તિથિ

વૈદિક સમય નો ચંદ્રદિવસ

વૈદિક સમય ગણનામાં, તિથિ[૧] એ ચંદ્રદિવસ છે, જે સામાન્ય રીતે અંદાજે ૧૯ થી ૨૬ કલાકનો હોય છે. આની ગણના સૂર્ય અને ચંદ્ર વચ્ચેનાં દેશાંતરકોણ (longitudinal angle) કે જે ૧૨° વધતો જાય,તે પરથી થાય છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને પોતપોતાની ગતિ અનુસાર આકાશમાં ભ્રમણ કરતાં જે સમયે એકત્ર થાય તે સ્થિતિને અમાસ કહેવામાં આવે છે (અમા=એકત્ર; વસ=રહેવું). ત્યાર બાદ સૂર્યથી આગળ ચંદ્ર ૧૨ અંશ જતાં એક તિથિ પૂરી થાય છે. સૂર્ય અને ચંદ્ર સામસામે, ૧૮૦ અંશ આવતાં પૂનમ કહેવાય છે. આમ એકંદરે ૩૦ દિવસે સૂર્ય અને ચંદ્રનું ૩૬૦ અંશનું વર્તુળ પૂર્ણ થાય છે અને ફરી અમાસ આવે છે. આ તિથિઓમાંથી પ્રથમ ૧૫ તિથિઓનો એક સ્વતંત્ર વિભાગ માની તેને શુકલ પક્ષ અને બીજી ૧૫ તિથિઓના વિભાગને કૃષ્ણ પક્ષ કહેવાય છે.[૨]

  • ગણત્રીની પદ્ધતિ:
    • પગલુ ૧: સુર્યના અક્ષાંસ અને ચંદ્રના અક્ષાંસ નો તફાવત મેળવો
    • પગલુ ૨: આવેલા જવાબને ૧૨ વડે ભાગો
    • પગલુ ૩: આવેલા જવાબનો પુર્ણાક લઇને તેમાં ૧ ઉમેરો. આ આ દિવસની તિથિ છે.

વ્યવહારમાં સરળતા ખાતર સવારે જે તે સ્થળના સુર્યોદય સમયે તિથિ હોય તે તિથિ આખા દિવસની ગણાય છે. અને આના કારણે કોઇ તિથિનો ક્ષય કે વૃદ્ધી થતી હોય છે. તિથિના પાંચ વર્ગ કર્યા છેઃ પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશીનું નામ નંદા; દ્વિતીયા, સપ્તમી અને દ્વાદશીનું નામ ભદ્રા; તૃતીયા, અષ્ટમી અને ત્રયોદશીનું નામ જયા; ચતુર્થી, નવમી અને ચતુદર્શીનું નામ રિક્તા અને પંચમી, દશમી અને પૂર્ણિમા અથવા અમાવાસ્યાનુ નામ પૂર્ણા છે.[૩]

ભારતમાં મહિનો ગણવાની બે પદ્ધતીઓ છે પહેલીમાં પડવાથી મહિનો શરુ થઇ અમાસે પુરો થાય છે જેમાં પુનમ મહિનાની લગભગ વચ્ચે આવે છે જ્યારે બીજી પદ્ધતી મુજબ અમાસ મહિનાની લગભગ વચ્ચે આવે છે. ગુજરાતમાં પહેલી પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે.

દરેક ચંદ્ર માસ (lunar month)માં નીચે મુજબની ૩૦ તિથીઓ હોય છે:

ક્રમાંકશુકલપક્ષ
(સુદ)
કૃષ્ણપક્ષ
(વદ)
તિથિના અધિપતિ દેવતા[૪][૫]
પ્રતિપદા/પડવોએકમ/પડવોઅગ્નિ
દ્વિતિયા/બીજબીજબ્રહ્મા
તૃતીયા/ત્રીજત્રીજગૌરી, કુબેર
ચતૃથી/ચોથચોથયમ, ગણેશ
પંચમી/પાંચમપાંચમનાગ (સર્પ) (નાગરાજ)
ષષ્ઠી/છઠછઠકાર્તિકેય
સપ્તમી/સાતમસાતમસૂર્ય
અષ્ટમી/આઠમઆઠમશિવ (રૂદ્ર)
નવમી/નોમનોમદુર્ગા, અંબીકા
૧૦દશમી/દશમદશમયમ (ધર્મરાજ)
૧૧એકાદશી/અગિયારશઅગિયારશશિવ, (રૂદ્ર), (વિશ્વદેવ)
૧૨દ્વાદશી/બારસબારસવિષ્ણુ, આદિત્ય
૧૩ત્રયોદશી/તેરસતેરસકામદેવ
૧૪ચતૃદશી/ચૌદસચૌદસકાલિ, શિવ
૧૫પૂર્ણિમા/પૂનમ-ચંદ્ર
૩૦-અમાવાસ્ય/અમાસપિતૃઓ, આત્માઓ


આ પણ જુઓ

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: