ઝુલ્ફીકાર અલી ભુટ્ટો

પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ અને ૯મા વડાપ્રધાન

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો (૫ જાન્યુઆરી ૧૯૨૮ – ૪ એપ્રિલ ૧૯૭૯) પાકિસ્તાની વકીલ અને રાજનેતા હતા. તેમણે ૧૯૭૧–૭૩ સુધી પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ તરીકેનો તેમજ ૧૯૭૩–૭૭ સુધી ૯મા વડાપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. તેઓ પાકિસ્તાન પિપલ્સ પાર્ટી (પી.પી.પી.)ના સંસ્થાપક હતા તેમજ ૧૯૭૯માં તેમને ફાંસી આપવામાં આવી ત્યાં સુધી પક્ષના અધ્યક્ષ પણ રહ્યા હતા.[૩]

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો
ذوالفقار علي ڀٽو  (Sindhi)
ذوالفقار علی بھٹو  (ઉર્દૂ)
પાકિસ્તાનના ૯મા વડાપ્રધાન
પદ પર
૧૪ ઓગસ્ટ ૧૯૭૩ – ૫ જુલાઈ ૧૯૭૭
રાષ્ટ્રપતિફૈઝલ ઇલાહી ચૌધરી
પુરોગામીનુરુલ અમીન
અનુગામીમુહમ્મદ ખાન જુનેજો
પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ
પદ પર
૨૦ ડિસેમ્બર ૧૯૭૧ – ૧૩ ઓગસ્ટ ૧૯૭૩
ઉપ રાષ્ટ્રપતિનુરુલ અમીન (૧૯૭૧) –૭૨
None (૧૯૭૨–૭૩)
પુરોગામીયાહ્યા ખાન
અનુગામીફઝલ ઇલાહી ચૌધરી
પાકિસ્તાનની ૭મી રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ
પદ પર
૧૪ એપ્રિલ ૧૯૭૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૭૨
ડેપ્યુટીમુહમ્મદ હનીફ ખાન
પુરોગામીઅબ્દુલ જબ્બાર ખાન
અનુગામીફૈઝલ ઇલાહી ચૌધરી
પાકિસ્તાન સરકારના ૮મા અને ૧૨મા વિદેશ મંત્રી
પદ પર
૧૫ જૂન ૧૯૬૩ – ૩૧ ઓગસ્ટ ૧૯૬૬
રાષ્ટ્રપતિઅયુબ ખાન (ફિલ્ડ માર્શલ)
પુરોગામીમુહમ્મદ અલી બોગરા
અનુગામીસૈયદ શરીફુદ્દીન પિરઝાદા
પદ પર
૨૦ ડિસેમ્બર ૧૯૭૧ – ૨૮ માર્ચ ૧૯૭૭
રાષ્ટ્રપતિફઝલ ઇલાહી ચૌધરી
પુરોગામીયાહ્યા ખાન
અનુગામીઅઝીઝ અહેમદ
અંગત વિગતો
જન્મ૫ જાન્યુઆરી ૧૯૨૮
લરકાના (સિંધ) પાકિસ્તાન
મૃત્યુ૪ એપ્રિલ ૧૯૭૯ (૫૧ વર્ષ)
સેન્ટ્રલ જેલ રાવલપિંડી, પંજાબ, પાકિસ્તાન
મૃત્યુનું કારણફાંસી
અંતિમ સ્થાનગર્હી ખુદાબક્ષ, સિંધ, પાકિસ્તાન
રાષ્ટ્રીયતાબ્રિટીશ ભારતીય(૧૯૨૮–૧૯૪૭)
પાકિસ્તાની (૧૯૪૭–૧૯૭૯)
રાજકીય પક્ષપાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પી.પી.પી.)
જીવનસાથીશીરીન અમીન બેગમ (૧૯૪૩)([૧]
[૨]
સંબંધોભુટ્ટો પરિવાર
ઝરદારી પરિવાર
સંતાનોબેનજીર
મુર્તઝા ભુટ્ટો
સનમ
શાહનવાજ ભુટ્ટો
પિતાશાહ નવાજ ભુટ્ટો
માતૃ શિક્ષણસંસ્થાકેલીફિર્નિયા યુનિવર્સિટી, (બી.એ.)
ક્રાઇસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડ, (LLB), (LLM), (વિજ્ઞાનમાં અનુસ્નાતક)
ક્ષેત્રવકીલ, રાજનેતા

પ્રારંભિક જીવન

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો એક સિંધી રાજપૂત પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. તેમનો જન્મ શાહનવાજ ભુટ્ટો અને ખુર્શીદ બેગમના ત્રીજા સંતાન તરીકે લરકાના, સિંધમાં થયો હતો. તેમના પિતા જૂનાગઢ રાજ્યના દિવાન હતા.[૪] તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જૉન કોનન શાળામાં થયું હતું. ૧૯૪૩માં તેમના લગ્ન શીરીન આમીર બેગમ સાથે થયા.[૨]૧૯૪૭માં તેમણે રાજનીતિ વિજ્ઞાનના અભ્યાસ માટે દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.[૫]

૧૯૪૯માં ભુટ્ટોને કેલીફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે ખાતે બદલી કરવામાં આવી જ્યાં તેમણે રાજનીતિ વિજ્ઞાન વિષયમાં બી.એ. (ઓનર્સ)ની પદવી પ્રાપ્ત કરી.[૩] ૧૯૫૦માં ભુટ્ટોએ ક્રાઈસ્ટ ચર્ચ, ઓક્સફોર્ડમાં (યુ.કે.) પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમણે કાયદા શાસ્ત્રમાં LLB તેમજ LLMની પદવી મેળવી.[૩]

ભુટ્ટોએ તેમના બીજા લગ્ન ઇરાની–કુર્દીશ મહિલા નૂસરત ઇસ્પાહાની સાથે ૮ સપ્ટેમ્બર ૧૯૫૧ના રોજ કરાંચી ખાતે કર્યા હતા.[૬]૧૯૫૩માં તેમના પહેલા સંતાન બેનજીરનો જન્મ થયો હતો.

રાજકીય કારકિર્દી

વિદેશ મંત્રી ભુટ્ટોની પશ્ચિમ જર્મન અધિકારીઓ સાથેની મુલાકાત, (બૉન,૧૯૬૫)
ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને જ્‌હોન એફ કેનેડી.

ભુટ્ટો એક પાકિસ્તાની રાષ્ટ્રવાદી અને સમાજવાદી હતા.[૭]૧૯૫૮-૬૦ દરમિયાન બેરિસ્ટર તરીકેની પ્રેક્ટીસ દરમિયાન તેમણે રાજકારણમાં રસ લેવાનો શરૂ કર્યો.[૪]અય્યુબખાનના લશ્કરી શાસન દરમિયાન તેઓ પાકિસ્તાનના વાણિજ્યપ્રધાન (૧૯૫૮-૬૦) તથા વિદેશપ્રધાન (૧૯૬૦-૬૩) રહ્યા હતા.[૪]

૧૯૬૭માં તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી હતી. ૧૯૬૮માં અય્યુબખાનના લશ્કરી શાસન સામે આંદોલન ચલાવ્યું હતું. ૧૯૬૯ના માર્ચ મહિનામાં અય્યુબખાન સત્તા પરથી પદભ્રષ્ટ થતાં યાહ્યાખાન (૧૯૬૮-૭૧) વડાપ્રધાન બન્યા હતા. એ દરમિયાન તેઓ નાયબ વડાપ્રધાન અને વિદેશપ્રધાન બન્યા હતા.[૪]

૧૯૭૦ની સામાન્ય ચૂંટણીઓમાં ભુટ્ટોના પક્ષે ૧૪૪ માંથી ૮૮ બેઠકો મેળવી હતી.[૪] ૧૯૭૧ના યુદ્ધમાં પરાજયના પગલે યાહ્યાખાને રાજીનામું આપતાં ભુટ્ટોને પ્રમુખ બનાવાયા હતા. ૨૦ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ભુટ્ટો ૪૪ વર્ષની વયે પાકિસ્તાનના સૌથી યુવા પ્રમુખ બન્યા હતા.[૪]

માર્શલ લૉ નો અંત (૨૧ એપ્રિલ ૧૯૭૨) અને લોકશાહી શાસનપદ્ધતિને અનુસરતા બંધારણનો અમલ (૧૪ એપ્રિલ ૧૯૭૩) એ તેમના પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાનના અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્યો છે. નવા બંધારણના અમલ બાદ ૧૯૭૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભૂટ્ટોના પક્ષને બહુમતી મળી. આમ, તેઓ ચૂંટાયેલી સરકારના પ્રથમ વડાપ્રધાન બન્યા.[૪]

૫ જુલાઈ ૧૯૭૭ના રોજ પાકિસ્તાની સેનાના જનરલ મોહમ્મદ ઝિયા-ઉલ-ખાને ભુટ્ટોને પદભ્રષ્ટ કરી પુન: લશ્કરી શાસનની સ્થાપના કરી હતી. ઝિયા-ઉલ-ખાને ભુટ્ટોને ૧૯૭૪માં કરાયેલી રાજકીય હત્યાઓ અને ચૂંટણીમાં આચરેલી ગેરરીતિઓ બદલ જવાબદાર ઠેરવી ફાંસીની સજા ફરમાવી હતી. ફાંસી વખતે તેમની ઉંમર ૫૦ વર્ષની હતી.[૪]

સંદર્ભ

આ પણ જુઓ

બેનઝિર ભુટ્ટો

સંદર્ભ સૂચિ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: