રાજ્ય સભા

લોક સભા

રાજ્ય સભાભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે - કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.

રાજ્ય સભા
ભારતનું રાજચિહ્ન
ભારતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
ઉપલું- ગૃહ of the ભારતીય સંસદ
નેતૃત્વ
જગદીપ ધનખડ[૧], અપક્ષ
૧૧ ઓગસ્ટ ૨૦૧૭[૨] થી
ડેપ્યુટી ચેરમેન
હરિવંશ નારાયણ સિંહ, જનતા દળ (યુનાઇટેડ)
૯ ઓગસ્ટ ૨૦૧૮ થી
રાજ્ય સભાના નેતા
થાવરચંદ ગેહલોત, ભાજપ
૧૧ જૂન ૨૦૧૯[૩] થી
વિપક્ષના નેતા
મલ્લિકાર્જુન ખાર્ગે, કોંગ્રેસ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧[૩] થી
સંરચના
બેઠકો૨૪૫
  • ૨૩૩ ચૂંટાયેલ
  • ૧૨ નામાંકિત
૪ ખાલી (૩ ચૂંટણી બેઠકો)[૪]
રાજકીય સમૂહ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) (૧૨૦)
  •   ભાજપ (૧૦૦)
  •   જનતા દળ (યુનાઇટેડ) (૫)
  •   ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ (૪)
  •   યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (૧)
  •   મિઝો નેશનલ ફ્રંટ (૧)
  •   નેશનલ પીપલ્સ પાર્ટી (૧)
  •   પટ્ટાલી મક્કાલ કાચ્ચી (૧)
  •   સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ (૧)
  •   જનતા દળ (સેક્યુલર) (૧)
  •   તમિલ મનિલા કોંગ્રેસ (૧)
  •   રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા (A) (૧)
  •   નામાંકિત (૨)

વિપક્ષ
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (૪૯)

  •   કોંગ્રેસ (૨૯)
  •   દ્રવિડ મુનેત્ર કળગમ (૧૧)
  •   નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (૪)
  •   ઝારખંડ મુક્તિ મોર્ચા (૨)
  •   ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (૧)
  •   મારુમાલર્ચી દ્રવિડ મુનેત્ર કળગમ (૧)
  •   અચાલિક ગણ મોર્ચા (૧)

અન્ય (૭૨)

  •   ઓલ ઇન્ડિયા ત્રીનમૂલ કોંગ્રેસ (૧૩)
  •   બીજુ જનતા દળ (૯)
  •   YSR કોંગ્રેસ પાર્ટી (૯)
  •   આમ આદમી પાર્ટી (૮)
  •   તેલંગાના રાષ્ટ્ર સમિતિ (૭)
  •   રાષ્ટ્રીય જનતા દળ (૬)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (૫)
  •   સમાજવાદી પાર્ટી (૫)
  •   શિવ સેના (૩)
  •   કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (૨)
  •   બહુજન સમાજ પાર્ટી (૧)
  •   તેલુગુ દેશમ પાર્ટી (૧)
  •   કેરળ કોંગ્રેસ (૧)

ખાલી (૪)

  •   ખાલી (૪)
ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
એક મત
બેઠક સ્થળ
સંસદ ભવન
રાજ્ય સભાનો ઓરડો, સંસદ ભવન,
સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત
વેબસાઇટ
rajyasabha.nic.in

રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોક સભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી માત્ર ૩ વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.

ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં યોજાઇ હતી.[૫]

રાજ્યોનાં નામબેઠકોની સંખ્યા
આંધ્ર પ્રદેશ૧૧
અરુણાચલ પ્રદેશ
આસામ
બિહાર૧૬
છત્તીસગઢ
દિલ્હી
ગોઆ
ગુજરાત૧૧
હરિયાણા
હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ઝારખંડ
કર્ણાટક૧૨
કેરળ
મધ્ય પ્રદેશ૧૧
મહારાષ્ટ્ર૧૯
મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેંડ
રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી
નામાંકિત૧૨
ઓરિસ્સા૧૦
પોંડિચેરી
પંજાબ
રાજસ્થાન૧૦
સિક્કિમ
તમિલનાડુ૧૮
ત્રિપુરા
ઉત્તરપ્રદેશ૩૧
ઉત્તરાખંડ
પશ્ચિમ બંગાળ૧૬
તેલંગાણા

સંદર્ભ

આ પણ જુઓ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: