ચંદ્રકાન્ત શેઠ

ગુજરાતી લેખક

ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ‍(૩ ફેબ્રુઆરી ૧૯૩૮) ગુજરાતી કવિ, વિવેચક, અનુવાદ, સંપાદક અને નિબંધકાર છે. ૧૯૮૬માં તેમના પુસ્તક ધૂળમાંની પગલીઓ માટે તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૧]

ચંદ્રકાંત શેઠ
ચંદ્રકાંત શેઠ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯.
ચંદ્રકાંત શેઠ, ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯.
જન્મચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ
૩ ફેબ્રુઆરી ૧૯૩૮
કાલોલ, પંચમહાલ જિલ્લો, ગુજરાત
ઉપનામઆર્યપુત્ર, નંદ સામવેદી, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
વ્યવસાયકવિ, નિબંધકાર, વિવેચક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ.એ., પીએચ.ડી.
માતૃ શિક્ષણ સંસ્થા
નોંધપાત્ર સર્જનો
  • પવન રૂપેરી (૧૯૭૨)
  • ઉઘડતી દિવાલો (૧૯૭૪)
  • ધુળમાંની પગલીઓ (૧૯૮૪)
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથીમુદ્રિકાબેન
સહી

જીવન

ચિનુ મોદી (વક્તવ્ય આપતા‌), પછી ચંદ્રકાન્ત શેઠ, રાજેન્દ્ર શુક્લ અને માધવ રામાનુજ. વલ્લભ વિદ્યાનગર, ૧૯૯૨

તેમનો જન્મ ૩ ફેબ્રુઆરી ૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે થયો હતો. તેમના કુટુંબનું મૂળ ગામ ખેડાનું ઠાસરા ગામ છે. ૧૯૫૪માં તેમણે મેટ્રિક, ૧૯૫૮માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૭૯માં તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીએચ.ડી. કર્યું, જેનો વિષય ઉમાશંકર જોશી હતો.[૨]

૧૯૬૧-૬૨ દરમિયાન તેઓ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ખંડ સમયના વ્યાખ્યતા રહ્યા હતા. તેમણે ગુજરાતની વિવિધ કોલેજમાં પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સભ્ય છે.[૨]

રચનાઓ

  • કવિતા - પવન રૂપેરી, ઊઘડતી દિવાલો, ચાંદલિયાની ગાડી, પડઘાની પેલે પાર
  • નાટક - સ્વપ્નપિંજર
  • નિબંધ - નંદસામવેદી
  • વિવેચન - રામનારાયણ વિ. પાઠક, કાવ્યપ્રત્યક્ષ, અર્થાન્તર ન્યાય
  • વર્ણન - ધૂળમાંની પગલીઓ
  • ચરિત્ર - ચહેરા ભીતર ચહેરા
  • સંશોધન - ગુજરાતીમાં વિરામચિહ્ન
  • અનુવાદ - પંડિત ભાતખંડે, મલયાલમ સાહિત્યની રૂપરેખા
  • સંપાદન - સંખ્યા નિર્દેશક શબ્દ સંજ્ઞાઓ, બૃહદ ગુજરાતી કાવ્ય પરિચય, માતૃકાવ્યો, દાંમ્પત્ય મંગલ

સન્માન

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: