ઍરોસ્મિથ

ઍરોસ્મિથ એ એક અમેરિકી હાર્ડ રોક બૅન્ડ છે, જેને કયારેક "ધ બેડ બોય્ઝ ફ્રોમ બોસ્ટન (બોસ્ટનના બગડેલા છોકરાઓ)"[૩] અને "અમેરિકાનું સૌથી મોટું રોક ઍન્ડ રોલ બૅન્ડ" પણ કહેવામાં આવે છે.[૪][૫][૬][૭] બ્લ્યૂઝ-આધારિત હાર્ડ રોકનાં મૂળિયાં ધરાવતી તેમની શૈલી,[૮][૯] પોપ,[૧૦] હેવી મેટલ,[૮] અને લય/તાલ અને બ્લ્યૂઝ[૧૧]નાં ઘણાં તત્ત્વોને વણી લે છે, અને ઘણા અનુગામી રોક કલાકારો તેનાથી પ્રેરણા પામ્યા છે.[૧૨] આ બૅન્ડ 1970માં બોસ્ટન, મેસ્સાચ્યુસેટ્ટસમાં રચાયું હતું. ગિટારવાદક જૉ પેરી અને બાઝવાદક ટોમ હેમિલ્ટન બંને મૂળે જામ બૅન્ડ કહેવાતા એક બૅન્ડમાં સાથે હતા, તેમની મુલાકાત ગાયક સ્ટિવન ટેલર, ડ્રમવાદક જૉય ક્રેમર, અને ગિટારવાદક રૅય તાબાનો સાથે થઈ, અને તેમણે સૌએ સાથે મળીને ઍરોસ્મિથની રચના કરી. 1971માં, બ્રાડ વ્હિટફોર્ડે તાબાનોનું સ્થાન લીધું, અને બૅન્ડ બોસ્ટનમાં વિકસવા માંડ્યું.

Aerosmith
Aerosmith performing in Quilmes Rock, Argentina on April 15, 2007.
પાર્શ્વ માહિતી
મૂળબોસ્ટન, મેસેચ્યુસેટ્સ, સંયુક્ત રાજ્ય અમેરિકા
શૈલીHard rock, blues-rock,[૧] heavy metal[૨]
સક્રિય વર્ષો1970–present
રેકોર્ડ લેબલColumbia, Geffen
સંબંધિત કાર્યોThe Joe Perry Project, Whitford/St. Holmes, The Strangeurs/Chain Reaction
વેબસાઇટwww.aerosmith.com
સભ્યોSteven Tyler
Joe Perry
Brad Whitford
Tom Hamilton
Joey Kramer
ભૂતપૂર્વ સભ્યોRay Tabano
Jimmy Crespo
Rick Dufay

1972માં કોલ્મબિયા રૅકોર્ડ્સે તેમની સાથે કરાર કર્યો, અને 1973માં તેમના નામ પરના આલ્બમથી શરૂઆત કરીને તેમણે હારબંધ મલ્ટી-પ્લેટિનમ આલ્બમો આપ્યાં. 1975માં, ટોયઝ ઈન ધ એટ્ટીક નામના પોતાના આલ્બમ સાથે આ બૅન્ડે મુખ્ય ધારામાં પ્રવેશ મેળવ્યો, અને 1976માં તેમના ફોલો-અપ રોકસ આલ્બમે હાર્ડ રોક સુપરસ્ટાર્સ તરીકે તેમનું સ્થાન દઢ કરી આપ્યું.[૧૩] 1970ના દાયકાના અંત સુધીમાં, તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય હાર્ડ રોક બૅન્ડોમાંના એક બની ગયા હતા અને હવે તેમનો પોતાનો એક વફાદાર પ્રેક્ષક વર્ગ પણ ધરાવતા હતા, જેનો ઘણીવાર "બ્લ્યૂ આર્મી" તરીકે ઉલ્લેખ કરવામાં આવતો હતો.[૧૪] જો કે, કેફીપદાર્થોનું વ્યસન અને આંતરિક ખટરાગના કારણે બૅન્ડે ઘણી કસોટીનો સામનો કરવો પડ્યો હતો, જે છેવટે 1979 અને 1981માં અનુક્રમે પૅરી અને વ્હિટફોર્ડની વિદાયમાં પરિણમી હતી. જિમ્મી ક્રેસ્પો અને રિક દુફેયે તેમનું સ્થાન લીધું હતું.[૯] 1980થી 1984 વચ્ચેના સમયગાળામાં બૅન્ડનો દેખાવ સારો નહોતો રહ્યો, અને તે રોક ઈન અ હાર્ડ પ્લેસ નામનું એક માત્ર આલ્બમ આપી શકયા, જે પ્રમાણમાં સારું રહ્યું હતું પણ તેમની પહેલાંની સફળતાથી ઘણું પાછળ હતું.

1984માં પૅરી અને વ્હિટફોર્ડ પાછા આવી ગયા અને બૅન્ડે ગેફેન રૅકોર્ડ્સ સાથે નવો કરાર કર્યો, પણ જયારે બરાબર શુદ્ધિમાં આવ્યું અને તેમણે ૧૯૮૭માં પરમેનન્ટ વૅકેશન રીલિઝ કયુર્ં ત્યારે છેક તેમને તેમણે ૧૯૭૦ના દાયકામાં અનુભવેલી લોકપ્રિયતા પાછી મળી.[૧૫] સમગ્ર 1980 અને 1990ના દાયકામાં, અમુક હિટ્સ આપ્યાં અને પમ્પ (1989), ગેટ અ ગ્રિપ (1993), અને નાઈન લાઈવ્સ (1997) જેવા પોતાના મલ્ટી-પ્લેટિનમ જેવાં આલ્બમો માટે સંગીતના અનેક પુરસ્કાર મેળવ્યાં. રોક 'ઍન' રોલના ઇતિહાસમાં, તેમના પ્રત્યાગમનને સૌથી નોંધનીય અને જોવાલાયક પ્રત્યાગમનોમાંથી એક તરીકે વર્ણવવામાં આવે છે.[૮][૯] 40 વર્ષોના કલા-પ્રદર્શન પછી પણ, આ બૅન્ડ આજે પણ ટુર ચાલુ રાખી છે અને સંગીત રેકૉર્ડ કરે છે.

ઍરોસ્મિથ એ સદાબહાર બેસ્ટ-સેલિંગ અમેરિકી રોક બૅન્ડ છે,[૧૬] જેના વિશ્વભરમાં 150 મિલિયન કરતાં વધુ આલ્બમો વેચાઈ ચૂકયા છે,[૧૭] 66.5 મિલિયન આલ્બમો તો માત્ર એકલા યુનાઈટેડ સ્ટેટ્સમાં જ વેચાયાં છે.[૧૬] તે એક અમેરિકી જૂથ તરીકે સૌથી વધુ ગોલ્ડ અને મલ્ટી-પ્લેટિનમ આલ્બમ માટેનો વિક્રમ ધરાવે છે. બિલબોર્ડ હોટ 100માં ટોચના 40 માંથી 21, નવ #1 મુખ્ય ધારાના રોક હિટ્સ, ચાર ગ્રેમી એવોર્ડ્સ, અને 10 MTV વિડિઓ મ્યુઝિક પુરસ્કારો આ બૅન્ડે અંકે કર્યા છે. 2001માં તેમને રોક ઍન્ડ રોલ હૉલ ઓફ ફેમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, અને 2005માં રોલિંગ સ્ટોન મૅગેઝિનના 100 સદાબહાર મહાન કલાકારોની યાદીમાં તેમને --- ક્રમ આપવામાં આવ્યો હતો.[૧૮]

ઇતિહાસ

રચના (1969–1971)

સપ્ટેમ્બરમાં હૅમિલ્ટન અને પૅરી બોસ્ટન, મેસ્સાચ્યુસેટ્ટસમાં રહેવા આવ્યા.[૧૯] તે બંનેની મુલાકાત યોન્કર્સ, ન્યૂયોર્કના ડ્રમરવાદક જૉય ક્રૅમર સાથે થાય છે, કે જે સ્ટીવન ટેલરને જાણે છે, અને તેની સાથે એક બૅન્ડમાં કામ કરવા હંમેશાંથી ઉત્સુક હોય છે.[૨૦] બેરકલી કૉલેજ ઓફ મ્યુઝિકના વિદ્યાર્થી, ક્રૅમરે, બૅન્ડમાં જોડાવા માટે શાળા છોડવાનું નક્કી કર્યું હતું.[૨૦] ઑકટોબર 1970માં, તેઓ ફરીથી એકવાર ડ્રમવાદક અને પાર્શ્વગાયક રહી ચૂકેલા સ્ટીવન ટેલર સાથે મળે છે, પણ તે જક્કી બની, આ બૅન્ડમાં ડ્રમ વગાડવાનો ઇનકાર કરે છે, તેને જો પ્રથમ હરોળના ગાયક અને કલાકાર તરીકે સ્થાન આપવામાં આવે તો જ તે ભાગ લેશે એ વાતને વળગી રહ્યો.[૨૦] બાકીનાએ તેની વાત માન્ય રાખી, અને ઍરોસ્મિથનો જન્મ થયો. ધ હૂકર્સ અને સ્પાઈક જોન્સ નામ વિચાર્યા બાદ, ડ્રમવાદક જૉય ક્રેમરના સૂચન પ્રમાણે બૅન્ડનું નામ ઍરોસ્મિથ રાખવામાં આવ્યું.[૨૧][૨૨] 1970માં મેન્ડોન, મેસ્સાચ્યુસેટ્ટસની નિપ્મુક રિજિનલ હાઈ સ્કૂલ ખાતે ઍરોસ્મિથે પોતાની પહેલી બૅન્ડરાત્રિ બજાવી.

બૅન્ડના સદસ્યો દરરોજ બપોરે ભેગા બેસતા અને થ્રી સ્ટૂજસ નું પુનઃપ્રસારણ જોયા કરતા.[૨૨] એક દિવસ, સ્ટૂજસ પછીની મિટિંગમાં તેઓ બૅન્ડ માટે કોઈ નામ નક્કી કરવા બેઠા. ક્રૅમરે સ્વૈચ્છિક રીતે કહ્યું કે તે જયારે શાળામાં ભણતો હતો, ત્યારે પોતાની બધી જ નોટબુકોમાં ઍરોસ્મિથ શબ્દ લખ્યા કરતો હતો.[૨૨] હૅરી નિલ્સ્સનના આલ્બમ ઍરિયલ બૅલેટ , સાંભળ્યા પછી આ શબ્દ તેના દિમાગમાં ઝબકયો હતો. આ આલ્બમ સર્કસનો કલાકાર હવામાં અદ્ધર કૂદકો મારીને જૅકેટ કલાનું પ્રદર્શન કરે છે તે સર્કસના હવાઈ કરતબ માટે નિલ્સ્સનના દાદા-દાદીને અપાયેલી એક શ્રદ્ધાંજલિ હતી. શરૂઆતમાં, ક્રૅમરના બૅન્ડમિત્રોએ મૂંઝાઈ ગયા, તેમને સૌને લાગ્યું હતું કે તે તેમને હાઈ સ્કૂલના અંગ્રેજીના વર્ગમાં પરાણે વાંચવી પડતી સિનકલેર લેવિસ નવલકથાની વાત કરી રહ્યો છે. "ના, એરોસ્મિથ (Arrowsmith) નહીં," ક્રૅમરે સમજાવ્યું. "ઍ-રો...(A-E-R-O)ઍરોસ્મિથ (Aerosmith)." [૨૩]

બૅન્ડમાં ટેલરનો બાળમિત્ર, રૅય તાબાનો, લય ગિટારવાદક તરીકે ઉમેરાયો અને બૅન્ડે સ્થાનિક શોમાં બજાવવું શરૂ કર્યું.[૨૪] 1971માં, બ્રાડ વ્હિટફોર્ડે, તાબાનોનું સ્થાન લીધું, કે જે પણ બેરકલી સ્કૂલ ઓફ મ્યુઝિકનો વિદ્યાર્થી અને અર્થ, Inc. બૅન્ડનો ભૂતપૂર્વ સભ્ય રહી ચૂકયો હતો.[૨૫] બ્રાડ વ્હિટફોર્ડ, રીડિંગ, મેસ્સાચ્યુસેટ્ટસનો વતની હોવાથી, તેણે રીડિંગની AW કૂલીજ મિડલ સ્કૂલ ખાતે બજાવ્યું હતું. જુલાઈ 1979થી એપ્રિલ 1984ના સમયને બાકાત કરતાં, ટેલર, પેરી, હૅમિલ્ટન, ક્રેમર અને વ્હિટફોર્ડ પહેલેથી અત્યાર સુધી સાથે રહ્યા છે.

રેકૉર્ડનો સોદો, ઍરોસ્મિથ , ગેટ યોર વિંગ્સ , એન્ડ ટોય્ઝ ઈન ધ એટ્ટીક (1971–1975)

બૅન્ડની રચના કર્યા પછી અને ક્રમ/કતાર નક્કી કર્યા પછી, 1971માં બૅન્ડે સ્થાનિક સ્તરે જીવંત શો કરીને સફળતા મેળવવા માંડી.[૯] મૂળે એડ માલ્હોઈટ એજન્સી થકી આરક્ષિત,[૨૬] આ બૅન્ડે ફ્રેન્ડ કોનેલી સાથે પ્રમોશન સોદો પર સહી કરી, અને સમય જતાં 1972માં ડેવિડ ક્રેબ્સ અને સ્ટીવ લેબેર સાથે વ્યવસ્થાપન સોદો મેળવ્યો.[૨૭] ન્યૂયોર્ક સિટીમાં મૅકસના કાન્સાસ સિટી ખાતે બૅન્ડ જોવા માટે ક્રેબ્સ અને લેબેરે કોલ્મબિયા રૅકોર્ડસના પ્રમુખ કલીવે ડેવિસને આમંત્રિત કર્યા હતા. આમ તો એ રાત્રે કલબ પર ઍરોસ્મિથે વગાડવાનું નિયત થયેલું નહોતું, પણ તેમણે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને બિલ પર પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું, અહેવાલ મુજબ અત્યાર સુધી મૅકસના ખાતે આવું કરી શકનાર તે એક માત્ર બૅન્ડ હતું. તેમના નાઈટ ઈન ધ રટ્સ આલ્બમમાંના "નો સરપ્રાઈઝ"થી તેમના કીર્તિકાળની શરૂઆત થઈ.[૨૮] 1972ના મધ્યમાં ઍરોસ્મિથે અહેવાલ મુજબ $125,000 જેટલી રકમ સામે કોલમ્બિયા સાથે જોડાય છે અને તેમનું પહેલું આલ્બમ, ઍરોસ્મિથ બહાર પાડે છે.[૨૯] જાન્યુઆરી 1973માં રીલિઝ થયેલું આ આલ્બમ #166 પર ટોચ પર પહોંચ્યું હતું.[૮] આ આલ્બમ બ્લ્યૂઝના અમુક ચોક્કસ પ્રભાવ સાથેનું સીધુંસટ રોક ઍન્ડ રોલ હતું, ઍરોસ્મિથની ઓળખમા બ્લ્યૂઝ-રોક સંગીત માટે તેના થકી પાયો નંખાયો હતો.[૨] જો કે સૌથી વધુ લોકપ્રિય સિંગલ "ડ્રીમ ઓન" આલ્બમનું હતું, જે #59 પર હતું,[૩૦] તેના કેટલાક ટ્રેક ("મમા કિન" અને "વોકિંગ ધ ડોગ" જેવા) બૅન્ડના જીવંત પ્રદર્શનો માટે મહત્ત્વના રહ્યા હતા અને તેમને રોક રેડિયો પર વગાડવામાં આવ્યા હતા.[૩૧] આ આલ્બમ શરૂઆતમાં ગોલ્ડના સ્તરે પહોંચ્યું હતું, ધીમે ધીમે તેની બે મિલિયન નકલો વેચાઈ ગઈ, અને લગભગ એકાદ દશકા પછી જયારે આ બૅન્ડ મુખ્ય ધારાની સફળતા મેળવી ચૂકયું હતું ત્યારે તેને ડબલ પ્લેટિનમ પ્રમાણિત કરવામાં આવ્યું હતું.[૩૨] સતત પ્રવાસ રહ્યા પછી, 1974માં બૅન્ડે પોતાનું દ્વિતીય આલ્બમ ગેટ યોર વિન્ગ્સ રીલિઝ કર્યું, જેક ડગલાસ દ્વારા ઉત્પાદિત મલ્ટી-પ્લેટિનમ હારમાળાનો પહેલો મણકો.[૩૩] આ આલ્બમમાં "સેમ ઓલ્ડ સોંગ ઍન્ડ ડાન્સ" અને "ટ્રેન કેપ્ટ અ-રોલિંગ" જેવા રોક રેડિયો હિટ ટ્રેકનો સમાવેશ થતો હતો, તેનું પહેલાંનું આવરણ ધ યાર્ડબડર્સ દ્વારા કરવામાં આવ્યું હતું.[૩૪] આ આલ્બમમાં "લોર્ડ ઓફ ધ થાઈસ", "સિઝન ઓફ વિધર", અને "એસ.ઓ.એસ. (ટુ બેડ)" જેવાં કેટલાક ચાહકોનાં પ્રિય ગીતોનો પણ સમાવેશ થતો હતો, એવા ડાર્કર સોંગ કે જે બૅન્ડના લાઈવ શોના મહત્ત્વના અંગ બની ગયા હતા.[૩૫] આજની તારીખે, ગેટ યોર વિંગ્સ ની ત્રણ મિલિયન જેટલી નકલો વેચાઈ ચૂકી છે.[૩૨]

1975ના ટોય્ઝ ઈન ધ એટ્ટીકે , અલબત્ત ઍરોસ્મિથને આંતરરાષ્ટ્રીય સ્ટારના પદે સ્થાપિત કરી આપ્યા, જે હવે એ જ કક્ષાના લેડ ઝેપ્પેલિન અને ધ રોલિંગ સ્ટોન્સ સાથે હરીફાઈમાં હતા.[૧૪] મૂળે પહેલાં ગાયક સ્ટીવન ટેલર અને માઈક જેગર વચ્ચેની શારીરિક સામ્યતાને કારણે અમુક અંશે રોલિંગ સ્ટોન્સની નકલ તરીકે ઉપહાસ પામતા ઍરોસ્મિથે,[૯] ટોય્ઝ ઈન ધ એટ્ટીક માં પુરવાર કરી બતાવ્યું કે ઍરોસ્મિથ પોતે એક અનન્ય અને તેમની પોતાની વિશેષ પ્રતિભા ધરાવતું બૅન્ડ છે.[૩૬] ટોય્ઝ ઈન ધ એટ્ટીક તરત જ સફળ થયું હતું, અને તેનું પહેલું સિંગલ "સ્વિટ ઈમોશન" બૅન્ડના ટોચના પહેલા 40 ગીતોમાંનું એક બન્યું હતું.[૩૭] તેના પાછળ પાછળ જ સફળ આલ્બમ "ડ્રીમ ઓન" આવ્યું, જેણે #6 સ્થાન મેળવ્યું, અને 1970ના દાયકાનું તેમનું સૌથી શ્રેષ્ઠ સિંગલ બન્યું.[૩૮] 1976માં "વોક ધિસ વે" ફરીથી રીલિઝ કરવામાં આવ્યું, જે 1977ના પૂર્વાધમાં ટોપ 10માં પહોંચી ગયું.[૯]

વધુમાં, "ટોય્ઝ ઈન ધ એટ્ટીક" અને "બિગ ટેન ઈંચ રેકોર્ડ" (મૂળે બુલ મૂઝ જૅકસન દ્વારા રૅકોર્ડ કરાયેલું ગીત) બંને કૉન્સર્ટના મુખ્ય અંગ બની ગયા.[૩૯] આ સફળતાને કારણે, બૅન્ડના આ પહેલાંનાં બંને આલ્બમોને ફરીથી ક્રમાંકિત કરવામાં આવ્યા.[૪૦] યુ.એસ. દ્વારા પ્રમાણિત આઠ મિલિયન નકલોનું વેચાણ ધરાવતું ટોય્ઝ ઈન ધ એટ્ટીક , સ્ટેટ્સમાં બૅન્ડનું બેસ્ટ સેલિંગ સ્ટુડિયો આલ્બમ બન્યું. [૩૨] ટોય્ઝ ઈન ધ એટ્ટીક ને ઉત્તેજન આપવા માટે બૅન્ડે પ્રવાસ કર્યા, અને વધુ માન્યતા મેળવવા માંડી.[૧૪] બરાબર આ જ ગાળામાં, બૅન્ડે વાલ્થામ, મેસ્સાચ્યુસેટ્ટસમાં "ધ વ્હેરહાઉસ (The Wherehouse)" નામે તેમનું મુખ્ય થાણું સ્થાપી દીધું હતું, અહીં તેઓ સંગીતનું રૅકોર્ડિંગ કરતા, રિહર્સ કરતા, તેમ જ પોતાનો ધંધો ચલાવતા.[૪૧]

==="રોકસ", "ડ્રો ધ લાઈન", અને "લાઈવ! બૂટલેગ (1976–1978)===

કૉન્સર્ટમાં પર્ફોમ કરી રહેલા સ્ટીવન ટેલર અને જૉ પેરી.

ઍરોસ્મિથનું એ પછીનું આલ્બમ હતું 1976નું રોકસ, જેમાં "ઍરોસ્મિથ તેના સૌથી સાહજિક અને રોકિંગ રૂપમાં કેદ થયું છે".[૪૨] તે ઝડપથી પ્લેટિનમ વટાવી ગયું હતું[૩૨] અને "લાસ્ટ ચાઈલ્ડ" અને "બૅક ઈન ધ સેડલ", જેવા બે FM હિટ આપે છે, તેમ જ લોકગીત "હોમ ટુનાઈટ", જે પણ ક્રમાંકન પામ્યું હતું.[૪૩] આજની તારીખ સુધીમાં રોકસ ની ચાર મિલિયન નકલો વેચાઈ છે.[૩૨] ટોય્ઝ ઈન ધ એટ્ટીક અને રોકસ , બંનેને વિશેષ કરીને હાર્ડ રોક શૈલીમાં, અત્યંત માનથી જોવાય છે,[૩૬][૪૨] અને તે રોલિંગ સ્ટોન્સના 500 સર્વશ્રેષ્ઠ સદાબહાર આલ્બમો જેવી સૂચિમાં સ્થાન પામ્યાં છે,[૪૪][૪૫] તથા તેમના સંગીત પર સારો એવો પ્રભાવ હોવાથી તે ગન્સ એન’ રોઝીઝ, મેટાલિકા અને મોટલેય ક્રુના સભ્યોનું સર્મથન પામ્યાં છે.[૪૬][૪૭] રોકસ રીલિઝ થયા પછી થોડા જ સમયમાં , બૅન્ડે સઘન પ્રવાસ ચાલુ રાખ્યો હતો, અને આ વખતે તેમના પોતાના શૉનાં શીર્ષક તેઓ જાતે આપી રહ્યા હતા અને કેટલાક વિશાળ સ્ટેડિયમોમાં અને રોક ઉત્સવોમાં તેઓ પોતાનો કાર્યક્રમ કરી રહ્યા હતા.[૯]

તે પછીનું આલ્બમ, 1977નું ડ્રો ધ લાઈન , એટલું સફળ નહોતું અથવા તેમના એ પહેલાંના બે પ્રયત્નો જેટલી આલોચના પણ પામ્યું નહોતું, અલબત્ત તેનો શીર્ષક ટ્રેક મુખ્ય હિટ સાબિત થયો હતો[૪૩] (અને જે હજી પણ જીવંત કાર્યક્રમોમાં મહત્ત્વનો છે), અને "કિંગ્સ ઍન્ડ કિવન્સ"ને પણ થોડા ઘણા અંશે સફળતા મળી હતી.[૪૩] આ આલ્બમનું 2 મિલિયન જેટલી નકલો ખપી હતી; જો કે દવાઓનો દુરુપયોગ અને સતત પ્રવાસ અને રૅકોર્ડિંગની ઝડપી જિંદગીની અસર હવે તેમના કામ પર દેખાવા માંડી હતી.[૩૨] 1970ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમનો પ્રવાસ અને રૅકોર્ડિંગ ચાલુ રહ્યા હતા, તેની સાથે Sgt. પેપેર્સ લોનલી હાર્ટ્સ કલબ બૅન્ડ ના ચલચિત્ર રૂપાંતરણમાં ઍરોસ્મિથે અભિનય આપ્યો.[૮] બિટ્લ્સ હિટ સામે તેમનું કવચ બનનાર "કમ ટુગેધર"ને આ આલ્બમના સાઉન્ટટ્રેકમાં સમાવવામાં આવ્યું હતું, જે આગામી લગભગ 10 વર્ષો સુધી ટોચના 40 હિટની યાદીમાં સ્થાન પામનાર બૅન્ડનું છેલ્લું ગીત રહ્યું.[૪૩] લાઈવ રીલિઝ લાઈવ! બૂટલેગ , જે ખરેખર બેવડા આલ્બમ તરીકે રીલિઝ કરવામાં આવ્યું હતું, 1978માં બહાર પાડવામાં આવેલા આ આલ્બમમાં, ડ્રો ધ લાઈન પ્રવાસના સફળતાની પરાકાષ્ઠા સમાન દિવસો વખતની બૅન્ડની સાહજિકતા ઝિલાઈ હતી[૪૮]. મંચની ઉપર અને પાછળ તેમના દવાઓના નામચીન દુરુપયોગના કારણે મુખ્ય ગાયક સ્ટીવન ટેલર અને મુખ્ય ગિટારવાદક જો પેરી "ધ ટોકિસક ટિવન્સ(ઝેરી જોડિયાં)" તરીકે જાણીતા બન્યા હતા.[૯][૪૯]

પેરી અને વ્હિટફોર્ડની વિદાય, નાઈટ ઈન ધ રટ્સ , અને રોક ઈન અ હાર્ડ પ્લેસ (1979–1984)

તેમના છઠ્ઠા આલ્બમ, 1979ના નાઈટ ઈન ધ રટ્સ ના રૅકોર્ડિંગ પછી તરત જ જૉ પેરી બૅન્ડ છોડી ગયો હતો અને તેણે ધ જૉ પેરી પ્રોજેકટની રચના કરી હતી.[૮][૯] પેરીનું સ્થાન પહેલા, બૅન્ડના લાંબા સમયના મિત્ર તથા ગીતકાર રિચાર્ડ સુપાએ લીધું અને પાછળથી ગિટારવાદક જિમ્મી ક્રેસ્પો(ફલેમ બૅન્ડના ભૂતપૂર્વ સભ્ય)એ લીધું. નાઈટ ઈન ધ રટ્સ ખૂબ ઝડપથી પડી ગયું (અલબત્ત અમુક વર્ષો પછી તે ધીમે ધીમે પ્લેટિનમ સુધી પહોંચ્યું હતું), તેનું એક માત્ર સિંગલ, ધ શાનગ્રી-લાસનું શીર્ષક ગીત બનનાર "રિમેમ્બર (વૉકિંગ ઈન ધ સેન્ડ)", #67 પર પહોંચ્યું હતું.[૪૩]

નવા ગિટારવાદક જિમ્મી ક્રેસ્પોને મંચ પર સાથે લઈ નાઈટ ઈન ધ રટ્સ ના પ્રચાર માટે બૅન્ડ પ્રવાસ કરતું રહ્યું, પણ 1981 સુધીમાં બૅન્ડની લોકપ્રિયતા ઓસરવા માંડી. 1980ની શરૂઆતમાં પોર્ટલૅન્ડ, મેઈન ખાતેના એક પર્ફોમન્સ દરમ્યાન સ્ટીવન ટેલર મંચ પર જ ઢળી પડ્યા હતા.[૫૦] 1980માં, ઍરોસ્મિથે તેમના ગ્રેટેસ્ટ હિટ્સ આલ્બમ બહાર પાડ્યું. યુનાઈટેડ સ્ટેટ્સમાં 11 મિલિયન નકલોના વેચાણ સાથે, આ આલ્બમ બૅન્ડનું બેસ્ટસેલિંગ આલ્બમ બન્યું.[૩૨] 1980ની પાનખરમાં, ટેલર એક ગંભીર મોટરસાયકલ અકસ્માતમાં ઘાયલ થયો, અને તેના કારણે તેણે બે મહિના સુધી હૉસ્પિટલમાં રહેવું પડ્યું, તથા 1981 સુધી તે પ્રવાસ કે સારી રીતે રૅકોર્ડિંગ કરવા માટે અક્ષમ રહ્યો.[૫૧] 1981માં, ભૂતપૂર્વ ટેડ નુગેન્ટ ગાયક/ગિટારવાદક ડેરેક સ્ટ. હોમ્સ સાથે વ્હિટફોર્ડ/સ્ટ.હોમ્સ રૅકોર્ડ કરનાર બ્રાડ વ્હિટફોર્ડની વિદાય સાથે બૅન્ડને એક બીજો ફટકો પડ્યો[૫૨]. "લાઈટનિંગ સ્ટ્રાઈકસ" ગીતના ગિટારના અંશોનું રૅકોર્ડિંગ કર્યા પછી, વ્હિટફોર્ડના સ્થાને રિક દુફેયને લેવામાં આવ્યા અને 1982માં બૅન્ડે પોતાનું સાતમું આલ્બમ રોક ઈન અ હાર્ડ પ્લેસ રૅકોર્ડ કર્યું.[૫૩] આ આલ્બમ વેપારની દષ્ટિએ સૌથી નબળું રહ્યું, માત્ર ગોલ્ડ સુધી પહોંચ્યું,[૩૨] "લાઈટનિંગ સ્ટ્રાઈકસ" જેવું એકમાત્ર મધ્યમ કક્ષાનું સફળ ગીત આપી શકયું.[૪૩] રોક ઈન અ હાર્ડ પ્લેસ માટેના પ્રવાસ દરમ્યાન, એક દિવસ સાંજે મંચ પાછળ જૉ પેરી સાથે બોલાચાલી થયા પછી, ટેલર ફરીથી મંચ પર ઢળી પડ્યો, આ વખતે તે બૅન્ડનો વતન પાછા ફર્યાનો શો હતો, જે વોર્સેસ્ટર, મેસ્સાચ્યુસેટ્ટસમાં હતો.[૫૪]

ફેબ્રુઆરી 14, 1984ના પેરી અને વ્હિટફોર્ડે ઍરોસ્મિથનું પ્રદર્શન જોયું. બે મહિના પછી, તેમને ફરી એક વખત ઍરોસ્મિથમાં અધિકૃત રીતે પુનઃપ્રવેશ આપવામાં આવ્યો હતો.[૫૫] સ્ટીવન ટેલર યાદ કરે છેઃ

You should have felt the buzz the moment all five of us got together in the same room for the first time again. We all started laughin'—it was like the five years had never passed. We knew we'd made the right move.

— Steven Tyler, [૫૬]

બૅક ઈન ધ સેડલ ફેરમેળાપ પ્રવાસ, ડન વિથ મિરર્સ , અને વ્યસન સુધારણા (1984–1986)

1984માં, ઍરોસ્મિથે "બૅક ઈન ધ સેડલ" શીર્ષક ધરાવતો ફેરમેળાપ પ્રવાસ આદર્યો,[૮] જે તેમને જીવંત આલ્બમ કલાસિકસ લાઈવ II કરવા તરફ પ્રેરી ગયો. પ્રવાસ દરમ્યાન ગોઠવાયેલી કૉન્સર્ટોમાં સારી હાજરી રહી હતી, છતાં તે કેટલાક બનાવોથી ઘેરાયેલો પણ રહ્યો હતો, મોટા ભાગના બનાવો બૅન્ડના સદસ્યો તરફથી વ્યસન/દવાઓના દુરુપયોગના કારણે ઘટ્યા હતા.[૮] હવે સમસ્યામાંથી બહાર આવ્યા હોવાથી, આ જૂથ ગેફેન રૅકોર્ડ્સ સાથે કરારબદ્ધ થાય છે અને પોતાના પ્રત્યાગમન (કમબૅક) માટેનું કામ શરૂ કરે છે.[૫૭] બૅન્ડ નવી રૅકોર્ડ કંપની સાથે કરારબદ્ધ થયું હોવા છતાં, કલાસિક લાઈવ I અને II નામનાં આલ્બમ તથા જેમ્સ સંગ્રહ બહાર પાડીને ઍરોસ્મિથના પ્રત્યાગમનનો ફાયદો લણવામાં કોલમ્બિયા પણ પાછું પડતું નથી.[૫૮]

1985માં બૅન્ડ ગેફન સાથેનું તેમનું પહેલું સ્ટુડિયો આલ્બમ, તથા તેમના બહુચર્ચિત પુનર્મિલન પછીનું પહેલું આલ્બમ, ડન વિથ મિરર્સ , બહાર પાડે છે. આ આલ્બમ કેટલીક હકારાત્મક આલોચના પામે છે,[૫૯] પણ વેચાણમાં માત્ર ગોલ્ડ સુધી પહોંચી શકે છે [૩૨]અને એકાદ સિંગલ હિટ, અથવા રોક રોડિયો સિવાય ભાગ્યે જ બહાર કંઈક ગુંજારવ નીપજાવી શકે છે.[૪૩] આ આલ્બમનો સૌથી નોંધનીય ટ્રેક "લેટ ધ મ્યુઝિક ડુ ધ ટોકિંગ" એ ખરેખર તો ધ જૉ પેરી પ્રોજેકટનું શીર્ષકગીત હોય છે અને મૂળે ધ જૉ પેરી પ્રોજેકટ દ્વારા જ રેર્કોડ થયું હોય છે તથા એ નામે જ બૅન્ડના આલ્બમમાં બહાર પડે છે.[૬૦] તે છતાં, 1986માં, ડન વિથ મિરર્સ ના પ્રચાર માટે પ્રવાસ કરતું બૅન્ડ, ફરી એકવાર લોકપ્રિય કૉન્સર્ટ આકર્ષણ બને છે.[૬૧] 1986માં જ, રન ડી.એમ.સી.(Run D.M.C.)ના કવર પર, ઍરોસ્મિથના "વૉક ધિસ વે" ગીત સાથે સ્ટીવન ટેલર અને જૉ પેરી દેખાય છે, આ એ ટ્રેક છે જેમાં રોક અને રોલ તથા હિપ હોપનું એવું સુંદર મિશ્રણ છે, જે અમેરિકન મુખ્ય ધારાના લોકપ્રિય મ્યુઝિકમાં રૅપનું સ્થાન દઢ તો કરે જ છે, પણ ઍરોસ્મિથના ખરા પ્રત્યાગમનને પણ નિરૂપે છે.[૨૧] બિલબોર્ડ હોટ 100[૬૨]માં આ ગીત #4 ક્રમે પહોંચે છે અને તેની સાથે આ ગીતનું વિડિઓ ફિલ્માંકન નવી પેઢીને ઍરોસ્મિથનો પરિચય કરાવે છે.[૫૭]

છતાં, હજી વ્યસન/દવાઓના દુરુપયોગની સમસ્યાએ બૅન્ડના સદસ્યોનો કેડો નહોતો મૂકયો. 1986માં, પોતાના બૅન્ડના સાથી અને મૅનેજર ટીમ કોલિન્સની સૂચના અનુસાર, બૅન્ડનો મુખ્ય ગાયક સ્ટીવન ટેલર વ્યસન સુધારણા કાર્યક્રમ સફળતાપૂર્વક પૂરો કરે છે, ટીમ એવું દઢપણે માનતો હતો કે જો ટેલર સારવાર નહીં મેળવે તો બૅન્ડનું ભવિષ્ય ધૂંધળું છે. આવતાં બીજાં થોડાંક વર્ષોમાં, બૅન્ડના બાકીના સદસ્યો પણ વ્યસન સુધારણા કાર્યક્રમ પૂરો કરે છે. બૅન્ડની સઘળું બયાન કરતી આત્મકથા અનુસાર, 1986ના સપ્ટેમ્બરમાં કોલિન્સ વચન આપે છે કે જો તેઓ તમામ વ્યસન સુધારણા કાર્યક્રમ પૂરો કરે તો 1990 સુધીમાં તે ઍરોસ્મિથને વિશ્વનું સૌથી મોટું બૅન્ડ બનાવી શકે તેમ છે.[૬૩] ડન વિથ મિરર્સ ના નિરાશાજનક આર્થિક દેખાવ પછી હવે બીજું આલ્બમ ઘણું અગત્યનું હતું, અને હવે બૅન્ડના સદસ્યો શુદ્ધ (વ્યસનમુકત) થયા હોવાથી, તેમણે તેમના નવા આલ્બમને સફળ બનાવવા કમર કસવા માંડી.[૬૪]

પર્મનન્ટ વૅકેશન અને પમ્પ (1987–1991)

સપ્ટેમ્બર 1987માં પર્મનન્ટ વૅકેશન રીલિઝ થયું, વિશેષ હિટ સાબિત થાય છે અને બિલબોર્ડ હોટ 100માં તેના ત્રણે સિંગલ્સ ("ડયુડ (લુકસ લાઈક અ લૅડી)", "રગ ડૉલ", અને "એન્જલ" ટોપ 20માં સ્થાન મેળવતાં, લગભગ એક દશકા પછી (યુ.એસ.માં 5 મિલિયન નકલોનું વેચાણ કરીને),[૩૨] બૅન્ડનું બેસ્ટસેલિંગ આલ્બમ બને છે.[૪૩] તે પછી બૅન્ડ તેના લેબલમેટ્સ ગન્સ એન’ રોઝિસ (જેમણે ઍરોસ્મિથનો એક મુખ્ય પ્રભાવક તરીકે ઉલ્લેખ કર્યો હોય હતો) સાથે અનુગામી પ્રવાસ પર જાય છે, પ્રવાસ દરમ્યાન ગન્સ એન’ રોઝિસના કેફીપદાર્થોના બહુચર્ચિત, નિરંકુશ ઉપયોગ વચ્ચે ઍરોસ્મિથનો વ્યસનોથી દૂર રહેવાનો નવો સંઘર્ષ ઘણી વખત આવેશસભર બને છે.[૬૫]

ઍરોસ્મિથનું તે પછીનું આલ્બમ તેથી પણ વધુ સફળ રહ્યું. સપ્ટેમ્બર 1989માં રજૂ થયેલા પમ્પ આલ્બમમાં ક્રમાનુસાર ત્રણ ટોપ ટેન અને એક ટોપ 30 સિંગલ્સનો સમાવેશ થતો હતોઃ "વોટ ઈટ ટેકસ", "જૅનીઝ ગોટ અ ગન", અને "લવ ઈન ઍન ઈલાવેટર", તેમ જ "ધ અધર સાઈડ", આ આલ્બમે ઍરોસ્મિથને સંગીતના ગંભીર ખેલાડી તરીકે ફરીથી સ્થાપિત કરી આપ્યા.[૬૬] પમ્પે આલોચનાત્મક અને ધંધાદારી એમ બંને પ્રકારની સફળતા મેળવી હતી, અને છેવટે તેની 7 મિલિયન નકલો ખપી હતી,[૩૨] સંગીતના મુખ્ય સામયિક તરફથી તેને ચાર-તારક આપવામાં આવ્યા હતા,[૬૭] અને "જૅનીઝ ગોટ અ ગન" ગીત માટે, બેલડી અથવા સમૂહ ગાયક સાથે શ્રેષ્ઠ રોક દેખાવના વર્ગમાં બૅન્ડ માટે પહેલવહેલો ગ્રેમી ઍવોર્ડ હાંસલ કરી આપે છે.[૬૮] પમ્પ ની રૅકોર્ડિંગની પ્રક્રિયાને ધ મેકિંગ ઓફ પમ્પ નામના વિડિઓમાં દસ્તાવેજિત કરવામાં આવી છે, જેને ડીવીડી રૂપે ફરીથી રીલિઝ કરવામાં આવી છે. થિંગ્સ ધેટ ગો પમ્પ ઈન ધ નાઈટ માં આલ્બમનાં સિંગલ્સના મ્યુઝિક વિડિઓ દર્શાવવામાં આવ્યા છે, જે ખૂબ ઝડપથી પ્લેટિનમ સ્થાન મેળવે છે.[૩૨]

પમ્પ ના પ્રસાર માટે, બૅન્ડ 12-મહિનાનો પમ્પ પ્રવાસ આદરે છે, 1990નો ઘણો ખરો સમય આ પ્રવાસમાં જ વ્યતીત થાય છે.[૬૯] ફેબ્રુઆરી 21, 1990ના, બૅન્ડ સેટરડે નાઈટ લાઈવ પર પ્રસારિત "વ્યાનઝ વર્લ્ડ"માં, સામ્યવાદની પડતી અને સોવિયેત યુનિયન અંગેની ચર્ચામાં હાજરી આપે છે, અને તેમનાં તાજેતરનાં હિટ "જૅનીઝ ગોટ અ ગન" અને "મંકી ઓન માય બૅક" બજાવે છે.[૭૦] ઑગસ્ટ 11, 1990ના, એમટીવીઝ અનપલ્ગ્ડ (MTV's Unplugged) પર તેમનું પર્ફોમન્સ પ્રસારિત થાય છે.[૭૧] ઑકટોબર 1990માં, ઑસ્ટ્રલિયામાં બૅન્ડના પહેલવહેલા દેખાવ સાથે, પમ્પ પ્રવાસનો અંત આવે છે.[૭૨] આ જ વર્ષે, હોલિવુડ રોક વૉકમાં બૅન્ડનો સમાવેશ કરી લેવામાં આવે છે.[૭૩] નવેમ્બર 1991માં, બૅન્ડ ધ સિમ્પસન્સ ના એપિસોડ "ફલેમિંગ મોઝ(Flaming Moe's)"માં દેખાય છે અને પાન્ડોરાઝ બૉકસ (Pandora's Box) નામક એક બૉકસ જાહેર કરે છે.[૭૪] 1992માં, ગન્સ એન’ રોઝિસના પૅરિસમાંના 1992 વિશ્વવ્યાપક પૅ-પર-વ્યૂ શોમાં, ટેલર અને પેરી, તેમના મહેમાન તરીકે જીવંત પ્રસારણમાં દેખાય છે, અને "મમા કિન" (જે GN'Rએ 1986માં આવર્યું હોય છે) તથા "ટ્રેન કેપ્ટ-અ રોલઈન"નું મિશ્રણ પર્ફોમ કરે છે.[૭૫][૭૬]

ગેટ અ ગ્રિપ અને બિગ વન્સ (1992–1995)

1992માં પમ્પ પછીના આલ્બમનું રૅકોર્ડિંગ કરતાં પહેલાં બૅન્ડ થોડોક વિશ્રામ લે છે. 1990ના દાયકાની શરૂઆતમાં સંગીતના મુખ્ય પ્રવાહમાં આવેલા નોંધપાત્ર બદલાવો છતાં,[૧૧] 1993નું ગેટ અ ગ્રિપ માત્ર આર્થિક રીતે જ સફળ નથી પુરવાર થતું, પણ #1 સ્થાન પર પહોંચનારું તેમનું પહેલું આલ્બમ બને છે,[૭૭] એટલું જ નહીં અઢી વર્ષના સમયગાળામાં 7 મિલિયન પ્રતોનું વેચાણ પામે છે.[૩૨] તેનાં પહેલા સિંગલ્સ હતાં હાર્ડ રોકિંગ "લિવિંગ ઓન ધ એજ" અને "ઈટ ધ રિચ". અલબત્ત, આલ્બમના પ્રચાર-પ્રસાર માટે ફેરબદલ કરી શકાય તેવા પાવર-બૅલડ(લોકગીત)ના ઉપયોગ પર આપવામાં આવેલો ભાર ઘણા આલોચકોને બિનઅગત્યનો લાગ્યો હતો,[૧૧] પણ રેડિયો[૪૩] અને MTV બંને પર એ ત્રણે ("ક્રાયિંગ", "ક્રેઝી" અને "અમેઝિંગ") પ્રચંડ સફળ પુરવાર થયા હતા.[૫૭] તેના મ્યુઝિક વિડિઓમાં એ વખતની નવોદિત અભિનેત્રી એલિસિયા સ્લિવરસ્ટોનને અભિનય આપ્યો; તેના ઉત્તેજક અભિનયના કારણે તેને "ધ ઍરોસ્મિથ ચિક"[૭૮] ઉપનામ મળ્યું અને લગભગ અડધા દાયકા સુધી તે એ રીતે જાણીતી રહી. "ક્રેઝી"ના વિડિઓમાં સ્ટીવન ટેલરની દીકરી લિવ ટેલરે પણ અભિનય આપ્યો હતો.[૭૯] માત્ર યુ.એસ.માં જ ગેટ અ ગ્રિપ ની 7 મિલિયન કરતાં વધુ નકલો ખપી ગઈ હતી,[૩૨] અને વિશ્વભરમાં તેની લગભગ 15 મિલિયન નકલો વેચાઈ હતી.[૮૦] આ આલ્બમનાં ગીતો બૅન્ડ માટે બેલડી અથવા જૂથ ગાયન સાથે શ્રેષ્ઠ રોક પર્ફોમન્સના વર્ગમાં બે ગ્રેમી ઍવોર્ડ લઈ આવ્યાં હતાઃ 1994માં "લિવિંગ ઓન ધ એજ" માટે, તથા 1995માં "ક્રેઝી" માટે.[૬૮]

ગેટ અ ગ્રિપ નું મેકિંગ બનાવતી વખતે, આલ્બમમાંના લગભગ તમામ ગીતોની વ્યાપારી અપીલ વધારવા માટે, મૅનેજમેન્ટ અને રૅકોર્ડ કંપનીએ અનેકવિધ વ્યવસાયી ગીતકાર સહયોગીઓની મદદ લીધી,[૧૧] છેક 2000ના દાયકાની શરૂઆત સુધી આ પ્રકારનો ચીલો ચાલતો રહ્યો. જો કે, તેના કારણે સમગ્ર 90ના દાયકા દરમ્યાન બધું જ વેચાઈ ગયાના આરોપો ચાલુ રહ્યા.[૮૧] ગેટ અ ગ્રિપ ના પ્રસાર માટે 18 મહિનાના કઠોર વિશ્વપ્રવાસ ઉપરાંત, બૅન્ડે યુવાનોમાં પોતાની જાતને અને તેમના આલ્બમોને લોકપ્રિય બનાવવા માટે અનેક બાબતો કરી, જેના ભાગ રૂપે ફિલ્મ વ્યાનઝ વર્લ્ડ 2 માં બૅન્ડે દેખાયું[૮૨] અને તેમણે બે ગીતો રજૂ કર્યાં,[૮૩] રિવોલ્યુશન X [૮૪] અને કવેસ્ટ ફોર ફેમ [૮૫] રમતોમાં બૅન્ડ અને તેનું સંગીત વાપરવામાં આવ્યું, ધ બિયાવીસ અને બટ્ટ-હેડ એકસપિરીયન્સ માં,[૮૬] તેમનાં ગીત "ડેયુસિસ આર વાઈલ્ડ" પર વુડસ્ટોક ’94 ખાતે,[૮૭] પર્ફોમન્સ આપ્યું, અને 1994માં, બોસ્ટન, MAમાં ધ મમા કિન મ્યુઝિક હૉલ નામે તેમની પોતાની કલબ પણ ખોલી.[૮૮] એ જ વર્ષમાં, ગેફેન રૅકોર્ડ્સ સાથેના તેમનાં ગીતોનું સંકલન બિગ વન્સ નામે બહાર પડ્યું, જેમાં પર્મેનન્ટ વૅકેશન , પમ્પ અને ગેટ અ ગ્રિપ ના સૌથી વધુ હિટ નીવડેલાં ગીતો તેમ જ ત્રણ નવાં ગીતો, "ડેયુસિસ આર વાઈલ્ડ", "બ્લાઈન્ડ મૅન", અને "વૉક ઓન વોટર" સમાવિષ્ટ હતાં,[૮૯] આ તમામ રોક ચાર્ટમાં શ્રેષ્ઠ રીતે સફળ નીવડેલાં હતાં.[૪૩]

નાઈન લાઈવ્સ અને "આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ અ થિંગ" (1996–2000)

1991માં ઍરોસ્મિથે કોલમ્બિયા રૅકોર્ડ્સ/સોની મ્યુઝિક સાથે $30 મિલિયનનો કરાર કર્યો, પણ એ વખતે ગેફેન રૅકોર્ડ્સ સાથેના કરાર મુજબ તેમના છને બદલે ત્રણ જ આલ્બમો થયાં હતાં (ડન વિથ મિરર્સ , પર્મેનન્ટ વૅકેશન અને પમ્પ ). 1991થી 1996 વચ્ચે, તેમણે ગેફેન સાથે બીજાં બે આલ્બમો બહાર પાડ્યાં (ગેટ અ ગ્રિપ અને બિગ વન્સ ), જેનો અર્થ એમ થયો કે હવે ગેફેન સાથે તેમનાં કુલ પાંચ આલ્બમો (આયોજિત લાઈવ સંકલન સાથે) થયાં, અને તેઓ હવે કોલમ્બિયા સાથેના નવા કરાર મુજબ રૅકોર્ડિંગ શરૂ કરી શકે તેમ હતા.[૮][૯૦] તેમના એ પછીના આલ્બમ, નાઈન લાઈવ્સ , પર કામ શરૂ કરતાં પહેલાં બૅન્ડે પોતાના પરિવારો સાથે થોડો સમય ગાળ્યો, તેમના મૅનેજર ટિમ કોલિન્સને બરતરફ કરવા જેવી અંગત સમસ્યાઓથી આ આલ્બમ ઘેરાયેલું રહ્યું,[૮] બૅન્ડ સદસ્યોના કહેવા અનુસાર ટિમે બૅન્ડને લગભગ વિચ્છેદ સુધી લાવી દીધું હતું.[૯૧] આ આલ્બમના નિર્માતા પણ બદલાયા હતા, ગ્લેન બૅલાર્ડના સ્થાને કેવિન શિર્લીએ તેનું નિર્માણ કર્યું હતું.[૯૨] માર્ચ 1997માં નાઈન લાઈવ્સ રજૂ થયું. રીવ્યૂ મિશ્ર પ્રતિભાવ દર્શાવતા હતા, અને શરૂઆતમાં નાઈન લાઈવ્સ ચાર્ટ્સમાં પડતું પણ જોવા મળ્યું હતું,[૮] અલબત્ત લાંબા ગાળે તે ચાર્ટ્સમાં દીધાર્યુ રહ્યું હતું અને માત્ર યુનાઈટેડ સ્ટેટ્સમાં જ તેની ડબલ પ્લેટિનમ જેટલી નકલો વેચાઈ હતી,[૩૨] આ આલ્બમનાં સિંગલ્સ, "ફોલિંગ ઈન લવ (ઈઝ હાર્ડ ઓન ધ નિસ)", લોકગીત "હોલ ઈન માય સોલ", અને ક્રોસઓવર-પોપ સ્મેશ "પિન્ક" (જેના માટે 1999માં બેલડી અથવા જૂથ ગાયન સાથે શ્રેષ્ઠ રોક પર્ફોમન્સ વર્ગમાં બૅન્ડને તેમનો ચોથો ગ્રેમી ઍવોર્ડ એનાયત થયો હતો) લોકપ્રિય રહ્યાં હતાં.[૬૮] તેના પછી લગભગ બે વર્ષ લાંબો નાઈન લાઈવ્સ પ્રવાસ શરૂ થયો હતો, પણ તે એક કૉન્સર્ટ દરમ્યાન બૅન્ડના મુખ્ય ગાયક સ્ટીવન ટેલરને પગમાં પહોંચેલી ઈજા,[૯૩] અને જૉય ક્રેમરને એક ગૅસ સ્ટેશન પર તેમની કારમાં આગ લાગતાં સેકન્ડ ડિગ્રી બર્ન્સ (દાઝવાથી પહોંચેલી બીજી કક્ષાની હાનિ) જેવી ઈજાઓથી ગ્રસ્ત રહ્યો હતો.[૯૪] અલબત્ત, આજની તારીખે બૅન્ડે પોતાનું એકમાત્ર #1 સિંગલ રીલિઝ કર્યું હતું: સ્ટીવન ટેલરની દીકરી લિવને ચમકાવતી 1998ની ફિલ્મ, આર્માગેડોન માંથી, "આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ અ થિંગ", ડાયને વૉરેન દ્વારા (જો પેરીની સહાયના ઉલ્લેખ વિના) લિખિત પ્રેમગીત.[૯૫] આ ગીત ચાર અઠવાડિયાંઓ સુધી ચાર્ટમાં ટોચ પર રહ્યું હતું[૬૨] અને ઍકેડમી ઍવોર્ડ માટે નામાંકન પામ્યું હતું.[૯૬] આ ગીતે ઍરોસ્મિથને નવી પેઢી સમક્ષ પ્રસ્તુત કરી આપ્યું હતું[૯૭] અને ધીરા-નૃત્ય માટેના સ્ટેપલ તરીકે બરકરાર રહ્યું હતું.[૯૮] 1998માં તેમનું બેવડું-જીવંત આલ્બમ, ધ લિટલ સાઉથ ઓફ સેનિટી , પણ બહાર પડ્યું, ગેટ અ ગ્રિપ અને નાઈન લાઈવ્સ પ્રવાસ દરમ્યાનના પ્રદર્શનોનું તેમાં સંકલન કરવામાં આવ્યું હતું.[૯૯] તેની રીલિઝના થોડા જ સમયમાં આલ્બમ પ્લેટિનમ સ્થાન મેળવી ચૂકયું હતું.[૩૨] 1999 દરમ્યાન, બૅન્ડે નાઈન લાઈવ્સ અને "આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ અ થિંગ"ના પ્રચાર માટેનો પોતાનો અંતવિહીન લાગતો પ્રવાસ ચાલુ રાખ્યો હતો.[૧૦૦]

1999માં, વૉલ્ટ ડિઝની વર્લ્ડ રાઈડ ખાતે ડિઝની હોલિવુડ સ્ટુડિયોમાં (અને પછી પાછળથી 2001માં ડિઝનીલૅન્ડ પૅરિસ ખાતે વૉલ્ટ ડિઝની સ્ટુડિયો પાર્કમાં) ઍરોસ્મિથ પ્રસ્તુત થયા, રાઈડ માટે સાઉન્ડટ્રેક અને વિષયવસ્તુ આપી હોવાથી, ત્યાં ઍરોસ્મિથને ચમકાવતી રોક ‘એન’ રોલર કોસ્ટર રાઈડ બની.[૧૦૧] સપ્ટેમ્બર 9, 1999ના, સ્ટીવન ટેલર અને જૉ પેરી રન-ડી.એમ.સી.(Run-D.M.C.) થકી એકબીજા સાથે ફરીથી જોડાયા અને તેમની સાથે ગર્લ્સ ઓફ સમર પ્રવાસની પહેલ કરનાર, એમટીવી (MTV) વિડિઓ મ્યુઝિક ઍવોર્ડ ખાતે "વૉક ધિસ વે"નું સમૂહ જીવંત પ્રદર્શન કરવા માટે કિડ રોક પણ જોડાયો.[૧૦૨] જાપાનનો ટૂંકો પ્રવાસ કરીને બૅન્ડે નવી સહસ્ત્રાબ્દિની ઉજવણી કરી,[૧૦૩] અને 2000ની ફિલ્મ ચાર્લીઝ એન્જલ્સ માં "એન્જલ્ઝ આય" નામનું ગીત પણ આપ્યું.[૧૦૪] 2000ની પાનખરમાં, તેમણે પોતાના હવે પછીના આલ્બમ પર કામ કરવું શરૂ કર્યું.

==="જસ્ટ પુશ પ્લે", "ઓ, યાહ!, અને રોકસિમસ મેકિસમસ (2001–2003)=== જાન્યુઆરી 2001માં, પોપસ્ટાર્સ ‘એન સિનક, બ્રિટની સ્પીયર્સ, મૅરી જે. બ્લિગે, અને નેલી સાથે સુપર બૉલ XXXV માટે અડધા સમયના શો માટે પ્રદર્શન કરીને બૅન્ડે પોતાના નવા દાયકામાં પગરણ માંડ્યા. તેમાં "વૉક ધિસ વે"ના પર્ફોમન્સના અંતે તમામ સ્ટાર્સ ઍરોસ્મિથ સાથે જોડાયા હતા.[૧૦૫]

માર્ચ 2001માં, બૅન્ડે પોતાનું 13મું સ્ટુડિયો આલ્બમ જસ્ટ પુશ પ્લે બહાર પાડ્યું, જેણે ઝડપથી પ્લેટિનમ સ્થાન મેળવી લીધું,[૩૨] ટોપ 10 સિંગલ "જેડિડ"[૪૩] અને ડૉજ જાહેરાતોમાં તેના શીર્ષક ટ્રેકના ઉપયોગથી તેના વેચાણમાં ઊભરો આવ્યો.[૧૦૬] તેમનું આ આલ્બમ બહાર પડ્યા પછી થોડા જ સમયમાં, માર્ચ 2001ના અંત ભાગમાં તેમને રોક ઍન્ડ રોલ હૉલ ઓફ ફેમમાં પ્રવેશ આપવામાં આવ્યો.[૪૯] ઍરોસ્મિથ એક માત્ર એવું બૅન્ડ છે, જેને તેનું ગીત ("જેડિડ") ચાટર્સમાં સક્રિય હોવા છતાં તેમને હૉલ ઓફ ફેમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.[૬૨] એ વર્ષે પાછળથી, બૅન્ડે 9/11ના ત્રાહિતો અને તેમના પરિવારો માટે વૉશિંગ્ટન ડી.સી. ખાતે United We Stand: What More Can I Give સહાયાર્થ કૉન્સર્ટના હિસ્સારૂપે પોતાનું પર્ફોમન્સ આપ્યું.[૧૦૭] એ જ રાત્રે, તેમના જસ્ટ પુશ પ્લે પ્રવાસના હિસ્સા રૂપે, ઈન્ડિયાનાપૉલિસ ખાતે શો કરવાનો હોવાથી તેઓ તરત વિમાનથી પાછા ઈન્ડિયાનાપૉલિસ પાછા ફર્યા હતા.[૧૦૮]

બૅન્ડે પોતાના 2002ના વર્ષની શરૂઆત જસ્ટ પુશ પ્લે પ્રવાસના અંતથી, અને સાથે સાથે VH1 પર તેમના બિહાઈન્ડ ધ મ્યુઝિક વિશેષના કેટલાક ટુકડાઓના રૅકોર્ડિંગથી કરી, જે માત્ર બૅન્ડની તવારીખ કે ઇતિહાસ રજૂ નહોતું કરતું પણ તેની હાલની પ્રવૃત્તિઓ અને પ્રવાસની પણ રૂપરેખા આપતું હતું. આ વિશેષ તે બિહાઈન્ડ ધ મ્યુઝિક ના ગણતરીના બે કલાક લાંબા ટ્રેકમાંનું એક હતું.[૧૦૯] જુલાઈ 2002માં, ઍરોસ્મિથે પોતાની સમગ્ર કારકિર્દીને આવરતું બે-ડિસ્ક ધરાવતું સંકલન, ઓ, યાહ! અલ્ટીમેટ ઍરોસ્મિથ હિટ્સ રજૂ કર્યું, જેમાં "ગર્લ્સ ઓફ સમર" નામનું નવું સિંગલ હતું અને પછી તરત કિડ રોક અને રન-ડી.એમ.સી.(Run-D.M.C.) ઉદ્ઘાટન સાથે ગર્લ્સ ઓફ સમર પ્રવાસ શરૂ કર્યો.[૧૧૦] ઓ, યાહ!ને ડબલ-પ્લેટિનમ પ્રમાણિત કરવામાં આવ્યું હતું.[૩૨] 2002માં MTVએ ઍરોસ્મિથને પોતાના mtvICON(એમટીવીઆઈકોન) ઍવોર્ડથી નવાજયા હતા. પર્ફોમન્સોમાં પિન્કને આવરતું "જૅનીઝ ગોટ અ ગન" પણ સમાવિષ્ટ હતું. શકીરાએ "ડયુડ (લુકસ લાઈક અ લૅડી)" પર અભિનય આપ્યો, કિડ રોકે "મમા કિન" અને "લાસ્ટ ચાઈલ્ડ" વગાડ્યું, ટ્રેને "ડ્રીમ ઓન" પર અભિનય આપ્યો અને પાપા રૉચે "સ્વિટ ઈમોશન" કવર કર્યું. આ ઉપરાંત, મહેમાન મૅટાલિકા, તેમ જ જૅનેટ જૅકસન, લિમ્પ બિઝકિટ ગાયક ફ્રેડ દુરસ્ત, ઍલિસિયા સ્લિવસ્ટોન અને મિલા કુનિસ પાસે એ જ વખતે લેવામાં આવેલા પ્રતિભાવો તેમાં દર્શાવાયા છે.[૧૧૧] 2003માં, તેમના બ્લ્યૂઝ આલ્બમની રીલિઝની તૈયારીમાં, ઍરોસ્મિથ રોકસિમસ મૅકિસમસ પ્રવાસ પર કિસ સાથે સહ-શીર્ષક પામે છે. તેમણે રુગ્રાટ્સ ગો વાઈલ્ડ , "લિઝાર્ડ લવ" માટે પણ ગીત પ્રદર્શિત કર્યું હતું.[૧૧૨]

હોન્કિંગ ઓન બોબો , રોકિંગ ધ જોઈન્ટ , અને ડેવિલ્ઝ ગોટ અ ન્યૂ ડિસ્ગાઈઝ (2004–2006)

સપ્ટેમ્બર 4, 2003ના વૉશિંગ્ટન, ડી.સી.માં NFL કિકઓફ ખાતે પર્ફોમન્સ આપતાં ઍરોસ્મિથના બ્રાડ વ્હિટફોર્ડ, સ્ટીવન ટેલર અને જૉ પેરી.

ઍરોસ્મિથનું બહુ જૂનું વચન[૧૧૩], બ્લ્યૂઝ આલ્બમ હોન્કિંગ ઓન બોબો 2004માં બહાર પડ્યું. બૅન્ડના મૂળિયાં તરફનું આ પ્રયાણ હતું, જેમાં ભૂતપૂર્વ નિર્માતા જૅક ડગલાસ સાથે મળીને જીવંત સેશન દરમ્યાન જ આલ્બમનું રૅકોર્ડિંગ કરવામાં આવ્યું હતું, અને આમ તેમના બ્લ્યૂઝ-રોકનો પાયાનો પથ્થર મૂકાયો હતો.[૧૧૩] તેની પાછળ પાછળ ડિસેમ્બર 2004માં, લાઈવ ડીવીડી (DVD), યુ ગોટ્ટા મુવ આવી, જેમાં હોન્કિંગ ઓન બોબો પ્રવાસના વીણેલા અંશો લેવામાં આવ્યા હતા. 2004માં બ્યુક માટેના જાહેરાત અભિયાનમાં "ડ્રીમ ઓન"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જયારે આ ગીત પહેલીવાર ચાર્ટ પર આવ્યું ત્યારે મોટા ભાગે કિશોરવયના ગ્રાહકો ધરાવતા માર્ક(marque)ના માર્કેટને નિશાના પર રાખીને બનાવવામાં આવ્યું હતું.[૧૧૪]

2005માં સ્ટીવન ટેલર ફિલ્મ બી કૂલ માં દેખાયો.[૧૧૫] જૉ પેરીએ એ જ વર્ષે તેના પોતાના નામથી એક સોલો આલ્બમ બહાર પાડ્યું.[૧૧૬] 2006ના ગ્રેમી ઍવોર્ડ્સમાં, શ્રેષ્ઠ રોક વાદ્ય પર્ફોમન્સમાં તેમના ટ્રેક "મર્સી"ને નામાંકન મળ્યું,[૧૧૭] પણ ઍવોર્ડ લેસ પૉલને મળ્યો. ઑકટોબર 2005માં, ઍરોસ્મિથે રોકિંગ ધ જોઈન્ટ આલ્બમ રીલિઝ કર્યું.[૮] યુ.એસ.ના મોટામાં મોટા જાહેર માર્કેટોને પહોંચી વળવા ઑકટોબર 30ના લેની ક્રાવિત્ઝ સાથે બૅન્ડ પાનખર/શિયાળાના રોકિંગ ધ જોઈન્ટના પ્રવાસે નીકળી પડ્યું.[૧૧૮] બૅન્ડનો ઇરાદો વસંતમાં ચીપ ટ્રીકનો પ્રવાસ કરવાનો હતો, અને યુ.એસ.ના ગૌણ બજારો સુધી પહોંચવાનું આયોજન હતું.[૧૧૯] જો કે, પ્રવાસનું લગભગ સમગ્ર આયોજન રદ થયું હતું. શરૂઆતમાં એક પછી એક તારીખો રદ કરવામાં આવી,[૧૨૦] છેવટે માર્ચ 22, 2006ના જયારે એવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે મુખ્ય ગાયક સ્ટીવન ટેલરને ગળાની શસ્ત્રક્રિયાની આવશ્યકતા છે, ત્યારે પ્રવાસની બાકીની તારીખો રદ કરવામાં આવી હતી.[૧૨૧]

આર્મ્ડ ફોર્સિસ ડે 2006ના ઍરોસ્મિથે તેમના એક નવા આલ્બમનું રૅકોર્ડિંગ આરંભ કર્યું.[૧૨૨] 2006માં એસ્પ્લાન્ડે પર તેમની જુલાઈ 4ની વાર્ષિક કૉન્સર્ટ માટે ટેલર અને પેરીએ બોસ્ટન પોપ્સ ઓર્કેસ્ટ્રા સાથે પ્રદર્શન કયુર્ં, જે સ્ટીવન ટેલરની ગળાની શસ્ત્રક્રિયા પછીનો પહેલો કાર્યક્રમ હોવાથી સીમાચિહ્નરૂપ હતો.[૧૨૩] આ ગાળાની આસપાસ જ, બૅન્ડે એવું પણ જાહેર કર્યું કે તેઓ 2006ના ઉત્તરાર્ધમાં મોટલિ ક્રૂ સાથે રૂટ ઓફ ઓલ ઈવિલ પ્રવાસનો આરંભ કરશે.[૧૨૪] ઑગસ્ટ 24, 2006ના ટોમ હૅમિલ્ટન ગળાના કૅન્સરની સારવાર લઈ રહ્યો છે એવી જાહેરાત થઈ. જયાં સુધી તે ફરીથી સંપૂર્ણ સાજા ન થઈ જાય ત્યાં સુધી પૂરેપૂરા સાજા થવા માટે તેણે રૂટ ઓફ ઓલ ઈવિલ પ્રવાસમાંથી મોટા ભાગનો સમય બહાર રહેવું પડ્યું. તે પાછો ફર્યો ત્યાં સુધી તેની જગ્યા ભૂતપૂર્વ જૉ પેરી પ્રોજેકટના બાઝવાદક ડૅવિડ હુલે લીધી.[૧૨૫] સપ્ટેમ્બર 5, 2006ના કોલમ્બસ, ઓહિયો ખાતે મોટલિ ક્રૂ(Mötley Crüe) સાથે ઍરોસ્મિથે રૂટ ઓફ ઓલ ઈવિલ પ્રવાસનો પ્રારંભ કર્યો. નવેમ્બર 24 સુધીમાં, આ બે-શીર્ષ બૅન્ડોનો પ્રવાસ, બંને બૅન્ડોને આખા ઉત્તર અમેરિકાના ઍમ્ફિથિયેટરોમાં લઈ ગયો. એ પછી, અમુક પસંદગીનાં જાહેર સ્થળો માટે તારીખો ફાળવવામાં આવી, જેમાંથી કેટલાકમાં મોટલિ ક્રૂ સાથે હતા. ડિસેમ્બર 17ના પ્રવાસનો અંત આવ્યો.[૧૨૬]

17 ઑકટોબર, 2006ના ડેવિલ્ઝ ગોટ અ ન્યૂ ડિસ્ગાઈઝ - ધ વેરી બેસ્ટ ઓફ ઍરોસ્મિથ નામનું સંકલન આલ્બમ બહાર પડ્યું. આ આલ્બમમાં જૂનાં સફળ ગીતો સાથે બે નવાં ગીતો હતાં, "ડેવિલ્ઝ ગોટ અ ન્યૂ ડિસ્ગાઈઝ" અને "સેડોના સનરાઈઝ", જે આમ તો જૂનાં હતાં, પણ તેને આ આલ્બમ માટે ફરીથી રૅકોર્ડ કરવામાં આવ્યાં હતાં.[૧૨૭] મેઈનસ્ટ્રીમ રોક ટ્રેકસ ચાર્ટમાં "ડેવિલ્ઝ ગોટ અ ન્યૂ ડિસ્ગાઈઝ" #15 ક્રમે ટોચ પર પહોંચ્યું હતું.[૪૩] આ આલ્બમનો હેતુ સોની સાથેના કરારને પૂરો કરવાનો અને તેમનું નવું સ્ટુડિયો આલ્બમ રીલિઝ થાય ત્યાં સુધી ચાહકોને બાંધી રાખવાનો હતો.[૧૨૮]

પ્રવાસ, ગિટાર હીરોઃ ઍરોસ્મિથ , અને અપૂર્ણ આલ્બમ (2007-2009)

2007ની શરૂઆતમાં, બૅન્ડે પોતાના નવા વિશ્વપ્રવાસની જાહેરાત કરી, જે છેલ્લા એકાદ દશકામાં ઉત્તર અમેરિકા અથવા જાપાન બહારના દેશો માટેની તારીખો સમાવતો પહેલો પ્રવાસ હતો.[૧૨૯] ફેબ્રુઆરી 2007માં તેમના યુરોપિયન પ્રવાસના પ્રચાર-પ્રસાર માટે તેમણે લંડનના હાર્ડ રોક કાફેમાં પર્ફોમન્સ આપ્યું, જેમાં હાર્ડ રોક કાફે દ્વારા સંયોજિત હાઈડ પાર્ક કોલિંગ ઉત્સવના ભાગ રૂપે હાઈડ પાર્ક ખાતે એક રાત્રિના પર્ફોમન્સનો સમાવેશ થતો હતો.[૧૩૦] વસંતમાં, બૅન્ડે લૅટિન અમરિકાના પ્રવાસમાં બધી જ ટિકિટો વેચાઈને ખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં પર્ફોમન્સ આપ્યું.[૧૨૨] ઉનાળામાં, બૅન્ડે યુરોપનો પ્રવાસ કર્યો, કેટલાક મુખ્ય રોક ઉત્સવોમાં પર્ફોમન્સ આપ્યું અને કેટલાક એવા દેશો જયાં તેમણે કદી નહોતું વગાડયું તેની મુલાકાત લીધી. તે ઉપરાંત, બૅન્ડે યુનાઈટેડ આરબ અમીરાત અને ભારત જેવા એશિયાઈ દેશોમાં પણ સર્વપ્રથમ વખત કાર્યક્રમો કર્યા.[૭] જુલાઈના ઉત્તરાર્ધમાં બૅન્ડે કૅલિફોર્નિયા અને કૅનેડામાં અમુક વિશિષ્ટ તારીખોએ પણ પર્ફોમન્સ આપ્યું હતું. આવી એક તારીખ, પ્રિન્સ ઍડવર્ડ આયલૅન્ડમાં જુલાઈ 21ની કૉન્સર્ટ એ તે પ્રાંતના ઇતિહાસની સૌથી મોટી કૉન્સર્ટ રહી.[૧૩૧] સપ્ટેમ્બરમાં, બૅન્ડે ઈશાનના ઉત્તર અમેરિકાના મુખ્ય માર્કેટો માટે આઠ તારીખો ફાળવી. આ શોનું ઉદ્ઘાટન જોન જેટ દ્વારા કરવામાં આવ્યું હતું. બૅન્ડે હવાઈમાં એક રાત્રિ ખાનગી વૃંદ માટે પણ બજાવ્યું હતું. સંચાલન કે સંખ્યાના કારણોસર, માઉઈ ખાતેનો એક જાહેર શો રદ કરવો પડયો હતો,[૧૩૨] જેના પરિણામે બૅન્ડ સામે એક કલાસ એકશન દાવો માંડવામાં આવ્યો હતો.[૧૩૩] એપ્રિલ 2009માં, એ રદ થયેલા કાર્યક્રમની ટિકિટો ખરીદનાર તમામને 20 ઑકટોબર, 2009ના ફરીથી આયોજિત માઉઈ શોની નિઃશુલ્ક ટિકિટો તથા એ ઉપરાંત શો સંબંધિત તમામ ખર્ચ આપીને તેમની નુકસાની ભરપાઈ કરવા ઍરોસ્મિથ સહમત થયું હતું.[૧૩૪]

1 નવેમ્બર, 2007ના, બૅન્ડે પોતાના સોની સાથેના વર્તમાન કરાર માટે અંતિમ સ્ટુડિયો આલ્બમ માટે કામ કરવું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે આ આલ્બમમાં તેમનાં પાછલાં આલ્બમોમાં નહીં સમાવાઈ શકેલાં ટ્રેકોનું ફરીથી રૅકોર્ડિંગ તથા કેટલાક તદ્દન નવાનું મિશ્રણ હશે.[૧૩૫] એક ઈન્ટર્વ્યૂમાં, ગિટારવાદક જૉ પેરીએ જણાવ્યું હતું કે નવું આલ્બમ બનાવવાની સાથે સાથે, બૅન્ડ ગિટાર હીરો શ્રેણીના નિર્માતા સાથે પણ બૅન્ડના સંગીતને સમર્પિત Guitar Hero: Aerosmith બનાવવા માટે સઘન રીતે કામ કરી રહ્યું છે.[૧૩૬] જૂન 29, 2008ના આ રમત રીલિઝ થઈ, જેમાં તેમના ઘણાં સૌથી વધુ લોકપ્રિયતા પામેલાં ગીતો હતાં.[૧૩૭] સપ્ટેમ્બર 4, 2008ના કલાસિક રેડિયો પર સ્ટીવન ટેલરે ઘોષણા કરી કે પોતાનું 15મું સ્ટુડિયો આલ્બમ પૂરું કરવા માટે બૅન્ડ સપ્ટેમ્બર 2008ના અંતમાં સ્ટુડિયોમાં પ્રવેશવા ધારે છે. 2001ના જસ્ટ પુશ પ્લે પછીથી તે બૅન્ડનું પહેલું મૌલિક સર્જન હશે. ટેલરે એ વાતને પણ પુષ્ટિ આપી કે હજી જેનું નામ નિશ્ચિત નથી તે આલ્બમના પ્રચાર-પ્રસાર માટે જૂન 2009માં બૅન્ડ યુ.એસ.ના નવા પ્રવાસે નીકળવાનું આયોજન કરી રહ્યું છે. ફેબ્રુઆરી 1, 2009ના વેનેઝુએલામાં એક કૉન્સર્ટ થકી આ પ્રવાસનો શુભારંભ કરવાનો હતો.[૧૩૮] અલબત્ત, 15મી જાન્યુઆરીએ ટેલરે કહ્યું કે ગિટારવાદક જાૅ પેરીના ઘૂંટણને પહોંચેલી દ્વિતીય ઈજાના કારણે બૅન્ડ એ રાત્રિએ વગાડી શકે તેમ નથી. મધ્ય-ફેબ્રુઆરી 2009માં, પ્રખ્યાત બ્રેન્ડન ઓ’બ્રાયન આલ્બમનું નિર્માણ કરવાના છે અને આ આલ્બમ તેમની પહેલાંની રૅકોર્ડ્સની જેમ, જીવંત રૅકોર્ડ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આમ તો બૅન્ડને તેઓ જૂન 2009માં પ્રવાસ શરૂ કરે તે પહેલાં આ આલ્બમ પૂરું કરવાની આશા હતી[૧૩૯], પણ પૅરીએ જણાવ્યું કે જૂથને "સમજાયું કે અમે ઉનાળામાં માર્ગ પર ઊતરીએ એ પહેલાં (આલ્બમ) પૂરું થઈ શકે એવી કોઈ શકયતા જ નહોતી." પ્રવાસના શુભારંભ રૂપે ZZ ટોપ કરવાનું પણ આયોજન હતું.[૧૪૦] ગિટાર હીરોઃ ઍરોસ્મિથ દ્વારા પ્રસ્તુત, ધ ઍરોસ્મિથ/ZZ ટોપ પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી અને તેની પહેલી તારીખો એપ્રિલ 8, 2009ના રીલિઝ કરવામાં આવી.[૧૪૧]

જૂનથી સપ્ટેમ્બર 2009 દરમ્યાનના આ પ્રવાસમાં બૅન્ડે સમગ્ર ઉત્તર અમેરિકામાં ફર્યું.[૧૪૨] આ પ્રવાસમાં બૅન્ડે પોતાના 1975ના આલ્બમ ટોય્ઝ ઈન ધ એટ્ટીક નાં તમામ ગીતો પહેલી સાત તારીખોમાં ભજવ્યા અને તેમાં જૉ પેરીએ 1976ના ઊંડા કટ "કોમ્બિનેશન" પર મુખ્ય ગીતો ગાયાં. અલબત્ત, પ્રવાસમાં બૅન્ડે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બૅન્ડના ગિટારવાદક બ્રાડ વ્હિટફોર્ડને પોતાની કારમાંથી બહાર નીકળતી વખતે થયેલી ઈજાના કારણે, માથાની શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી અને તેમાંથી સાજા થવા માટે પ્રવાસની સાત તારીખો દરમ્યાન બહાર બેસવું પડ્યું. 28 જૂન, 2009ના, અનકાસવિલે, કોનિકટીકટના મોહેગન સન અરેના ખાતે બૅન્ડનો આ પ્રવાસનો સાતમો શો હતો, તે દરમ્યાન મુખ્ય ગાયક સ્ટીવન ટેલરના પગમાં હાનિ પહોંચી, અને તેના કારણે તે પછીના સાત શો મોકૂફ રાખવા પડયા. જુલાઈ 15ના બૅન્ડે પોતાનો પ્રવાસ ફરીથી શરૂ કર્યો તે સાથે જ, વ્હિટફોર્ડ તો પાછો આવી ગયો પણ હવે ટોમ હૅમ્લિટને પોતાની અનાક્રમક શસ્ત્રક્રિયામાંથી સાજા થવા માટે પ્રવાસમાંથી રજા લેવી જરૂરી હતી. ઑગસ્ટ 5, 2009ના દક્ષિણ ડૅકોટાના સ્ટુર્ગિસમાં એક કૉન્સર્ટ વખતે મંચ પરથી પડી જતાં, ટેલરને તરત હૉસ્પિટલ ખસેડવો પડ્યો હતો.[૧૪૩] એ કૉન્સર્ટમાં જયારે બૅન્ડનાં શ્રાવ્ય સંસાધનો માવજત માગતા હોવાથી, ટેલર "લવ ઈન ઍન ઈલાવેટર"માં પોતાના ચાહકોને નાચતાં-ગાતાં શાંત પાડી રહ્યો હતો, ત્યારે એ સ્થળની સાંકડી પગદંડી પરથી ગબડી પડ્યો હતો. ગિટારવાદક જૉ પેરીએ પ્રેક્ષકોને શો પૂરો થયાની જાહેરાત કરી તે પહેલાં, સુરક્ષાકર્મીઓ તેને સહારો આપીને મંચની પાછળ લઈ ગયા હતા. ટેલરને હવાઈમાર્ગે રૅપિડ સિટી રિજિઓનલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, અને ત્યાં તેને માથા અને ગળાના ભાગે થયેલી ઈજાઓ અને તૂટેલા ખભાની સારવાર આપવામાં આવી હતી. હવે ટેલરની ઈજાઓને ધ્યાનમાં લેતાં, બૅન્ડ પાસે પશ્ચિમ કૅનેડામાંના પોતાના પાંચ શો મોકૂફ રાખવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. ઑગસ્ટ 14, 2009ના, ઍરોસ્મિથે ZZ ટોપ સાથે તેમનો બાકીનો યુ.એસ. પ્રવાસ, ટેલરની ઈજાઓને કારણે રદ કરવાનું નક્કી કર્યું છે એવી જાહેરાત કરી.[૧૪૪][૧૪૫]

આ પ્રવાસ મધ્યે પણ, પેરીએ પોતાના પાંચમા સોલો આલ્બમ, હેવ ગિટાર, વિલ ટ્રાવેલ નું કામ પૂરું કર્યું અને ડ્રમવાદક જૉય ક્રૅમરે પોતાની આત્મકથા, હિટ હાર્ડ રીલિઝ કરી. પૅરીનું સોલો આલ્બમ ઑકટોબર 6, 2009ના બહાર પડ્યું.

મંચ પરથી ગબડી પડ્યાની ઈજાઓમાંથી ટેલર બેઠો તે પછી, મધ્ય-ઑકટોબરમાં બૅન્ડે હવાઈ ખાતે બે શો કરવા માટે ફરીથી મંચ પર આવ્યું, 2007માં રદ કરાયેલા શોના બદલામાં કાયદાકીય પતાવટના ભાગ રૂપે એક શો માઉઈમાં ફરીથી ગોઠવવામાં આવ્યો, અને એક બીજો વધારાનો શો, જે હોનોલુલુમાં વગાડવામાં આવ્યો. નવેમ્બરની શરૂઆતમાં, બૅન્ડે ગ્રાન્ડ પ્રિકસ ખાતે અબુ ધાબીમાં એક કૉન્સર્ટ આપી.

ટેલર-પૅરી વચ્ચેનું વેર અને ‘કોકડ, લોકડ, ઍન્ડ રેડી ટુ રોક ટુર’ (2009 પછી)

વર્ષાંન્તે આયોજિત દક્ષિણ અમરિકાના પ્રવાસમાંથી ટેલર બહાર રહ્યો અને તેની આત્મકથા ડઝ ધ નોઈઝ ઈન માય હેડ બોધર યૂ? જેવા સોલો પ્રોજેકટ પૂરા કરવાનો તેનો ઇરાદો હોય તેવું લાગતું હતું. કલાસિક રોક મૅગેઝિન ને ટેલરે કહ્યું હતું, "હું શું કરી રહ્યો છું તેની મને હજી ખબર નથી, પણ એ કંઈક સ્ટીવન ટેલર વિશેનું છે તે ચોક્કસઃ મારી પોતાની બ્રાન્ડ - બ્રાન્ડ ટેલર પર હું કામ કરી રહ્યો છું."[૧૪૬] દરમ્યાનમાં, ગિટારવાદક જૉ પેરીએ 2009ના અંતમાં સ્ટેટ્સમાં પ્રવાસ કર્યો તથા 2010ની શરૂઆતમાં જાપાન અને યુકે(UK)નો પણ પ્રવાસ કર્યો.[૧૪૬]

નવેમ્બર 2009માં, જૉ પેરીએ એવું નિવેદન આપ્યું કે ટેલર બૅન્ડ સાથે સંપર્કમાં નથી અને કદાચ તે ઍરોસ્મિથ છોડી જવાની ધાર પર પણ હોઈ શકે.[૧૪૭] પેરીએ એવું પણ કહ્યું કે બાકીનું જૂથ હવે "કામ કરવા માટે નવા ગાયકની શોધમાં છે."[૧૪૮] સ્ટીવન ટેલરના સ્થાન માટે લેની ક્રાવિત્ઝે સંપર્ક કર્યો હોવાના અહેવાલો બહાર આવ્યા હતા, પણ તેણે તેને નકાર્યા હતા.[૧૪૯]

અલબત્ત, ટેલરના બૅન્ડ છોડી જવાની આ બધી અફવાઓ છતાં, નવેમ્બર 10, 2009ના ફિલમોર ન્યૂ યોર્કના ઈરવિન પ્લાઝા ખાતે ટેલર ધ જૉ પેરી પ્રોજેકટ સાથે મંચ પર જોડાયો, અને ટેલર અને પેરીએ સાથે મળીને ઍરોસ્મિથનું સિંગલ "વૉક ધિસ વે" પર્ફોમ કર્યું. આ પ્રસંગે હાજર રહેલા સ્રોતો અનુસાર, ટેલરે જનમેદનીને ખાતરી આપી હતી કે તે "ઍરોસ્મિથ છોડી રહ્યો નથી."[૧૫૦][૧૫૧]

22 ડિસેમ્બરના, પિપલ મૅગેઝિને અહેવાલ લખ્યો કે વર્ષોના પ્રદર્શનના પરિણામે ટેલરનાં ઘૂંટણ, પગ અને પંજામાં થયેલી ઈજાઓને લઈને શરૂ કરવામાં આવેલી દર્દશામક દવાઓના વ્યસનમાંથી છૂટવા માટે તે પુનઃવસન સવલત (વ્યસનમુકિત કાર્યક્રમમાં ભાગ) લઈ રહ્યો છે. તેના નિવેદનમાં ટેલરે જણાવ્યું હતું કે તેને મળતા ટેકા માટે તે કૃતજ્ઞતા અનુભવી રહ્યો છે, તથા આ બાબતને નિયંત્રણ હેઠળ લાવવા તે મક્કમ છે, તેમ જ મંચ પર પાછા ફરવા અને તેના બૅન્ડમિત્રો સાથે સ્ટુડિયો રૅકોર્ડિંગ કરવા તે આતુર છે.[૧૫૨]

જાન્યુઆરી 20, 2010ના, ટેલરની જગ્યાએ નવા ગાયક માટેની કસોટીઓ લેવા માટે બૅન્ડ તૈયારીઓ કરી રહ્યું છે એ બાબતને પેરીએ પુષ્ટિ આપી.[૧૫૩] પેરીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ટેલરના પગમાં જે સર્જરી કરવામાં આવશે તેના કારણે તે લગભગ દોઢ વર્ષ માટે "બહાર મુકાઈ જશે", અને તે દરમ્યાન, બાકીનું બૅન્ડ પર્ફોમ કરવાની ઇચ્છા રાખે છે. પેરીએ એવું પણ કહ્યું હતું કે જો ટેલરની ઇચ્છા હશે તો બૅન્ડ ભવિષ્યમાં તેની સાથે કામ ચાલુ રાખવા તૈયાર છે.[૧૫૪] તેના પ્રતિભાવમાં, ટેલરના એટર્નીએ બૅન્ડ અને તેના મૅનેજરને "ઊભા રહો અને થોભો"નો પત્ર મોકલ્યો અને જો તેઓ ટેલરનું સ્થાન ભરવાનો આ પ્રયત્ન નહીં અટકાવે તો તે બંને સામે આગળ વધુ કાયદાકીય પગલાં લેશે એવી ધમકી આપી હતી.[૧૫૫]

ફેબ્રુઆરી 15, 2010ના, ઈંગ્લૅન્ડના ડોનિંગ્ટન પાર્ક ખાતે જૂન 2010માં ડાઉનલોડ ફેસ્ટિવલને ઍરોસ્મિથ શીર્ષકગીત આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.[૨] સંગ્રહિત ૨૦૧૦-૦૨-૧૮ ના રોજ વેબેક મશિન આ ઉત્સવના પ્રમોટર ઍન્ડી કોપિંગે આ શો માટે પ્રથમ હરોળના ગાયક તરીકે સ્ટીવન ટેલરના નામને પુષ્ટિ આપી હતી. સોલ્વેસ્બોર્ગ(ölvesborg)માં જૂન 10ના હાજરી આપ્યા પછી, જૂન 13થી બૅન્ડ સ્વિડન રોક ફેસ્ટિવલ ખાતે પ્રદર્શન આપીને આગળ વધશે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી.[૧૫૬] 24મી ફેબ્રુઆરીએ, બૅન્ડે તેમના આવનારા "કોકડ, લોકડ ઍન્ડ રેડી ટુ રોક"ના યુરોપિયન પ્રવાસ માટેની 10 તારીખો જાહેર કરી. [૧૫૭][૧૫૮]

બૅન્ડના સદસ્યો


ડિસ્કોગ્રાફી

સ્ટુડિયો આલ્બમ

રીલિઝની તારીખશીર્ષકબિલબોર્ડ પર મેળવેલું ચરમસ્થાન[૭૭]RIAA પ્રમાણપત્ર[૩૨]લેબલ
જાન્યુઆરી 13, 1973ઍરોસ્મિથ212x પ્લેટિનમકોલમ્બિયા
માર્ચ 1, 1974ગેટ યોર વિંગ્સ743x પ્લેટિનમ
એપ્રિલ 8, 1975ટોય્ઝ ઈન ધ એટ્ટીક118x પ્લેટિનમ
મે 3, 1976રોકસ4x પ્લેટિનમ
ડિસેમ્બર 1, 1977ડ્રો ધ લાઈન112x પ્લેટિનમ
નવેમ્બર 1, 1979નાઈટ ઈન ધ રટ્સalign="center"14.પ્લેટિનમ
ઑગસ્ટ 1, 1982રોક ઈન અ હાર્ડ પ્લેસ32ગોલ્ડ
નવેમ્બર 9, 1985ડન વિથ મિરર્સ36ગોલ્ડગેફેન
સપ્ટેમ્બર 5, 1987પર્મેનન્ટ વૅકેશન115x પ્લેટિનમ
સપ્ટેમ્બર 8, 1989પમ્પ57x પ્લેટિનમ
એપ્રિલ 20, 1993ગેટ અ ગ્રિપalign="center"1.7x પ્લેટિનમ
માર્ચ 18, 1997નાઈન લાઈવ્સalign="center"1.2x પ્લેટિનમકોલમ્બિયા
માર્ચ 6, 2001જસ્ટ પુશ પ્લે2પ્લેટિનમ
માર્ચ 30, 2004હોંકિંગ ઓન બોબો5ગોલ્ડ
2010અનામીalign="center"

સિંગલ

બિલબોર્ડ હોટ 100ના ટોચનાં 40માં ઍરોસ્મિથનાં ૨૧ ગીતો ક્રમાંકિત થયાં હતાં:[૪૩]

ફિલ્મોગ્રાફી અને વિડીઓગ્રાફી

સંગીત રૅકોર્ડિંગ અને વગાડવા ઉપરાંત, ઍરોસ્મિથે ફિલ્મો, ટેલિવિઝન, વિડીઓ રમતો અને મ્યુઝિક વિડીઓ પણ આપ્યાં. 1978માં, ફિલ્મ Sgt. પેપેર્સ લોનલી હાર્ટ્સ કલબ બૅન્ડ માં આ બૅન્ડ "ફયુચર વિલિયન બૅન્ડ (ભવિષ્યના ખલનાયક બૅન્ડ)"ની ભૂમિકામાં દેખાયું. પાછળથી, જયારે 1980 અને 1990ના દાયકામાં બૅન્ડે પોતાનો પુનરુદ્ધાર કર્યો, તે પછી બૅન્ડની હાજરી વધુ દેખાવા માંડી, જેમ કે 1990માં બૅન્ડ સેટરડે નાઈટ લાઈવ પર "વાય્નઝ વર્લ્ડ"માં, 1991માં ધ સિમ્પસન્સ ના ઍપિસોડ "ફલેમિંગ મોઝ(Flaming Moe's)"માં અને 1993માં ફિલ્મ વાય્નઝ વર્લ્ડ 2 માં બૅન્ડ દેખાયું હતું.[૧૫૯]

આ બૅન્ડ અમુક વિડીઓ રમતોનો વિષય પણ બન્યું હતું, જેમાં 1994ની રિવોલ્યુશન X , 1995ની કવેસ્ટ ફોર ફેમ , અને જૂન 2008માં Guitar Hero: Aerosmith સામેલ છે.[૧૫૯] બૅન્ડે 30 વધુ મોટા મ્યુઝિક વિડીઓ બનાવ્યા,[૧૬૦] તથા સાત સ્વનિર્મિત વિડીઓ અથવા ડીવીડી બહાર પાડ્યાં હતાં.[૧૬૧]

કૉન્સર્ટ પ્રવાસો

પુરસ્કાર અને સિદ્ધિઓ

1970ના દાયકામાં ઍરોસ્મિથે મેળવેલી લોકપ્રિયતા અને સફળતા છતાં, છેક 1980 અને 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમના પ્રત્યાગમન પછી તેમને પુરસ્કાર અને મુખ્ય સન્માનોથી નવાજવાનું શરૂ થયું હતું. 1987માં, ઍરોસ્મિથે રન-ડી.એમ.સી. સાથે "વૉક ધિસ વે"ના રિ-મિકસ માટે શ્રેષ્ઠ રૅપ-સિંગલ માટે સોલ ટ્રેન મ્યુઝિક ઍવોર્ડ જીત્યો હતો. 1990માં, ઍરોસ્મિથે બેલડી અથવા સમૂહ ગાયન સહિતના શ્રેષ્ઠ રોક પર્ફોમન્સ માટે, તેમનો પહેલો ગ્રેમી ઍવોર્ડ મેળવ્યો હતો, અને તે પછી "જેનીઝ ગોટ અ ગન", "લિવિંગ ઓન ધ ઍજ", "ક્રેઝી", અને "પિન્ક" માટે આવા કુલ ચાર ઍવોર્ડ (ચારેચાર 1990ના દાયકામાં) મેળવ્યા હતા. આ વિભાગમાં ઍવોર્ડ જીતનારામાં ઍરોસ્મિથ, U2 પછી માત્ર બીજા સ્થાને છે.[૬૮]

આ ઉપરાંત, સમગ્ર 1990ના દાયકામાં ઍરોસ્મિથના મ્યુઝિક વિડીયોએ પણ અસંખ્ય ઍવોર્ડ મેળવ્યા હતા. MTV વિડીયો મ્યુઝિક ઍવોર્ડ્સ (VMAs)માં ઍરોસ્મિથ સૌથી સફળ સદાબહાર કલાકાર તરીકે ચોથા સ્થાને ક્રમાંકિત થયા હતા, અને આજની તારીખ સુધીમાં આવા દસ પુરસ્કાર મેળવી ચૂકયા છે. ઍરોસ્મિથ શ્રેષ્ઠ રોક વિડીયો (ચાર પુરસ્કારો સાથે) અને પ્રેક્ષકોની પસંદ (વ્યૂઅર્સ ચોઈસ)માં (ત્રણ પુરસ્કારો સાથે) વિભાગોમાં સદાબહાર આગેવાન પણ રહ્યા છે. વિડીયો ઓફ ધ યર (વર્ષનો શ્રેષ્ઠ વિડીયો), બેસ્ટ ગ્રૂપ વિડીયો (શ્રેષ્ઠ જૂથ વિડીયો) અને બેસ્ટ વિડીયો ફ્રોમ અ ફિલ્મ (ફિલ્મમાંનો શ્રેષ્ઠ વિડીયો) એ ત્રણે વિભાગોમાં ઍરોસ્મિથે એક એક પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. જે વિડીયો માટે ઍરોસ્મિથને VMAs પુરસ્કારો આપવામાં આવ્યા, તે હતાં- "જેનીઝ ગોટ અ ગન" (૨ પુરસ્કારો), "ધ અધર સાઈડ", "લિવિંગ ઓન ધ ઍજ", "ક્રાઈંગ" (૩ પુરસ્કારો), "ફોલિંગ ઈન લવ (ઈઝ હાર્ડ ઓન ધ નીઝ)", "પિન્ક", અને "આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ અ થિંગ".[૬૨]

તેમની સમગ્ર કારકિર્દી દરમ્યાન (ખાસ કરીને 1990 અને તે પછી), ઍરોસ્મિથે સાત અમેરિકન મ્યુઝિક ઍવોર્ડ્સ, ચાર બિલબોર્ડ મ્યુઝિક ઍવોર્ડ્સ, બે પિપ્લ્સ ચોઈસ પુરસ્કારો, સોળ બોસ્ટન મ્યુઝિક પુરસ્કારો અને અગણિત અન્ય પુરસ્કારો અને સન્માનો મેળવ્યાં હતાં.[૬૨] ઍરોસ્મિથે મેળવેલી ઉચ્ચ પ્રશસ્તિમાં 1990માં હોલિવુડના રોક વૉકમાં પ્રવેશ, એપ્રિલ 13, 1993ના ત્યારના ગવર્નર વિલિયમ વેલ્ડ દ્વારા મેસ્સાચ્યુસેટ્ટસ રાજયમાં "ઍરોસ્મિથ દિવસ"ની ઘોષણા, 2001માં રોક ઍન્ડ રોલ હૉલ ઓફ ફેમમાં તેમનો પ્રવેશ[૪૯], અને 2002માં mtvICON (એમટીવીઆઈકોન) પુરસ્કાર દ્વારા થયેલું સન્માન સામેલ છે.[૧૧૧]

ટૅકનોલૉજી અને વિડીયો રમતોના ક્ષેત્રમાં પણ, ઍરોસ્મિથે અદ્ભુત કામગીરી કરી હતી. 1994માં, ઍરોસ્મિથે ઈન્ટરનેટ પર તેમનું ગીત "હેડ ફર્સ્ટ" મૂકયું, જે ઓનલાઈન ઉપલબ્ધ હોય તેવું પહેલું પૂરી-લંબાઈનું વેપારી ઉત્પાદન ગણાય છે. 2008માં, ઍરોસ્મિથ પહેલા એવા કલાકાર બન્યા હતા, જેમની આસપાસ Guitar Hero: Aerosmith સાથે સમગ્ર ગિટાર હીરો વિડીયો રમત ફરે છે.

ઍરોસ્મિથે કેટલાક ચાર્ટ પર અને આલ્બમોના વેચાણમાં પણ ઊંચાઈઓ આંબી છે, જેમ કે નવ જણના જૂથ તરીકે મેઈનસ્ટ્રીમ રોક ટ્રેકસના ચાર્ટમાં સૌથી વધુ પહેલા ક્રમ ધરાવનાર સિંગ્લ્સ આપનાર તે માત્ર બીજું જૂથ છે,[૪૩] "આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ અ થિંગ" સાથે બિલબોર્ડ હોટ 100 પર પહેલા ક્રમે પહોંચનાર એક માત્ર રોક જૂથ છે,[૧૬૨] અને સૌથી વધુ ગોલ્ડ અને મલ્ટી-પ્લેટિનમ આલ્બમ આપનાર અમેરિકન જૂથ છે.[૧૬૩] અમેરિકાના રૅકોર્ડિંગ ઈન્ડસ્ટ્રી એસોસિએશન અનુસાર, ઍરોસ્મિથ એક ડાયમંડ આલ્બમ અને ચાર ગોલ્ડ સિંગ્લ્સ ઉપરાંત 25 ગોલ્ડ, 18 પ્લેટિનમ, અને 12 મલ્ટી-પ્લેટિનમ આલ્બમના વેચાણનાં પ્રમાણપત્રો ધરાવે છે. વિશ્વભરમાં 150 મિલિયન આલ્બમોનું અને યુનાઈટેડ સ્ટેટ્સમાં 66.5 મિલિયન આલ્બમોનું વેચાણ ધરાવનાર ઍરોસ્મિથ, અમેરિકાનું બેસ્ટ-સેલિંગ રોક બૅન્ડ છે.

સૂચિઓમાં ક્રમાંકન

  • "ડ્રીમ ઓન", "ટોય્ઝ ઈન ધ એટ્ટીક", અને "વૉક ધિસ વે" (રન-ડી.એમ.સી. સાથે) એ રોક ઍન્ડ રોલને આકાર આપનાર ધ રોક ઍન્ડ રોલ હૉલ ઓફ ફેમનાં 500 ગીતોમાં સ્થાન પામ્યાં છે.
  • 1993માં, "વૉક ધિસ વે" (રન-ડી.એમ.સી. સાથે) અને "જેનીઝ ગોટ અ ગન" એ "રોલિંગ સ્ટોનઃ ધ ટોપ 100 મ્યુઝિક વિડીયોઝ"માં અનુક્રમે #11 અને #95 સ્થાન પામ્યાં હતાં.
  • 1999માં, "વૉક ધિસ વે" (રન-ડી.એમ.સી. સાથે) અને "જેનીઝ ગોટ અ ગન"ને "MTV: 100 ગ્રેટેસ્ટ વિડીયોઝ એવર મૅડ"માં અનુક્રમે #5 અને #48 ક્રમે સમાવવામાં આવ્યા હતા.
  • 2000માં, "વૉક ધિસ વે" અને "ડ્રીમ ઓન"ને અનુક્રમે #35 અને #47 ક્રમે "VH1: 100 ગ્રેટેસ્ટ રોક સોંગ્સ"માં સમાવવામાં આવ્યા હતા.
  • 2000માં, VH1ના "100 ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ્સ ઓફ હાર્ડ રોક"માં તેને #11 ક્રમ આપવામાં આવ્યો હતો.
  • 2001માં, "VH1: 100 ગ્રેટેસ્ટ વિડીયોઝ"માં "વૉક ધિસ વે" (રન-ડી.એમ.સી. સાથે)ને #11, "ક્રેઝી"ને #23, અને "જૅનીઝ ગોટ અ ગન"ને #48 ક્રમે સમાવવામાં આવ્યા હતા.
  • 2003માં, રોલિંગ સ્ટોનના સદાબહાર શ્રેષ્ઠતમ 500 આલ્બમોમાં રોકસ ને #176 ક્રમે અને ટોય્ઝ ઈન ધ એટ્ટીક ને #228 ક્રમે સ્થાન આપવામાં આવ્યું હતું.
  • 2003માં, "VH1: 100 બેસ્ટ સોંગ્સ ઓફ ધ પાસ્ટ 25 યર્સ (છેલ્લાં 25 વર્ષના સૌથી શ્રેષ્ઠ 100 ગીતો)"માં "આઈ ડોન્ટ વોન્ટ ટુ મિસ અ થિંગ"ને #45 ક્રમે સમાવવામાં આવ્યું હતું.
  • 2004માં, રોલિંગ સ્ટોનના સદાબહાર શ્રેષ્ઠતમ 500 આલ્બમોમાં "ડ્રીમ ઓન"ને #172 ક્રમે, "વૉક ધિસ વે" (રન-ડી.એમ.સી. સાથે)ને #287 ક્રમે, "વૉક ધિસ વે"(મૌલિક)ને #336 ક્રમે, અને "સ્વિટ ઈમોશન"ને #408 ક્રમે સ્થાન આપવામાં આવ્યું હતું.
  • 2004માં, "ટોપ પોપ આર્ટિસ્ટ્સ ઓફ ધ પાસ્ટ 25 યર્સ (છેલ્લાં 25 વર્ષના ટોચના પોપ કલાકારો)"ના ચાર્ટમાં તેને #18 ક્રમે સ્થાન આપવામાં આવ્યું હતું.
  • 2004માં, રોલિંગ સ્ટોન સામયિકે તેની 100 શ્રેષ્ઠતમ, સદાબહાર કલાકારોની યાદીમાં ઍરોસ્મિથને #57 ક્રમે સ્થાન આપ્યું હતું.[૧૬૪]
  • 2008માં, રોલિંગ સ્ટોને તેની 100 સદાબહાર શ્રેષ્ઠતમ ગિટાર ગીતોની યાદીમાં "વૉક ધિસ વે"ની મૂળ કૃતિને #34મું સ્થાન આપ્યું હતું.[૧૬૫]
  • 2009માં, "VH1's 100 ગ્રેટેસ્ટ હાર્ડ રોક સોંગ્સ"માં ઍરોસ્મિથના "વૉક ધિસ વે" (મૌલિક)ને #8 ક્રમે સ્થાન આપવામાં આવ્યું હતું.

આ પણ જોશો

  • ઍરો ફોર્સ વન
  • ઍરોસ્મિથ આઉટટેકસની સૂચિ
  • ઓસ્ટ્રેલિયન સિંગલ્સના ચાર્ટમાં પહેલા ક્રમે પહોંચેલા કલાકારોની સૂચિ
  • હોટ 100 (યુનાઈટેડ સ્ટેટ્સ)માં પહેલા ક્રમે પહોંચેલા કલાકારોની સૂચિ
  • યુ.એસ. મેઈનસ્ટ્રીમ રોક ચાર્ટમાં પહેલા ક્રમે પહોંચેલા કલાકારોની સૂચિ
  • યુનાઈટેડ સ્ટેટ્સમાં બેસ્ટ-સેલિંગ રહેલાં આલ્બમોની સૂચિ
  • બેસ્ટ-સેલિંગ સંગીત કલાકારોની સૂચિ
  • નંબર-વન હિટ્સની સૂચિ (યુનાઈટેડ સ્ટેટ્સ)
  • નંબર-વન મેઈનસ્ટ્રીમ રોક હિટ્સ (યુનાઈટેડ સ્ટેટ્સ)

સંદર્ભો

ગ્રંથસૂચિ

  • Davis, Stephen (1997). Walk This Way: The Autobiography of Aerosmith. New York: HarperCollins. ISBN 0380975947. Unknown parameter |co-authors= ignored (મદદ)
  • Huxley, Martin (1995). Aerosmith: The Fall and the Rise of Rock's Greatest Band. New York: St. Martin's Press. ISBN 031211737X.

પાદટીપ

વધુ વાંચન

  • Bowler, Dave (1997). Aerosmith: What It Takes. Pan Macmillan. ISBN 0752222430. Text "co-authors- Bryan Dray" ignored (મદદ); Cite has empty unknown parameter: |unused_data= (મદદ)
  • Dome, Malcolm (1994). Aerosmith: Life in the Fast Lane. Castle Communications. ISBN 1898141754.
  • Foxe-Tyler, Cyrinda (2000). Dream on: Livin' on the Edge With Steven Tyler and Aerosmith. Berkley Boulevard Books. ISBN 0425171426. Unknown parameter |co-authors= ignored (મદદ)
  • Power, Martin (1997). The Complete Guide to the Music of Aerosmith. Omnibus Press. ISBN 0711955980.
  • Putterford, Mark (1996). The Fall and Rise of Aerosmith. Omnibus Press. ISBN 0711953082.
  • Putterford, Mark (1994). Aerosmith Live!. Omnibus Press. ISBN 0711942463.

ઈન્ટર્વ્યૂ

બાહ્ય લિંક્સ

🔥 Top keywords: