્રાસ્કા, મધ્ય ઈલિનોઈસ અને મધ્ય ઈન્ડિયાનામાં ઉપયોગમાં લેવામાં આવે છે.[૭૧]

અંગ્રેજી પછી આયોવામાં બીજા નંબરની સૌથી સામાન્ય ભાષા સ્પેનિશ છે, જેનો ઉપયોગ હિસ્પેનિક અથવા લેટીનો મૂળના 120,000 લોકો[૭૨] અને લેટિન અમેરિકામાં જન્મેલા 47,000 લોકો દ્વારા કરવામાં આવે છે.[૭૩] ત્રીજા નંબરની સૌથી સામાન્ય ભાષા જર્મન છે, જે આયોવામાં 17,000 લોકો દ્વારા બોલવામાં આવે છે,[૬૯] આયોવામાં ઉપયોગમાં લેવામાં આવતી બે નોંધપાત્ર બોલીમાં અમાના કોલોનીઝની આસપાસના પ્રદેશમાં બોલવામાં આવતી અમાના જર્મન અને આયોવામાં એમિશ લોકો દ્વારા બોલવામાં આવતી પેનસિલ્વેનિયા જર્મનનો સમાવેશ થાય છે. અન્ય કોઈ ભાષા આયોવાની વસતિના 0.5 ટકા કરતાં વધારે લોકો દ્વારા બોલવામાં આવતી નથી.[૬૯] નિયમિત રીતે ઉપયોગમાં લેવામાં આવતી એકમાત્ર સ્વદેશી ભાષા મેસ્કવાકી છે, જે મેસ્કવાકી વસાહતના આજુબાજુના વિસ્તારમાં બોલવામાં આવે છે.[૭૪]

સંસ્કૃતિ

મધ્ય આયોવા

આયોવાની રાજધાની અને સૌથી મોટા શહેર ડસ મોઇન્સની બહુમાળી ઇમારતો.

ડસ મોઈન્સ આયોવાનું સૌથી મોટું શહેર છે અને તે રાજયનું રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. ડસ મોઈન્સ આયોવાનું સૌથી મોટું શહેર છે અને તે રાજયનું રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. ડસ મોઈન્સમાં રાજય સરકાર, ધ સ્ટેટ ઓફ આયોવા હિસ્ટોરિકલ મ્યુઝિયમ, ડ્રેક યુનિર્વિસટી, સાયન્સ સેન્ટર ઓફ આયોવા એન્ડ બ્લેન્ક આઈમેકસ (IMAX) ડોમ થીયેટર, ડસ મોઈન્સ આર્ટ સેન્ટર, ડસ મોઈન્સ બોટનિકલ સેન્ટર અને આયોવા સ્ટેટ ફેર, ડ્રેક રીલેય્ઝ, વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ અને ડસ મોઈન્સ આર્ટ ફેસ્ટિવલના સમાવેશ સાથેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને આકર્ષણો આવેલા છે. એડવેન્ચરલેન્ડ એક અમ્યુઝમેન્ટ પાર્ક છે જે ડસ મોઈન્સથી ઉત્તરપૂર્વમાં આલ્ટૂનામાં આવેલો છે, લિવિંગ હિસ્ટ્રી ફાર્મ્સ અર્બનડેલમાં આવેલા છે અને આયોવા સ્પીડવે ડસ મોઈન્સની પૂર્વમાં ન્યૂટનમાં આવેલો છે. ટેરેસ હિલ્સ ડસ મોઈન્સમાં આવેલી છે અને તે ગવર્નરનું સત્તાવાર નિવાસસ્થાન છે.

એમ્સ આયોવા સ્ટેટ યુનિવર્સિટી, આયોવા સ્ટેટ સેન્ટર, બર્નીયર આર્ટ ગેલેરી, રીમેન ગાર્ડન્સ, અને ખ્રિશ્ચીયન પેટરસન આર્ટ ગેલેરીનું ઘર છે. તામાની પશ્ચિમે આવેલી મેસ્કવાકી વસાહત આયોવાની એકમાત્ર અમેરિકન ઈન્ડિયન વસાહત છે, જે મોટા વાર્ષિક પાઉ-વાઉની યજમાની કરે છે. કિલન્ટ ઈસ્ટવૂડ ફિલ્મ ધ બ્રીજીસ ઓફ મેડિસન કાઉન્ટી નું નિર્માણ અને તેનું ફિલ્માંકન મેડિસન કાઉન્ટીમાં કરવામાં આવ્યું હતું. જહોન વાયન બર્થપ્લેસ મ્યુઝિયમ વિન્ટરસેટમાં આવેલું છે. ઐતિહાસિક સીટી સેન્ટર સાથેના અન્ય સમુદાયોમાં ઈન્ડિયાનોલા, પેલ્લા, નોકસવિલે, પેરી અને માર્શલટાઉનનો સમાવેશ થાય છે.

પૂર્વ આયોવા

ઓલ્ડ કેપિટલ, આયોવા સિટી.

આયોવા સિટી સાંસ્કૃતિક મંઝિલ હોવાનું ગર્વ ધરાવે છે અને તેમાં યુનિવર્સિટી ઓફ આયોવા અને પ્રસિદ્ધ આયોવા રાઈટર્સ વર્કશોપ, ઓલ્ડ કેપિટલ બિલ્ડિંગ (આયોવાની મૂળ રાજધાની), પેડ મોલ અને આયોવા સિટી ઈંગ્લેર્ટ થીયેટર અને લેન્ડલોકડ ફિલ્મ ફેસ્ટિવલ આવેલા છે. આયોવા સિટી અમેરિકાનું પ્રથમ "સિટી ઓફ લિટરેચર" છે યુનેસ્કો (UNESCO) ક્રિયેટિવ સિટીઝ નેટવર્કમાં. ધ હર્બર્ટ હૂવર નેશનલ હિસ્ટોરિક સાઈટ અને હર્બર્ટ હૂવર પ્રેસિડેન્શિયલ લાઈબ્રેરી એન્ડ મ્યુઝિયમ વેસ્ટ બ્રાન્ચમાં આવેલા છે. તેમાં ભૂતપૂર્વ પ્રમુખ હર્બર્ટ હૂવરનું જન્મસ્થાન અને કબરની સાથે પ્રેસિડેન્શિયલ મ્યુઝિયમ પણ આવેલા છે. અમાના કોલોનીઝ સાત ગામ ધરાવતી જર્મન પાઈટીસ્ટ્સની વસાહતોનો સમૂહ છે, જેને અમેરિકન કલ્ચરલ નેશનલ હિસ્ટોરિક લેન્ડમાર્ક નામ આપવામાં આવ્યું છે.

સિડર રેપિડ્ઝ મ્યુઝિયમ ઓફ આર્ટ ગ્રાન્ટ વૂડ અને માર્વિન કોનના ચિત્રોનો મહત્ત્વપૂર્ણ સંગ્રહ ધરાવે છે. સિડર રેપિડ્ઝ નેશનલ ચેક એન્ડ સ્લોવાક મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી અને ઐતિહાસિક કિવન એન-શૈલીની બ્રૂસમોર મેન્શન પણ ધરાવે છે. ડેવનપોર્ટમાં ઘણાં સાંસ્કૃતિક આકર્ષણો આવેલા છે, જેમાં ફિગ આર્ટ મ્યુઝિયમ, રીવર મ્યુઝિક એકસપિરિયન્સ, પટનામ મ્યુઝિયમ એન્ડ આઈમેકસ (IMAX) થીયેટર, ડેવનપોર્ટ સ્કાયબ્રીજ, કવોડ સિટી સિમ્ફની ઓરકેસ્ટ્રાનો સમાવેશ થાય છે અને તે વાર્ષિક બિકસ બૈડરબેક મેમોરીયલ જાઝ ફેસ્ટિવલ અને બેલે કવાડ સિટીઝના પ્રદર્શન પણ યોજે છે. અન્ય જાહેર સાંસ્કૃતિક સ્થળોમાં વેસ્ટ લિબર્ટી, ફેરફિલ્ડ, માઉન્ટ પ્લેઝન્ટ, ફોર્ટ મેડિસન, લેકલેરી, માઉન્ટ વર્નોન, ઓટમ્વા, વોશિંગ્ટન અને વિલ્ટનનો સમાવેશ થાય છે.

પશ્ચિમ આયોવા

ફોર્થ સ્ટ્રીટ, સિઓક્સ સિટી.

આયોવાના કેટલાક નાટ્યાત્મક દ્રશ્યો અનોખી લોએસ હિલ્સ ધરાવતા પશ્ચિમી વિસ્તારમાં જોવા મળે છે. આયોવા ગ્રેટ લેકસ વિસ્તાર ઘણાં રીસોર્ટ વિસ્તારો જેમ કે સ્પિરીટ લેક, આર્નોલ્ડ્સ પાર્ક અને ઓકોબોજી તળાવ ધરાવે છે. ચેરોકીમાં સેનફોર્ડ મ્યુઝિયમ અને પ્લાનેટોરીયમ, વેસ્ટ બેન્ડમાં ગ્રોટો ઓફ ધ રિડેમ્પ્શન, એલ્ક હોર્નમાં ડેનિશ ઈમિગ્રન્ટ મ્યુઝિયમ અને ફોર્ટ ડોજમાં ફોર્ટ મ્યુઝિયમ અને ફ્રન્ટીયર વિલેજ સ્થાનિક સ્તરના જોવા લાયક સ્થળો છે. સિઓકસ સિટીને ઉત્તરપૂર્વ આયોવાની સાંસ્કૃતિક રાજધાની માનવામાં આવે છે અને પુનરોત્થાન કરવામાં આવેલું સિટી સેન્ટર અને સુંદર રિવરફ્રન્ટ ધરાવે છે. મિઝોરી રીવર સિટીમાં સાર્જન્ટ ફલોઈડ મોન્યુમેન્ટ, સાર્જન્ટ ફલોઈડ રીવર મ્યુઝિયમ, ટ્રીનિટી હાઈટ્સ અને પુનઃસ્થપાયેલું ઓર્ફિયમ થીયેટર આવેલા છે.

મોન્ડામિનની પૂર્વમાં લોએસ હિસ્સ.

દક્ષિણપશ્ચિમ આયોવાનું મુખ્ય શહેર કાઉન્સિલ બ્લફસ લોએસ હિલ્સ નેશનલ સાયન્સ બાયવેની તળેટીમાં આવેલું છે અને ગેમિંગ અને મનોરંજન માટેનું સ્થળ બની ગયું છે. ત્રણ કેસિનો રીસોર્ટ સાથેના આ શહેરમાં વેસ્ટર્ન હિલ્સ ટ્રેઈલ્સ સેન્ટર, યુનિયન પેસિફિક રેઈલરોડ મ્યુઝિયમ, ઐતિહાસિક જનરલ ડોજ હાઉસ અને લેવિસ એન્ડ કલાર્ક મોન્યુમેન્ટ અને અનેક સુંદર દ્રશ્યો ધરાવતા સ્થળો આવેલા છે. ઉત્તરપશ્ચિમ આયોવામાં વિશ્વના પવનચક્કી ફાર્મનો સૌથી વિશાળ સમૂહ આવેલો છે. અન્ય સામુદાયિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધરાવતા સ્થળોમાં સ્ટોર્મ લેક, સ્પેન્સર, લી માર્સ, ગ્લેનવૂડ, કેરોલ, એટલાન્ટિક, રેડ ઓક, ડેનિસન, ક્રેસ્ટોન, માઉન્ટ આયર, સેક સિટી અને વોલનટનો સમાવેશ થાય છે.

ઉત્તરપૂર્વ અને ઉત્તરીય આયોવા

ઉત્તરપશ્ચિમ આયોવાના અસમતળ વિસ્તારમાં ઘણી સીધી ટેકરીઓ અને ઊંડી ખીણો આવેલી છે, જે ગાઢ જંગલો અને ખેતરોથી છવાયેલી છે. અલ્લામાકી અને કલેયટન કાઉન્ટીઝમાં ઈફિજી માઉન્ટ્સ નેશનલ મોન્યુમેન્ટમાં વિશ્વના પૂર્વઐતિહાસિક સમયના પ્રાણીઓના આકારની ટેકરીઓનો વિશાળ સમૂહ આવેલો છે.

ઐતિહાસિક ફોર્ટ એટ્કિન્સના અવશેષો.

તેની સાથે, ઉત્તરીય આયોવાના સૌથી મોટા શહેરો જોડિયા શહેરો વોટરલૂ અને સિડર ફોલ્સ આવેલા છે, જેમાં અનુક્રમે ગ્રાઉટ મ્યુઝિયમ અને યુનિવર્સિટી ઓફ નોર્થન આયોવા આવેલા છે.

ડબ્યુક નેશનલ મિસિસિપી રીવર મ્યુઝિયમ અને એકવેરિયમ સહિતના ઘણાં સાંસ્કૃતિક પાસા સાથે સ્થાનિક પ્રવાસી સ્થળ તરીકે પરીવર્તન પામી રહ્યું હોવા ઉપરાંત ત્યાં પોર્ટ ઓફ ડબ્યુકમાં ડાયમંડ જો કેસિનો સહિતના ઘણાં નવા વ્યવસાયોનો વિકાસ થઇ રહ્યો છે. ફિલ્ડ ઓફ ડ્રિમ્સ ફિલ્મના મોટાભાગનું શૂટિંગ ડાયર્સવિલેમાં થયું હતું. મેકવોકેટા કેવ્સ સ્ટેટ પાર્ક મેકવોકેટાની ઉત્તરપશ્ચિમે જેકસન કાઉન્ટી આવેલો છે, જે આયોવાના અન્ય સ્ટેટ પાર્કની સરખામણીએ ઘણી વધારે ગુફાઓ ધરાવે છે. ફોર્ટ એટકિન્સનમાં 1840ના ડ્રેગૂન ફોર્ટીફિકેશનના મૂળ અવેશેષો આવેલા છે. અન્ય સામુદાયિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધરાવતા સ્થળોમાં ડેકોરાહ, મેકગ્રેગોર, મેન્સન સિટી, ઇલ્કાડેર, એલ્ગોના, સ્પિલવેલે, ચાર્લ્સ સિટી અને ઈન્ડિપેન્ડન્સનો સમાવેશ થાય છે.

સ્ટેટવાઇડ

આરએજીબીઆરએઆઇ (RAGBRAI) – રજીસ્ટર્સ એન્યુઅલ ગ્રેટ બાઇક રાઇડ અક્રોસ આયોવા – હજારો સાયક્લિસ્ટ અને ટેકેદારોને આકર્ષે છે. આ સ્પર્ધા 1973થી રાજ્યના વિવિધ માર્ગો પર યોજવામાં આવે છે. આયોવામાં 70 વાઇનરીઝ (શરાબની ફેક્ટરી) આવેલી છે[૭૫] અને પાંચ સ્થાનિક વાઇન ટેસ્ટિંગ ટ્રાયલ્સ પણ આવેલા છે.[૭૬] ઘણાં આયોવા સમુદાયો ગરમીની ઋતુમાં ખેડૂતો માટેના બજારનું આયોજન કરે છે, આ બજારો દર અઠવાડિયે યોજવામાં આવે છે, પરંતુ મોટા શહેરોમાં મલ્ટીપલ માર્કેટનું આયોજન કરવામાં આવે છે.[૭૭]

અર્થતંત્ર

અમેરિકન કલાકા ગ્રાન્ટ વૂડ દ્વારા તૈયાર કરાયેલા ચિત્રની રિવર્સ ઇમેજમાં આયોવાનું આવાસ
આયોવાનું ઉદ્યોગવાર કુલ રાજ્ય ઉત્પાદન, 2006.[૭૮]

આયોવાને કૃષિપ્રધાન રાજ્ય માનવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે કૃષિ તો તેના વૈવિધ્યસભર અર્થતંત્રનો નાનો ભાગ છે જ્યારે ઉત્પાદન, બાયોટેકનોલોજી, ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સ સર્વિસિસ અને ગવર્નમેન્ટ સર્વિસિસ આયોવાના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન આપે છે.[૫૩] અર્થતંત્રમાં રહેલી વિવિધતાએ આયોવાને દેશના અન્યભાગોની સરખામણીએ પ્રમાણમાં ઘણી જ ઓછી બેરોજગારી સાથે 2000ના ઉત્તરાર્ધમાં આવેલી મંદીનો સામનો અન્ય રાજ્યો કરતાં વધારે સારી રીતે કરવામાં મદદ કરી હતી.[૭૯][૮૦]

જો રાજ્યના અર્થતંત્રને સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) (GDP)ની રીતે માપવામાં આવે તો 2005માં આયોવાનું જીડીપી 124 બિલિયન અમેરિકન ડોલર હતું.[૮૧]જો તેને સકલ રાજ્ય ઉત્પાદની રીતે માપવામાં આવે તો 2005માં તેનું કદ 113.5 અબજ ડોલર હતું.[૮૨] તેની માથાદીઠ આવક 2006માં 23,340 અમેરિકન ડોલર હતી.[૮૨]જુલાઇ 2, 2009ની સ્થિતિએ સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે આયોવા રાજ્યને એએએ (AAA) ક્રેડિટ રેટિંગ આપ્યું હતું (સૌથી ઉચ્ચતમ રેટિંગ, જે માત્ર 11 અમેરિકન રાજ્યોને મળ્યું હતું.)[૮૩]જાન્યુઆરી 2010ની સ્થિતિએ રાજ્યનો બેરોજગારી દર 6.6 ટકા હતો.[૮૪]

ઉત્પાદન

લગભગ 20.8 અબજ ડોલર (2003ના આયોવાના સકલ રાજ્ય ઉત્પાદના 21 ટકા)ના કદ સાથે ઉત્પાદન એ આયોવાના અર્થતંત્રનું સૌથી મોટું ક્ષેત્ર છે. મુખ્ય ઉત્પાદન ક્ષેત્રોમાં ફૂડ પ્રોસેસિંગ, હેવી મશીનરી અને કૃષિ રસાયણોનો સમાવેશ થાય છે. આયોવાના લગભગ 16 ટકા કામદારો ઉત્પાદન ક્ષેત્રમાં છે.[૫૩] ફૂડ પ્રોસેસિંગ ઉત્પાદન ક્ષેત્રનો સૌથી મોટો ભાગ છે. તેના ઔદ્યોગિક ઉત્પાદનમાં ફૂડ પ્રોસેસિંગ, મશીનરી, ઇલેક્ટ્રિક સાધનો, રાસાયણિક ઉત્પાદનો, પ્રકાશન અને પાયાની ધાતુઓનો સમાવેશ થાય છે. આયોવામાં સીધી કે આડકતરી પ્રોસેસિંગ સગવડો ધરાવતી કંપનીઓમાં કોનએગ્રા ફૂડ્સ, વેલ્સ બ્લ્યુ બની, બેરીલા, હેઇન્ઝ, વન્ડર બ્રેડ/હોસ્ટેસ સ્નેક કેક્સ, ટોન્સ સ્પેસીઝ, જનરલ મિલ્સ અને ક્વેકર ઓટ્સનો સમાવેશ થાય છે. આયોવામાં ઉત્પાદન સવલતો ધરાવતી મુખ્ય નોન-ફૂડ ઉત્પાદન કંપનીઓમાં 3એમ (3M), એલકોઆ (ALCOA), અમાના કોર્પોરેશન, ડેક્સ્ચર એપાચે હોલ્ડિંગ્સ ઇન્ક, ઇલેક્ટ્રોલક્ષ/ફ્રિડિડૈર, ઇમર્સન પ્રોસેસ, ફિશર કન્ટ્રોલ્સ ઇન્ટરનેશનલ, હોન ઇન્ડસ્ટ્રીઝ, ધ હોન કંપની, ઇપ્સ્કો (IPSCO) સ્ટીલ, જ્હોન ડીરી, લેનોક્સ મેન્યુફેક્ચરિંગ, મેયેટેગ કોર્પોરેશન, પેલા કોર્પોરેશન, રોકવેલ કોલિન્સ, વર્મીર કંપની અને વાઇનેબેગો ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે.

કૃષિ

જોન્સ કાઉન્ટીમાં મકાઈની ખેતી
બટલર કાઉન્ટીમાં નિર્માણાધિન ઇથેનોલ પ્લાન્ટ

સીધી કે આડકતરી રીતે કૃષિ હંમેશા આયોવાના અર્થતંત્રનો મહત્વનો ભાગ બની રહી છે. જો કે સીધું ઉત્પાદન અથવા કાચી કૃષિ પેદાશોનું વેચાણ આયોવાના સકલ રાજ્ય ઉત્પાદમાં માત્ર 3.5 ટકાનો ફાળો આપે છે.[૮૫] આયોવાના અર્થતંત્રમાં કૃષિની આડકતરી ભૂમિકાને અનેક રીતે માપી શકાય છે પરંતુ સંપૂર્ણ અસર, કૃષિસાથે સંકળાયેલા વ્યવસાયો સહિત, મૂલ્ય વર્ધિત રીતે 16.4 ટકા અને કુલ ઉત્પાદની રીતે 24.3 ટકા નોંધવામાં આવી છે. આ આયોવાની બિન-કૃષિ ઉત્પાદનની આર્થિક અસર કરતાં ઓછી છે, જે મૂલ્યવર્ધિત રીતે 22.4 ટકા અને કુલ ઉત્પાદની રીતે 26.5 ટકા છે.[૮૬] આયોવાના મુખ્ય કૃષિ ઉત્પાદનોમાં ડુક્કર, મકાઈ, સોયાબીન, ઓટ, પશુઓ, ઇંડા અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આયોવા દેશનું સૌથી મોટું ઇથેનોલ અને મકાઈનું ઉત્પાદક છે અને કેટલાક વર્ષોમાં તો સોયાબીનનું પણ સૌથી મોટું ઉત્પાદક રહ્યું છે. 2008માં આયોવાના 92,600 ખેતરોએ દેશની 18 ટકા મકાઈ, 17 ટકા સોયાબીન, 30 ટકા ડુક્કરો અને 14 ટકા ઇંડાનું ઉત્પાદન કર્યું હતું.[૮૭]

મુરાલ માઉન્ટ યાર પોસ્ટ ઓફિસમાં, "ધ કોર્ન પરેડ" ઓર સી. ફીશર દ્વારા, નવા કરારના ભાગ રૂપે રચાયેલું.[૮૮]

આયોવાના મુખ્ય કૃષિ ઉત્પાદ પ્રોસેસર્સમાં આર્ચર ડેનિયલ્સ મીડલેન્ડ, આજીનોમોટો, કાર્ગીલ ઇન્ક, ડાયમન્ડ વી મિલ્સ, ગાર્સ્ટ સીડ કંપની, હાર્ટલેન્ડ પોર્ક એન્ટરપ્રાઇઝ, હાઇ-વી, મોન્સાન્ટો કંપની, પાયોનિયર હાઇ-બ્રેડ ઇન્ટરનેશનલ અને ક્વેકર ઓટ્સનો સમાવેશ થાય છે.[૮૯]

અન્ય ક્ષેત્રો

વિલિયમ્સ નજીક પવનચક્કીઓ

આયોવામાં ફાઇનાન્સિયલ અને ઇન્શ્યોરન્સ ક્ષેત્ર ઘણું જ મજબૂત છે અને રાજ્યમાં આ ક્ષેત્રની 6,100 કંપનીઓ કાર્યરત છે,[૫૩] જેમાં એગોન (AEGON), નેશનવાઇડ ગ્રૂપ, અવિવા યુએસએ, ફાર્મ બ્યુરો ફાઇનાન્સિયલ સર્વિસિસ, આઇએનજી (ING), માર્શ એફિનીટી ગ્રૂપ, મેટલાઇફ, પ્રિન્સિપલ ફાઇનાન્સિયલ ગ્રૂપ, પ્રિન્સિપલ કેપિટલ મેનેજમેન્ટ, વેલમાર્કબ્લ્યુ ક્રોસ એન્ડ બ્લ્યુ શીલ્ડ (જે અમેરિકન મેડિકલ એસોસિયેશન અનુસાર 2007માં રાજ્યના 71 આરોગ્ય વિમા પૂરા પાડતી હતી),[૯૦] વેલ્સ ફર્ગો અને વેલ્સ ફર્ગો ફાઇનાન્સિયલ સર્વિસિસનો સમાવેશ થાય છે. આયોવામાં છેલ્લા એક દાયકામાં બાયોટેકનોલોજીનો નાટ્યાત્મક ઢબે વિકાસ થયો છે, જેમાં બાયો-રીસર્ચ પ્રોડક્ટ્સ ઇન્ક, બોહરિંગર ઇન્ગેલ્હેઇમ, વેટમેડિકા, ડાયઓસિન્થ ઇન્ક, ફોર્ટ ડોજ એનિમલ હેલ્થ, પેનફોર્ડ પ્રોડક્ટ્સ કું, ઇન્ટેગ્રેટે ડીએનએ ટેકનોલોજીસ, રોશ અપ્લાઇડ સાયન્સ, વેકર બાયો કોર્પ અને વાઇથ સહિતની કંપનીઓનો સમાવેશ થાય છે.

ઇથેનોલના ઉત્પાદનમાં રાજ્યના લગભગ ત્રીજા ભાગના મકાઈ ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવે છે અને પુનઃપ્રાપ્ય ઇંધણો રાજ્યના સકલ ઘરેલુ ઉત્પાદમાં 8 ટકા હિસ્સો ધરાવે છે. 2009માં કુલ 39 ઇથેનોલ પ્લાન્ટે 3.1 અબજ ગેલન ઇંધણનું ઉત્પાદન કર્યું હતું.[૯૧] પવનચક્કીથી વિજ ઉત્પાદન 1990થી શરૂ કરીને તેની ક્ષમતા કરતાં પણ વધી જવાને કારણે પશ્ચિમ આયોવામાં ઇથેનોલ ઉપરાંત પુનઃપ્રાપ્ય ઊર્જા પણ મહત્વની આર્થિક શક્તિ બની ગઈ છે.[૧૦] 2008ની સ્થિતિએ, પવનઊર્જા કુલ ઊર્જા ઉત્પાદનમાં 15 ટકા અને રાજ્યની વિજ જરૂરીયાતમાં 7.1 ટકા હિસ્સો આપતી હતી, જેની સાથે આયોવા અમેરિકામાં બીજા નંબરનું પવનઊર્જા ઉત્પાદક રાજ્ય બની ગયું.[૯૨] આયોવામાં ટર્બાઇન અને તેના ભાગોના મુખ્ય ઉત્પાદકોમાં વેસ્ટ બ્રાન્ચની એસ્સિઓના એનર્જી, ન્યૂટનની ટીપીઆઇ (TPI) કોમ્પોઝીટ અને ફોર્ટ મેડિસનની સિમેન્સ એનર્જીનો સમાવેશ થાય છે.

આવકની દ્રષ્ટિએ ટોચની 1,000 કંપનીઓમાંથી પાંચ કંપનીઓનું વડુ મથક આયોવામાં આવેલું છે.[૯૩] જેમાં પ્રિન્સિપલ ફાઇનાન્સિયલ, રોકવેલ કોલિન્સ, કેસીઝ જનરલ સ્ટોર્સ, એચએનઆઇ અને ટેરા ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આયોવા હાય-વી, પેલ્લા કોર્પોરેશન, વર્મીર કંપની, કુમ એન્ડ કંપની ગેસ સ્ટેશન્સ, વોન મૌર, પાયોનિયર હાઇ-બ્રેડ, મેકલિઓડ યુએસએ અને ફેરવે ગ્રોસરી સ્ટોર્સનું પણ વડુ મથક છે.

કરવેરા

આયોવા લોકો, એસ્ટેટ્સ અને ટ્રસ્ટની ચોખ્ખી રાજ્ય આવક પર ટેક્સ લાદે છે. હાલમાં નવ આવકવેરા વિભાજન છે, જે 0.36 ટકાથી 8.98 ટકા સુધીના છે. રાજ્યનો વેચાણ વેરાનો દર 6 ટકા છે, જેમાં તૈયાર નહીં કરવામાં આવેલા ખોરાક પર કોઇ જ કર નથી.[૯૪] આયોવા એક સ્થાનિક વૈકલ્પિલ સેલ્સ ટેક્સ છે જે ચૂંટણી પછી કાઉન્ટીઓ દ્વારા લાદવામાં આવી શકે છે.[૯૫] પ્રોપર્ટી ટેક્સ વાસ્તવિક મિલકતના ટેક્સેબલ મૂલ્ય પર લાદવામાં આવે છે. આયોવામાં લગભગ 2,000 જેટલા કરવેરા સત્તાવાળા છે. મોટાભાગની મિલકતો પર એક કરતાં વધારે સત્તાવાળાઓ દ્વારા કર લાદવામાં આવે છે. દરેક વિસ્તારમાં કરવેરાના દર અલગ-અલગ હોય છે અને તેમાં કાઉન્ટી,સિટી અથવા ગ્રામ્ય ટાઉનશીપ, સ્કૂલ ડિસ્ટ્રીક્ટ અને સ્પેશિયલ કરનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. આયોવા તેના રહેવાસીઓને સ્થાનિક આવકવેરામાંથી સંઘીય આવકવેરો બાદ કરવાની સુવિધા આપે છે.[૯૬]

પરિવહન

ચિત્ર:Iowa license plate.gif
1996માં રજૂ થયેલી વર્તમાન રાજ્ય લાઇસન્સ પ્લેટની ડિઝાઇન

આંતરરાજ્ય હાઈવે

આયોવાના મુખ્ય આંતરરાજ્યો, મોટા શહેરો અને કાઉન્ટીઓ

આયોવા ચાર મુખ્ય આંતરરાજ્ય હાઇવે ધરાવે છે. આંતરરાજ્ય 29 રાજ્યની પશ્ચિમી સીએ કાઉન્સિલ બ્લફ્સ અને સિઓક્સ સિટી થઇને દોડે છે. આંતરરાજ્ય 35 રાજ્યની દક્ષિણી સરહદથી લઇને ઉત્તરી સરહદ સુધી દોડે છે અને ડસ મોઇન્સ સહિત રાજ્યના કેન્દ્રમાંથી પસાર થાય છે. આંતરરાજ્ય 74 ડેવનપોર્ટના ઉત્તર અને પૂર્વમાં આવેલા આંતરરાજ્ય 80થી શરૂ થાય છે. આંતરરાજ્ય 80 રાજ્યના પશ્ચિમ છેડાથી શરૂ થઇને પૂર્વ છેડા સુધી જાય છે અને કાઉન્સિલ બ્લફ્સ, ડસ મોઇન્સ, આયોવા સિટી, અને ક્વાડ સિટીઝમાંથી પસાર થાય છે. આંતરરાજ્ય 380 સહાયક આંતરરાજ્ય હાઇવે છે જે આયોવા સિટી નજીકથી આંતરરાજ્ય 80થી શરૂ થાય છે અને સિડર રેપિડ્ઝમાંથી પસાર થઇ ને વોટરલૂમાં પુરી થાય છે અને તે એવન્યૂ ઓફ ધ સેઇન્ટ્સ હાઇવેનો ભાગ છે.

નિર્ધારિત ઊડાન સાથે હવાઇમથકો

આયોવાને કેટલાક મુખ્ય હવાઇમથકો દ્વારા સેવા પુરી પડાય છે જેમાં સિડર રેપિડ્ઝમાં ડસ મોઇન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇસ્ટર્ન આયોવા એરપોર્ટ, મોલાઇન, ઇલિનોઇસમાં આવેલા ક્વાડ સિટી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઓમાહા, નેબ્રાસ્કામાં આવેલા એપલી એરફીલ્ડનો સમાવેશ થાય છે. રાજ્યના નાના એરપોર્ટમાં ડબ્યુક રિજનલ એરપોર્ટ, ફોર્ટ ડોજ રિજનલ એરપોર્ટ, મેસન સિટી મ્યુનિસિપલ એરપોર્ટ, સિઓક્સ ગેટવે એરપોર્ટ, સાઉથઇસ્ટ આયોવા રિજનલ એરપોર્ટ અને વોટરલૂ રિજનલ એરપોર્ટનો સમાવેશ થાય છે.

રેલમાર્ગ

એમટ્રેકની કેલિફોર્નિયા ઝેફર આયોવાના દક્ષિણ વિસ્તારોમાં સેવા આપે છે અને તે (સાન ફ્રાન્સિસ્કોથી શરૂ થઇને સમગ્ર અખાત પર) શિકાગો અને એમરીવિલે, કેલિફોર્નિયા વચ્ચેના દૈનિક રૂટ પર બર્લિંગ્ટન, માઉન્ટ પ્લેઝન્ટ, ઓટમ્વા, ઓસિયોલા અને ક્રેસ્ટન પર ઉભી રહે છે. બર્લિંગ્ટન અને ફોર્ટ મેડિસનને એમટ્રેકની સાઉથવેસ્ટ ચીફ દ્વારા પણ સેવા પુરી પડાય છે જે દરરોજ શિકાગો અને લોસ એન્જિલસ વચ્ચે દોડે છે.

કાયદો અને સરકાર

રિગિલ્ડિંગ બાદ 2003નું કેપિટલ
આયોવાના ગવર્નર, આયોવા જનરલ એસેમ્બ્લી અને આયોવાની રાજધાનીની યાદી જુઓ

હાલના ગવર્નર ચેટ કુલ્વર (ડી) છે.

રાજ્યના અન્ય ચૂંટાયેલા હોદ્દેદારો નીચે મુજબ છે.

  • પેટી જજ (ડી) – લેફ્ટનન્ટ ગવર્નર
  • માઇકલ મૌરો (ડી) – રાજ્ય સચિવ
  • ડેવિડ વૌડ્ટ (આર) – ઓડિટર ઓફ સ્ટેટ
  • માઇકલ ફિટ્ઝગેરાલ્ડ – (ડી) રાજ્ય ખજાનચી
  • બિલ નોર્ધી (આર) – કૃષિ સચિવ
  • ટોમ મિલર (ડી) – એટર્ની જનરલ

બે અમેરિકન સેનેટરઃ

  • ટોમ હાર્કિન (ડી)
  • ચક ગ્રેસલી (આર)

પાંચ યુએસ કોંગ્રેસમેનઃ

  • બ્રૂસ બ્રેલી (ડી) – ફર્સ્ટ ડિસ્ટ્રીક્ટ
  • ડેવ લોબસેક (ડી) – સેકન્ડ ડિસ્ટ્રીક્ટ
  • લીઓનાર્ડ બોઝવેલ (ડી) – થર્ડ ડિસ્ટ્રીક્ટ
  • ટોમ લેધમ (આર) – ફોર્થ ડિસ્ટ્રીક્ટ
  • સ્ટીવ કિંગ (આર) – ફિફ્થ ડિસ્ટ્રીક્ટ

આયોવાની સંહિતામાં આયોવા રાજ્યના સંવિધાનિક કાનૂનનો સમાવેશ થાય છે. તેમાં સમયાંતરે આયોવા લેજિસ્લેટિવ સર્વિસ બ્યુરો દ્વારા સુધારા કરવામાં આવે છે, જેમાં એકી વર્ષમાં નવા ઉમેરા અને બેકી વર્ષમાં વધારો પ્રકાશિત કરવામાં આવે છે.આયોવા આલ્કોહોલ મોનોપોલી અથવા આલ્કોહોલિક બેવરેજ કન્ટ્રોલ રાજ્ય છે.

રાજકીય પક્ષ

સેમ્યુઅલ જે. કર્કવૂડ, આયોવા રિપબ્લિકન પાર્ટીના સ્થાપક, ગુલામીપ્રથાના વિરોધી, અને આયોવાના આંતરવિગ્રહના ગવર્નર.

આયોવામાં "રાજકીય પક્ષ" એવા જ રાજકીય સંગઠનના સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવે છે જેને પ્રમુખ કે ગવર્નર માટે થયેલી "છેલ્લી સામાન્ય ચૂંટણી"માં કુલ મતદાનના બે કે તેથી વધારે ટકા મત મેળવ્યા હોય.[૯૭] આયોવામાં બે રાજકીય પક્ષોને માન્યતા પ્રાપ્ત થયેલી છે – રીપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટીક પાર્ટી. ત્રીજા પક્ષો જેને સત્તાવાર રીતે અપક્ષ રાજકીય સંગઠનો તરીકે ઓળખવામાં આવે છે તેના નામ મતપત્રક પર હોઈ શકે છે – આયોવામાં 2004થી જુદા-જુદા હોદ્દા માટે પાંચ આ પ્રકારના પક્ષોના ઉમેદવારોના નામ મતપત્રક પર જોવા મળ્યા છેઃ કન્સ્ટિટ્યુશન પાર્ટી, આયોવા ગ્રીન પાર્ટી, લિબર્ટેરીયન પાર્ટી, યુનાઇટેડ સ્ટેટ્સ પીરાટ્સ પાર્ટી અને સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટી.[૯૮][૯૯]

મતદારોનું વલણ

રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો
વર્ષરિપબ્લિકનડેમોક્રેટિક
200844.74% 677,50854.04% 818,240
200449.92% 751,95749.28% 741,898
200048.22% 634,37348.60% 638,517
199639.92% 492,64450.31% 620,258
199237.33% 504,89043.35% 586,353
198844.8% 545,35555.1% 670,557
198453.32% 703,08845.97% 605,620

આયોવા હાલમાં રાષ્ટ્રીય રાજકારણમાં સ્વિંગ સ્ટેટ તરીકે નોંધાયેલું છે. તાજેતરની ચૂંટણીનું વિશ્લેષણ કરીને આયોવાને ડી (D)+1નો સ્કોર આપનારા કૂક પાર્ટીસન વોટીંગ ઇન્ડેક્સ પ્રમાણે, હાલમાં રાજ્યનો ઝુકાવ થોડો ડેમોક્રેટીક પાર્ટી તરફનો છે. જો કે, રાજકીય ઝુકાવની બાબતમાં સમગ્ર રાજ્યમાં સમાનતા જોવા મળતી નથી, કૂકને જણાયું કે આયોવાના પાંચ રાજકીય વિસ્તારોનો રાજકીય દિશાસૂચનમાં સમાવેશ થાય છે. આયોવાનો બીજો કોંગ્રેસેશનલ જિલ્લો, રાજ્યનો દક્ષિણ/દક્ષિણપૂર્વ ભાગ, ડી (D)+7 સ્કોર સાથે મજબૂત રીતે ડેમોક્રેટીક પાર્ટી તરફ ઝુકેલો જણાય છે, પરંતુ આયોવાનો પાંચમો કોંગ્રેસેશનલ જિલ્લો, મોટાભાગના પશ્ચિમ આયોવાના વિસ્તારને આવરી લેતો ભાગ, આર (R)+9 સ્કોર સાથે મજબૂત રીતે રીપબ્લિકન પાર્ટી તરફ ઝુકેલો છે.

1968થી 1984 સુધીની પ્રમુખપદ માટેની ચૂંટણીમાં આયોવાએ રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને 1998થી 2000માં કેમોક્રેટ ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું, પછીની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર માત્ર 4,000થી થોડા વધારે મતથી વિજયી બન્યા હતા. 2004ની ચૂંટણીમાં, આયોવાએ જ્યોર્જ ડબલ્યુ બુશને 10,000 મતની સરસાઈ આપી હતી, પરંતુ 2008માં બરાક ઓબામા 150,000 મતની જંગી બહુમતિથી વિજયી બન્યા હતા.2006ની યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવના આયોવા પ્રતિનિધિમંડળની ચૂંટણીમાં આયોવા ડેમોક્રેટ્સે બે બેઠક મેળવી હતી અને ડેમોક્રેટ્સે આયોવા જનરલ એસેમ્બલીના બંને ગૃહમાં બહુમતિ મેળવી હતી.

પ્રમુખપદ માટે પક્ષસંગઠન બેઠક

દર ચાર વર્ષે રાજ્ય મહત્વપૂર્ણ રીતે આકર્ષણનું કેન્દ્ર બને છે કારણ કે પ્રમુખની ચૂંટણી માટેની રાજકીય પક્ષોની સંગઠનની પ્રથમ બેઠક આયોવામાં યોજવામાં આવે છે, જેમાં રાજ્યસ્તરની મિટિંગ માટેના પ્રતિનિધિઓની ચૂંટણી કરવા માટે મતદારોને એકત્ર કરવામાં આવે છે. પછીના સપ્તાહે ન્યૂ હેમ્પશાયર પ્રાઇમરીની સાથે આયોવાની પક્ષસંગઠનની બેઠકથી પ્રમુખ માટેની ચૂંટણીમાં બે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારની પસંદગીનો પ્રારંભ થાય છે. ચૂંટણી વર્ષના જાન્યુઆરી મહિનામાં યોજવામાં આવતી પક્ષસંગઠનની બેઠકમાં પ્રાથમિક ચૂંટણીની માફક ગુપ્ત મતદાન કરવાને બદલે ઘર કે જાહેર સ્થળે એકત્ર થઈને તેમના ઉમેદવારની પસંદગી કરે છે. રાષ્ટ્રીય સ્તરના ઉમેદવારની પસંદગીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મિડિયા આયોવા (અને ન્યૂ હેમ્પશાયર)ને ખૂબ જ મહત્વ આપે છે, જેનો આયોવાના મતદારોને ખૂબ જ લાભ મળે છે. જે ઉમેદવારો પક્ષસંગઠનની બેઠકની હોડમાં ઉતરે છે તેમને આયોવાની 99 કાઉન્ટીઝમાં મતદારો સુધી પહોંચવા માટે ખૂબ જ પ્રયત્નો કરવા પડે છે.

નાગરિક અધિકારો

યુનિયન બ્લોક બિલ્ડિંગ, માઉન્ટ પ્લેઝન્ટ, પ્રારંભિક નાગરિક અધિકાર અને મહિલા હકની પ્રવૃત્તિઓનું દૃશ્ય.આયોવાના સૌથી વધુ જોખમમાં મુકાયેલા સ્થળો પૈકીનું એક સ્થળ તરીકે લિસ્ટ થયેલું.[૧૦૦]

19મી સદીમાં આયોવા એવા પ્રથમ રાજ્યોમાં સ્થાન ધરાવતું હતું જેને વંશીય ભેદભાવ સામે, ખાસ કરીને શિક્ષણમાં, પ્રતિબંધ લગાવ્યો હતો પરંતુ 20મી સદીમાં તેને સંપૂર્ણ રીતે અમલ કરવામાં ખૂબ જ ધીમું રહ્યું હતું. આયોવા સુપ્રીમ કોર્ટના પ્રથમ નિર્ણયમાં – જુલાઇ 1939માં નક્કી કરવામાં આવેલા ઇન રી ધ મેટર ઓફ રાલ્ફ [૧૦૧] – કોર્ટે તેના ગુલામીને નકારી કાઢી હતી જેના કારણે રાલ્ફ નામનો ગુલામ આયોવાની ધરતી પર પ્રવેશ્યો ત્યારે, આંતરવિગ્રહની સમાપ્તિના 26 વર્ષ પહેલાં, મુક્ત બન્યો હતો.[૧૦૨] અમેરિકન સુપ્રીમ કોર્ટે મિસેજિનેશન સ્ટેચ્યુટ્સ પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો તેના 100 કરતાં વધારે વર્ષ પહેલાં રાજ્યએ 1851માં લગ્ન આડેના વંશીય અવરોધોને દૂર કરી દીધા હતા.[૧૦૩] બ્રાઉન વિ. બોર્ડ ઓફ એજ્યુકેશન ના કેસનો ચુકાદો આવ્યો તેના લગભગ 85 વર્ષ પહેલાં, 1868માં આયોવા સુપ્રીમ કોર્ટે ક્લાર્ક વિ. ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ [૧૦૪]ના કેસમાં ચૂકાદો આપ્યો કે વંશીય ભેદભાવને આધારે અલગ પરંતુ સમાન શાળાઓને આયોવામાં સ્થાન નથી.[૧૦૨] 1875 સુધીમાં કોર્ટના વધારાના અનેક ચુકાદાઓએ આયોવાની શાળાઓમાંથી વિભાજનને અસરકારક રીતે દૂર કરી દીધું.[૧૦૫] રાજ્યની યુનિવર્સિટીઓમાં શ્યામ લોકો તરફનો સામાજિક અને રહેણાંક સંબંધી ભેદભાવ 1950 સુધી ચાલુ રહ્યો.[૧૦૬] 1873માં કોર્ટે કોગર વિ. ધ નોર્થ વેસ્ટર્ન યુનિયન પેકેટ કંપની [૧૦૭]ના કેસમાં જાહેર રહેણાંકના સંદર્ભમાં વંશીય ભેદભાવની વિરુદ્ધ ચુકાદો આપ્યો, અમેરિકન સુપ્રીમ કોર્ટે આ સમાન નિર્ણય કર્યો તેના 91 વર્ષ પહેલાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો.[૧૦૨] 1884માં આયોવા નાગરીક અધિકાર કાયદાએ વ્યવસાય વંશીય ભેદભાવને દૂર કરતાં જણાવ્યું કે, "આ રાજ્યમાં તમામ લોકોને ઇન્સ, રેસ્ટોરાં, ચોપહાઉસીસ, ઇટીંગ હાઉસીસ, લન્ચ કાઉન્ટર્સ અને નાસ્તો પીરસવામાં આવતો હોય તેવા અન્ય તમામ સ્થળો, જાહેર સગવડો, હજામની દુકાનો, બાથહાઉસીસ, થીયેટર્સ અને મનોરંજનના અન્ય સ્થળોએ રહેણાંક, લાભો, સુવિધાઓ અને વિશેષાધિકારો સંપૂર્ણ રીતે અને સમાન રીતે ભોગવવાનો અધિકાર છે." જો કે, કોર્ટે આ કાયદાનો અમલ સંકુચિત રીતે કરવાનું પસંદ કરતાં વાસ્તવિક રીતે આ ભેદભાવ ચાલુ રહ્યો.[૧૦૮] જાહેર વ્યવસાયના સ્થળોએ વંશીય ભેદભાવને 1949 સુધી ગેરકાનૂની જાહેર કરવામાં ન આવ્યો, જ્યારે સ્ટેટ ઓફ આયોવા વિ. કેટ્ઝ ના કેસમાં કોર્ટે ચૂકાદો આપ્યો કે વ્યવસાયોએ ગ્રાહકોને વંશીયતાને ધ્યાનમાં રાખ્યા સિવાય સેવા આપવી જોઇએ, આ કેસનો પ્રારંભ ત્યારે થયો જ્યારે ડસ મોઇન્સની દવાની દુકાને એડના ગ્રિફિનને સેવા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો.[૧૦૯] સંપૂર્ણ વંશીય નાગરિક અધિકારોને 1965ના આયોવા નાગરિક અધિકાર કાનૂનમાં સમાવી લેવામાં આવ્યા.[૧૧૦]

વંશીય સમાનતાની જેમ જ મહિલાઓના અધિકારની બાબતમાં પણ આયોવા 19મી સદીના મધ્યમાં અગ્રણી રહ્યું હતું, પરંતુ મહિલાઓને મતદાનનો અધિકાર આપવામાં ધીમું રહ્યું હતું. 1847માં યુનિવર્સિટી ઓફ આયોવા અમેરિકાની પ્રથમ જાહેર યુનિવર્સિટી બની જેણે પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે પ્રવેશ આપ્યો.[૧૧૧] આયોવામાં મહિલાઓને વકિલાત કરવા સામે પ્રતિબંધ ન હોવો જોઇએ એવા કોર્ટના ચૂકાદા અને એરેબેલા એ મેન્સફિલ્ડને વકિલાત કરવાની છૂટ આપવા સાથે 1869માં આયોવા સંઘમાં એવું પ્રથમ રાજ્ય બન્યું જેણે મહિલાઓને વકિલાત કરવાની મંજૂરી આપી.[૧૦૨]મહિલાઓને મતદાનની સંપૂર્ણ અધિકાર આપવાના અનેક પ્રયાસોને 1870થી 1919 વચ્ચે અનેક વખત મહાત આપવામાં આવી. 1894માં મહિલાઓને આંશિક મતદાન અધિકાર આપવામાં આવ્યો જેમાં મહિલાઓ મુદ્દાઓ પર મતદાન કરી શકતી પરંતુ ઉમેદવારને નહીં. અમેરિકન સંવિધાનમાં 1980માં ઓગણીસમો સુધારો કરવામાં ન આવ્યો ત્યાં સુધી આયોવામાં મહિલાઓને સંપૂર્ણ મતાધિકાર ન મળ્યો.[૧૧૨]આયોવાએ ફેડરલ ઇક્વલ રાઇટ્સ એમેન્ડમેન્ટ (સંઘીય સમાન અધિકાર સુધારા)ને 1980માં ટેકો આપ્યો હોવા છતાં 1992માં આયોવાના મતદારોએ રાજ્ય બંધારણમાં સમાન અધિકાર સુધારાને ફગાવી દીધો.[૧૧૩]

નાગરિક અધિકાર યુગના પછીના કોર્ટના નિર્ણયોએ આયોવામાં નાગરીક અધિકારોની સ્પષ્ટતા કરવા સાથે તેનું વિસ્તરણ કર્યું. સિમાચિહ્ન બનેલા અમેરિક સુપ્રીમ કોર્ટ કેસ ટીંકર વિ. ડસ મોઇન્સ (1969)એ વિદ્યાર્થીઓના રાજકીય મતને વ્યક્ત કરવાના અધિકારને પુષ્ટી આપી. એપ્રિલ 2, 2009ના રોજ સુપ્રીમ કોર્ટે વર્નમ વિ. બ્રેઇન [૧૧૪] કેસમાં સર્વસંમતિથી ચૂકાદો આપતાં જણાવ્યું કે[૧૧૫] સમલિંગી લગ્ન પર પ્રતિબંધ લગાવતો રાજ્યનો કાયદો ગેરબંધારણીય છે. આ ચૂકાદાને કારણે આયોવા સમલિંગી લગ્નોને માન્યતા આપતું અમેરિકાનું ત્રીજું અને મધ્યપશ્ચિમનું પ્રથમ રાજ્ય બન્યું.[૧૧૬][૧૧૭]

ભાગીદાર રાજ્યો

આયોવા સત્તાવાર સાત ભાગીદાર રાજ્યો ધરાવે છે:[૧૧૮]

  • હીબે પ્રોવિન્સ, ચીનનું લોકગણરાજ્ય(1983)
  • સ્ટાવ્રોપોલ ક્રાઇ, રશિયા (1989)
  • તાઇવાન, ચીનનું ગણરાજ્ય (1989)
  • તેરંગગાનુ, મલેશિયા (1987)
  • વિનટો રિજન, ઇટલી (1997)
  • યમનાશી પર્ફેક્ચર, જાપાન (1960)
  • યુકાટાન, મેક્સિકો (1964)

શિક્ષણ

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ

હાઇસ્કૂલ સિનીયર્સ માટે સ્નાતકનો દર 2006માં વધીને 90.8% થયો હતો.[૧૧૯] રાજ્ય દેશમાં ત્રીજા ક્રમનો મહત્તમ સ્નાતક દર ધરાવે છે.[૧૨૦] આયોવા એક્ટ (ACT) અને સેટ (SAT) સ્કોરમાં ટોચના ત્રણમાં સતત સ્થાન મેળવે છે. 2008માં આયોવા દેશમાં વિદ્યાર્થી દીઠ સરેરાશ સેટ (SAT) સ્કોર મેળવવામાં ટોચ પર હતું અને વિદ્યાર્થી દીઠ સરેરારાશ એક્ટ (ACT) સ્કોર મેળવવામાં ટોચના બીજા ક્રમે હતું.[૧૨૧] આયોવા 365 શાળા જિલ્લા ધરાવે છે, અને તે શિક્ષક દીઠ 13.8 વિદ્યાર્થી સાથે વિદ્યાર્થી અને શિક્ષણ વચ્ચેનો બારમા ક્રમનો શ્રેષ્ઠ ગુણોત્તર ધરાવે છે.[૧૨૨] જો કે શિક્ષકનો પગાર $39,284 સાથે સરેરાશ પગારમાં બેતાલીસમાં ક્રમે છે.[૧૨૨]

આયોવા સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશન રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને વ્યવસ્થાપન, દેખરેખ અને સહાય પુરા પાડવા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સાથે કામ કરે છે. રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં તમામ જાહેર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, રાજ્યની માન્યતા ધરાવતી ખાનગી શાળાઓ, ક્ષેત્રીય શિક્ષણ એજન્સીઓ, સામુદાયિક કોલેજો અને શિક્ષક તાલીમ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સ્ટેટ બોર્ડ દસ સભ્યનું બનેલું છેઃ મતાધિકાર ધરાવતા નવ સભ્યોની નિમણૂક, સેનેટની પુષ્ટિને આધિન, ગવર્નર દ્વારા છ વર્ષની મુદત માટે કરવામાં આવે છે. મત કરવાનો અધિકાર ન ધરાવતા એક સભ્યની નિમણૂક પણ ગવર્નર દ્વારા એક વર્ષની મુદત માટે કરવામાં આવે છે.

કોલેજો અને યુનિવર્સિટીઓ

ચિત્ર:Fountain of Four Seasons.jpg
એમ્સમાં આવેલી આયોવા સ્ટેટ યુનિવર્સિટી ખાતે ફોર સીઝન્સ એન્ડ કેમ્પેનિલેનો ફુવારો

આયોવા બોર્ડ ઓફ રિજન્ટ્સ નવ નાગરિક સ્વયંસેવકોનું બનેલું હોય છે અને રાજ્યની જાહેર યુનિવર્સિટીઓ, બે સ્પેશિયલ કે-12 (K-12) શાળાઓ અને સંલગ્ન સેન્ટરોને નીતિઘડતર, સંકલન અને વ્યવસ્થાપન પુરા પાડવા તેમની નિમણૂક ગવર્નર દ્વારા કરવામાં આવે છે.

આયોવાની ત્રણ જાહેર યુનિવર્સિટીઓ નીચે મુજબ છે:

  • આયોવા સ્ટેટ યુનિવર્સિટી, એમ્સ
  • યુનિવર્સિટી ઓફ આયોવા, આયોવા સિટી
  • યુનિવર્સિટી ઓફ નોર્થર્ન આયોવા, સિડર ફોલ્સ

સ્પેશિયલ કે-12 (K-12) શાળાઓમાં કાઉન્સિલ બ્લફ્સમાં આવેલી આયોવા સ્કૂલ ફોર ધ ડેફ અને વિન્ટનમાં આવેલી આયોવા બ્રેઇલ એન્ડ સાઇટ સેવિંગ સ્કૂલનો સમાવેશ થાય છે. આયોવા સ્ટેટ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ આયોવા બંને મુખ્ય સંશોધન સંસ્થાઓ છે અને પ્રતિષ્ઠિત એસોસિયેશન ઓફ અમેરિકન યુનિવર્સિટીઝની સભ્યો છે. ત્રણ જાહેર યુનિવર્સિટીઓ ઉપરાંત આયોવા ઘણી ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ ધરાવે છે.

ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ નીચે મુજબનો સમાવેશ થાય છે:

  • બેના વિસ્ટા યુનિવર્સિટી, સ્ટોર્મ લેક
  • ક્લાર્ક કોલેજ, ડબ્યુક
  • ડસ મોઇન્સ યુનિવર્સિટી, ડસ મોઇન્સ
  • ડિવાઇન વર્ડ કોલેજ, એપવર્થ
  • ડ્રેક યુનિવર્સિટી, ડસ મોઇન્સ
  • ઇમોસ બાઇલબલ કોલેજ, ડબ્યુક
  • ફેઇથ બાપ્ટિસ્ટ બાઇબલ કોલેજ એન્ડ ટેકનોલોજીકલ સેમિનરી, એન્કની
  • ગ્રેસલેન્ડ યુનિવર્સિટી, લેમોની
  • આયોવા વેસ્લીયન કોલેજ, માઉન્ટ પ્લેઝન્ટ
  • કેપલાન યુનિવર્સિટી, સિડર ફોલ્સ, સિડર રેપિડ્ઝ, કાઉન્સિલ બ્લફ્સ, ડેવનપોર્ટ, મેસન સિટી, અને અર્બનડેલ
  • મહાઋષિ યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ, ફેરફીલ્ડ
  • પામર કોલેજ ઓફ ચિરોપ્રેક્ટિક, ડેવનપોર્ટ
  • સેઇન્ટ એમ્બ્રોઝ યુનિવર્સિટી, ડેવનપોર્ટ
  • યુનિવર્સિટી ઓફ ડબ્યુક, ડબ્યુક
  • અપર આયોવા યુનિવર્સિટી, ફાયટ
  • વોલ્ડોર્ફ કોલેજ, ફોરેસ્ટ સિટી
  • વિલિયમ પેન યુનિવર્સિટી, ઓસ્કાલૂસા

ખાનગી મુક્ત આર્ટ્સ કોલેજોમાં નીચે મુજબની કોલેજોનો સમાવેશ થાય છે:

  • એશફોર્ડ યુનિવર્સિટી, ક્લિન્ટન
  • બ્રાયર ક્લિફ યુનિવર્સિટી, સિઓક્સ સિટી
  • સેન્ટ્રલ કોલેજ, પેલ્લા
  • કોઇ કોલેજ, સિડર રેપિડ્ઝ
  • કોર્નેલ કોલેજ, માઉન્ટ વર્નોન
  • ડોર્ડ્ટ કોલેજ, સિઓક્સ સેન્ટર
  • ગ્રાન્ડ વ્યૂ યુનિવર્સિટી, ડસ મોઇન્સ
  • ગ્રિનેલ કોલેજ, ગ્રિનેલ
  • લોરાસ કોલેજ, ડબ્યુક
  • લ્યુથર કોલેજ, ડેકોરાહ
  • મોર્નિંગસાઇડ કોલેજ, સિઓક્સ સિટી
  • માઉન્ટ મર્સી કોલેજ, સિડર રેપિડ્ઝ
  • નોર્થવેસ્ટર્ન કોલેજ, ઓરેન્જ સિટી
  • સિમ્પ્સન કોલેજ, ઇન્ડિયાનોલા
  • વોર્ટબર્ગ કોલેજ, વેવરસી

રમતગમત

આયોવા બેઝબોલ, બાસ્કેટબોલ, હોકી, ફૂટબોલ અને સોકરમાં પ્રોફેશનલ સ્પોર્ટ્સ ટીમ ધરાવે છે. રાજ્ય ચાર મુખ્ય કોલેજ ટીમ્સ ધરાવે છે જે તમામ રમતગમતમાં ડિવિઝન Iમાં રમે છે. ફૂટબોલમાં આયોવા સ્ટેટ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ આયોવા ફૂટબોલ બાઉલ સબડિવિઝન (એફબીએસ) (FBS)માં સ્પર્ધા કરે છે. જ્યારે યુનિવર્સિટી ઓફ નોર્થર્ન આયોવા અને ડ્રેક યુનિવર્સિટી ફૂટબોલ ચેમ્પિયનશિપ સબડિવિઝન (એફસીએસ)(FCS)માં ભાગ લે છે.

બેઝબોલ

મોડર્ન વૂડમેન પાર્ક ક્વાડ સિટીઝ રિવર બેન્ડિટ્સ બેઝબોલ ટીમનું મૂળ છે.

આયોવા મિડવેસ્ટ લીગમાં ચાર ક્લાસ A માઇનોર લીગ ટીમ ધરાવે છે. તેમાં બર્લિંગ્ટન બીસ, સિડર રેપિડ્ઝ કર્નેલ્સ, ક્લિન્ટન લમ્બરકિંગ્સ, અને ક્વાડ સિટીઝ રિવર બેન્ડિટ્સનો સમાવેશ થાય છે. સિઓક્સ સિટી એક્સપ્લોરર્સ અમેરિકન એસોસિયેશન ઓફ ઇનડિપેન્ડન્ટ પ્રોફેશનલ બેઝબોલના ભાગ છે. વોટરલૂ બક્સ નોર્થવૂડ્ઝ લીગમાં રમે છે. ડસ મોઇન્સ આયોવા કબ્સનું ઘર છે, જે પેસિફિક કોસ્ટ લીગની ક્લાસ AAA ટીમ છે.

ફૂટબોલ

સિઓક્સ સિટી બેન્ડિટ્સ યુનાઇટેડ ઇનડોર ફૂટબોલ લીગમાં ઇનડોર ફૂટબોલ ટીમ છે. આયોવા બ્રાન્સ્ટોર્મર અરેના ફૂટબોલ લીગમાં રમે છે. તેઓ વેલ્સ ફાર્ગો અરેના ખાતે તેમની મૂળ રમતો રમે છે.

હોકી

ક્વાડ સિટી મલાર્ડ્સ રમત મોલાઇન, ઇલિનોઇસમાં રમાય છે અને તે ઇન્ટરનેશનલ હોકી લીગનો ભાગ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ હોકી લીગ આયોવામાં ચાર ટીમ ધરાવે છે જેમાં સિડર રેપિડ્ઝ રફરાઇડર્સ, સિઓક્સ સિટી મસ્કેટીયર્સ, વોટરલૂ બ્લેક હોક્સ, અને ડસ મોઇન્સ બ્યુકેનીયર્સનો સમાવેશ થાય છે. ઓમાહા લાન્સર્સ અગાઉ 2002 થી 2009 સુધી કાઉન્સિલ બ્લફ્સમાં રમતા હતા પરંતુ ત્યાર બાદ તેઓ ઓમાહા, નેબ્રાસ્કામાં પાછા ફર્યા છે. નોર્થ આયોવા આઉટલોઝ મેસન સિટીમાં નોર્થ અમેરિકન હોકી લીગમાં રમે છે.ક્વાડ સિટી જુનિયર ફ્લેમ્સ ત્રીજી શ્રેણીની જુનિયર A હોકી ટીમ છે જે ડેવનપોર્ટ, આયોવામાં આવેલી છે અને સેન્ટ્રલ સ્ટેટ્સ હોકી લીગનો ભાગ છે.

બાસ્કેટબોલ

આયોવા બે વ્યાવસાયિક બાસ્કેટબોલ ટીમ ધરાવે છે. આયોવા એનર્જી, એક એનબીએ (NBA) ડેવલપમેન્ટ લીગ ટીમ છે જે ડસ મોઇન્સમાં રમે છે અને શિકાગો બુલ્સ અને એનબીએ (NBA)ની ફિનિક્સ સન્સ સાથે જોડાયેલી છે. પ્રિમીયર બાસ્કેટબોલ લીગની ક્વાડ સિટીઝ રિવરહોક્સ ડેવનપોર્ટ સ્થિત છે પરંતુ મોલાઇન, ઇલિનોઇસમાં વોર્ટન ફીલ્ડ હાઉસ ખાતે રમે છે.

સોકર (ફૂટબોલ)

ડસ મોઇન્સ મેનિસ વેસ્ટ ડસ મોઇન્સમાં વેલી સ્ટેડિયમ ખાતે તેમની મૂળ રમતો રમે છે.

કોલેજ

રાજ્ય ચાર એનસીએએ (NCAA) ડિવઝન I કોલેજ ટીમ ધરાવે છે જેમાં એનસીએએ એફબીએસ (NCAA FBS)માં, બિગ 12 કોન્ફરન્સની આયોવા સ્ટેટ યુનિવર્સિટી સાયક્લોન્સ અને બિગ ટેન કોન્ફરન્સની યુનિવર્સિટી ઓફ આયોવા હોકઆઇઝનો સમાવેશ થાય છે જ્યારે એનસીએએ એફસીએસ (NCAA FCS)માં મિઝોરી વેલી કોન્ફરન્સની યુનિવર્સિટી ઓફ નોર્થર્ન આયોવા પેન્થર્સ અને મિઝોરી ફવેલી ફૂટબોલ કોન્ફરન્સ (સમાન નામ હોવા છતાં કોન્ફરન્સિસ એકબીજાથી અલગ છે) અને મિઝોરી વેલી કોન્ફરન્સ ડ્રેક યુનિવર્સિટી બુલડોગ અને ફૂટ બોલ માટે પાયોનીયર લીગનો સમાવેશ થાય છે.

પ્રતિષ્ઠિત આયોવાવાસીઓ

પ્રમુખ હર્બર્ટ હૂવર.
ઉપપ્રમુખ હેન્રી વેલેસ

આયોવા અમેરિકન પ્રમુખ હર્બર્ટ હૂવર, ઉપપ્રમુખ હેન્રી એ. વેલેસ, અને બે પ્રથમ મહિલા, લુ હેન્રી હૂવર અને મામી ઇસેનહેવર. આયોવામાં રહી ચુકેલા અન્ય નેતાઓમાં પ્રમુખ રોનાલ્ડ રેગન, જોહન એલ લેવિસ, હેરી હોપ્કિન્સ, કેરી ચેપમેન કેટ, જેફરસન ડેવિસ, ચીફ બ્લેક હોક, અને જોહન બ્રાઉનનો સમાવેશ થાય છે.

પાંચ નોબલ પારિતોષક વિજેતા આયોવાના છે જેમાં નોબલ શાંતિ પારિતોષક વિજેતા નોર્મેન બોર્લોગ; રસાયણશાસ્ત્રમાં નોબલ પારિતોષક વિજેતા થોમસ કેચ; અન્ય રસાયણશાસ્ત્રમાં નોબલ પારિતોષક વિજેતા અલાન જે હીગર; નોબલ શાંતિ પારિતોષક વિજેતા જોહન મોટ અને ફિઝોયોલોજી અથવા મેડિસિનમાં નોબલ પારિતોષક વિજેતા સ્ટેનલી બી. પ્રુઝિનરનો સમાવેશ થાય છે. આયોવામાં રહીને કામ કરનાર અથવા આયોવામાં જન્મ લેનાર અન્ય વૈજ્ઞાનિકોમાં અવકાશ પ્રણેતા જેમ્સ એ. વાન એલેન, ઇકોલોજિસ્ટ એલ્ડો લિયોપોલ્ડ, કમ્પ્યુટર પ્રણેતા જોહન વિન્સેન્ટ એટાનાસોફ, સંશોધક અને છોડ વૈજ્ઞાનિક જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર, જીયોકેમિસ્ટ ક્લેર કેમરોન પેટરસન, અને ઇન્ટેલ (Intel)ના સ્થાપક રોબર્ટ નોઇસેનો સમાવેશ થાય છે. આયોવામા જન્મેલા જાણીતા લેખક, કલાકાર અને પત્રકારોમાં બિલ બ્રાયસન, જ્યોર્જ ગોલપ, સુસાન ગ્લાસપેલ, હેરી રીઝનર, ફિલ સ્ટોન્ગ, અને ગ્રાન્ટ વૂડનો સમાવેશ થાય છે. આયોવાના મનોરંજન કલાકારોમાં ટોમ આર્નોલ્ડ, બિક્સ બીડરબેક, જોહની કાર્સન, બફેલો બિલ કોડી, સાઇમોન એસ્ટીસ, વિલિયમ્સ ફ્રોલે, એશ્ટન કચર, ક્લોરિસ લીચમેન, ગ્લેન મિલર, કેટ મલગ્રૂ, ડોના રીડ, બ્રાન્ડન રૂથ, તીયોની વોટ્કિન્સ, જોન વેન, એન્ડી વિલિયમ્સ, મેરિડિથ વિલ્સન, અને એલિજાહ વૂડનો સમાવેશ થાય છે. આયોવાના પ્રખ્યાત રમતવીરોમાં કેપ એન્સન, ડલ્લાસ ક્લાર્ક, બોબ ફેલર, ડાન ગેબલ, ફ્રાન્ક ગોચ, શોન જોહનસન, ચાક જોહનસન, લોલો જોન્સ, અને કુર્ટ વોર્નરનો સમાવેશ થાય છે.

રાજ્યના ચિન્હો

ઇસ્ટર્ન ગોલ્ડફિન્ચ, આયોવાનું રાષ્ટ્રીય પક્ષી
  • હુલામણું નામ: હોકઆઇ સ્ટેટ[૧૨૩][૧૨૪]
  • પક્ષી: ઇસ્ટર્ન ગોલ્ડફિન્ચ[૧૨૫]
  • પુષ્પ: જંગલી ગુલાબ[૧૨૫]
  • ઘાસઃ બ્લ્યુબન્ચ વ્હીટગ્રાસ[૧૨૬]
  • વૃક્ષઃ ઓક[૧૨૫]
  • ઉદેસ: "અમારી આઝાદીનું અમને મૂલ્ય છે અને અમારા હકો અમે જાળવીશું"[૧૨૫]
  • ખડકઃ જીયોડ[૧૨૫]

નોંધો

સંદર્ભો

http://www.worldatlas.com/webimage/countrys/namerica/usસ્ટેટ્સ/iafamous.htm[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

Iowa વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
🔥 Top keywords: