ઈટલીનો રાષ્ટ્રધ્વજ

ઈટલીનો રાષ્ટ્રધ્વજ લીલો, સફેદ અને લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા ધરાવે છે. તે ઈટલીમાં ''ઈલ ટ્રિકલરે'' ના હુલામણા નામે ઓળખાય છે. લીલો રંગ ધ્વજદંડ તરફ રાખવામાં આવે છે. ધ્વજનું હાલનું સ્વરૂપ ૧૯ જૂન ૧૯૪૬થી વપરાશમાં છે અને તેને સત્તાવાર રીતે ૧ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ અપનાવાયો હતો.[૧]

ઈટલી
નામઇલ ટ્રિકલરે
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોજાન્યુઆરી ૧, ૧૯૪૮
રચનાલીલો, સફેદ અને લાલ રંગના ત્રણ ઉભા પટ્ટા

ધ્વજના રંગોની સર્વમાન્ય ભાવના પ્રમાણે લીલો રંગ રાષ્ટ્રના મેદાનો અને પહાડોનું, સફેદ બરફાચ્છાદિત આલ્પ્સ પર્વતમાળાનું અને લાલ રંગ ઈટલીના સ્વતંત્રતા સંગ્રામમાં વહેલા રક્તનું પ્રતિનિધિત્વ કરે છે. વધુ ધાર્મિક અર્થઘટન અનુસાર લીલો રંગા આશાનું, સફેદ રંગ શ્રદ્ધાનું અને લાલ રંગ બલિદાન અને ત્યાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ ત્રણ ધાર્મિક સદગુણો દર્શાવે છે.[૨]

ધ્વજની સર્વમાન્ય આકાર ૨:૩ છે અને યુદ્ધ ધ્વજ નો ૧:૧ છે.

સરખામણી

ઈટાલિઅન અને મેક્સિકન ધ્વજની સરખામણી

મેક્સિકો અને ઈટલીના રાષ્ટ્રધ્વજ ઉપરછલ્લી રીતે સરખા લાગે છે પરંતુ તેમના આકારમાં ફરક છે. ઈટલી ૨:૩ નો આકાર ધરાવે છે જ્યારે મેક્સિકોનો રાષ્ટ્રધ્વજ ૪:૭નો ધરાવે છે. તેમના રંગોમાં ઈટલીનો ધ્વજ લીલા અને લાલ રંગને આછા વાપરે છે.

ઈટલીનો રાષ્ટ્રધ્વજ આયરેલેંડનું ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ સાથે સરખો દેખાય છે. ફક્ત રંગ લાલને બદલે કેસરી છે પરંતુ તે લાલની જેવો દેખાય છે અને તેના આકારમાં પણ ફરક છે. આઇવરી કોસ્ટનો રાષ્ટ્રધ્વજ ઈટલી થી તદ્દન ઉલટો છે. હંગેરીનો રાષ્ટ્રધ્વજ પણ સરખા રંગો ધરાવે છે પરંતુ તેમાં આડા પટ્ટા ધરાવે છે.[૩]

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: