પંચમહાલ જિલ્લો

ગુજરાતનો જિલ્લો

પંચમહાલ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે. પંચમહાલ એટલે કે પાંચ મહાલ (જિલ્લા). આ પાંચ જિલ્લા ગ્વાલિયરના સિંધિયા રાજાએ બ્રિટિશરોને સોંપ્યા હતા. આ આખા વિસ્તારને બ્રિટિશરોએ પંચમહાલ તરીકે નામ આપ્યું હતું. પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક ગોધરા ખાતે આવેલું છે.

પંચમહાલ જિલ્લો
જિલ્લો
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°45′N 73°36′E / 22.750°N 73.600°E / 22.750; 73.600
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકગોધરા
વિસ્તાર
 • કુલ૫,૦૮૩.૧૪ km2 (૧૯૬૨.૬૧ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૨૩,૮૮,૨૬૭
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટpanchmahaldp.gujarat.gov.in
પંચમહાલ જિલ્લો, ૧૮૯૬

અર્થતંત્ર

ઇ.સ. ૨૦૦૬ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત ૨૫૦ જિલ્લામાં સમાવેશ થતો હતો.[૧] તે ગુજરાતના ૬ જિલ્લાઓમાં બેકવર્ડ રિજીયન ગ્રાંટ ફંડ પ્રોગ્રામ (BRGF) હેઠળ સહાય મેળવતો એક જિલ્લો છે.[૧]

વસ્તી

પંચમહાલ જિલ્લામાં ધર્મ મુજબ વસ્તી
ધર્મટકા
હિંદુ
  
92.90%
ઇસ્લામ
  
06.63%

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની જનસંખ્યા ૨૩,૮૮,૨૬૭ હતી.[૨] ભારતના ૬૪૦ જિલ્લાઓમાં વસ્તી પ્રમાણે જિલ્લો ૧૮૭મો ક્રમ ધરાવે છે.[૨] જિલ્લાની વસ્તી ગીચતા 458 inhabitants per square kilometre (1,190/sq mi) છે.[૨] તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૭.૯૨% રહ્યો હતો.[૨] પંચમહાલમાં લિંગ પ્રમાણ ૯૪૫ છે,[૨] અને સાક્ષરતા દર ૭૨.૩૨% છે.[૨]

ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±% p.a.
૧૯૦૧૨,૮૧,૮૭૬—    
૧૯૧૧૩,૬૪,૪૨૪+2.60%
૧૯૨૧૪,૨૩,૯૯૨+1.53%
૧૯૩૧૫,૦૪,૫૮૦+1.76%
૧૯૪૧૫,૮૦,૫૬૩+1.41%
૧૯૫૧૬,૯૪,૦૫૪+1.80%
૧૯૬૧૮,૮૮,૫૪૯+2.50%
૧૯૭૧૧૧,૦૬,૪૪૧+2.22%
૧૯૮૧૧૩,૭૫,૧૦૧+2.20%
૧૯૯૧૧૬,૮૨,૩૩૩+2.04%
૨૦૦૧૨૦,૨૫,૨૭૭+1.87%
૨૦૧૧૨૩,૯૦,૭૭૬+1.67%
સંદર્ભ:[૩]

તાલુકાઓ

પંચમહાલ જિલ્લામાં ૭ તાલુકાઓ આવેલા છે:

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંકબેઠકધારાસભ્યપક્ષનોંધ
૧૨૪શહેરાજેઠાભાઇ આહિરભાજપ
૧૨૫મોરવા હડફ (ST)નિમિષાબેન સુથારભાજપ
૧૨૬ગોધરાસી. કે. રાઉલજીભાજપ
૧૨૭કાલોલફતેહસિંહ ચૌહાણભાજપ
૧૨૮હાલોલજયદ્રથસિંહ પરમારભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: