ચિત્તો

ચિત્તો, બિલાડી કુળનું અનોખું પ્રાણી છે,જે ધરતી પરનું સૌથી વધુ ઝડપ ધરાવતું પ્રાણી છે. ચિત્તાની ઝડપ ૧૧૨ થી ૧૨૦ કિમી/કલાક હોય છે.[૧]આ ઝડપે તે લગભગ ૪૬૦ મીટર (૧૫૦૦ ફીટ) જેટલું અંતર કાપી શકે છે.તે ફક્ત ૩ સેકન્ડમાં ૦ થી ૧૧૦ કિમી/કલાકનો વેગ પકડી શકે છે,જે વિશ્વની કોઇપણ સુપરકાર કરતાં વધુ છે.[૨] ચિત્તો શબ્દ મુળ સંસ્કૃત શબ્દ "ચિત્રક્યઃ" (રંગબેરંગી શરીર) પરથી આવેલ છે..[૩]

આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે. જો કે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય,જુનાગઢ,ગુજરાતમાં બે જોડી ચિત્તા સિંગાપુર પ્રાણીસંગ્રહાલયમાંથી લવાયેલ છે,જે હવે ત્યાં લોકોને જોવા માટે ખુલ્લા મુકાયેલ છે.

ચિત્તો
ચિત્તો
સ્થાનિક નામચિત્તો,ચિત્તા,શિકારી દિપડો
અંગ્રેજી નામCheetah
વૈજ્ઞાનિક નામAcinonyx jubatus
આયુષ્ય૧૨ વર્ષ
લંબાઇ૧૯૦ થી ૨૦૦ સેમી.
ઉંચાઇ૭૦ થી ૭૫ સેમી.
વજન૨૫ થી ૬૦ કિગ્રા.
ગર્ભકાળ૯૧ થી ૯૫ દિવસ,૨ થી ૪ બચ્ચા
પુખ્તતા૨૦ થી ૨૩ માસ
દેખાવદિપડા જેવો પણ દિપડા કરતા લાંબા,પાતળા અને મજબુત પગ.નાનું ગોળાકાર માથું,આછા સોનેરી રંગનાં શરીર પર કાળા રંગનાં ટપકાં.મોઢાં ઉપર નાકની બન્ને બાજુ કાળા રંગની પટ્ટી.
ખોરાકતૃણાહારી પ્રાણીઓ,પક્ષીઓ વગેરે.
વ્યાપએક સમયે ગુજરાત સહીત સમગ્ર ભારતમાં જોવા મળતા,હાલમાં આ પ્રાણી ભારતમાંથી લુપ્ત થઇ ગયેલ છે.
રહેણાંકઓછી ઉંચાઇ વાળી ટેકરીઓમાં,આછા ઘાસવાળા,આછી ઝાડીવાળા વિસ્તારોમાં જોવા મળતા હતા.ઘાટા વનવાળા વિસ્તારોમાં નહીં.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૫ ના આધારે અપાયેલ છે.


સંદર્ભ

🔥 Top keywords: