જસત

જસત (સ્પેલ્ટર) (જેનો અર્થ જસતની મિશ્ર ધાતુ પણ હોય છે), એ એક રાસાયણિક ધાતુ મૂળ તત્વ છે. આની રાસયણીક સંજ્ઞા Zn છે અને અણુ ક્રમાંક ૩૦ છે. આવર્તન કોઠાના ૧૨ના જૂથનું આ પ્રથમ તત્વ છે. જસત અમુક હદે રાસાયણીક દ્રષ્ટિએ મેગ્નેશિયમ ની સમાન છે કેમકે તેમનો બંધનાક +૨ છે. જસત એ પૃથ્વી પર મળી આવતું ૨૪ સૌથી વિપુલપ્રમાણમાં મળી ધરાવતું તત્વ છે. અને તેના પાંચ સ્થિર બહુરૂપો છે. સૌથી વધુ પ્રમાણમાઁ પયોગમાઁ લેવાતું જસત ખનિજ સ્ફાલેરાઇટ અને જિઁક સલ્ફાઈડ છે. વાપરી શકાતો એવો સૌથી મોટો જથ્થો ઓસ્ટ્રેલિયા ૢ એશિયા અને યુનાયટેડ સ્ટેટ્સ માં મળી આવે છે.

પિત્તળ કે જે તાંબા અને જસતની મિશ્ર ધાતુ છે તેનો ઉપયોગ ઈ. પૂ ૧૦ થી થતો આવ્યો છે. ૧૩મી સદી સુધીના સમયમાં શુદ્ધ જસત નું ઉત્પાદન થતું ન હતું. ૧૬મી સદી સુધી આ ધાતુ યુરોપમાં પણ અજ્ઞાત હતી. કિમિયાગાર કે અલ્કેમીસ્ટ લોકો જસતને હવામાં બાળીને "તત્વચિંતકના રૂ" કે "સફેદ હિમ" તરીકે ઓળખાતો પદાર્થ બનાવતા.

આ ધાતુનું અંગ્રેજી નામકરણ મોટે ભાગે પૅરાસીલસ નામના કિમિયાગારે જર્મન શબ્દ Zinke પરથી પાડ્યું. શુદ્ધ જસત ધાતુની શોધનું માન ૧૭૪૯ માં જર્મન રસાયણ શાસ્ત્રી ઍંડ્રીસ સીગીસમંડ મૅરગ્રાફને મળ્યું છે. ૧૮૦૦ સુધી લ્યુગી ગલવાની અને ઍલેસેંડ્રો વોલ્ટાએ આ ધાતુની વિદ્યુત રાસાયણીક ગુણધર્મો શોધી કાઢ્યાં હતાં. કાટથી બચાવવા મટે લોખંડના પતરા પર ઢોળ ચઢાવવો એ જસતનો મુખ્ય ઉપયોગ છે. જસતનો અન્ય ઉપયોગ છે જસત-કાર્બન બેટરી અને મિશ્ર ધાતુઓ જેમકે પિત્તળ. જસતના ઘણા રાસાયણિક મિશ્રણો સામાન્ય રીતે વપતાતા હોય છે જેમ કે ઝિંક કાર્બોનેટ અને ઝિંક ગ્લુકોનેટ (આહાર પૂરક ઉમેરાઓ), ઝિંક ક્લોરાઈડ (ડીઓડરંટમાં), ઝિંક પાયરિથીઓન (ખોડા રોધક શૅમ્પુઓમાં), ઝિંક સલ્ફાઈડ (ચમકત પેંઇંટમાં), અને ઝિંક મિથાઇલ અથવા ઝિંક ડાયથાઈલ જૈવિક પ્રયોગ શાળાઓમાં.

જસત એ જૈવિક અને લોક આરોગ્ય માટે એક અત્યંત મહત્ત્વ ધરાવતું સૂક્ષ્મ જરૂરી ક્ષાર છે.[૧] જસતની ઉણપ વિકાસશીલ દેશોમાં લગભગ ૨૦ લાખ લોકોને પ્રભાવિત કરે છે અને તે ઘણાં રોગોનું કારણ પણ હોય છે.[૨] બાળકોમાં જસતની ઉણપથી અવિકસિત પણું, જાતીય પાકટતા મોડી આવવી , ચેપ લાગવાની શક્યતામાં વધારો, અને ડાયરિયા, આદિને કારણે દર વર્ષે ૮ લાખ જ્ટલા બાળકો મૃત્યુ પામે છે.[૧] જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્તેજના કેંદ્રોમાં ઉત્પન્ન થતાં ઉત્પ્રેરકોમાં જસતના અણુ જોવા મળે છે જેમકે માણસોમાં આલ્કોહોલ ડીહાડ્રોજીનેસ. વધુ પ્રમાણમાં જસતનું સેવન કરતાં સ્નાયુઓનું અસંયોજન, આળસ અને તાંબાની ઉણપ જેવા પરિણામો આવી શકે છે.

સંદર્ભો



🔥 Top keywords: