સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ગુજરાતનાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલું શહેર છે, જે જિલ્લાનું મુખ્યમથક છે. તેને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર પણ કહેવામા આવે છે.

સુરેન્દ્રનગર
—  શહેર  —
સુરેન્દ્રનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ22°43′12″N 71°38′58″E / 22.720132°N 71.649536°E / 22.720132; 71.649536
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોસુરેન્દ્રનગર જિલ્લો
નજીકના શહેર(ઓ)વઢવાણ
નગર નિગમસુરેન્દ્રનગર નગરપાલિકા
વસ્તી

• ગીચતા

૧,૭૭,૮૫૧[૧] (૨૦૧૧)

• 3,952/km2 (10,236/sq mi)

લિંગ પ્રમાણ૯૧૯ /
સાક્ષરતા૮૪.૮% 
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

45 square kilometres (17 sq mi)

• 98 metres (322 ft)

કોડ
  • • પીન કોડ• ૩૬૩ ૦૦૧
    • ફોન કોડ• +૦૨૭૫૨
    વાહન• GJ-13

સુરેન્દ્રનગર ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં સહુથી વધારે શૈક્ષણીક સંસ્થાઓ ધરાવતુ બીજા ક્રમનું શહેર છે.[સંદર્ભ આપો] સુરેન્દ્રનગર અને વઢવાણ લગભગ જોડીયા શહેરો ગણાય છે.

ઇતિહાસ

હાલનું સુરેન્‍દ્રનગર આઝાદી પહેલા બ્રિટીશ પોલીટીકલ એજન્‍ટનું થાણું હતું અને વઢવાણ કેમ્‍પ તરીકે જાણીતું હતું. વઢવાણના રાજવીને એજન્‍ટે ૧૯૪૬માં સોંપેલા આ કેમ્‍પને રાજવી સુરેન્‍દ્રસિંહજીના નામ ઉપરથી સુરેન્‍દ્રનગર નામ અપાયું. ૧૯૪૮થી સુરેન્‍દ્રનગર જિલ્‍લાનું મુખ્‍ય મથક બની રહ્યું છે. અગાઉના સમયમાં અંગ્રેજોનો કેમ્પ આ શહેરમાં રહેતો હોવાથી આ શહેરને કાંપ પણ કહે છે.

ભૂગોળ

આ શહેર ભોગાવો નદીના કિનારા પર વસેલું છે.

વહીવટ

સુરેન્દ્રનગર શહેરનો વહીવટ નગરપાલિકા દ્વારા થાય છે.

સંદર્ભ

🔥 Top keywords: