તારાબાઈ મોડક

કેળવણીકાર

તારાબાઈ મોડક (૧૯ એપ્રિલ ૧૮૯૨-૧૯૭૩)[૧] જાણીતા કેળવણીકાર હતાં.

તારાબાઈ મોડક
જન્મ૧૯ એપ્રિલ ૧૮૯૨ Edit this on Wikidata
મૃત્યુ૩૧ ઓગસ્ટ ૧૯૭૩ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Huzurpaga Edit this on Wikidata
વ્યવસાયશિક્ષણશાસ્ત્રી, લેખક Edit this on Wikidata

જીવન

એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. એમણે ઈ.સ. ૧૯૧૪ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટી ખાતેથી સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતક થયા પછી તેમના લગ્ન અમરાવતીના વકીલ શ્રીમાન મોડક સાથે થયા હતા. ઈ.સ. ૧૯૨૧ના વર્ષમાં એમના છુટાછેડા થયા હતા.

કારકિર્દી

૧૯૨૩માં તેઓ શ્રી દક્ષિણામુર્તિ બાળ મંદિરમાં જોડાયા હતા.[૨] તેઓ રાજકોટ ખાતેની મહિલા કોલેજમાં આચાર્યા તરીકે નિમાયા હતા. આ ઉપરાંત તેણીએ સામાજિક કાર્યકર તરીકે મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ પ્રાંતમાં કાર્યો કર્યાં હતાં. એમણે થાણા જિલ્લાના દરિયા-કાંઠા વિસ્તારમાં આવેલા બોરડી ગામ ખાતે નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા સંચાલિત સૌપ્રથમ બાલવાડીની સ્થાપના કરી તેનો વિકાસ કર્યો હતો[૩][૪] તેણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય રહ્યા હતા. અનુતાઈ વાઘ તેમનાં શિષ્યા હતાં.

ઈ.સ. ૧૯૬૨ના વર્ષમાં શિક્ષણ ક્ષેત્રમાં બાલવાડી કેળવણી એમણે બજાવેલી ઉત્કૃષ્ટ સેવા બદલ તેણીને પદ્મભૂષણ પારિતોષિક વડે નવાજવામાં આવ્યા હતાં.

સંદર્ભો

🔥 Top keywords: