મંડી

હિમાચલ પ્રદેશનું બીજું સૌથી મોટું નગર

મંડી ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના મંડી જિલ્લામાં આવેલું એક નગર છે. મંડી શહેરમાં મંડી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ નગરનો પોતાનો એક અલગ ઇતિહાસ તથા વિશિષ્ટતાઓ છે. જિલ્લાના યાતાયાતનું આ શહેર એક મુખ્ય "કેન્દ્ર" છે. સુંદર-નગર અને જોગિંદરનગર આ જિલ્લામાં ઝડપથી અલગ શહેરના રૂપમાં પોતાની પહેચાન બનાવી રહ્યા છે. જિલ્લાના મોટા ભાગના લોકો મધ્યવર્ગીય અને ભણેલા ગણેલા છે. મંડિયાલી અહીંની મુખ્ય ભાષા છે.

મંડી શહેરનું વિહંગમ દ્ર્શ્ય
બિયાસ નદીને કિનારે મંડી શહેર

પરિચય

વ્‍યાસ નદીના કિનારે વસેલા હિમાચલ પ્રદેશનું ઐતિહાસિક નગર મંડી લાંબા સમયથી વ્‍યવસાયિક ગતિવિધિઓનું કેન્‍દ્ર રહ્યું છે. સમુદ્ર તળથી ૭૬૦ મીટર જેટલી ઊંચાઈ પર સ્થિત આ નગર હિમાચલ પ્રદેશના ઝડપથી વિકસિત થઇ રહેલાં શહેરોમાંથી એક છે. કકેવાય છે કે મહાન સંત માંડવએ અહીં તપસ્‍યા કરી હતી અને એમની પાસે અલૌકિક શક્તિઓ હતી. આ ઉપરાંત એમને અનેક ગ્રંથોનું જ્ઞાન પણ હતું. એમ પણ માનવામાં આવે છે કે તેઓ કોલ્‍સરા નામના પત્‍થર પર બેસીને વ્‍યાસ નદીના પશ્ચિમી તટ પર તપસ્‍યા કરતા હતા. આ નગર અહીં આવેલાં ૮૧ પૌરાણીક પથ્થરનાં મંદિરો અને એમાં કરવામાં આવેલી શાનદાર નક્‍શી માટે ખુબ જ પ્રસિદ્ધ છે. મંદિરોની મોટી સંખ્યાને કારણે આ શહેરને પહાડોના વારાણસી નામથી પણ ઓળખવામાં આવે છે. મંડી નામ સંસ્‍કૃત શબ્‍દ મંડોઇ પરથી બનેલો છે, જેનો અર્થ ખુલ્લો વિસ્તાર એવો થાય છે.

બાહ્ય કડીઓ

🔥 Top keywords: