ગે
ગે એ એવો શબ્દ છે જે મુખ્યત્વે સમલૈંગિક વ્યક્તિ (અથવા હોમોસેક્સ્યુઅલ), ખાસ કરીને પુરુષ માટે વપરાય છે. મૂળ રીતે આ શબ્દનો ઉપયોગ "નચિંત", "ખુશખુશાલ" અથવા "તેજસ્વી અને શોખીન" અર્થ માટે થાય છે. [૧]
આ શબ્દ નો ઉપયોગ 19 મી સદી થી થાય છે, પણ તેનો ઉપયોગ ધીરે ધીરે 20 મી સદી ના મધ્ય માં વધવા લાગ્યો હતો.[૨]20 મી સદી ના અંત સુધી માં મોટા ભાગ ના LGBT સમુદાયો દ્વારા આ શબ્દ ને સમલૈગીકતા દર્શાવવા માટે સ્વીકારવા માં આવ્યો હતો.[૩][૪]
ઇતિહાસ
ઝાંખી
ગે શબ્દ બારમી સદી ની જૂની ફ્રેન્ચ ભાષા ના ક્રિયાપદ gai માં થી ઉતરી આવ્યો છે, જે જર્મની ની ભાષા માં પણ ઉતરી આવ્યો હતો. [૨] અંગ્રેજી ભાષા માં આ શબ્દનો મૂળ ઉપયોગ "ખુશખુશાલ" એમ દર્શાવવા માટે થાય છે.
જાતીયતા
સમલૈંગિકતા
જાતીય અભિગમ, ઓળખ, વર્તન
ધ અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશન જાતીય અભિગમને "એક પુરુષ, સ્ત્રી અથવા બંને જાતિઓ પ્રત્યે ભાવનાત્મક, રોમેન્ટિક, અને / અથવા જાતીય આકર્ષણની એક સતત પેટર્ન" તરીકે વ્યાખ્યાયિત કરે છે, જેમાં "સમાન જાતિ માટે સતત આકર્ષણથી લઈને અન્ય સેક્સથી લઈને વિશિષ્ટ આકર્ષણ સુધી" સમાવેશ થાય છે. [૬]
જાતીય લૈંગિકતાને "ત્રણ કેટેગરીના સંદર્ભમાં પણ ચર્ચા કરી શકાય છે: વિષમલિંગી (અન્ય લિંગના સભ્યો પ્રત્યે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું), સમલિંગી / ગે/ લેસ્બિયન (કોઈના પોતાના લિંગ ના સભ્યો પ્રત્યે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું), અને ઉભયલિંગી (પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લાગણીશીલ, રોમેન્ટિક અથવા લૈંગિક આકર્ષણ ધરાવવું). " [૬]
સંદર્ભ