હિરોશિમા શાંતિ સ્મારક

હિરોશિમા શાંતિ સ્મારક અથવા અણુબોમ્બ ઘૂમટ અથવા ગેન્બાકુ ડોમ એ હિરોશિમા, જાપાનમાં આવેલા શાંતિ સ્મારક ઉદ્યાનનો એક ભાગ છે. ૧૯૯૬માં આ સ્મારકને યુનેસ્કોની વિશ્વધરોહર સ્થળની યાદીમાં ઉમેરવામાં આવ્યું. તૂટેલી ઈમારતના અવશેષોને ૬ ઑગસ્ટ ૧૯૪૫ના દિવસે હિરોશિમા અને નાગાસાકી શહેર પર કરવામાં આવેલા અણુ હુમલામાં મૃત્યુ પામેલા લોકોના સ્મારક સ્વરૂપે સંરક્ષિત કરાયું છે. આ હુમલામાં ૭૦,૦૦૦ માણસો તત્કાલ મૃત્યુ પમ્યા હતાં અને કિરણોત્સાર ને કારણે બીજા ૭૦,૦૦૦ માણસો જાનલેવા ઈજાઓનો ભોગ બન્યા હતાં.[૧]

હિરોશિમા શાંતિ સ્મારક
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

ઈતિહાસ

"પ્રોડક્ટ એક્ઝીબિશન હૉલ" - (ઉત્પાદ પ્રદર્શન ખંડ)ની મૂળ રચના ચેક વાસ્તુશાસ્ત્રી જન લેટ્ઝેલએ તૈયાર કરી હતી. આ રચના અનુસાર ઈમારતના સૌથી ઊંચા ભાગ પર એક ઘૂમટ સ્થાપિત કરાયું હતું. આનું બાંધકામ એપ્રિલ ૧૯૧૫માં પૂર્ણ થયુંઅ ને તેને "હિરોશિમા પ્રીફેક્ટ્રલ કમર્શીય એક્ઝેબિશન" (HMI) એવું નામ આપવામાં આવ્યું.[૧]એ વર્ષે ઑગસ્ટમાં તે જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. ૧૯૨૧માં તેનું નામ બદલીને "હિરોશિમા પ્રીફેક્ટ્રલ પ્રોડક્ટ્સ એક્ઝિબીશન હૉલ" કરવામાં આવ્યું. ઈ.સ. ૧૯૩૩માં તેનું નામ બદલીને "હિરોશિમા પ્રીફેક્ટ્રલ ઈન્ડસ્ટ્રેયલ પ્રોમોશન હૉલ" એવું રાખવામાં આવ્યું. આ ઈમારત મોટા વાણિજ્ય ક્ષેત્રની પાસે અઈઓઈ પુલની બાજુમાં આવેલું હતું અને તેનો વપરાશ મોટે ભાગે કલા અને સાંસ્કૃતિક પ્રદર્શનો માટે થતો હતો.[૨]

અણુબોમ્બ વિસ્ફોટના કેન્દ્ર નજીક ઉભી રહે શકેલી આ એક માત્ર ઈમારત હતી.[૩] વિસ્ફોટમાં આના ઘૂમટનું પોલાદી માળખું અહાર દેખાવા લાગ્યું હતું આથી ત્યાર બાદ આ ઈમારત ગેન્બાકુ (ઍ-બોમ્બ) ઘૂમટ તરીકે ઓળખાવા લાગી. આ ઈમારતને તોડી પાડવાની યોજના હતી પણ મોટા ભાગની ઈમારત હેમખેમ હોવાથી તેને તોડવાની યોજના મોડી પડી. આગાળ જતાં આ ઘૂમટ વિવાદનું કારણ બન્યું. લોકોનો એક વર્ગ આને તોડી પાડવા માંગતો હતો જ્યારે બીજો વર્ગ આને બૉમ્બ વિસ્ફોટની યાદગિરી રૂપે શાંતિ સ્મારક બનાવવાની તરફેણમાં હતો.[૪] છેવટે, જ્યારે હિરોશિમાનું પુન:નિર્માણ શરૂ થયું ત્યારે આ ઈમારતના માળખાને સાચવવાનો નિર્ણય થયો.[૩]

ઈ.સ. ૧૯૫૦ અને ૧૯૬૪ વચ્ચે આ ઈમારતની આસપાસ હિરોશિમા શાંતિ સ્મારક ઉદ્યાનનું નિર્માણ થયું. ઈ.સ ૧૯૬૬માં હિરોશિમા વહીવટી તંત્રે એક ઠરાવ પસાર કર્યો જે અનુસાર આ સ્મારકની સત્તાવાર રીતે કાયમી ધોરણે જાળવની કરવાનો અને તેને હિરોશિમા શાંતિ સ્મારક (ગેન્બાકુ ડોમ) તરીકે નામકરન કરવાનો નિર્ણય થયો. આ ઘૂમટ ઉદ્યાનનું પ્રમુખ સીમાચિહ્ન છે.[૩]

તારાજીની વચ્ચે દેખાઈ રહેલો ગેન્બાકુ ઘૂમટ- ઑક્ટોબર ૧૯૪૫. છાયાચિત્ર - શિજીયો હાયાશી, અભ્યાસુ સર્વેક્ષણ સમિતિના બેમાં એક ફોટોગ્રાફર.[૫]

અણુ હુમલો

ઈ.સ. ૧૯૪૫ના ૬ ઑગસ્ટે સવારના ૮:૧૫ કલાકે સંયુક્ત અમેરિકાની હવાઈ સેનાએ "ઈલોના ગે"નામના બી-૨૯, બોમ્બર વિમાનમાંથી "લિટલ બૉય"નામનો અણુ બોમ્બ હિરોશિમા પર ઝીંક્યો. આ બૉમ્બે જાપાનના હિરોશિમા શહેરનું નામોનિશાન ભૂંસી નાખ્યું.[૬]

૨૫ જુલાઈ, ૧૯૪૫ના દિવસે પ્રશાંત ક્ષેત્રની અમેરિકની વ્યૂહાત્મક હવાઈ સેનાના કમાન્ડર, કાર્લ સ્પાર્ટ્ઝને જાપાનના અમુક શહેરો પર "ખાસ બૉમ્બ ફેંકવાના આદેશ મળ્યો.[૭] બૉમ્બ ફેંકવાના પ્રથમ શહેર તરીકે હિરોશિમાની પસંદગી કરવામાં આવી કેમકે આ શહેર દક્ષિણી હોન્શુ (જાપાનનો સૌથી મોટો દ્વીપ)નું મહત્ત્વનું બંદર હતું અને આ શહેરમઆં જાપાનની સેનાના દ્વીતીય જનરલનું થાણું હતું અને તેમાં ૪૦,૦૦૦ જેટલા સૈનિકો હતાં.[૭] આ બોમ્બને ગુપ્ત રીતે બનાવાયો અને ઈલોના ગે પર સ્થાપિત કરવામાં આવ્યો. આ બૉમ્બના ગર્ભમાં યુરેનિયમનો મુલક ૨૩૫ ભરવામાં આવ્યો અને તેને સેંકડો કિલોના સીસાથી બંધ કરવામાં આવ્યો. "લિટલ બૉય" માં ૧૨,૫૦૦ ટન ટી. એન. ટી. જેટલી શક્તિ હતી. સ્થાનીય સમય અનુસાર ૬ ઑગસ્ટ ૧૯૪૫ના સવારના ૮:૧૫:૧૭ કલાકે આ બોમ્બ ઝીંકવામાં આવ્યો. આ બોમ્બ તેન અનોર્ધારીત લક્ષ્યાંકથી ૨૫૦ મીટર દૂર પડ્યો અને પડવાની ૪૩ સેકન્ડમાં તે શહેર પર ફાટ્યો. આ બોમ્બનું લક્ષ્ય એઈઓલ પુલ હતો પણ તે સીધો શિમા હોસ્પિટલ પર પડ્યો જે ગેન્બાકુ ડોમથી ઘણી નજીક હતી. આ બૉમ્બ ઈમારતની એકદમ ઉપરજ ફાટ્યો હોવાથી ઈમારતનો આકાર બરકરાર રહ્યો.[૮] ઈમારતના સીધા ઈભા થાંભલાઓ બોમ્બ વિસ્ફોટના સીધા નીચ દબાણને સહી શકી અને કોન્ક્રીટ અને ઈંટની અમુક દિવાલો બચી ગઈ. વિસ્ફોટનું સ્થાન અંગ્રેજીના "T" આકારનો અઈયોઈ પુલ હતો પણ તે વિસ્ફોટ ૧૫૦મી ઊંચાઈમાં અને ૬૦૦ મીટર અંતરમાં ચલિત થયો. આ ઘૂમટ અણુ વિસ્ફોટના અતિપરિવલય કેન્દ્રથી ૧૬૦ મીટર દૂર હતો.[૮] આ ઈમારતમાં હાજર રહેલા સૌ કોઈ ત્ત્ક્ષણ મૃત્યુ પામ્યા હતા [૯][૧૦]

સંવર્ધન

યુદ્ધ પછીના કાળમાં આ ઈમારતાના અવશેષોનું વિદારણ ચાલું રહ્યું. ૧૯૬૬માં હિરોશિમાના વહીવટી તંત્રએ કાયમી ધોરણે તેની જાળવણી કરવાનો ઈરાદો જાહેર કર્યો અને તેને ગેન્બાકુ ઘૂમટ નામ આપ્યું. હિરોશિમાના પ્રથમ ચૂંટાયેલા મેયર શિઞ્હો હમાઈ (૧૯૦૫-૧૯૬૮)એ રાષ્ટ્રીય અને આમ્તર રાષ્ટ્રીય ક્ષેત્રે આ માટે ભંડોળ એકત્રિત કરવા પ્રયત્નો કર્યા. એક વખતે ટોક્યોની મુલાકાત સમયે તેઓ જાતે શેરીઓમાં ઉતરીને ભંડોળ ઉઘરાવવા લાગ્યા હતા. ગેન્બાકુ ડોમનું સંવર્ધન કાર્ય ૧૯૬૭માં પૂર્ણ થયું.[૧][૧૧] ઓક્ટોબર ૧૯૮૯ અને માર્ચ ૧૯૯૦ વચ્ચે આ માળખાના મજબૂતીકરણ માટે બે નાના સમારકામ કરવવામાં આવ્યા હતા.[૧]

૬ ઑગસ્ટ ૧૯૪૫ના વિસ્ફોટ પછીની જ સ્થિતિમાં ગેન્બાકુ ઘૂમટને રખાયો છે. માત્ર માળખાને મજબૂતી આપવા માટે જ ફેરફારો થયા છે અને તે અત્યંલ્પ રખાયા છે.[૧૨]

યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

વિશ્વની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક ધરોહરોને સંભાળવાના ઠરાવ હેઠળ ડિસેમ્બર ૧૯૯૬માં ગેન્બાકુ ઘૂમટને વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન મળ્યું છે.[૧] ત્રણ વિકલ્પોના આધારે તેને વિશ્વ ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું : વિનાશક શક્તિ (અણુ બૉમ્બ વિસ્ફોટ) સામે ટકવું, માનવ જાતિ ઉપર થયેલો પ્રથમ અણુ હુમલો અને શાંતિ માટે તેનું પ્રતિનિધિત્વ.[૩]

ચીન અને સંયુક્ત અમેરિકાના વિશ્વ ધરોહર કમિટીના સભ્યોએ આ સ્મારકને વિશ્વ ધરોહર સ્થલ ઘોષિત કરવા સંબંધે પોતાની નામરજી દર્શાવી હતી. ચીને જણાવ્યું હતું કે આ સ્મારક યુદ્ધ દરમ્યાન જાપાનની આક્રમકતાનો ભોગ બનેલા દેશોના જાન અને માલના નુકશાનને ઉતરતું બતાવશે અને સંયુક્ત રાજ્ય અમેરિકાએ જણાવ્યું હતું કે યુદ્ધ સ્મારક તેની જરૂરી એવી ઐતિહાસિક સંદર્ભની ઉપેક્ષા થશે. સંયુક્ત રાજ્ય અમેરિકાએ નિર્ણયમાં ભાગ ન લીધો.[૧૩]

ચિત્રો

હીરોશિમા શાંતિ સ્મારક ઉદ્યાનનું ૧૮૦° દ્રશ્ય. ચિત્રના ડાબા ભાગની મધ્યમાં ગેન્બાકુ ઘૂમટ જોઈ શકાય છે. આ બોબ વિસ્ફોટનું મૂળ લક્ષ્ય "T" આકારનો અઈયોઈ પુલ ચિત્રની ડાબે જોઈ શકાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: