ઝીંગા ઉછેર

આ અહેવાલ દરિયાઈ (ખારા પાણી)ના ઝીંગાના ઉછેર અંગેનો છે. તાજા પાણીની જાતોના ઉછેર માટે ફ્રેશવોટર પ્રોન ફાર્મિંગ જૂઓ.

ઝીંગા ઉછેર એ જલીય સંવર્ધન (એક્વાકલ્ચર) કારોબાર છે જે માનવ વપરાશ માટે દરિયાઈ ઝીંગા કે પ્રોન[૧]નો ઉછેર કરે છે. વેપારી ધોરણે ઝીંગા ઉછેરની શરૂઆત 1970ના દાયકામાં થઈ હતી અને ખાસ કરીને અમેરિકા, જાપાન અને પશ્ચિમ યુરોપની માંગ પૂરી કરવા ઉત્પાદનમાં તીવ્ર વધારો થયો હતો. સંવર્ધિત ઝીંગાનું વૈશ્વિક ઉત્પાદન 2003 માં 16 લાખ ટનથી વધુ થયું હતું, જેનું મૂલ્ય આશરે 9 અબજ અમેરિકી ડોલર થાય છે. ઉછેરેલાં ઝીંગામાંથી આશરે 75% જેટલાં તો એશિયામાં, ખાસ કરીને ચીન અને થાઈલૅન્ડમાં ઉછેર પામ્યાં હોય છે. બાકીના 25 ટકા ઝીંગા ખાસ કરીને લેટિન અમેરિકા, જ્યાં બ્રાઝિલ સૌથી મોટો ઉત્પાદક દેશ છે, તેમાંથી ઉત્પાદન થયું હતું. થાઇલેન્ડ સૌથી મોટો નિકાસકાર દેશ છે.

દક્ષિણ કોરીયામાં ઝીંગા ઉછેર ખેતરમાં ગ્રોઆઉટ તળાવ

ઝીંગા ઉછેરની પ્રવૃત્તિ દક્ષિણપૂર્વ એશિયાના પરંપરાગત લઘુ વ્યવસાયમાંથી વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે. ટેકનોલોજીના વિકાસને કારણે વધુ ગીચતામાં ઝીંગાનો ઉછેર શક્ય બન્યો છે. ઊંચી પ્રજનન ક્ષમતા ધરાવતા ઝીંગા (બ્રુડસ્ટોક)ની વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે છે. વાસ્તવિક રીતે, તમામ ઉછેરાતાં ઝીંગા એ પિનાઇડ્સ (એટલે કે, પિનાઇડે વર્ગના ઝીંગા) છે અને ઉછેરાતાં તમામ ઝીંગામાંથી 80%, ઝીંગાની માત્ર બે જ જાતિઓ – પિનીયસ વેનામેઇ (પૅસિફિકના શ્વેત ઝીંગા) અને પિનીયસ મોનોડોન (વિશાળ ટાઈગર પ્રૉન) હોય છે. આ ઓદ્યોગિક મોનોકલ્ચર રોગનો સરળતાથી શિકાર બની શકે છે, તેનાથી ઘણા વિસ્તારમાં સંવર્ધિત ઝીંગાની વસતી નાશ પામી છે. સતત વધતી જતી પરિસ્થિતિકીય સમસ્યાઓ, વારંવાર ફાટી નીકળતા રોગચાળાઓ, અને બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ (NGO)) અને ગ્રાહક દેશ એમ બંને તરફથી મળતી ટીકાને પરિણામે 1990ના દાયકાના અંત ભાગમાં આ ઉદ્યોગમાં કેટલાક બદલાવો આવ્યા હતા અને નિયમનો એકંદરે વધુ સખત બન્યાં હતાં. 1999માં વધુ સાતત્યપૂર્ણ ઉછેર પદ્ધતિઓના વિકાસ અને પ્રોત્સાહન માટેનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો હતો, જેમાં સરકારી સંસ્થાઓ, ઉદ્યોગના પ્રતિનિધિઓ અને પર્યાવરણ સંગઠનો સામેલ હતા.

ઇતિહાસ અને ભૂગોળ

ઇન્ડોનેશિયા લોકો અને બીજા લોકો પરંપરાગત નીચી ગીચતાની પદ્ધતિ (લો-ડેન્સિટી મેથડ)નો ઉપયોગ કરીને સદીઓથી ઝીંગાનો ઉછેર કરે છે. ઇન્ડોનેશિયામાં ખારા પાણીના તળાવ, જે ટેમબેક્સ તરીકે ઓળખાય છે તેને 15 સદી સુધી નિશાનીઓ મેળવી શકાય છે. તેઓ એક જ જાતના ઝીંગાના ઉછેર (મોનોકલ્ચર) માટે નાના તળાવનો ઉપયોગ કરતા હતા અથવા મિલ્કફિશ જેવી બીજી જાતો સાથે વિવિધ જાતના ઝીંગાનો ઉછેર (પોલિકલ્ચર્ડ) કરતા અથવા ચોખાનું ઉત્પાદન ન થતું હોય તેવી સુકી મોસમમાં ડાંગરના ખેતરમાં ઝીંગાનો ઉછેર કરતા હતા.[૧] આવી પદ્ધતિ દરિયાઈ વિસ્તારો કે નદીના કિનારે ઘણીવાર જોવા મળતી હતી. ઝીંગાના ઉછેર માટે મેન્ગ્રોવ વિસ્તારોને પ્રથમ પસંદગી મળતી હતી, કારણ કે આ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં કુદરતી ઝીંગા મળી આવે છે.[૨] મૂળ કુદરતી અવસ્થામાં રહેલા બાળ ઝીંગાને તળાવમાં પકડવામાં આવતા હતા અને તેઓ ઉછેર કરી શકાય તેવા કદના ન બને ત્યાં સુધી પાણીના કુદરતી વાતાવરણમાં જ તેમનો ઉછેર થવા દેવામાં આવતો હતો.

1930ના દાયકાથી ઓદ્યોગિક ધોરણે ઝીંગા ઉછેર કામગીરી ચાલુ થઈ હોવાની નિશાનીઓ મળે છે, તે સમયે જાપાનના ખેડૂતો સૌ પ્રથમ વખત કુરુમા ઝીંગા (પિનીયસ જેપોનિકસ )નો ઉછેર કર્યો હતો. 1960ના દાયકા સુધીમાં જાપાનમાં નાના ઉદ્યોગનો વિકાસ થયો હતો.[૩] 1960ના દાયકા અને 1070ના દાયકાની શરૂઆતમાં ઝીંગાનું વેપારી ધોરણે ઉછેર કરવાની કામગીરીનો ઝડપથી વિકાસ થયો હતો. ટેકનોલોજીમાં પ્રગતિને કારણે ઉછેરની વધુ સઘન પદ્ધતિઓ આવી હતી અને બજારમાં માગમાં વધારાને કારણે ઝીંગાનો ઉછેર વિશ્વભરમાં પ્રસર્યો હતો, જે અગાઉ ખાસ કરીને ઉષ્ણકટિબંધ અને ઉષ્ણકટિબંધની હદ પરના પ્રદેશમાં આ પ્રવૃત્તિ કેન્દ્રિત થઈ હતી. 1980ના દાયકાની શરૂઆતમાં ગ્રાહકોની માગ વધી હતી અને તેની સાથે કુદરતી અવસ્થામાં રહેલા ઝીંગામાં ઘટાડો થયો હતો, તેથી આ ઉદ્યોગમાં તેજી આવી હતી. તાઇવાન ઝીંગા ઉછેરની શરૂઆત કરનારા પ્રથમ દેશો પૈકીનો એક હતો અને 1980માં તે મુખ્ય ઉત્પાદક દેશ બન્યો છે, પરંતુ ખરાબ પદ્ધતિઓ અને રોગચાળાને કારણે 1988 પછી તેના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો.[૪] થાઇલેન્ડમાં 1985થી મોટા પાયે ઉત્પાદનનો ઝડપથી વ્યાપ વધ્યો હતો.[૫] દક્ષિણ અમેરિકામાં ઇક્વાડોરે ઝીંગા ઉછેરની સૌ પ્રથમ શરૂઆત કરી હતી, જ્યાં 1978માં આ કામગીરીમાં નાટકીય વધારો થયો હતો.[૬] બ્રાઝિલ 1974થી ઝીંગા ઉછેરમાં સક્રિય છે, પરંતુ ત્યાં 1990ના દાયકા પછી જ તેજી આવી હતી અને તેનાથી આ દેશ થોડા વર્ષોમાં અગ્રણી ઉત્પાદક બન્યો હતો.[૭] હાલમાં આશરે પચાસ દેશોમાં દરિયાઇ ઝીંગાનો ઉછેર થાય છે.

ઉછેરની પદ્ધતિઓ

ઝીંગા ઉછેરની કુદરતી ક્ષમતા કરતા વધી ગયેલી માગને પૂરી કરવા માનવ દ્વારા ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ થઈ ત્યારે જુના વખતની સ્વવપરાથ માટેની ઉછેરની જુની પદ્ધતિને જગ્યાએ વૈશ્વિક માગને પૂરી કરી શકે તેવી વધુ ઉત્પાદક પદ્ધતિઓ ઝડપથી આવી હતી. ઔદ્યોગિક ઝીંગા ઉછેરમાં સૌ પ્રથમ વિશાળ ફાર્મ સાથેની પરંપરાગત પદ્ધતિનો ઉપયોગ થતો હતો, જેમાં તળાવના મોટા કદને કારણે નીચી ઉપજને સરભર કરી શકાતી હતી, કેટલાંક હેક્ટરના તળાવની જગ્યાએ સુધીના કદના તળાવનો ઉપયોગ કરવામાં આવ્યો હતો100 hectares (1.0 km2) અને કેટલાંક વિસ્તારમાં મેન્ગ્રોવનો નાશ કરવામાં આવ્યો હતો. ટેકનોલોજીના વિકાસને કારણે વધુ સઘન પદ્ધતિને શક્ય બનાવી હતી અને તેનાથી વિસ્તાર દીઠ ઉપજમાં વધારો થયો હતો અને વધુ જમીનનું રૂપાંતર કરવાના દબાણમાં ઘટાડો થયો હતો. અર્ધ સઘન અને સઘન ફાર્મ અસ્તિત્વમાં આવ્યા, જ્યાં ઝીંગાને કૃત્રિમ પોષણને આધારે ઉછેરવામાં આવતા અને તળાવનું સક્રિયપણે સંચાલન થતું. જોકે ઘણા ફાર્મ વિશાળ છે, ત્યારે નવા ફાર્મ ખાસ કરીને અર્ધસઘન પ્રકારના છે.

1980ના દાયકાના મધ્ય સુધીમાં મોટાભાગના ફાર્મ કુદરતી અવસ્થામાં રહેલા બાળ ઝીંગા એટલે કે 'પોસ્ટલાર્વે'થી ભરાયેલા હતા. પોસ્ટલાર્વેને સ્થાનિક ધોરણે પકડવામાં આવતા હતા. પોસ્ટલાર્વેને પકડવાની પ્રવૃત્તિ ઘણા દેશોમાં મહત્ત્વનું આર્થિક ક્ષેત્ર બન્યું છે. બાળ ઝીંગાના ઘટતા જતા પ્રમાણનો સામનો કરવા અને બાળ ઝીંગાનો સતત પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ઉદ્યોગે ઈંડા સેવન કેન્દ્ર (હેચરીઝ)માં ઝીંગાના સંવર્ધનની શરૂઆત કરી હતી.

જીવનચક્ર

ઝીંગાના નૌપ્લી.

ઝીંગા સામાન્ય રીતે દરિયાઇ વસવાટમાં પુખ્ત બને છે અને વંશવૃદ્ધિ કરી શકે છે. માંદા ઝીંગા 50,000થી 1 મિલિયન ઇંડા મૂકે છે, જે આશરે 24 કલાક સુધી વિકસિત થઈ નાનકડા નૌપ્લી (ડિમ્ભક) બને છે. આ નૌપ્લી તેમના શરીરમાં રહેલી જરદી (ઇંડાનો પીળો ભાગ)માંથી પોષણ મેળવે છે અને તે પછી ઝોએમાં રૂપાંતર પામે છે. ઝીંગા ડિમ્ભકીયના આ બીજા તબક્કામાં લીલમાંથી પોષણ મેળવે છે અને થોડા દિવસ પછી તેમાં ફરી પરિવર્તન આવે છે અને તે માયસિસમાં રૂપાંતરિત થાય છે. માયસિસ નાનકડા ઝીંગા જેવા જ લાગે છે તેમજ દરિયાઇ વનસ્પતિ અને ઝુપ્લેન્કટનમાંથી પોષણ મેળવે છે. ત્રણ ચાર દિવસમાં ફરી અંતિમ પરિવર્તન થાય છે અને પોસ્ટલાર્વે એટલે કે યુવા ઝીંગા બને છે, જેમાં પુખ્ત ઝીંગાના લક્ષણો હોય છે. આ સમગ્ર પ્રક્રિયાને ઇંડા બહાર આવ્યાના આશરે 12 દિવસ લાગે છે. શિશુ અવસ્થામાં પોસ્ટલાર્વે નદીના મુખ તરફ સ્થળાંતર કરે છે, જ્યાં પુષ્કળ પોષક તત્વો હોય અને ખારાશ ઓછી હોય છે. તેઓ પુખ્ત થયા પછી ખુલ્લા પાણીમાં સ્થળાંતર કરે છે. પુખ્ત ઝીંગા બેન્થિક પ્રાણી છે તે સામાન્ય રીતે દરિયાના તળિયે જીવે છે.[૮]

પૂરવઠા સાંકળ

ઝીંગાના ઉછેરમાં પણ નિયંત્રિત સ્થિતિમાં આ જીવનચક્ર પૂરું કરવામાં આવે છે. આવું કરવાના કારણોમાં વધુ સઘન ઉછેર, સમાન કદના ઝીંગા મેળવવા માટે સુધારેલા સાઇઝ કંટ્રોલ, જીવાત સામે વધુ સારો અંકુશ તેમજ વાતાવરણને અંકુશિત કરીને (સામાન્ય રીતે ફાર્મમાં ગ્રીનહાઉસ ઉપયોગ કરીને તાપમાનને નિયંત્રિત કરાય છે) વૃદ્ધિ અને પરિપકવ થવાની પ્રક્રિયાને વેગ આપવાનો હોય છે. તેના જુદા જુદા તબક્કા હોય છેઃ

  • હેચરીઝ (ઇંડા સેવન કેન્દ્રો) ઝીંગાનો ઉછેર કરે છે અને નૌપ્લી કે પોસ્ટલાર્વે તૈયાર કરે છે, જેનું ફાર્મને વેચાણ કરવામાં આવે છે. મોટા ઝીંગા ઉછેર ફોર્મમાં તેમની પોતાની હેચરી હોય છે અને તેઓ તેમના પ્રદેશના નાના ફાર્મને નૌપ્લી કે પોસ્ટલાર્વનું વેચાણ કરે છે.
  • નર્સરી માં પોસ્ટલાર્વેનો ઉછેર થાય છે અને અહીં તેમને ગ્રોઆઉટ પોન્ડમાં દરિયાઈ વાતાવરણમાં અનુકુળ થાય તેવા બનાવવામાં આવે છે.
  • ગ્રોઆઉટ તળાવમાં ઝીંગા બાળ અવસ્થામાંથી બજારમાં વેચી શકાય તેવા મોટા કદના બને છે, આ પ્રક્રિયાને ત્રણથી છ મહિના લાગે છે.

મોટાભાગના ફાર્મમાં એક વર્ષમાં એક કે બે વખત ઉત્પાદન લેવામાં આવે છે. ઉષ્ણકટિબંધ વાતાવરણમાં ત્રણ પાક પણ શક્ય છે. ખારા પાણીની જરૂરિયાતને કારણે ઝીંગાના ફાર્મ દરિયાકિનારે પર અથવા તેની નજીક રાખવામાં આવે છે. દરિયાકાંઠાથી દૂર આવેલા ઝીંગાના ફાર્મનો પણ ઘણા વિસ્તારમાં પ્રયોગ કરાયો છે, પરંતુ ખારા પાણીની જરૂરિયાત તેમજ ખેડૂતો સાથે જમીન માટેની સ્પર્ધાને કારણે સમસ્યા ઊભી થઈ હતી. થાઇલેન્ડ 1999માં દરિયાકાંઠાથી દૂર આવેલા ઝીંગાના ફાર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો.[૯]

ઇંડા સેવન કેન્દ્રો (હેચરીઝ)

ઝીંગા ઉછેર કેન્દ્રની ટાંકીઓ

નાના ઇંડા સેવન કેન્દ્રો (હેચરીઝ) દક્ષિણપૂર્વ એશિયામાં ખૂબ જ સામાન્ય છે. તેને કૌટુંબિક બિઝનેસ તરીકે ચલાવવામાં આવે છે અને તેમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ થતો નથી તથા તેમાં નાની ટાંકી (દસ ટનથી ઓછી ક્ષમતાની) અને પ્રાણીઓની ઓછી ગીચતાનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઝડપથી રોગચાળાનો શિકાર બની શકે છે, પરંતુ નાના કદના કારણે તેઓ રોગના જંતુઓને દૂર કરવામાં આવ્યા પછી ઝડપથી પુનઃઉત્પાદન ચાલુ કરી શકે છે. જીવિતશેષ-દર શૂન્યથી લઇને 90 ટકા સુધીનો હોય છે, અને તેને રોગચાળો, હવામાન, સંચાલકનો અનુભવ સહિતના સંખ્યાબંધ પરિબળો અસર કરે છે.

ગ્રીનવોટર હેચરી વિશાળ ટાંકા અને પ્રાણીઓની નીચી ગીચતા સાથેની મધ્યમ કદની હેચરી છે. ઝીંગાની ઇયડોને પોષણ આપવા માટે ટાંકામાં અલ્ગલ બ્લૂમ (દરિયાઇ વનસ્પતિ) ઉગાડવામાં આવે છે. તેનો જીવિતશેષ-દર આશરે 40 ટકા છે.

ગાલ્વેસ્ટોન હેચરી (ટેક્સાસના ગાલ્વેસ્ટન પરથી નામ પડ્યું છે, જે આવી હેચરી વિકસિત કરાઈ હતી) વિશાળ અને ઔદ્યોગિક હેચરી છે, જેમાં બંધ અને ખૂબ જ નિયંત્રિત વાતાવરણનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેચરીમાં મોટી ટાંકીઓ (15થી 30 ટન)માં ઊંચી ગીચતા સાથે ઝીંગાનો ઉછેર કરવામાં આવે છે. જીવિતશેષ-દર શૂન્યથી 80 ટકા છે, પરંતુ સામાન્ય રીતે 50 ટકાથી દર હાંસલ થઈ શકે છે.

હેચરીમાં ઉછેરવામાં આવતા ઝીંગાને વનસ્પતિમાંથી પોષણ આપવામાં આવે છે અને પછીથી ઘણીવાર બ્રાઇન શ્રીમ્પ નૌપ્લી (ખાસ કરીને ઔદ્યોગિક હેચરીમાં)નો કૃત્રિમ આહાર તરીકે વિકસિત કરવામાં આવે છે. બાદના તબક્કામાં ખોરાકમાં તાજા અથવા પ્રાણીઓ થીજવીને સુકવેલા પ્રોટીન, દાખલા તરીકે, ક્રિલનો સમાવેશ થાય છે. બ્રાઇન શ્રિમ્પ નૌપ્લીને આપવામાં આવેલા પોષકતત્વો અને દવાઓ (જેવી કે એન્ટીબોયોટિક્સ) તેને ખાતા ઝીંગામાં પણ આવે છે.[૩]

નર્સરી

ટાંકીમાંથી પોસ્ટલાર્વેને ગ્રોઆઉટ તળાવમાં લઈ જવા તેનો જથ્થો ટ્રકમાં ચડાવતા ઝીંગા ઉછેરકો

ઘણા ફાર્મમાં નર્સરી હોય છે, જ્યાં પોસ્ટલાર્વેનો અલગ તળાવ, ટાંકી કે રેસવેમાં બીજા ત્રણ સપ્તાહ સુધી બાળ અવસ્થામાં ઉછેર કરવામાં આવે છે. રેસવે એટલે સમચોરસ આકારના લાંબા, છીછરા તળાવ, જેમાં પાણી સતત વહ્યા કરે છે.[૧૦]

નર્સરીમાં સામાન્ય રીતે દરેક ચોરસમીટર દીઠ 150થી 200 પ્રાણીઓ હોય છે. અહીં તેમને ત્રણ સપ્તાહ સુધી હાઇ પ્રોટીનનો આહાર આપવામાં આવે છે અને પછી તેમને ગ્રોઆઉટ પોન્ડમાં લઈ જવામાં આવે છે. તે સમયે તેમનું વજન એક અને બે ગ્રામની વચ્ચે હોય છે. પાણીની ખારાશને ધીમે ધીમે ગ્રોઆઉટ તળાવના પાણી જેવી કરવામાં આવે છે.

ખેડૂતો પોસ્ટલાર્વેને ‘પીએલ’ (PL) તરીકે ઓળખાવે છે અને દિવસની સંખ્યાને આધારે તેમાં અનુગ લગાવવામાં આવે છે (એટલે કે પીએલ-1 (PL-1), પીએલ-2 (PL-2) વગેરે). તેઓ ચૂઇ (શ્વાસેન્દ્રિય) વિકસિત થાય ત્યારે તે ગ્રાઆઉટ પોન્ડમાં સ્થળાંતર માટે સજ્જ બને છે, આ પ્રક્રિયા આશરે પીએલ-13 (PL-13)થી પીએલ-17 (PL-17)(ઇંડાના સેવનના આશરે 25 દિવસ પછી) થાય છે. આવી સંવર્ધન કામગીરી (નર્સિંગ) સંપૂર્ણપણે જરૂરી નથી, પરંતુ ઘણા ફોર્મમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તેનાથી આહારનો વધુ સારો ઉપયોગ થાય છે, સમાન કદમાં વધારો થાય છે, માળખાગત સુવિધનો વધુ સારો ઉપયોગ થાય છે અને ઉત્પાદનમાં વઘારો કરવા માટે નિયંત્રિક વાતાવરણમાં આવું કરી શકાય છે. નર્સરીનો સૌથી મોટો ગેરલાભ એ છે કે કેટલીક પોસ્ટલાર્વે શ્રિમ્પ ગ્રોઆઉટ પોન્ડમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે.[૩]

કેટલાંક ફોર્મમાં નર્સરીનો ઉપયોગ કરવામાં આવતો નથી, પરંતુ પોસ્ટલાર્વે એક્લિમેશન ટેન્ક (હવા પાણી સાથે સાનુકુળ બનાવવાની ટાંકી) માં યોગ્ય તાપમાન અને ખારાશ સાથે સાનુકુળ બનાવ્યા પછી તેમના સીધા ગ્રોઆઉટ પોન્ડમાં રાખવામાં આવે છે. કેટલાંક દિવસની આ પ્રક્રિયા દરમિયાન આવી ટાંકીના પાણીમાં ફેરફાર કરવામાં આવે છે અને આ પાણીને પણ ગ્રોઆઉટ તળાવ જેવું બનાવવામાં આવે છે. યુવા પોસ્ટલાર્વે માટે પ્રાણીની ગીચતા લિટર દીઠ 500 અને અને મોટા લાર્વા જેવા કે પીએલ-15 (PL-15) માટેની ગીચતા લિટર દીઠ 50થી વધુ હોવી જોઇએ નહીં.[૧૧]

વિકાસનો તબક્કો (ગ્રોઆઉટ)

ઇન્ડોનેશિયામાં પેડલવ્હિલ એરેટર્સ સાથેનું ઝીંગાનું તળાવઝીંગા ઉછેરના પ્રાથમિક તબક્કાનું તળાવ, સંવર્ધન માટે પ્લેન્કટનનો ઉપયોગ અને તેમની વૃદ્ધિ (પાણીનો લીલા રંગ વખતે), પછી પોસ્ટલાર્વેને છોડવામાં આવશે.
એક હાર્સપાવરની પેડલવ્હિલ એરેટરપાણીના ફુવારાથી પાણીના બાષ્પીભવનના દરમાં વધારો થઈ શકે છે અને તેથી તળાવની ખારાશમાં વધારો થાય છે.
બે હાર્સપાવરના ‘ટર્બો એરેટર’નો ઇનટેક, જે પાણીની સપાટીને નીચે એક મીટરે હલેસા મારે છે.તળાવમાં પાણી સાથે કાદવ મિશ્રિત ન બને તે માટે પાણીની ઉંડાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઇએ.

વિકાસના તબક્કા (ગ્રોઆઉટ)માં ઝીંગા વિકસીને પુખ્ત બને છે. પોસ્ટલાર્વે તળાવમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેઓ વેચાણપાત્ર કદ મેળવે ત્યાં સુધી તેમનું પોષણ કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ત્રણથી છ મહિનો સમય લાગે છે. ઉછેરેલા ઝીંગા તળાવમાં બહાર લાવવા માટે જાળનો ઉપયોગ કરવામાં આવે છે અથવા પાણીને બહાર વહાવી દેવામાં આવે છે. તળાવનું કદ અને ટેકનિકલ માળખાત સુવિધાનું સ્તર અલગ અલગ હોય છે.

પરંપરાગત ઓછી ગીચતાની પદ્ધતિનો ઉપયોગ કરીને ઝીંગા ઉછેરતા ફાર્મ દરિયાકિનારે અથવા ઘણીવાર મેન્ગ્રોવ વિસ્તારમાં આવેલા હોય છે. તળાવો થોડા હેક્ટરથી લઈને 100 હેક્ટર સુધીના હોય છે અને ઝીંગાની ગીચતાનું પ્રમાણ નીચું (ચોરસમીટર દીઠ 2થી 3 અથવા હેક્ટર દીઠ 25,000) હોય છે.[૨] ભરતીને કારણે પાણીની અદલાબદલી થાય છે અને ઝીંગા કુદરતી રીતે સર્જાતા સજીવો પર નભે છે. કેટલાંક વિસ્તારોમાં ખેડૂતો તળાવના દરવાજા ખોલીને જંગલી લાર્વેને અંદર આવવા દે છે અને જંગલી ઝીંગાનો ઉછેર કરે છે. જમીનના ભાવ નીચા હોય છે તેવા ગરીબ કે ઓછા વિકસિત દેશોમાં વિશાળ ફાર્મમાં વાર્ષિક હેકટર દીઠ 50થી 500 કિગ્રા ઝીંગાની ઉપજ મળે છે (સીધું વજન). તેમાં ઉત્પાદન ખર્ચ નીચો હોય છે (3કિગ્રા જીવંત ઝીંગા માટે 1 અમેરિકી ડોલર) હોય છે અને તેમાં વધુ મજૂરીની જરૂર પડતી નથી તેમજ આધુનિક તકનીકી નિપૂણતાની આવશ્યકતા નથી.[૧૨]

અર્ધ સઘન ફાર્મ સામાન્ય રીતે પાણીની અદલાબદલી માટે ભરતી પર આધાર રાખતા નથી, પરંતુ પમ્પનો ઉપયોગ કરે છે અને તળાવનો આયોજિત આકાર બનાવે છે. તેથી તેમને ઊંચી ભરતીવાળા વિસ્તારમાં બાંધી શકાય છે. તળાવનું કદ 2થી 30 હેક્ટર દીઠ હોય છે અને ગીચતા ચોરસમીટર દીઠ 10થી 30 ઝીંગા (હેક્ટર દીઠ 100,000-300,000) હોય છે. આવી ગીચતા સાથે ઝીંગાના ઔદ્યોગિક રીતે તૈયાર કરેલા આહાર સાથે કૃત્રિમ પોષણ અને તળાવમાં કુદરતી રીતે થતા સજીવોની વૃદ્ધિને ઉત્તેજન આપવા તળાવને ફળદ્રુપ બનાવવા જરૂરી હોય છે. વાર્ષિક ઉપજ હેકટર દીઠ 500થી 5,000 કિગ્રાની છે, જ્યારે ઉત્પાદન ખર્ચ જીવંત ઝીંગા કિગ્રા દીઠ 2થી 6 અમેરિકી ડોલર છે. ચોરસ મીટર દીઠ 15થી વધુ ઝીંગાની ગીચતાને કારણે ઓક્સિજનનું સ્તર ઘટી ના જાય તે માટે વાયુ મિશ્રણની ઘણીવાર જરૂર પડે છે. ઉત્પાદકતા પાણીના તાપમાનને આધારે અલગ અલગ હોય છે, જેથી એક સિઝનના ઝીંગા બીજી સિઝનના ઝીંગા કરતા મોટા કદના હોય તેવું સામાન્ય રીતે જોવા મળે છે.

સઘન ઉછેર નાના તળાવ (0.1-1.5 હેક્ટર) અને ઊંચી વસતી ગીચતાનો પણ ઉપયોગ કરે છે. આ તળાવોનું સક્રિય સંચાલન થાય છે અને તેમાં વાયુમિશ્રણ કરવામાં આવે છે, નકામી નિપજોને દૂર કરવા અને પાણીની ગુણવત્તા જાળવી રાખવા માટે પાણીમાં ફેરબદલ પણ કરવામાં આવે છે તેમજ ઝીંગાને ખાસ નિર્ધારિત કરાયેલા આહાર, ખાસ કરીને ફોર્મ્યુલેટેડ નાની નાની ગોળીના સ્વરૂપમાં પોષણ આપવામાં આવે છે. આવા ફાર્મમાં વાર્ષિક ઊપજ હેકટર દીઠ 5,000 અને 20,000 કિગ્રાની હોય છે, કેટલીક અતિસઘન ઉછેર પદ્ધતિના તળાવમાં હેક્ટર દીઠ 100,000 કિગ્રાની પણ ઉપજ મળી શકે છે. તળાવના પાણીની ગુણવત્તા અને બીજી સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે આધુનિક ટેકનિકલ માળખાગત સુવિધા અને ઉચ્ચ તાલીમ પામેલ વ્યવસાયિકોની જરૂર પડે છે અને તળાવનો ઉત્પાદન ખર્ચ એક કિગ્રા જીવંત ઝીંગા દીઠ 4થી 8 અમેરિકી ડોલર હોય છે.

ઝીંગા ઉછેર ફાર્મના ઉત્પાદન અંગેની લાક્ષણિકતાઓના અંદાજ અલગ અલગ છે. મોટા ભાગના અભ્યાસમાં જણાવાયું છે કે વિશ્વભરના 55થી 60 ટકા ફાર્મ વિશાળ ફાર્મ છે, બીજા 25થી 30 ટકા ફાર્મમાં અર્ધ-સઘન પદ્ધતિનો અને બાકીના ફાર્મમાં સઘન પદ્ધતિનો ઉપયોગ થાય છે. જોકે, પ્રાદેશિક તફાવત પણ ઊંચો છે અને [ટેકોન (2002)] અહેવાલ વિવિધ અભ્યાસમાં વ્યક્તિગત દેશો માટેના દાવો કરવામાં આવેલી ટકાવારીમાં વિસંગતતા હોવાનું જણાવે છે.[૧૨]

ઝીંગાનું પોષણ

વિશાળ ફાર્મમાં ખાસ કરીને તળાવની કુદરતી ઉત્પાદકતા પર આધાર રાખવામાં આવે છે, જ્યારે વઘુ સઘન પદ્ધતિ ધરાવતા ફાર્મમાં માત્ર કૃત્રિમ પોષણનો અથવા તળાવના કુદરતી તત્વોને પુરક હોય તેવા કૃત્રિમ આહારનો ઉપયોગ કરવામાં આવે છે. ફાયટોપ્લાન્ક્ટન (નાના દરિયાઇ છોડ)ની વૃદ્ધિને આધારે તળાવમાં આહારની શ્રૃંખલા સ્થાપિત કરવામાં આવે છે. આવા દરિયાઇ છોડની વૃદ્ધિને વેગ આપવા ખાતરો અને ખનિજનો ઉપયોગ કરાય છે, જેનાથી ઝીંગાના વિકાસને વેગ મળે છે. કૃત્રિમ આહારની ગોળીઓ અને ઝીંગાના મળમૂત્ર સહિતના નકામા કચરોથી તળાવમાં યુટ્રોફિકેશન (વધુ પડતા પોષણ તત્વો)ની સમસ્યા થઈ શકે છે.

કૃત્રિમ આહાર ખાસ આકારના દાણા જેવી ગોળીઓના સ્વરૂપમાં હોય છે અને તે ઝડપથી પાણીમાં મિશ્ર થઈ જાય છે. આવી 70 ટકા સુધીની ગોળીઓ નકામી જાય છે, કારણ કે ઝીંગા તેનો આહાર તરીકે ઉપયોગ કરે તે પહેલા તે ક્ષય પામે છે.[૩] ઝીંગાને એક દિવસમાં બેથી પાંચ વખત ખોરાક આપવામાં આવે છે, આહાર આપવાની આ પ્રક્રિયા કિનારા પરથી વ્યક્તિઓ દ્વારા, હોડીમાંથી અથવા સમગ્ર તળાવમાં ફેલાયેલા મેકેનિક ફીડર્સ મારફતે કરવામાં આવે છે. ફીડ કન્વર્ઝશન રેટ (એફસીઆર (FCR)) એટલે કે ઝીંગાના એક એકમ (એક કિલોગ્રામ)ના ઉત્પાદન માટે જરૂરી ખોરાકનો જથ્થો, આધુનિક ફાર્મમાં આશરે 1.2-2.0નો હોવાનો ઉદ્યોગનો દાવો છે, પરંતુ આ શ્રેષ્ઠત્તમ મૂલ્ય છે, જેને વ્યવહારમાં હંમેશા હાંસલ કરી શકાતું નથી. ફાર્મે નફાકારક બનવું હોય તેના માટે 2.5થી નીચો ફીડ કન્વર્ઝશન રેટ જરૂરી છે, જુના ફાર્મ કે શ્રેષ્ઠત્તમ કરતા નીચી સ્થિતિના તળાવમાં આ રેશિયો સરળતાથી વધીને 4:1 થઈ શકે છે.[૧૩] નીચો એફસીઆર (FCR) એટલે ફાર્મની ઊંચો નફો.

ઉછેરવામાં આવતી જાતો

ઝીંગા અને પ્રોનની ઘણી જાતો છે, પરંતુ મોટું કદ ધરાવતી હોય તેવી જાતોનો વાસ્તવમાં ઉછેર થાય છે, આ તમામ જાતો પિનાઇડ્સ કૂળ (પિનેઇડે કૂળ) સાથે જોડાયેલી છે[૧૪] અને તેની સાથે પિનીયસ પ્રજાતિ સાથે સંકળાયેલી છે.[૩] ઘણી જાતિ ઉછેર માટે યોગ્ય નથી. તે નફો ન થઈ શકે તેટલી નાની છે અથવા એક જગ્યાએ તેમને એકઠા કરવામાં આવે ત્યારે તેમનો વિકાસ બંધ થઈ જાય છે અથવા રોગાચાળાનો તરત શિકાર બની જાય છે. બજારમાં પ્રભુત્વ ધરાવતી બે જાતિ આ મુજબ છેઃ

  • પેસિફિક વ્હાઇટ ઝીંગા (લિટોપિનીયસ વેનામેઇ , ‘વ્હાઇટલેગ શ્રિમ્પ’ તરીકે પણ ઓળખાય છે) પશ્ચિમના દેશોમાં ઉછેરવામાં આવતી મુખ્ય જાત છે. મેક્સિકોથી પેરુ સુધીના પેસિફિક દરિયાકાંઠાની આ મૂળ જાતિ 23 સેન્ટીમીટર સુધી વિકાસ પામે છે. લેટિન અમેરિકામાં કુલ ઉત્પાદનમાંથી 95 ટકા ઉત્પાદન એલ વેનામેઇ જાતિના ઝીંગાનું થાય છે. તેને બંધિયાર જગ્યામાં ઉછેરવાનું સરળ છે, પરંતુ ટૌરા નામના રોગચાળાનો ઝડપથી શિકાર બની જાય છે.
  • વિશાળ ટાઇગર પ્રોન ઝીંગા (પી. મોનોડોન , ‘બ્લેક ટાઇગર શ્રિમ્પ’ તરીકે પણ ઓળખાય છે) જાપાનથી લઇને ઓસ્ટ્રેલિયા સુધી હિન્દ મહાસાગર અને પેસિફિક સમુદ્રમાં જોવા મળે છે. ઉછેરવામાં આવતી તમામ જાતોમાં સૌથી મોટું કદ ધરાવતી આ પ્રજાતિ 36 સેન્ટીમીટરની લંબાઈ સુધી વધે છે અને તેનો ઉછેર એશિયામાં કરવામાં આવે છે. વ્હાટસ્પોટ નામના રોગચાળાનો શિકાર બનતી હોવાથી અને બંધિયાર જગ્યામાં ઉછેરવામાં મુશ્કેલી હોવાથી આ જાતિની જગ્યાએ 2001થી એલ વેનામેઇ જાતિનો ઉછેર કરવામાં આવે છે.


આ બે પ્રજાતિ ઉછેરવામાં આવતા ઝીંગાના કુલ ઉત્પાદનમાં આશરે 80 ટકા હિસ્સો આપે છે.[૧૫] બીજી ઉછેરવામાં આવતી પ્રજાતિમાં નીચે મુજબ છેઃ

તાઇવાનની એક્વાકલ્ચર નિરીક્ષણ ટાંકીમાં કુરુમા ઝીંગા
  • 1980ના દાયકાના અંત ભાગમાં આઈએચએચએન (IHHN) વાઇરસે લગભગ તમામ વસતીનો નાશ કર્યો ત્યાં સુધી પશ્ચિમ ગોળાર્ધમાં ઝીંગાના ઉછેર માટે વેસ્ટર્ન બ્લૂ ઝીંગા (પી. સ્ટીલિરોસ્ટ્રીસ ) ખૂબ જ લોકપ્રિય હતા. કેટલાંક ઝીંગા ટકી ગયા હતા અને આ વાઇરસ સામે પ્રતિકાર ક્ષમતા મેળવી હતી. આમાંથી કેટલાંક ટૌરા વાઇરસનો સામે પણ પ્રતિકાર ક્ષમતા ધરાવે છે તેવી શોધ થયા પછી કેટલાક ફાર્મમાં પી. સ્ટીલિરોસ્ટ્રીસ નો 1997થી ફરી ઉછેર થવા લાગ્યો હતો.
  • ચાઇનીઝ વ્હાઇટ ઝીંગા (પી. ચાઇનેસિસ , ફ્લેશી પ્રોન તરીકે પણ ઓળખાય છે) ચીનના દરિયાકાંઠા પર અને કોરિયાના પશ્ચિમ દરિયાકાંઠે જોવા મળે છે અને તેને ઉછેર ચીનમાં થાય છે. તે મહત્તમ માત્ર 18 સેન્ટીમીટર સુધીની લંબાઇ પ્રાપ્ત શકે છે અને વધુ ઠંડા પાણીને (માઇનસ 16 ડીગ્રી સેલ્સિયસ)ને સહન કરી શકે છે. વૈશ્વિક બજારમાં એક સમયે મુખ્ય પરિબળ બનેલી આ પ્રજાતિને 1993માં રોગચાળાએ લગભગ ખતમ કરી નાંખી હતી અને હાલમાં માત્ર ચીનના ઘરેલુ બજાર માટે ઉપયોગ થાય છે.
  • કુરુમા ઝીંગા (પી. જેપોનિકસ )નો ખાસ કરીને જાપાન, તાઇવાન અને ઓસ્ટ્રેલિયામાં પણ ઉછેર થાય છે, પરંતુ તેનું બજાર માત્ર જાપાન છે, જાપાનમાં જીવંત કુરુમા ઝીંગાના ભાવ પાઉન્ડ દીઠ 100 અમેરિકી ડોલર (કિગ્રા દીઠ 220 ડોલર) છે.
  • ભારતીય શ્વેત ઝીંગા (પી. ઇન્ડિકસ ) હિન્દ મહાસાગરના દરિયાકાંઠાની પ્રજાતિ છે અને ભારત, ઇરાન અને મધ્યપૂર્વ તેમજ આફ્રિકાના દરિયાકાંઠે તેને વ્યાપક પ્રમાણમાં ઉછેર કરવામાં આવે છે.
  • બનાના ઝીંગા (પી. મર્ગ્યુઇનસિસ ) ઓમાન, ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા સુધી ભારતીય સમુદ્રના દરિયાઇ પાણીની ઉછેરવામાં આવેલી બીજી એક પ્રજાતિ છે. તેનો ઉછેર ઊંચી ગીચતામાં થઈ શકે છે.

પિનીયસ ની બીજી કેટલીક પ્રજાતિઓ ઝીંગા ઉછેરમાં ઘણો જ નજીવો ભાગ ભજવે છે. બીજા કેટલાંક પ્રકારના ઝીંગાનો પણ ઉછેર થઈ શકે છે, ઉદાહરણ તરીકે ‘એકયામી પેસ્ટ ઝીંગા’ અથવા ‘મેટાપિનીયસ એસપીપી’. તેનું કુલ ઉત્પાદન વાર્ષિક આશરે 25,000 ટન છે, જે પિનાઇડની સરખામણીમાં નીચું છે.

રોગો

ઝીંગાને અસર કરતા ઘણા જીવલેણ વાઇરલ રોગ છે.[૧૬] ખૂબ જ ગીચતા ધરાવતા મોનોકલ્ચરલ ફાર્મમાં આવા વાઇરસ ઇન્ફેક્શન ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ઝીંગાની સમગ્ર વસતીનો નાશ કરી શકે છે. આમાંથી ઘણા વાઇરસ ફેલાવતું એક મહત્ત્વનું વેક્ટર પાણી છે અને તેથી વાઇરસ ફાટી નીકળવાથી નાના ઝીંગાના મોટાભાગની વસતીનો નાશ થવાનું જોખમ પણ હોય છે.

યલોહેડ રોગ, જે થાઇ (થાઇલેન્ડની ભાષા)માં હુ લીયંગ તરીકે પણ ઓળખાય છે તે સમગ્ર દક્ષિણપૂર્વ એશિયામાં પી મોનોડોન જાતિને અસર કરે છે.[૧૭] 1990માં આ રોગ સૌ પ્રથમ થાઇલેન્ડમાં દેખાયો હતો. આ રોગ ખૂબ જ ચેપી છે અને 2થી 4 દિવસમાં ઝીંગાનો મોટાપાયે નાશ કરે છે. ચેપ લાગ્યો હોય તે ઝીંગાનો સિફાલોથોરેક્સ (માથુ અને વક્ષઃસ્થળ સુધીનો અગ્રભાગ) પીળો પડી જાય છે અને તે ખૂબ જ અસાધારણ ખોરાક લેવાનું ચાલુ કરે છે અને પછી એકાએક બંધ કરી દે છે તે પછી મરણની અણી પર આવેલા ઝીંગા મૃત્યુ પામતા પહેલા તળાવની સપાટી નજીક જમા થાય છે.[૧૮]

વ્હાઇટસ્પોટ સિન્ડ્રોમ પણ એક રોગ છે, જે સંબંધિત વાઇરસથી ફેલાય છે. જાપાનીઝ પી. જેપોનિકસ જાતિમાં 1993માં સૌ પ્રથમ જોવા મળેલો આ રોગ[૧૯] સમગ્ર એશિયા અને પછી અમેરિકામાં પણ ફેલાયેલો છે. તે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને ખૂબ જ જીવલેણ છે, તેનાથી મૃત્યુદર થોડા દિવસોમાં 100 ટકા સુધી થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં પીઠ પર સફેદ ચકામા અને હિપેટોપાનક્રીસ (પાચકગ્રંથીના અવયવો) લાલ થઈ જાય છે. અસરગ્રસ્ત ઝીંગા મૃત્યુ પામતા પહેલા સુસ્ત બની જાય છે.[૨૦]

ટૌરા સિન્ડ્રોમ સૌ પ્રથમ 1992માં ઇક્વાડોરની ટૌરા નદીના ઝીંગા ફાર્મમાં જોવા મળ્યો હતો. આ રોગચાળો ફેલાવતા સંખ્યાબંધ વાઇરસ સૌથી વધુ ઉછેરવામાં આવતી ઝીંગાની જાતિ પૈકીની એક જાતિ પી વેનામેઇ માં જોવા મળે છે. આ રોગ ઝડપથી ફેલાય છે અને ખાસ કરીને અસરગ્રસ્ત ઝીંગા અને પ્રજનક્ષમતા ધરાવતા ઝીંગા (બ્રૂડસ્ટોક)ની નિકાસને કારણે આ રોગ ફેલાય છે. આ રોગ મૂળમાં અમેરિકાના ફાર્મ પૂરતો સીમિત હતો, પરંતુ તે હવે એલ વેનામેઇ ના ઉછેર શરૂ થયા પછી એશિયાના ફાર્મમાં પણ ફેલાયો છે. એક પ્રદેશના એક ફાર્મમાંથી બીજા ફાર્મમાં આ રોગના ફેલાવા માટે પક્ષીઓને પણ જવાબદાર માનવામાં આવે છે.[૨૧]

ઇન્ફેક્શન હાઇપોડર્મલ અને હેમાટોપોએટીક નેક્રોસિસ (આઇએચએચએન (IHHN)) એક રોગ છે, જે પી સ્ટીલિરોસ્ટ્રીસ (90 ટકા જેટલો ઊંચો મૃત્યુદર)માં સામુહિક વિનાશ કરે છે અને એલ વેનામેઇ માં ગંભીર વિકૃતિઓ લાવે છે. તે પેસિફિક ફાર્મમાં અને દરિયાઇ ઝીંગામાં જોવા મળે છે, તે ઉપરાંત આ રોગ અમેરિકાના એટલાન્ટિક દરિયાકાંઠાના જંગલી ઝીંગામાં પણ જોવા મળે છે.[૨૨]

બીજા સંખ્યાબંધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ છે, જે ઝીંગા માટે જીવલેણ બને છે. સૌથી વધુ સામાન્ય વિબ્રીઓસિસ છે, જે વિબ્રોઓ જાતિના બેક્ટેરિયાથી ફેલાય છે. ઝીંગા નબળા અને ભ્રમિત બને છે અને તેનાથી બાહ્ય ચામડી પર ઊંડા જખમ પણ પડી શકે છે. મૃત્યુદર 70 ટકા પણ વધુ થઈ શકે છે. બીજા બેક્ટેરિયાથી ફેલાતો રોગ નેક્રોટિસિંગ હેપાટોપેન્સક્રીએટીસ (એનએચપી (NHP)) છે. તેના લક્ષણોમાં બાહ્ય હાડપિંજર (કવચ)માં નબળાઈ અને તેમાં સડાનો સમાવેશ થાય છે. આવા મોટા મોટાભાગના બેક્ટેરિલાય આધારિત ચેપનું કારણ તળાવમાં ઝીંગાની વધુ પડતી ગીચતા, ઊંચા તાપમાન, પાણીની નીચી ગુણવત્તા જેવી તનાવપૂર્ણ સ્થિતિ છે, આવા પરિબળોથી બેક્ટેરિયાની વૃદ્ધિને હકારાત્મક અસર થાય છે. એન્ટીબોયોટિક્સથી તેની સારવાર કરવામાં આવે છે.[૨૩] વિવિધ એન્ટીબાયોટિક્સ ધરાવતા ઝીંગાની આયાત પર આયાતકર્તા દેશો વારંવાર પ્રતિબંધ મૂકે છે. આવી એક એન્ટિબાયોટિક ક્લોરામ્ફેનિકોલ છે, જેના પર 1994થી યુરોપિયન યુનિયને પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તે હજુ પણ સમસ્યા ઊભી કરે છે.[૨૪]

આવા રોગથી ઝીંગાનો મૃત્યુદર ઊંચો હોવાથી તે ઝીંગા ઉછેરકો માટે ખૂબ જ મોટો ખતરો છે, કારણ કે જો તળાવમાં રોગ ફેલાય તો ઝીંગા પાલકોએ સમગ્ર વર્ષની આવક ગુમાવવી પડે છે. મોટાભાગના રોગની હજુ અસરકારક સારવાર થઈ શકતી નથી, તેથી ઉદ્યોગ આ રોગચાળો ન ફેલાય તે માટે ધ્યાન કેન્દ્રિત કરે છે. તળાવના પાણીની ગુણવત્તા પર સતત દેખરેખ રાખવાની વ્યવસ્થાથી રોગનો ફેલાવો થઈ શકે તેવી સ્થિતિને ટાળવામાં મદદ મળે છે, આ ઉપરાંત દરિયાઇ લાર્વાનો ઉપયોગ કરવાની જગ્યાએ નિયંત્રિત અને પ્રમાણિત વાતાવરણમાં ઉછેરવામાં આવેલા ચોક્કસ રોગકારક સૂક્ષ્મજીવ મુક્ત બ્રૂડસ્ટોકનો ઉપયોગ પણ મદદરૂપ બની શકે, કારણ કે તેનાથી રોગચાળો ફેલાતો નથી.[૨૫] ફાર્મના રોગમુક્ત ઝીંગામાં આવા રોગ ન ફેલાય તે માટે અર્ધસઘન ઉછેર પદ્ધતિ આધારિત તળાવમાં નિયંત્રિત વાતાવરણ ઊભું કરવાનું ચલણ પણ વધી રહ્યુ છે, તે માટે જમીનનો સીધો સંપર્ક ન થાય તે માટે પ્લાસ્ટિકનું આવરણ કરવામાં આવે છે, તેમજ તળાવના પાણીની ફેરબદલને લઘુતમ કરવામાં આવે છે.[૬]

અર્થતંત્ર

ઉછેરવામાં આવેલા ઝીંગાનું કુલ વૈશ્વિક ઉત્પાદન 2005માં 2.5 મિલિયન ટનની સપાટીએ પહોંચ્યું હતું.[૨૬] જે આ વર્ષના કુલ ઉત્પાદન (ઉછેરવામાં આવેલા અને દરિયાઇ ઝીંગા બંને)ના 42 ટકા થવા જાય છે. ઝીંગાનું સૌથી મોટું બજાર અમેરિકા છે, જેને 2003-09 દરમિયાન વાર્ષિક ધોરણે 500- 600,000 ટન ઝીંગા પ્રોડક્ટ્સની આયાત કરી હતી.[૨૭] જાપાન વાર્ષિક આશરે 200,000 ટનની આયાત કરે છે,[૨૮][૨૯] જ્યારે યુરોપિયન યુનિયનને 2006માં બીજા આશરે 500,000 ટન ઝીંગાની આયાત કરી હતી, યુરોપમાં સ્પેન અને ફ્રાન્સ સૌથી મોટા આયાતકાર દેશો છે.[૩૦] યુરોપિયન યુનિયન દરિયાના ઠંડા પાણીમાંથી પકડવામાં આવેલા ઝીંગાનો મુખ્ય આયાતકાર છે અને તે ખાસ કરીને સામાન્ય ઝીંગા (ક્રેન્ગોન ક્રેન્ગોન) અને પેન્ડાલસ બોરિયલિસ જેવા પેન્ડાલિડે ઝીંગાની આયાત કરે છે, 2006માં આ આયાત 200,000 ટનની રહી હતી.[૩૧]

ઝીંગાના આયાત ભાવમાં જંગી વધઘટ થતી હોય છે. 2003માં અમેરિકામાં કિલોગ્રામ દીઠ ઝીંગાનો આયાત ભાવ 8.80 અમેરિકી ડોલર હતો, જે જાપાનના 8.00 અમેરિકી ડોલર કરતા થોડો ઉંચો હતો. યુરોપિયન યુનિયનમાં સરેરાશ આયાત ભાવ કિગ્રા દીઠ માત્ર 5.00 અમેરિકી ડોલર હતો, જે ઘણા નીચા ભાવ છે, કારણ કે યુરોપિયન યુનિયન દરિયાના ઠંડા પાણીમાં પકડવામાં આવેલા ઝીંગાની વધુ આયાત કરે છે, જે ઉછેરવામાં આવતા હુંફાળા પાણીના ઝીંગા કરતા ઘણા નીચા હોય છે, તેથી ભાવ નીચા હોય છે. વધુમાં ભૂમધ્ય યુરોપ હેડ-ઓન ઝીંગાને વધુ પસંદ કરે છે, જેનો વજન આશરે 30 ટકા વધુ હોય છે, પરંતુ એકમ દીઠ ભાવ નીચો હોય છે.[૩૨]

ઉછેરવામાં આવતા ઝીંગાનું આશરે 75 ટકા વૈશ્વિક ઉત્પાદન એશિયાના દેશોમાં થાય છે, જેમાં બે અગ્રણી દેશો ચીન અને થાઇલેન્ડ છે અને તેમના પછી વિયેતનામ, ઇન્ડોનેશિયા અને ભારતનો ક્રમ આવે છે. બાકીનું 25 ટકા ઉત્પાદન પશ્ચિમ ગોળાર્ધમાં થાય છે, જ્યાં લેટિન અમેરિકન દેશો (બ્રાઝિલ, ઇક્વાડોર, મેક્સિકો)નું પ્રભુત્વ છે.[૩૩] નિકાસના સંદર્ભમાં થાઇલેન્ડ આશરે 30 ટકા કરતા વધુ બજારહિસ્સા સાથે અગ્રણી દેશ છે, આ પછી નિકાસના સંદર્ભમાં ચીન, ઇન્ડોનેશિયા, અને ચીનનો ક્રમ આવે છે, જે નિકાસ બજારમાં આશરે 10 ટકા હિસ્સો ધરાવે છે. બીજા અગ્રણી નિકાસકાર દેશોમાં વિયેતનામ, બાંગ્લાદેશ અને ઇક્વાડોરનો સમાવેશ થાય છે.[૩૪] થાઇલેન્ડ તેના ઉત્પાદનમાંથી લગભગ તમામની નિકાસ કરે છે, જ્યારે ચીન તેના મોટાભાગના ઉત્પાદનનો ઉપયોગ ઘરેલુ બજારમાં કરે છે. ઉછેરવામાં આવેલા ઝીંગા માટેનું મજબૂત ઘરેલુ બજાર ધરાવતો બીજા એકમાત્ર અગ્રણી નિકાસકાર દેશ મેક્સિકો છે.[૬]

મુખ્ય ઉત્પાદક રાષ્ટ્રો દ્વારા એક્વાકલ્ચર ઝીંગાનું ઉત્પાદન
[૩૩]
પ્રદેશદેશવાર્ષિક 1,000 ટનમાં ઉત્પાદન, શૂન્યાંક
1985868788891990919293949596979899200001020304050607
એશિયાચીન408315319918618522020788 647889961301521922673376878148921(1950)1(1950)
થાઈલૅન્ડ1012195090115161185223264259238225250274309279264330360401501501
વિયેટનામ8131927283236373945554645525590150181232276327349377
ઇન્ડોનેશિયા25294262828411612011710712112512797121118129137168218266326315
ભારત13141520283540476283707067837997103115113118131132108
બાંગ્લાદેશ1115151718192021282932424856585955565658636564
ફિલિપાઈન્સ2930354447484777869189774138394142373737394042
મ્યાનમાર0000000000122255671930494948
તાઇવાન1745803422152216108111365568101313131111
અમેરિકાબ્રાઝિલ<1<1<1<11222222347162540609076636565
ઇક્વાડોર30446974707610511383891061081331441205045637790119150150
મેક્સિકો<1<1<1<1345812131613172429334846466290112114
યુએસ$<1<111<1<122321112223455432
મિડલ ઈસ્ટસાઉદી અરેબિયા0000<1<1<1<1<1<1<1<112224599111215
ઇરાન0000000<1<1<1<1<1<11248679463
ઓશેનિયાઓસ્ટ્રેલિયા0<1<1<1<1<1<1<1122211233434343
ઇટાલિક્સ માં આકડા એફએઓ (FAO) ડેટાબેઝમાં અંદાજ આપે છે.[૪] બોલ્ડ આંકડા કેટલીક બીમારીની ઘટનાઓ દર્શાવે છે.
ટોચથી તળિયા તરફઃ લિટોપિનીયસ વેનામેઇની ઉપરના કવચના નમૂના, 66ની સાઇઝના (17 કિગ્રા)ના તંદુરસ્થ એલ વેનામેઇ, ટૌરા સિન્ડ્રોમ વાઇરસ (ટીએસવી (TSV))થી મૃત્યુ પામેલા એલ વેનામેઇ.તંદુરસ્ત ઝીંગાના રંગ પ્લેન્કટોનના રંગ, તળાવના તળિયે જમીનના પ્રકાર, વધારાના પોષક તત્વોને આધારે નક્કી થાય છે. તળિયાના ઝીંગાના સફેદ રંગનું કારણ ટીએસવી (TSV) ઇન્ફેક્શન છે.

રોગચાળાની સમસ્યાથી ઝીંગા ઉત્પાદનને વારંવાર નકારાત્મક અસર થાય છે. 1993માં પી. ચાઇનેસિસ જાતિના ઝીંગાનો લગભગ નાશ થઇ જવા ઉપરાંત વાઇરલ રોગચાળો પણ ફાટી નીકળ્યો હતો, જેનાથી 1996-97માં દેશદીઠ ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે, થાઇલેન્ડ અને ઇક્વાડોરમાં આવી વારંવાર અસર થાય છે.[૩૫] ઇક્વાડોરમાં 1989 (આઇએચએચએન (IHHN)), 1993 (ટૌરા) અને 1999 (વ્હાઇટસ્પોટ) ને કારણે ઉત્પાદનમાં જંગી ઘટાડો થયો હતો.[૩૬] ઉછેરવામાં આવતા ઝીંગાના ઉત્પાદનમાં જંગી તફાવત જોવા મળતો હોવાનું બીજુ કારણ સંબંધિત દેશના આયાત અંગેના નિયમો છે, કેટલાંક આયાતકાર દેશો કેમિકલ્સ કે એન્ટીબોયોટિક્સથી અસર થઇ હોય તેવા ઝીંગાની આયાતને મંજૂરી આપતા નથી.

1980ના દાયકામાં અને 1990ના દાયકાના મોટાભાગના સમયગાળામાં ઝીંગા ઉછેરમાં ઊંચા નફાની આશા દેખાઈ હતી. ખાસ કરીને જમીનના ભાવ અને વેતનો નીચા હતા તેવા દેશોમાં વિશાળ ફાર્મ માટે જરૂરી રોકાણ નીચું હતું. ઘણા ઉચ્ચકટિબંધના દેશો અને ખાસ કરીને ગરીબ અર્થતંત્ર ધરાવતા દેશોમાં ઝીંગા ઉછેર એક આકર્ષક બિઝનેસ હતો, જેનાથી દરિયાકાંઠાના ગરીબ લોકોમાં રોજગારીની તક અને આવક મળે છે. ઊંચા બજાર ભાવને કારણે નહિવત વિદેશી ચલણની હૂંડિયામણ ધરાવતા ઘણા વિકાસશીલ દેશોને કમાણી પણ થાય છે. ઝીંગાના ઘણા ફાર્મને શરુઆતમાં વિશ્વ બેન્ક નાણાકીય સહાય આપતી હતી અને સ્થાનિક સરકારો પણ મોટી સબસિડી આપતી હતી.[૨]

1990ના દાયકાના અંત ભાગમાં આર્થિક સ્થિતિમાં પરિવર્તન આવ્યું હતું. સરકારો અને ખેડૂતો આ વેપાર પદ્ધતિની ટિકા કરનારા એનજીઓ તેમજ ઉપરાશકાર દેશોના વધતા જતા દબાણ હેઠળ આવ્યા હતા. એન્ટિબાયોટિક્સ મિશ્રિત ઝીંગા પર વપરાશકારો દેશો દ્વારા પ્રતિબંધ, થાઇલેન્ડના માચ્છીમારો તેમની જાળમાં કાચબા બહાર રાખતી પદ્ધતિ (ટર્ટલ એક્સક્લૂડર ડિવાઇસિસ)નો ઉપયોગ ન કરતા 2004માં થાઇલેન્ડના ઝીંગા પર અમેરિકાનો આયાત પ્રતિબંધ,[૩૭] વિશ્વભરના ઝીંગા ઉછેરકો સામે 2002માં અમેરિકાના ઝીંગા પાલકોએ શરૂ કરેલા ‘એન્ટી ડમ્પિંગ’ના કેસ[૩૮] અને તેના બે વર્ષ પછી અમેરિકાએ ઘણા દેશો (ચીન સિવાય, જેના માટે 112 માટે ડ્યૂટી હતી) લાદેલી 10 ટકાના એન્ટી ડમ્પિંગ ટેરિફ જેવા પરિબળોને કારણે ઝીંગાના આંતરરાષ્ટ્રીય વેપારમાં વિખવાદ ઊભો થયો હતો.[૩૯] રોગચાળાને કારણે ઘણું મોટું આર્થિક નુકસાન થાય છે. ઝીંગા ઉછેર પ્રવૃત્તિ મુખ્ય નિકાસ ક્ષેત્ર (બીજા બે ક્ષેત્રો કેળા અને તેલ) છે તે ઇક્વાડોરમાં 1999માં વ્હાઇટસ્પોટ નામનો રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેનાથી આશરે 130,000 કામદારોએ તેમની રોજી ગુમાવવી પડી હતી.[૬] વધુમાં 2000માં ઝીંગાના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો.[૪૦] આ તમામ પરિબળોને કારણે ઝીંગા ઉછેરકો વધુને વધુ પ્રમાણમાં સ્વીકારવા લાગ્યા હતા કે ઉછેરની વધુ સારી પદ્ધતિની જરુર છે અને તેનાથી આ બિઝનેસ પર સરકારના નિયમો પણ વધુ આકરા બન્યા હતા, જેનાથી કેટલાંક બાહ્ય ખર્ચનું આંતરરાષ્ટ્રીકરણ થયું હતું. આ પરિબળને તેજીના વર્ષો પર ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું.[૨][૬]

સામાજિક આર્થિક પાસા

ઝીંગા ઉછેરથી રોજગારીની નોંધપાત્ર તકનું સર્જન થાય છે. જો આ કારોબારનું યોગ્ય સંચાલન કરવામાં આવે તો ઘણા વિસ્તારમાં દરિયાકાંઠાની ગરીબ વસતીમાં ગરીબી નાબૂદ કરવામાં મદદ મળી શકે છે.[૪૧] આ મુદ્દે પ્રસિદ્ધ થયેલું મોટાભાગનું સાહિત્ય ઘણી વિસંગતતાથી ભરેલું છે અને ઉપલબ્ધ છે તેવી મોટાભાગની માહિતી છૂટીછવાઈ છે.[૪૨] ઝીંગાના ઉછેરમાં શ્રમની કેટલી જરૂરિયાત પડે છે તે અંગેના અંદાજો અલગ અલગ છે, જે ડાંગરના પાક કરતા ઝીંગાના ઉછેર માટે ત્રીજા ભાગથી[૪૩] લઇને ત્રણ ગણા વધુ મજૂરની જરૂર પડતી હોવાના અંદાજ છે.[૪૪] સર્વેક્ષણમાં આવરી લેવામાં આવેલા ફાર્મને આધારે તેમાં મોટો પ્રાદેશિક તફાવત જોવા મળે છે. એકંદર એવું કહી શકાય છે કે સઘન ઝીંગા ઉછેર પદ્ધતિમાં વિશાળ ફાર્મમાં ઝીંગાના ઉછેર કરતા એકમ દીઠ વધુ મજૂરની જરૂર પડે છે. વિશાળ ઝીંગા ફાર્મમાં ઘણી વધુ જમીનને આવરી લેવામાં આવે છે અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર આવા ફાર્મ કૃષિ જમીન ન હોય તેવા વિસ્તારમાં આવેલા હોય છે.[૪૫] ફીડ પ્રોડક્શન કે સ્ટોરેજ, હેન્ડલિંગ અને ટ્રેડ કંપનીઓ જેવા સહાયકો ઉદ્યોગો ઝીંગાના ઉછેરમાં સક્રિય પણે સામેલ ન હોવા છતાં તેમની અવગણના કરી શકાય નહીં.

સામાન્ય રીતે બીજી રોજગારીની જગ્યાએ ઝીંગા ઉછેર ફાર્મના કામદારોને વધુ સારા વેતન મળે છે. એક અભ્યાસના વૈશ્વિક અંદાજ મુજબ ઝીંગા ઉછેર ફાર્મના કામદારોને બીજી નોકરી કરતા 1.5થી 3 ગણી વધુ કમાણી થાય છે.[૪૬] ભારતના અભ્યાસ સૂચવે છે કે 1.6 ગણુ વધુ વેતન મળે છે[૪૪] અને મેક્સિકોના અહેવાલ સૂચવે છે કે 1996માં ઝીંગા ઉછેરના સૌથી ઓછું વેતન ચુકવવામાં આવતી નોકરીમાં દેશના સરેરાશ વેતન કરતા 1.22 ગણું વેતન ચુકવવામાં આવ્યું હતું.[૪૭]

એનજીઓ (NGO) સતત ટીકા કરતી હોય છે કે મોટાભાગનો નફો સ્થાનિક વસતીની જગ્યાએ મોટા જૂથો લઈ જાય છે. ઇક્વાડોર જેવા કેટલાંક વિસ્તારમાં તે કદાચ સાચુ છે, પરંતુ તમામ કિસ્સામાં તેને લાગુ કરી શકાય નહીં. ઇક્વાડોરમા મોટાભાગના ઝીંગા ફાર્મ મોટી કંપનીઓની માલિકીના છે. ઉદાહરણ તરીકે થાઇલેન્ડમાં મોટાભાગના ઝીંગા ફાર્મ સ્થાનિક ઉદ્યોગસાહસિકોની માલિકીના છે, જોકે ઝીંગાના ઉછેર, ખોરાક ઉત્પાદકો, ફૂડ પ્રોસેર્સ અને ટ્રેડ કંપનીઓ વચ્ચે સીધું સંકલન કરવાનો ટ્રેન્ડ છે. 1994નો અભ્યાસ સૂચવે છે કે થાઇલેન્ડના ખેડૂતો ચોખાની જગ્યાએ ઝીંગા ઉછેરની કામગીરી કરે તો તેમને 10ના ગુણાંકમાં વધુ આવક થઈ શકે છે.[૪૮] 2003નો ભારતનો અભ્યાસ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ઝીંગાના ઉછેર માટે આવો આંકડો દર્શાવે છે.[૪૯]

ઝીંગા ઉછેરથી સ્થાનિક વસતીના લાભ થાય છે કે નહીં, તેનો આધાર પૂરતા પ્રમાણમાં તાલીમબદ્ધ લોકોની પ્રાપ્યતા પર છે.[૫૦] વિશાળ ફાર્મમાં સામાન્ય રીતે સિઝન મુજબની રોજગારી મળે છે, જેના માટે વધારો તાલીમની જરૂર પડતી નથી. ઇક્વાડોરમાં ઘણા ઘણા જગ્યા પર પ્રરપ્રાંતિય મજૂરો કામ કરે છે.[૫૧] વધુ સઘન ઝીંગા ઉછેરમાં વધુ તાલીમબદ્ધ શ્રેણીમાં સમગ્ર વર્ષ દરમિયાન મજૂરની જરુર પડે છે.

વેચાણ

વેપારી હેતુ માટે ઝીંગાના ગ્રેડ આપવામાં આવે છે અને તેમને વિવિધ કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવે છે. સંપૂર્ણ ઝીંગા (‘હેડ ઓન’, ‘શેલ-ઓન’ અથવા એચઓએસઓ (HOSO))થી લઇને પીલ્ડ એન્ડ ડિવીન્ડ (પી એન્ડ ડી (P&D)) કેટેગરીના ઝીંગા સ્ટોરમાં ઉપલબ્ધ હોય છે. ઝીંગાને તેમના કદમાં એકરૂપતાને આધારે અને એકમ દીઠ વજનના આધારે ગ્રેડ નક્કી કરવામાં આવે છે, મોટા ઝીંગાના વધુ ભાવ મળે છે.

પરિસ્થિતિકીય અસરો

મેન્ગ્રોવના વિસ્તાર ઘણા પ્રાણીઓ અને છોડનું રહેઠાણ પૂરું પાડે છે.
રંગના આધારે વસ્તુનું વર્ણન કરતી તસ્વીરો 1987 અને 1999ની વચ્ચે હોન્ડુરાસના પેસિફિક દરિયાકાંઠા પર મેન્ગ્વોરની ભેજવાળી પોચી જમીનનું ઝીંગાના ફાર્મમાં થયેલું મોટાપાયે પરિવર્તન દર્શાવે છે.ઝીંગાના ફાર્મ ચોરસ આકારની હારમાં દેખાય છે. જુની તસવીર (તળિયાની)માં મેન્ગ્વોરની ભેજવાળી પોચી જમીન કેટલીક નદીઓના મુખો પર ફેલાયેલા છે. ડાબી બાજુના ઉપરના વર્તુળમાં ઝીંગાનું એક ફાર્મ દેખાય છે. 1999 સુધી (ઉપરની તસવીર)માં મોટાભાગના વિસ્તાર ઝીંગાના તળાવમાં પરિવર્તિત થયો હતો.
ઝીંગાનો પાક લેવામાં આવ્યા પછી ઇન્ડોનેશિયાના ઝીંગા તળાવના તળિયેથી ઝેરી કાદવનો રગડો. ચિત્રમાં દર્શાવેલા પ્રવાહીમાં જમીનમાં રહેલા પાઇર્ટસના ઓક્સિડેશનથી થયેલા સલ્ફરિક એસિડનો સમાવેશ થયેલો છે. તળાવમાં આવી દૂષિત તત્વોથી ઝીંગાની વૃદ્ધિ અટકી જાય છે અને મૃત્યુદરમાં વધારો થાય છે, પ્લેન્કટનના વૃદ્ધિમાં નાટકીય ઘટાડો થાય છે.[૫૨] એસિડ સલ્ફેટવાળી જમીન પર આવેલા તળાવના પાણીના એસિડિફેકિશન સામે અમુક હદ સુધી પ્રતિક્રિયા આપવા લાઇમિંગ લાગુ કરી શકાય છે,[૫૩] મેન્ગ્રોવની જમીનની જેમ[૫૪]

વિશાળ ફાર્મથી લઇને સુપર સઘન ફાર્મ સહિતના તમામ પ્રકારના ફાર્મ જે વિસ્તારમાં હોય તે વિસ્તારમાં ગંભીર પર્યાવરણીય સમસ્યા ઊભી કરી શકે છે. વિશાળ ફાર્મમાં મેન્ગ્રોવના જંગી વિસ્તારનો નાશ કરવામાં આવે છે, જેથી જૈવવૈવિધ્યમાં ઘટાડો થાય છે. 1980 દાયકા અને 1990ના દાયકા દરમિયાન વિશ્વના આશરે 35 ટકા મેન્ગ્રોવ જંગલોનો નાશ થયો હતો. ઝીંગાનો ઉછેર આ માટેનું એક મુખ્ય કારણ છે. એક અભ્યાસ મુજબ[૫૫] ઝીંગા ઉછેરને કારણે આમાંથી ત્રીજા ભાગના જંગલનો અને બીજા અભ્યાસો મુજબ વૈશ્વિક સ્તરે 5થી 10 ટકા સુધીના મેન્ગ્રોવ જંગલોનો નાશ થયો છે. આ અભ્યાસોમાં પ્રાદેશિક ભિન્નતા ઘણી મોટી છે. મેન્ગ્રોવના વિનાશના બીજા કારણો વસતીનું દબાણ, લાકડાનો બિઝનેસ, બીજા ઉદ્યોગના પ્રદૂષણ અથવા મીઠાના અગર જેવી બીજા હેતુ માટે જમીનના ઉપયોગનો સમાવેશ થાય છે.[૨] મન્ગ્રોવ તેમના મૂળિયા દ્વારા દરિયાકાંઠાની જમીનમાં સ્થિરતા લાવવામાં મદદ કરે છે અને કાપને ઘસડાઈ જતો રોકે છે. મેન્ગ્રોવના નાશથી જમીનનું મોટું ધોવાણ થાય છે અને પૂર સામે ઓછું રક્ષણ મળે છે. ખાડી વિસ્તારના મેન્ગ્રોવ ખાસ કરીને નિવસનતંત્રની દ્રષ્ટીએ સમૃદ્ધ અને ઉત્પાદક હોય છે તેમજ વેપારી રીતે મહત્ત્વની છે તેવી માછલીને ઘણી જાતિના ઇંડા કે બચ્ચાના ઉછેર માટેની ભૂમિકા પૂરી પાડે છે.[૪] ઘણા દેશોએ મેન્ગ્રોવને સંરક્ષણ આપ્યું છે તેમજ મેન્ગ્રોવના વિસ્તારમાં ઝીંગા ઉછેરના નવા કેન્દ્રોના નિર્માણ પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે સંબંધિત કાયદાના અમલથી પણ ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને બાંગ્લાદેશ, મ્યાનમાર કે વિયેટનામ જેવી અલ્પવિકસિત દેશોમાં મેન્ગ્રોવની જમીનનો ઝીંગા ઉછેર માટેનો ઉપયોગ એક મુદ્દો બની રહ્યો છે. મ્યાનમાર કોસ્ટ મેન્ગ્રોવ તેનું ઉદાહરણ છે.[૨]

સઘન ઉછેર પદ્ધતિ ધરાવતા કેન્દ્રો મેન્ગ્રોવ પરની સીધી અસરમાં ઘટાડો કરે છે, પરંતુ બીજી સમસ્યા ઊભી થાય છે. તેમનું પોષક તત્વોથી સમૃદ્ધ પાણી (ઝીંગા માટેનો ઔદ્યોગિક ખોરાક ઝડપથી પાણીમાં મિશ્ર થતો નથી, માત્ર 30 ટકા આહારને ઝીંગા ખાય છે અને બાકીનો ખોરાક નકામો જાય છે અને તે મુજબ ઉછેરકોને નુકસાન થાય છે.[૩]) ખુલ્લી જગ્યામાં છોડવામાં આવે છે અને તેનાથી પર્યાવરણીય સંતુલનને ગંભીર અસર થાય છે. નિકાલ કરાયેલા પાણીમાં નોંધપાત્ર પ્રમાણમાં ખાતર, જંતુનાશકો અને એન્ટીબાયોટિક્સ હોય છે, જે પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવે છે. વધુમાં એન્ટિબાયોટિક્સને સીધા આહાર શૃંખલામાં આપવામાં આવે છે, તેથી બેક્ટેરિયા તેમના સામે પ્રતિકાર ક્ષમતા કેળવી તેવા જોખમમાં વધારો થાય છે.[૫૬] જોકે, ભૂચર પ્રાણીઓ સંબંધિત બેક્ટેરિયાની જેમ મોટાભાગના પાણીના બેક્ટેરિયા પ્રાણીમાંથી માનવીમાં ફેલાતા ઝૂનોટિક નથી. પ્રાણીમાં માનવમાં ટ્રાન્સફર થયા હોય તેવા ભાગ્યે જ કોઇ રોગ જોવા મળ્યા છે.[૫૭]

તળાવનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરવાથી તળાવના તળિયે નકામી નિપજો અને મળમૂત્રને કારણે કાદવના થરમાં વધારો થાય છે.[૫૮] કાદવના સ્તરને યાંત્રિક રીતે દૂર કરી શકાય શકાય છે અથવા સુકાઈ જાય અને એસિડ સમસ્યા વગરના વિસ્તારમાં જૈવિક વિઘટન માટે માટે તેનું ખેડાણ કરવામાં આવે છે. તળાવને પાણીથી સાફ કરવાથી આ કાદવને સંપૂર્ણપણે દૂર કરી શકાતો નથી અને આખરે તળાવને છોડી દેવામાં આવે છે. તેના પગલે જમીન નકામી બને છે, કારણ કે ખારાશ, એસિડિટી અને ઝેરી રસાયણોના ઉંચા સ્તરને કારણે બીજા હેતુ માટે આ જમીનનો ઉપયોગ થઈ શકતો નથી. વિશાળ ઉછેર પદ્ધતિ હેઠળના તળાવનો માત્ર થોડા વર્ષો સુધી જ ઉપયોગ થઈ શકે છે. ભારતીય અભ્યાસમાં આવી જમીનને 30 વર્ષ સુધી જ ફરી ઉપયોગમાં લઈ શકાતી હોવાનો અંદાજ છે.[૪] થાઇલેન્ડે દરિયાથી દૂરના ભાગમાં ઝીંગાના ફાર્મ પર 1999માં પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાથી ખારાશ આગળ વધે છે અને કૃષિ જમીનનું મોટાપાયે ધોવાણ થતું હતું.[૯] થાઇલેન્ડના અભ્યાસ મુજબ 1989-1996ના વર્ષોમાં થાઇલેન્ડની ઝીંગા ઉછેર હેઠળની આશરે 60 ટકા જમીનને છોડી દેવામાં આવી છે.[૫] આમાંથી ઘણી સમસ્યાઓ મેન્ગ્વોરની જમીનના ઉપયોગમાંથી પણ ઊભી થાય છે, કારણ કે આવી જમીનમાં કુદરતી ખનીજ તત્વ પાઇરાઇટ (એસિડ સલ્ફેટ સોઇલ)નું પ્રમાણ ઊંચું હોય છે અને પાણી નિકાલની વ્યવસ્થા નબળી હોય છે. અર્ધ-સઘન ઉછેર પદ્ધતિમાં સ્થળાંતર દરમિયાન જમીનને એનએરોબિકમાંથી એરોબિક સ્થિતિમાં ફેરવામાં આવે ત્યારે તેમાં એસિડની રચનાને અટકાવવા ઊંચી સપાટી પર ઉછેર અને નીચા સલ્ફાઇડ (પાઇરાઇટ્સ)ની જરૂર છે.

ઝીંગા ઉછેરના વૈશ્વિક બિઝનેસ અને ખાસ કરીને બ્રૂડસ્ટોક અને હેચરી પ્રોડક્ટ્સની સમગ્ર વિશ્વમાં નિકાસથી વિદેશી જાતોના વિવિધ ઝીંગાનો જ ફેલાવો થયો નથી, પરંતુ તેનાથી વિવિધ રોગોને પણ વિશ્વમાં ફેલાવો થયો છે. તેના પરિણામે મોટાભાગના બ્રૂડસ્ટોક શિપમેન્ટ માટે હેલ્થ સર્ટિફિકેટ અને અથવા સ્પેસિફિક પેથોજે ફ્રી (એસપીએફ (SPF)) દરજ્જાના સર્ટિફિકેટની જરૂર પડે છે. ઘણા સંગઠનો ઉછેર કરવામાં આવેલા ઝીંગાની ખરીદી ન કરવા ગ્રાહકોમાં પ્રચાર છે, જ્યારે બીજા કેટલાંક સંગઠનો ઉછેરની વધુ સાતત્યપૂર્ણ પદ્ધતિનો વિકાસ કરવાની હિમાયત કરે છે.[૫૯] વિશ્વ બેન્ક, નેટવર્ક ઓફ એક્વાકલ્ચર સેન્ટર્સ ઇન એશિયા પેસિફિક (એનએસીએ (NACA)), ડબલ્યુડબલ્યુએફ (WWF) અને એફએઓ (FAO)એ ઝીંગા ઉછેરની પદ્ધતિમાં સુધારો કરવાનો અભ્યાસ કરવા અને સૂચનો કરવા માટે સંયુક્ત પ્રોગ્રામ ઓગસ્ટ 1999માં શરુ કર્યો હતો.[૬૦] સાતત્યપૂર્ણ નિકાસલક્ષી ઝીંગા ઉછેર ફાર્મ દ્વારા ‘ઇકોલોજિકલ પ્રોડક્ટ્સ’ તરીકે ઝીંગાનું વેચાણ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ એનજીઓ (NGO) આવા પ્રયાસને અપ્રમાણિક અને માત્ર ક્ષુલ્લક દેખાડો ગણાવે છે.[૬૧]

આમ છતાં ઉદ્યોગમાં આશરે 1999થી ધીમે ધીમે પરિવર્તન આવ્યા છે. તેને વિશ્વ બેન્ક અને બીજી સંસ્થાઓએ[૬૨] વિકસિત કરેલી ‘શ્રેષ્ઠ મેનેજમેન્ટ પદ્ધતિઓ’ અપનાવી છે[૬૩] અને તેને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક પ્રોગ્રામો શરુ કર્યા છે.[૬૪] ઘણા દેશોમાં મેન્ગ્રોવના સંરક્ષણના કાયદાને કારણે નવા ઉછેર કેન્દ્રો ખાસ કરીને અર્ધસઘન પદ્ધતિ પ્રકારના છે, જેનો મેન્ગ્રોવ વિસ્તારની બહાર શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે. રોગ અટકાવવાની વધુ સારી પદ્ધતિ હાંસલ કરીને આશાએ આવા ઉછેર કેન્દ્રોમાં વધુ ચુસ્ત નિયંત્રિત વાતાવરણનું પણ સર્જન કરવાનો ટ્રેન્ડ છે.[૬] વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પર નોંધપાત્ર પ્રમાણમાં ધ્યાન ખેંચાયું છે અને આધુનિકા ઝીંગા ઉછેર કેન્દ્રામાં ઔદ્યોગિક કચરાના નિકાસ માટેની પદ્ધતિઓ છે, જેમાં મૂળ કચરાને તળિયે જમા થવા દેવામાં આવે છે અને બીજા પદાર્થોને ફિલ્ટર કરવામાં આવે છે. આવા સુધારા ખર્ચાળ છે, તેથી વર્લ્ડ બેન્ક પ્રોગ્રામ કેટલાંક વિસ્તારમાં નીચી ગીચતાના પોલિકલ્ચર ફાર્મિંગની ભલામણ કરે છે. મેન્ગ્રોવની જમીન દૂષિત પાણીના ફિલ્ટરિંગ માટે અસરકારક છે અને તે નાઇટ્રેટના ઊંચા પ્રમાણને સહન કરી છે તેવી શોધ થયા પછી આ ઉદ્યોગમાં મેન્ગ્રોવના ફેરવનીકરણ માટે પણ રસ જાગ્યો છે, જોકે આ દિશામાં તેનું પ્રદાન ઘણું ઓછું છે.[૨] આ ભલામણોની લાંબા ગાળાની અસર અને ઉદ્યોગના ટ્રેન્ડનું અત્યાર સુધી તારણપૂર્વક મૂલ્યાંકન કરી શકાય નહીં.

સામાજિક ફેરફાર

ઘણા કિસ્સામાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિથી દરિયાકાંઠાની સ્થાનિક વસતી પર દૂરોગામી અસર પડે છે. ખાસ કરીને 1980 અને 1990ના દાયકાના તેજીના વર્ષોમાં ઘણા દેશોમાં આ બિઝનેસ મોટા ભાગે નિયમ વગરનો હતો અને ઉદ્યોગનું ખૂબ જ ઝડપથી વિસ્તરણ થયું હતું, તેનાથી નોંધપાત્ર પરિવર્તન આવ્યા હતા અને તેમાંથી કેટલાંક પરિવર્તન સ્થાનિક વસતી માટે હાનિકારક હતા. સંઘર્ષ થવાના બે મુખ્ય કારણો હતા, જેમાં જમીન અને પાણી જેવા સહિયારા સંસાધનો માટેની સ્પર્ધા અને સંપત્તિના પુનવહેંચણીથી થયેલા પરિવર્તનો હતો.

ઘણા વિસ્તારો, ઉદાહરણ તરીકે બાંગ્લાદેશમાં મોટી સમસ્યા જમીનના ઉપયોગના હકો અંગેની હતી. ઝીંગા ઉછેરની સાથે નવા ઉદ્યોગો દરિયાકાંઠાના વિસ્તારમાં પણ આવ્યા હતા અને તેમને અગાઉના જાહેર સંસાધનોનો માત્ર પોતાના માટે ઉપયોગ કરવાનું શરુ કર્યું હતું. કેટલાંક વિસ્તારમાં ઝડપથી વિસ્તરણથી દરિયાકાંઠાની સ્થાનિક વસતીને દરિયાકાંઠાના લાભનો ઇનકાર થવા લાગ્યો હતો, કારણ કે ઝીંગા ઉછેર કેન્દ્રને કારણે જમીન છીનવાઈ ગઈ હતી અને તેનાથી સ્થાનિક માચ્છીમારીની પણ ગંભીર અસર થઈ હતી. પર્યાવરણની અસર કરતી કાર્યપદ્ધતિને કારણે આવી સમસ્યા વધુ ઘેરી બની હતી, તેનાથી સહિયારા સંસાધનોમાં બગાડ થયો હતો (તળાવને ખારાશ પર અંકુશ રાખવા તાજા પાણીનો વધુ પડતો ઉપયોગ, તેનાથી ભૂગર્ભજળ વધુ ઊંડા ગયા હતા તેમજ ખારા પાણીના પ્રવાહને કારણે તાજુ પાણી આપતા છીદ્રાળુ ખડકોમાં પણ ખારાશ આવવા લાગી હતી.)[૬૫] અનુભવમાં વધારો થવાની સાથે વિવિધ દેશોની સરકારોએ કડક કાયદા અમલી બનાવ્યા હતા તેમજ જમીનના ઝોનિંગ મારફતે આવી સમસ્યાની હળવી કરવાના પગલાં લીધા હતા. મોડેથી નિયમો અમલી બનાવવાનાર દેશો પણ સક્રિય કાયદા મારફત આવી સમસ્યાને ટાળવામાં સફળ થયા હતા, તેનું ઉદાહરણ મેક્સિકો છે.[૬] સરકારના મજબૂત નિયમના અંકુશ હેઠળના બજારને કારણે મેકિસકોની સ્થિતિ અજોડ છે. 1990ના દાયકાની શરૂઆતમાં ઉદારીકરણ પછી પણ મોટાભાગના ઝીંગા ઉછેર કેન્દ્રો હજુ પણ સ્થાનિક લોકો અથવા સ્થાનિક લોકોની સહકારી મંડળી ઇજીડોની માલિકી અને નિયંત્રણ હેઠળ છે.[૬૬]

સ્થાનિક વસતીમાં સંપત્તિની વહેંચણીમાં પરિવર્તનને કારણે પણ સામાજિક તનાવ ઊભો થયો છે. જોકે આની અસરો મિશ્ર છે અને આ સમસ્યા માત્ર ઝીંગા ઉછેર પ્રવૃત્તિ પૂરતી સીમિત નથી. સંપત્તિની વહેંચણીમાં ફેરફારથી સમુદાયમાં સત્તાનું માળખું પણ બદલાય છે. કેટલાંક કિસ્સામાં સામાન્ય વસતી અને સ્થાનિક ચુનંદા વર્ગ વચ્ચેના તફાવતમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ચુનંદા વર્ગને સરળતાથી ધિરાણ, સબસિડી અને પરવાનગી મળે છે, તેથી તેઓ ઝીંગા ઉછેરકો બને છે અને વધુ લાભ મેળવે છે.[૬૭] બીજી તરફ બાંગ્લાદેશમાં સ્થાનિક ચુનંદો વર્ગ ઝીંગા ઉછેરનો વિરોધ કરે છે, ત્યાં આ બિઝનેસ પર શહેરના ચુનંદા વર્ગનો અંકુશ છે.[૬૮] ગણ્યાગાંઠ્યા હાથોમાં જમીનના કેન્દ્રીકરણને સામાજિક અને આર્થિક સમસ્યાનું જોખમ ઊભું થાય છે અને ખાસ કરીને જમીનમાલિકો જો સ્થાનિક લોકો ન હોય તો સમસ્યા ઘેરી બની શકે છે.[૬૭]

એકંદરે એવું જોવા મળ્યું છે કે જો ઝીંગાના ફાર્મની માલિકી દૂરના ચુનંદા વર્ગ કે સ્થાનિક કંપનીઓની જગ્યાએ સ્થાનિક લોકો પાસે હોય તો ઝીંગા ઉછેરનો શ્રેષ્ઠ સ્વીકાર થાય છે અને સ્થાનિક લોકોને શ્રેષ્ઠ લાભ થાય છે અને આ બિઝનેસનો સરળતાથી અમલી કરી શકાય છે, કારણ કે સ્થાનિક માલિકોને પર્યાવરણની જાળવી કરવામાં અને તેમના પડોશી સાથે સારા સંબંધો જાળવી રાખવામાં સીધો રસ હોય છે અને તેનાથી માત્ર અમુક લોકોને હાથમાં મોટાપાયે જમીન આવતી નથી.[૬૯]

આ પણ જુઓ

  • તાજા પાણીના પ્રોન ઉછેર પ્રવૃત્તિમાં અને દરિયાઇ ઝીંગા ઉછેર પ્રવૃત્તિ વચ્ચે ઘણી લાક્ષણિકતા અને સમસ્યા સમાન છે. નોખી પડતી સમસ્યા મુખ્ય પ્રજાતિ (નદીના વિશાળ કદના પ્રોન, મેક્રોબ્રેચિયમ સોરેનબેર્ગી )ના વિકાસમય જીવન ચક્ર સંબંધિત છે.[૭૦] તાજા પાણીના પ્રોન (ક્રેફિશ અને કરચલાંને બાદ કરતા)નું વૈશ્વિક વાર્ષિક ઉત્પાદન 2003માં આશરે 280,000 ટન હતું, જેમાંથી ચીનનું ઉત્પાદન આશરે 180,000 ટન તેમજ ભારત અને થાઇલેન્ડ પ્રત્યેકનું ઉત્પાદન આશરે 35,000 ટન હતું. ચીન આશરે 370,000 ટન ચાઇનીઝ મિટન ક્રેબ (ઇરિયોચીર સિનેનસિસ ) ઉત્પાદન હતું.[૭૧]
  • ઝીંગાની માછીમારી
  • પાણીના કવચધારી પ્રાણી (ક્રિલ)ની માચ્છીમારી

ફૂટનોટ

^a , આ શબ્દ ઘણી ગુંચવળ પેદા કરે છે, કારણ કે ‘ઝીંગા’ (શ્રિમ્પ) અને ‘પ્રોન’ વચ્ચે ભેદરેખા ખૂબ જ ધૂંધળી છે. ઉદાહરણ તરીકે એફએઓ (FAO) પી. મોનોડોન ને ‘જાયન્ટ ટાઇગર પ્રોન’ તરીકે ઓળખાવે છે અને પી. વેનામેઇ ને ‘વ્હાઇટલેગ શ્રિમ્પ’ તરીકે ઓળખાવે છે. એક્વાક્લચર અંગેના તાજેતરના સાહિત્યમાં પેલેમોનિડના તાજા પાણીની પ્રજાતિને ‘પ્રોન’ તરીકે અને મરિન પિનાઇડ્સને ‘શ્રિમ્પ’ તરીકે ઓળખવામાં આવ્યા છે.[૮]

^b પુખ્ય વયના ઝીંગા પાણીના તળિયા પર રહેતા હોય છે, તેથી તળાવમાં તેની ગીચતાને સામાન્ય રીતે પાણીના જથ્થા દીઠ નહીં, પરંતુ વિસ્તાર દીઠ ગણવામાં આવે છે.

^c સમગ્ર જીનસ પિનીયસ નું વર્ગીકરણશાસ્ત્ર સતત બદલાતું રહે છે. પેરેઝ ફેરફાન્ટે અને કિન્સ્લેએ[૭૨] ખાસ કરીને જનનેન્દ્રિયો સંબંધી લાક્ષણિકતાઓમાં રહેલી આકારવિજ્ઞાનના આધારે આ વિજ્ઞાનમાં કેટલીક જાતિઓના પેટાવિભાગનો અને પુનર્ગઠન કરવાની દરખાસ્ત કરી છે. વધુ માહિતી માટે પિનીયસ જૂઓ. તેના પગલે કેટલીક ઉછેરવામાં આવતી જાતિઓને પિનીયસ ની જગ્યાએ લિટોપિનીયસ , ફારફેન્ટેપેનિઅસ , ફેનેરોપેનિઅસ અથવા માર્સસુપપેન્સિઅસ ની જાતિનો ઉપયોગ કરીને નામ આપવામાં આવશે. ઉદાહરણ તરીકે પેનેસિઅસ વેનામેઇ હવે લિટોપેનિયસ વેનામેઇ બન્યા છે.

^d ઝીંગા ઉછેરના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.[૭૩] એફએઓ (FAO) ફિશરી ડેટાબેઝ માટે વિવિધ દેશોએ સ્વૈચ્છિક રીતે આપેલી માહિતી પર આધાર રાખે છે, જો આ આંકડા ઉપલબ્ધ ન બને તો એફએઓ માહિતી વગરના અંદાજથી કામ ચલાવી લે છે. ડેટાબેઝના આવા અંદાજને અલગ રીતે દર્શાવવામાં આવે છે, પરંતુ તેમાં સરકારી એજન્સીઓએ આપેલી માહિતીના અંદાજનો પણ સમાવેશ થાય છે, તેથી આંકડાની સચ્ચાઇ અંગે શંકા જન્મે છે.

નોંધ

સંદર્ભો

બાહ્ય લિંક્સ


ઢાંચો:Fishing industry topicsઢાંચો:Fisheries and fishingઢાંચો:Commercial fish topics

🔥 Top keywords: