ગાંધીનગર

ગુજરાત રાજ્યનું પાટનગર

ગાંધીનગર (ગુજરાતી: [ˈgɑːndʱinəgəɾ] (audio speaker iconlisten)) ગુજરાત રાજ્યનું પાટનગર છે.

ગાંધીનગર
—  શહેર  —
ગાંધીનગરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ23°13′23″N 72°39′00″E / 23.223°N 72.650°E / 23.223; 72.650
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોગાંધીનગર
મ્યુનિસિપલ કમિશ્નર
વસ્તી

• ગીચતા

૨,૯૨,૧૬૭[૧] (૨૦૧૧)

• 896/km2 (2,321/sq mi)

અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

326 square kilometres (126 sq mi)

• 81 metres (266 ft)

કોડ
  • • પીન કોડ• ૩૮૨૦૧૦
    • ફોન કોડ• +૦૭૯
    વાહન• GJ-18

ઈતિહાસ

ગાંધીનગર અને ચંડીગઢ એ બન્ને ભારતના રાજ્યોની પાટનગર તરીકે વિશેષ યોજના કરી બનાવાયેલા છે. ગાંધીનગર નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવવાનું સુચન ૧૬ માર્ચ ૧૯૬૦ના રોજ મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કર્યું હતું. ગાંધીનગર નગરની સ્થાપના ૨ ઓગસ્ટ ૧૯૬૫ના દિવસે થઇ હતી. ઇ.સ. ૧૯૭૧થી ગાંધીનગર ગુજરાતની રાજધાની બન્યું. તે સમયે મુખ્યમંત્રી હિતેન્દ્રભાઇ દેસાઈ હતા. નગરની રચનાનું આયોજન મુખ્ય સ્થપતિ (ચીફ આર્કિટેક્ટ) એચ. કે. મેવાડા અને તેમના સહયોગી પ્રકાશ એમ. આપ્ટેએ કર્યું હતું.[૨][૩][૪]

ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે. આ અગાઉ પ્રથમ આનર્તપુર, બીજુ ધ્વરાવતી (દ્વારકા), ત્રીજુ ગીરીનગર (જૂનાગઢ), ચોથુ વલ્લભી (ભાવનગર), પાંચમુ અણહીલપુર (પાટણ), છઠ્ઠુ અમદાવાદ અને સાતમું ગાંધીનગર પાટનગર બન્યુ હતું.[૫]

આયોજન

ગાંધીનગર શહેરને વિવિધ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું છે. તેમાં ક, ખ, ગ, ઘ, ચ, છ, જ નામના ઉભા તથા ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ નામના આડા રસ્તા આવેલા છે. ક, ખ, ગ, ઘ, ચ, અને છ રોડની દિશા ઉત્તર-દક્ષિણ છે, જ્યારે અંકોમાં નિર્દિષ્ટ રસ્તાઓની દિશા પૂર્વ-પશ્ચિમ છે. ઊભા અને આડા રસ્તાઓ દર એક કિલોમિટરનાં અંતરે એકબીજાને છેદે છે. રોડ કેટલાક ભાગમાં પૂર્વ-પશ્ચિમ છે અને કેટલાક ભાગમાં ઉત્તર-દક્ષિણ છે. ગાંધીનગર શહેરની રચનામાં સિંધુ સંસ્કૃતિની એક અનોખી ઝલક જાવા મળે છે. સુ-વ્યવસ્થિત નગર નિયોજન જોવા મળે છે.[૬]

જોવાલાયક સ્થળો

ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની પેનોરમા તસવીર

ગાંધીનગરમાં જોવાલાયક સ્થળોમાં સેક્ટર ૨૮ નો બગીચો, બાલક્રિડાંગણ, અક્ષરધામ મંદિર અને સ્વામિનારાયણ ધામ (ઇન્ફોસિટીની સામે) છે, જે ગાંધીનગરમાં સૌથી વિશાળ જગ્યામાં ઘેરાયેલુ છે. ગાંધીનગરની નજીકમાં વિજાપુર રોડ પર મહુડી ઘંટાકરણ મહાવીરનું પ્રખ્યાત જૈન મંદિર તથા અમરનાથ ધામ (મૂળ અમરનાથની પ્રતિકૃતિ) પણ જોવા લાયક છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Gandhinagar વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
🔥 Top keywords: