નવસારી

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

નવસારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનું તેમ જ નવસારી તાલુકાનું મુખ્યમથક છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.

નવસારી
—  શહેર  —

Skyline of {{{official_name}}}

નવસારીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ20°56′48″N 72°57′07″E / 20.946702°N 72.952035°E / 20.946702; 72.952035
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લો નવસારી
વસ્તી

• ગીચતા

૧,૬૩,૦૦૦[૧] (૨૦૧૧)

• 74/km2 (192/sq mi)

લિંગ પ્રમાણ૯૬૧ /
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

2,209 square kilometres (853 sq mi)

• 9 metres (30 ft)

કોડ
  • • પીન કોડ• ૩૯૬૪૪૫
    • ફોન કોડ• +૦૨૬૩૭
    વાહન• જીજે-૨૧

ભૂગોળ

નવસારી પુર્ણા નદીના કિનારે વસેલું શહેર છે. નવસારી શહેર દિલ્હીથી મુંબઈ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૪૮ પર આવેલું છે. વળી નવસારી શહેર બારડોલી, સુરત, મહુવા, ગણદેવી, અબ્રામા, મરોલી જેવાં નગરો જોડે રાજ્ય ધોરીમાર્ગ વડે જોડાયેલું છે. આ શહેર અમદાવાદથી મુંબઇ જતી બ્રોડગેજ રેલ્વેનું મહત્વનું તેમજ સુરત અને વલસાડની વચ્ચે આવતું સ્ટેશન છે.

આ શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ શહેરમાં દુધિયા તળાવ, જૂના થાણા, ટાવર, છાપરા રોડ, કાલિયાવાડી, ગ્રીડ, દાંડી રોડ જેવા વિસ્તારો આવેલા છે. પરમ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મ.સા. પ્રેરિત તપોવનસંસ્કાર ધામ નવસારીમાં આવેલું છે.

જાણીતા વ્યક્તિઓ

  • જમશેદજી તાતા - ટાટા ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ.
  • હોમાય વ્યારાવાલા (૧૯૧૩-૨૦૧૨) - ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર, પદ્મ વિભૂષણ[૨]
  • દાદાભાઈ નવરોજી - સ્વાતંત્ર્ય સેનાની, ઇંગ્લેન્ડમાં સંસદના સભ્ય ‍(૧૮૯૨-૧૮૯૫‌)
  • સર જમશેદજી જીજીભાઈ (અંગેજીમાં જમશેદજી જીજીભોઈ)

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: