જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯

જમ્મુ-કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯ ને ભારતીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભા, ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ બિલ સ્વરૂપે રજૂ કર્યો હતો. આ બિલ રાજ્યસભામાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરવામાં આવ્યું હતું અને લોકસભામાં ૬ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ પસાર કરાયું હતું.[૨][૩] બિલમાં જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કરવાની માંગ કરવામાં આવી હતી, જેમાંથી એકને જમ્મુ-કાશ્મીર, અને બીજો લડાખ તરીકે અલગ પડાયો હતો.

જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯
ભારતીય સંસદ
CitationAct No. 34 of 2019
Considered byભારતીય સંસદ
Enacted byરાજ્ય સભા
Enacted૫ ઓગસ્ટ ૨૦૧૯
Enacted byલોક સભા
Enacted૬ ઓગસ્ટ ૨૦૧૯
Signed byરામનાથ કોવિંદ
ભારતના રાષ્ટ્રપતિ
Effective૩૧ ઓક્ટોબર ૨૦૧૯[૧]
Legislative history
Bill published on૫ ઓગસ્ટ ૨૦૧૯
Introduced byઅમિત શાહ
Status: Unknown

ભારતીય બંધારણની કલમ ૩૭૦ અંતર્ગત ખરડાની રજૂઆત પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવામાં આવી હતી અને જાહેર કરવામાં આવ્યું હતું કે ભારતીય બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ-કાશ્મીર પર લાગુ થશે. આનાથી ભારતીય સંસદને કાયદો ઘડવામાં સક્ષમ બનાવ્યું જે રાજ્યના સંગઠનને ફરીથી ગોઠવી શકે.

બિલની વિગતો

જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન બિલ જમ્મુ અને કાશ્મીર ને બે કેન્દ્રશાસિત પ્રદેશો માં વિભાજીત કરવાની રજૂઆત થઈ હતી. એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર, અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા હશે જ્યારે લદ્દાખ એકલા ઉપરાજ્યપાલ દ્વારા સંચાલિત કરવામાં આવશે. લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશમાં લેહ અને કારગિલ જિલ્લાનો સમાવેશ થશે. અન્ય તમામ જિલ્લાઓ જમ્મુ-કાશ્મીર સાથે રહેશે.[૩]

સંદર્ભ

🔥 Top keywords: