જાપાનનો રાષ્ટ્રધ્વજ

જાપાનનો રાષ્ટ્રધ્વજ એ સફેદ લંબચોરસ આકારનો છે અને તેના કેન્દ્રમાં લાલ રંગનું ગોળો છે જે સૂર્યનું પ્રતિક છે. ધ્વજને સત્તાવાર રીતે નિસ્સોકી (સૂર્યના ચિહ્ન વાળો ધ્વજ) તરીકે ઓળખાય છે પરંતુ સામાન્ય પ્રજામાં તે હિનોમારૂ (સૂર્યનું વર્તુળ) તરીકે વધુ પ્રચલિત છે છે.

જાપાન
નામનિસ્સોકી અથવા હિનોમારૂ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોફેબ્રુઆરી ૨૭, ૧૮૭૦ના રોજ પ્રથમ વખત અને ઓગસ્ટ ૧૩, ૧૯૯૯ના રોજ સત્તાવાર રાષ્ટ્રધ્વજ તરીકે
રચનાસફેદ પશ્ચાદભૂમાં લાલ રંગનું સૂર્યનું વર્તુળ

જાપાની સભ્યતામાં સૂર્યનું આગવું મહત્ત્વ છે. તેમની દંતકાથાઓ અને ધર્મમાં તેમના શહેનશાહ સૂર્યની દેવીના વંશજ ગણાયા છે અને તેથી જ તેમને સત્તાનો અધિકાર અપાયો છે. સૂર્યની આ કેન્દ્રિય મહત્તા તેમના દેશના નામ અને ધ્વજની આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે.[૧][૨][૩]

લોકોમાં ધ્વજને લઈ અને અનેક અભિપ્રાયો પ્રવર્તે છે. કેટલાક જાપાનીઓના મતે ધ્વજ જાપાનનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય કોઈ ધ્વજ તેનું સ્થાન લઈ ન શકે. જોકે કેટલાકના મતે ધ્વજ તીવ્ર રાષ્ટ્રવાદનું પ્રતિક હોવાને લીધે તેને જાહેરમાં પ્રદર્શિત નથી કરાતો અને ખાસ કરીને શાળાઓમાં તેના પ્રદર્શનને લઈ અને વિરોધ અને કાયદાકીય મડાગાંઠો સર્જાઈ છે. કેટલાકના મતે ધ્વજ રાષ્ટ્રિય આક્રમતા અને રાજાશાહીનું પ્રતિક છે.

સમાનતા ધરાવતા ધ્વજો

સંદર્ભ

બાહ્ય કડીઓ

  • Japan at Flags of the World
🔥 Top keywords: