જાટ

જાટ એ ભારતીય ઉપખંડમાં રહેતા એક પ્રાચીન ક્ષત્રિય સમુદાય છે.[૧][૨] ભારતમાં તેઓ મુખ્યત્વે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વસે છે. હાલમાં તે એક ખેડૂત સમુદાય છે.[૩]

આધુનિક સ્થિતિ

પ્રાચીન કાળમાં યુદ્ધ કળા નિપુણ રહી ચૂકેલા જાટ મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જાટોને સારા લડવૈયા માનવામાં આવતા હતા અને તેથી જ ભારતીય સૈન્યમાં રેજિમેન્ટ જાટ રેજિમેન્ટ છે. જાટ મુખ્યત્વે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ફેલાયલા છે.[૪] સામાન્ય રીતે જાટ તમામ ધર્મોમાં હિન્દુ, શીખ, મુસ્લિમ વગેરેમાં જોઇ શકાય છે.[૪][૧][૫][૬]

ઇસ્લામીક આક્રમણ પહેલા પહેલાં સિંધુ નદીના પશ્ચિમ કિનારાના પઠારોમાં વસતા હતા.[૭][૮]

સંદર્ભો

🔥 Top keywords: