ટાઇમ (સામયિક)

ટાઇમ (TIME ના મોટા અક્ષરોમાં ટ્રેડમાર્ક) અમેરિકાનું સમાચાર સામયિક છે. યુરોપની આવૃત્તિ (ટાઇમ યુરોપ , અગાઉનું નામ ટાઇમ એટલાન્ટિક ) લંડનથી પ્રકાશિત કરવામાં આવે છે.ટાઇમ યુરોપ માં મધ્યપૂર્વ, આફ્રિકાને અને 2003થી લેટિન અમેરિકાને આવરી લેવામાં આવે છે. એશિયા માટેની આવૃત્તિ (ટાઇમ એશિયા ) હોંગકોંગ સ્થિત છે. 2009થી ટાઇમ કેનેડાની એડવર્ટાઇઝર આવૃત્તિનું પ્રકાશન કરતું નથી.[૧] ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને પેસિફિક ટાપુઓને આવરી લેતી દક્ષિણ પેસિફિક આવૃત્તિ સિડનીથી પ્રકાશિત કરવામાં આવે છે.

Time
Managing EditorRichard Stengel
વર્ગNewsmagazine
આવૃત્તિWeekly
ફેલાવો3,360,135
પ્રથમ અંકMarch 3, 1923
કંપનીTime Inc. (Time Warner)
મુખ્ય કાર્યાલયNew York City
ભાષાEnglish
વેબસાઇટwww.time.com
ISSN0040-781X

ટાઇમ વિશ્વનું સૌથી મોટુ સાપ્તાહિક સમાચાર સામયિક છે અને તેની ઘરેલુ વાચક સંખ્યા 20 મિલિયન અને વૈશ્વિક વાચક સંખ્યા 25 મિલિયન છે.[૨] ન્યૂઝસ્ટેન્ડમાં તેનું વેચાણ ઘટીને દર અઠવાડિયે માત્ર 79 હજાર નકલોથી થોડુ વધારે રહ્યું છે.

2006ના મધ્યભાગથી રિચાર્ડ સ્ટેન્ગેલ તેના પ્રબંધક સંપાદક છે.

ઇતિહાસ

ઢાંચો:Refimprove section

3 માર્ચ 1923ના રોજ ટાઇમ સામયિકનો પ્રથમ અંક, જેમાં તેના પ્રથમ મુખપૃષ્ઠ પર અધ્યક્ષ જોસેફ જી. કેનન ચમક્યા હતા.

ટાઇમ સામયિકનું સર્જન બ્રિટન હેડન અને હેન્રી લ્યૂસે 1923માં કર્યું હતું અને તે યુનાઈટેડ સ્ટેટ્સનું પ્રથમ સાપ્તાહિક સમાચાર સામયિક બન્યું હતું.[૩] બંનેએ અગાઉ યેલ ડેઇલી ન્યૂઝ ના ચેરમેન અને પ્રબંધક સંપાદક તરીકે સાથે કામ કર્યું હતું અને આ સામયિકનું નામ ‘ફેક્ટ્સ ’ રાખવાની વિચારણા કરી હતી.[૪] હેડન વધારે બેપરવા વ્યક્તિ હતા અને તેઓ લ્યૂસને ઘણીવાર ચીડવતા હતા અને ટાઇમ નામ તેમને વધુ મહત્વનું અને રમૂજી પણ લાગ્યું હતું .આ રીતે તેનો પ્રારંભ થયો હતો. તેની ઘણા લોકો હજુ પણ ગંભીર સમાચાર પ્રત્યે તેમના ખૂબ જ હળવા અભિગમ અંગે ટીકા કરે છે અને તેને હસ્તીઓ (રાજકીય નેતાઓ સહિત), મનોરંજન ઉદ્યોગ અને પોપ કલ્ચરના મોટાપાયે કવરેજ માટે સાનુકૂળ ગણે છે. તેની શરૂઆત લોકો મારફત સમાચાર કહેવાથી થઈ હતી અને ઘણા દાયકા સુધી આ સામયિકના મુખપૃષ્ઠ પર માત્ર એક વ્યક્તિની તસવીર રહેતી હતી. ટાઇમનો પ્રથમ અંક 3માર્ચ, 1923ના રોજ પ્રકાશિત થયો હતો અને તેના મુખપૃષ્ઠ પર યુનાઈડેટ સ્ટેટ્સના પ્રતિનિધિગૃહના અધ્યક્ષ (નિવૃત્ત) જોસેફ જી કેનનની તસવીર હતી; આ સામયિકની 15મી વર્ષગાંઠના સ્મૃતિચિહ્ન તરીકે અંક નંબર. 1નું પુનઃ મુદ્રણ કરવામાં આવ્યું હતું અને તેમાં મૂળ અંકના તમામ લેખો અને જાહેરખબરોનો સમાવેશ કરાયો હતો. આ પુનઃમુદ્રિત અંકનો 28 ફેબ્રુઆરી, 1938ના અંકની નકલોમાં સમાવેશ કરાયો હતો. [૫]1929માં હેડનના મૃત્યુ પછી લ્યૂસ ટાઇમ સામયિકના સર્વેસર્વા અને 20મી સદીના પ્રચાર માધ્યમોના ઇતિહાસમાં અગ્રણી વ્યક્તિ બન્યા હતા. ટાઇમ ઇન્કઃ ધ ઇન્ટિમેટ હિસ્ટ્રી ઓફ અ પબ્લિશિંગ એન્ટરપ્રાઇઝ 1972-2004 પુસ્તકમાં જણાવ્યા અનુસાર રોબર્ટ એલ્સને તેમાં ટાંક્યું હતું કે “ટાઇમ ઇન્કના વિકાસમાં રોય એડવર્ડ લાર્સન […] ની ભૂમિકા લ્યૂસ પછી બીજા ક્રમની રહી હતી.” પોતાના પુસ્તક ધ માર્ચ ઓફ ટાઇમ, 1935-1951માં રેમન્ડ ફિલ્ડિંગે પણ નોંધ્યું છે કે લાર્સન “મૂળમાં ટાઇમના પ્રસાર પ્રબંધક હતા અને પછી મહાપ્રબંધક બન્યા હતા, તે પછી લાઇફના પ્રકાશક, ઘણા વર્ષો સુધી ટાઇમ ઇન્કના વડા બન્યા હતા અને આ કંપનીના લાંબા ઇતિહાસમાં લ્યૂસ પછી સૌથી વધુ વગદાર અને મહત્વના વ્યક્તિ બન્યા હતા.”

તે સમયગાળામાં તેમણે જે.પી મોર્ગન એન્ડ કંપનીના ભાગીદાર હેન્રી પી. ડેવિડસન, પ્રચાર ઉદ્યોગમાં સંકળાયેલા માર્ટિન એગન અને જે.પી. મોર્ગન એન્ડ કંપનીના બેન્કર ડ્રાઇટ મોરો જેવા યેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી યુએસ (US)$100,000 એકત્ર કર્યા હતા. લાર્સન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા તેમજ લ્યૂસ અને હેડન યેલમાંથી સ્નાતક થયા હતા છતા બંનેએ 1922માં લાર્સનની ભરતી કરી હતી. હેડનના 1929માં અવસાન પછી લાર્સને આરકેઓ (RKO)ના શેરનું વેચાણ કરવાથી મળેલા નાણાંનો ઉપયોગ કરીને ટાઇમ ઇન્કના 550 શેર ખરીદ્યા હતા. લાર્સનને આરકેઓ (RKO)ના શેર તેમના પિતા પાસેથી વારસામાં મળ્યા હતા, જે ન્યૂ ઇંગ્લેન્ડમાં બી.એફ કીથ થીયેટર શ્રૃંખલાના વડા હતા. જોકે, બ્રિટન હેડનના અવસાન પછી ટાઇમ ઇન્કના સૌથી મોટા શેરધારક હેન્રી લ્યૂસ હતા, તેમણે આ મીડિયા જૂથનું સંચાલન આપખુદ શૈલીથી કર્યું હતું અને તેમનો “જમણો હાથ લાર્સન હતા,” જેઓ ટાઇમ ઇન્કના બીજા ક્રમના સૌથી મોટા શેરધારક હતા, એમ “ટાઇમ ઇન્કઃ ધ ઇન્ટિમેટ હિસ્ટ્રી ઓફ અ પબ્લિશિંગ એન્ટરપ્રાઇઝ 1923-1941”માં જણાવાયું હતું. 1929માં રોય લાર્સનને ટાઇમ ઇન્ક.ના ડિરેક્ટર અને ટાઇમ ઇન્ક.ના નાયબ-વડા બનાવવામાં આવ્યા હતા. જે.પી. મોર્ગને શેર હિસ્સો અને ડિરેક્ટરના બે હોદ્દા પર તેના પ્રતિનિધિ મારફત ટાઇમ અને ફોર્ચ્યુન પર ચોક્કસ અંકુશ જાળવી રાખ્યો હતો. બીજા શેરધારકોમાં બ્રાઉન ભાઈઓ ડબલ્યુ.એ. હેરિમેન એન્ડ કંપની અને ન્યૂ યોર્ક ટ્રસ્ટ કંપની (સ્ટાન્ડર્ડ ઓઇલ)નો સમાવેશ થાય છે.


હેન્રી લ્યૂસના 1967માં અવસાન સુધીમાં લ્યૂસ પાસે રહેલા ટાઇમ ઇન્કના શેરનું મૂલ્ય વધીને આશરે યુએસ (US)$109 મિલિયન થયું હતું અને તેમને દર વર્ષે યુએસ (US)$2.4 મિલિયનની ડિવિડન્ડ પેટે આવક થતી હતી, એમ કુર્ટિસ પ્રેન્ડેરગાસ્ટ લિખિત ધ વર્લ્ડ ઓફ ટાઇમ ઇન્કઃ ધ ઇન્ટિમેટ હિસ્ટ્રી ઓફ અ ચેન્જિંગ એન્ટરપ્રાઇઝ 1960-1989 માં જણાવવામાં આવ્યું હતું. લાર્સન પરિવાર પાસે રહેલા ટાઇમ ઇન્ક.ના શેરનું મૂલ્ય 1960ના દાયકામાં આશરે $8 મિલિયન થયું હતું તેમજ રોય લાર્સન ટાઇમ ઇન્ક.ના ડિરેક્ટર અને તેની કાર્યકારી સમિતિના ચેરમેન એમ બંને હોદ્દા સંભાળતા હતા. આ પહેલા તેઓ 1979ના મધ્યભાગ સુધીમાં ટાઇમ ઇન્ક.ના બોર્ડમાં વાઇસ-ચેરમેન હતા. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ ના 10 સપ્ટેમ્બર, 1979ના અંક મુજબ “શ્રીમાન લાર્સન કંપનીના ઇતિહાસમાં એવા એકમાત્ર કર્મચારી હતા કે જેમને 65ની ઉંમરે ફરજિયાત નિવૃત્તિની કંપનીની નીતિમાંથી મુક્તિ આપવામાં આવી હતી.”

ટાઇમ સામયિકે માર્ચ 1923માં તેના સાપ્તાહિક અંકનું પ્રકાશન શરૂ કર્યા પછી રોય લાર્સન યુ.એસ. (U.S.)ના રેડિયો અને મૂવી થીએટર્સનો ઉપયોગ કરીને વિશ્વભરમાં તેના પ્રસારમાં વધારો કરી શક્યા હતા. તેનાથી “ટાઇમ” સામયિક તેમજ યુ.એસ. (U.S.)ના રાજકીય અને કોર્પોરેટ હિતો બંનેને પ્રોત્સાહન મળતું હતું. ધ માર્ચ ઓફ ટાઇમ પુસ્તકમાં જણાવ્યા અનુસાર 1924માં લાર્સને 15 મિનિટના પોપ ક્વેશ્ચન નામના ક્વિઝ શોનું પ્રસારણ કરીને પ્રારંભિક રેડિયો બિઝનેસની પણ ટાઇમ માં શરૂઆત કરી હતી. આ ક્વિઝ શો 1925 સુધી ચાલુ રહ્યો હતો. આ જ પુસ્તકમાં જણાવ્યા અનુસાર આ પછી “1928માં […] લાર્સને ટાઇમ સામયિકના પ્રવર્તમાન અંકમાંથી ટૂંકા સમાચારોના સારાંશની 10 મિનિટની શ્રેણીનું સાપ્તાહિક પ્રસારણ ચાલુ કર્યું હતું […], જે કાર્યક્રમ મૂળમાં સમગ્ર યુનાઈડેટ સ્ટેટ્સમાં 33 રેડિયો સ્ટેશન મારફત પ્રસારિત થતો હતો.”

આ પછી લાર્સને 6 માર્ચ, 1931થી સીબીએસ (CBS) પર પ્રસારણ માટે ધ માર્ચ ઓફ ટાઇમ નામના 30 મિનિટના રેડિયો કાર્યક્રમની ગોઠવણ કરી હતી. દર અઠવાડિયે આ કાર્યક્રમમાં તેના શ્રોતા માટે અઠવાડિયાના સમાચારોનું નાટ્ય રૂપાંતર રજૂ કરવામાં આવતું હતું, તેથી ટાઇમ સામયિક “તેના અસ્તિત્વથી અગાઉ અજાણ હતા તેવા લાખો લોકોના ધ્યાનમાં આવ્યું હતું” અને 1930ના દાયકા દરમિયાન આ સામયિકના પ્રસારમાં વધારો થયો હતો, એમ ટાઇમ ઇન્કઃ ધ ઇન્ટિમેટ હિસ્ટ્રી ઓફ અ પબ્લિશિંગ એન્ટરપ્રાઇઝ 1923-1941 માં જણાવવામાં આવ્યું છે. 1931થી 1937 વચ્ચે લાર્સનના ધ માર્ચ ઓફ ટાઇમ રેડિયો કાર્યક્રમનું સીબીએસ (CBS) રેડિયો પર અને 1937 અને 1945 વચ્ચે એનબીસી (NBC) રેડિયો પર પ્રસારણ થતું હતું, જેમાં 1939થી 1941નો સમયગાળો અપવાદ હતો, કારણ કે તે સમયે તેનું પ્રસારણ થયું ન હતું. પીપલ સામયિક હકીકતમાં ટાઇમના પીપલ પૃષ્ઠ આધારિત હતું.

વોર્નર કમ્યુનિકેશન્સ અને ટાઇમ, ઇન્કના વિલિનીકરણ પછી ટાઇમ 1989માં ટાઇમ વોર્નરનો એક હિસ્સો બન્યું હતું. જેસન મેકમેનસે 1988માં મુખ્ય સંપાદક તરીકે હેન્રી ગ્રૂનવેલ્ડનું સ્થાન લીધું હતું અને 1995માં નોર્મન પર્લસ્ટીન તેમના અનુગામી બન્યા ત્યાં સુધી આ પરિવર્તન કાળની દેખરેખ રાખી હતી.

2000થી આ સામયિક એઓએલ (AOL) ટાઇમ વોર્નરનો એક ભાગ બન્યું છે, જેને પછીથી તેના નામને બદલીને 2003માં ટાઇમ વોર્નર કરાયું હતું.

2007માં ટાઇમે પ્રકાશનના સમયપત્રકમાં ફેરફાર કર્યો હતો જે મુજબ સોમવારના લવાજમ/ન્યૂઝસ્ટેન્ડમાં વેચાણને બદલે આ સામયિક શુક્રવારે વેચાણ માટે આવતું હતું અને શનિવારે લવાજમ ભરનારા ગ્રાહકોને અંક પહોંચાડવામાં આવતો હતો. આ સામયિકની 1923માં શરૂઆત થઈ ત્યારે તે મૂળમાં શુક્રવારે પ્રકાશિત થતું હતું.

2007ના વર્ષના શરૂઆતના સમયગાળામાં “તંત્રીવિભાગમાં ફેરફાર”ને કારણે વર્ષના પ્રથમ અંકમાં આશરે એક અઠવાડિયાનો વિલંબ થયો હતો. આ ફેરફારમાં 49 કર્મચારીઓની છટણીનો સમાવેશ થતો હતો.[૬]

2009માં ટાઇમે જાહેરાત કરી હતી કે તેઓ ગ્રાહકલક્ષી મુદ્રિત સામયિક ‘માઇન ’ની રજૂઆત કરી રહ્યા છે, જેમાં વાંચકોની પસંદગીને આધારે ટાઇમ વોર્નરના શ્રેણીબદ્ધ પ્રકાશનોમાંથી વિષયસામગ્રીનું મિશ્રણ હશે. આ નવા સામયિકને નબળો પ્રતિસાદ મળ્યો હતો અને એવી ટીકા થઈ હતી કે તેનું કેન્દ્રબિંદું એટલું વિશાળ છે કે જેને ખરેખર વ્યક્તિગત પસંદગી આધારિત કહી શકાય નહીં.[૭]

આ સામયિકના જુના અંકોનો ઓનલાઇન સંગ્રહ છે, જેમાં પ્રકાશિત થયેલા દરેક લેખની ગોઠવણી વગરની નકલ છે. આ લેખોને ક્રમવાર ગોઠવવામાં આવ્યા છે અને તેને ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્કેન કરાયેલી છાપમાંથી રૂપાંતરિત કરાયા છે. આ લેખોમાં હજુ પણ નાની ક્ષતિઓ છે, આ ક્ષતિઓ ડિજિટલ ફોર્મેટમાં પરિવર્તનમાં અમુક ભાગો રહી જવા સંબંધિત છે.

કાનૂની વિવાદ

10 સપ્ટેમ્બર, 2007ના રોજ ઇન્ડોનેશિયાની સર્વોચ્ચ અદાલતે ટાઇમ એશિયા સામયિક સામે ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન સુહાર્તોને નુકસાન થયું હોવાનો ચુકાદો આપ્યો હતો અને બદનક્ષીજનક લખાણ બદલ એક ટ્રિલિયન રૂપિહા ચુકવવાનો આદેશ આપ્યો હતો. અપીલ કોર્ટ અને સેન્ટ્રલ જાકાર્તા ડિસ્ટ્રિક્ટ કોર્ટ (2000 અને 2001માં આપેલા) ચુકાદાને હાઇકોર્ટે રદ કર્યા હતા. 1999માં પ્રકાશિત થયેલા લેખ માટે સુહાર્તોએ યુ.એસ. (U.S.) સ્થિત ટાઇમ સામે યુએસ (US)$27 બિલિયન ($32 અબજ) કરતા વધુનો કાનૂની દાવો દાખલ કર્યો હતો. આ લેખમાં જણાવાયું હતું કે સુહાર્તોએ ચોરેલા નાણાં વિદેશમાં મોકલી દીધા છે.[૮]

પ્રસાર

ટાઇમ સામયિકનો ચૂકવણી આધારિત વાર્ષિક પ્રસાર
વર્ષ1997199819992000200120022003200420052006200720082009
પ્રસાર (મિલિયન)4.24.14.14.14.14.14.14.04.04.13.43.43.4

2009ના પાછલા છ મહિનામાં ન્યૂઝ સ્ટેન્ડ્સ પર સામયિકના વેચાણમાં 34.9%નો ઘટાડો નોંધાયો હતો[૯] 2010ના પ્રથમ છ મહિનામાં ટાઇમ સામયિકના વેચાણમાં ફરી ઓછામાં ઓછા ત્રીજા ભાગનો ઘટાડો નોંધાયો હતો. 2010ના પાછળના છ મહિનામાં ન્યૂઝ સ્ટેન્ડ્સ પર ટાઇમ મેગેઝિનના વેચાણમાં અંદાજે 12%ના ઘટાડા સાથે દર અઠવાડિયે 79 હજાર નકલો ઓછી વેચાઈ હતી.

શૈલી

ટાઇમ ની અનોખી લખાણ શૈલીનું 1936માં વોલકોટ ગિબ્સે ધ ન્યૂ યોર્કર માં લખેલા એક લેખમાં હાસ્યજનક અનુકરણ કર્યું હતું કેઃ “મન ચકરાવે ન ચડી જાય ત્યાં સુધીના ક્રિયાવિશેષણથી લંબાવવામાં આવેલા વાક્યો […] તે ક્યાં પૂરા થશે, ભગવાન જાણે!”  જો કે પ્રારંભિક દિવસોના અવિરત પરાવૃત વાક્યો, “બીડિ-આઇડ ટાઇકૂન્સ” અને “ગ્રેટ એન્ડ ગુડ ફ્રેન્ડ્સ” લાંબા સમયથી અદ્રશ્ય થઈ ગયા છે.

1970ના દાયકાના મધ્યભાગ સુધીમાં,[૧૦] ટાઇમ માં “લિસ્ટિંગ્સ” નામનો સાપ્તાહિક વિભાગ હતો, જેમાં સંક્ષિપ્તમાં ટૂંકા સમાચાર અને/અથવા તત્કાલિન મહત્વની ફિલ્મો, નાટકો, મ્યૂઝિકલ્સ, ટેલિવિઝન કાર્યક્રમો અને શ્રેષ્ઠ વેચાણ ધરાવતી સાહિત્યિક કૃતિઓની સમીક્ષાનો સમાવેશ થતો હતો, સામયિકનો આ વિભાગ ધ ન્યૂ યોર્કરના વિભાગ “કરન્ટ ઇવેન્ટ્સ” જેવો હતો.

ટાઇમ તેની 1927માં શરૂ કરવામાં આવેલી સિગ્નેચર રેડ બોર્ડર (વિશેષ ઓળખરૂપ લાલપટ્ટી) માટે જાણીતું છે, જેને તેની શરૂઆત પછીથી માત્ર બે વખત બદલવામાં આવી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ પરના 11 સપ્ટેમ્બરના ત્રાસવાદી હુમલા પછી તરત પ્રકાશિત થયેલા અંકમાં શોક વ્યક્ત કરવા કાળી પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, આ આવૃત્તિ આ ઘટનાના બ્રેકિંગ ન્યૂઝને ઝડપથી પ્રકાશિત કરવા માટેની વિશેષ “વધારાની” આવૃત્તિ હતી અને પછીની નિયમિત આવૃત્તિમાં લાલ પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રખ્યાત લાલ પટ્ટીની 2010માં સિએટલના ધ સ્ટ્રેન્જર (વર્તમાનપત્ર) દ્વારા પ્રશંસા કે વ્યંગાત્મક આલોચના કરાઈ હતી.[૧૧]

વધુમાં, ટાઇમ ના 28 એપ્રિલ, 2008ના અંકમાં[૧૨] વિશિષ્ટ ઓળખ સમાન લાલ પટ્ટીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2008ના પૃથ્વીદિન નિમિત્તેના પર્યાવરણીય મુદ્દાઓને સમર્પિત અંકમાં લીલી પટ્ટીનો સમાવેશ કરાયો હતો.[૧૩]

2007માં ટાઇમે આ સામયિકની શૈલીમાં મોટા ફેરફાર કર્યા હતા. બીજા ફેરફારોની સાથે આ સામાયિકે વિશેષ લેખોને ધ્યાનાકર્ષક બનાવવા, કટારલેખોના શીર્ષકોને મોટા કરવા, કટારલેખોની સંખ્યામાં ઘટાડો કરવો, લેખોની આજુબાજુ સફેદ જગ્યામાં વધારો કરવો અને લેખકોની તસવીરો સાથે અભિપ્રાયનું બોક્સ રાખવા આસપાસ લાલ લીટી પાતળી કરવી વગેરે ફેરફારો પણ કર્યા હતા. આ પરિવર્તનની ટીકા અને પ્રશંસા બંને થયા હતા.[૧૪][૧૫][૧૬]

વિશેષ અંકો

પર્સન ઓફ ધ યર

ટાઇમ 'ના ઇતિહાસમાં તેની સૌથી વધુ પ્રખ્યાત વિશેષતા તેનો વાર્ષિક “પર્સન ઓફ ધ યર” (અગાઉનું નામ “મેન ઓફ ધ યર”) બાહ્યપૃષ્ઠ અહેવાલ છે, જેમાં ટાઇમ સામયિક વર્ષના સમાચારો પર સૌથી વધુ અસર કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓના જૂથનું બહુમાન કરે છે. આ શીર્ષક હોવા છતાં આવું બિરુદ મેળવનાર વ્યક્તિ કે માનવી હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે 1982માં “પર્સન” ઓફ ધ યર તરીકે પર્સનલ કમ્પ્યૂટરનું નામ જાહેર કરાયું હતું. તેને “મશીન ઓફ ધ યર” (Time.com) તરીકે ઓળખવવામાં આવ્યું હતું. 1989માં “જોખમના આરે આવેલી પૃથ્વી”ને “પ્લેનેટ ઓફ ધ યર” જાહેર કરવામાં આવી હતી. 1999માં આલ્બર્ટ આઇન્સ્ટાઇનની ટાઈમ દ્વારા પર્સન ઓફ ધ સેન્ચ્યુરી તરીકે પસંદગી કરવામાં આવી હતી.

કથિત આપખુદ શાસકો અને યુદ્ધખોર વ્યક્તિઓની “પર્સન ઓફ ધ યર” તરીકે પસંદગી કરવાથી ઘણીવાર વિવાદ પણ ઊભો થયો છે. આ બહુમાન વર્ષમાં સૌથી વધુ અસર ઊભી કરનાર વ્યક્તિને આપવામાં આવે છે અને તેમાં તેણે સારું કામ કર્યું છે કે ખરાબ તે ધ્યાનમાં રાખવામાં આવતું નથી, તેથી તે સન્માન કે બદલો છે તેવું માનવાની જરૂર નથી. ભૂતકાળમાં એડોલ્ફ હિટલર અને જોસેફ સ્ટાલિનને મેન ઓફ યર જાહેર કરાયા હતા.

2006માં પર્સન ઓફ ધ યર તરીકે “યૂ” (તમે)ની પસંદગી કરવામાં આવી હતી, જેની મિશ્ર સમીક્ષા થઈ હતી. કેટલાંક માનતા હતા કે આ વિચાર સર્જનાત્મક છે, બીજા કેટલાંક લોકો પર્સન ઓફ યર તરીકે વાસ્તવિક વ્યક્તિની પસંદગી થાય તેવું ઇચ્છતા હતા. સંપાદક સ્ટેન્જેલે પ્રતિક્રિયારૂપે જણાવ્યું હતું કે “જો તે ભૂલ હોય તો અમે તેને માત્ર એક જ વખત કરી રહ્યા છીએ.”[૧૭]

2008માં પર્સન ઓફ ધ યર તરીકે બરાક ઓબામાની પસંદગી થઈ હતી અને સારાહ પાલિન બીજા ક્રમે રહ્યા હતા. ઓબામા આવું બહુમાન મેળવનારા યુ.એસ. (U.S.)ના બારમાં પ્રમુખ (અથવા પ્રમુખપદ માટે ચૂંટાયેલા) છે. ગેરાલ્ડ ફોર્ડના અપવાદને બાદ કરતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ પછીથી દરેક પ્રમુખે આ બહુમાન મેળવ્યું છે.

સૌથી વધુ તાજેતરના પર્સન ઓફ યર માર્ક ઝુકેરબર્ગ છે, જેમની ડિસેમ્બર 2010માં પસંદગી કરાઈ હતી. પર્સન ઓફ યર માટેના ટાઇમ ઓનલાઇન મતદાનના સૌથી વધુ તાજેતરના વિજેતા જુલિયન અસાંજે છે.

ટાઇમ 100

તાજેતરના વર્ષોમાં ટાઇમે વિશ્વની સૌથી વધુ પ્રભાવશાળી 100 વ્યક્તિઓની વાર્ષિક યાદી તૈયાર કરી છે. મૂળમાં તેમણે 20મી સદીની સૌથી વધુ પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદી બનાવી હતી. આ અંકોમાં સામાન્ય રીતે મુખપૃષ્ઠ પર આ યાદીના લોકોની તસવીર હોય છે અને આ યાદીમાં સામેલ દરેક વ્યક્તિ પરના 100 લેખો માટે સામયિકમાં મોટાપ્રમાણમાં જગ્યા ફાળવવામાં આવે છે. આ યાદીમાં ઘણીવાર 100 વ્યક્તિઓ કરતા વધુ વ્યક્તિઓના નામ હોય છે, કારણ કે ઘણીવાર બે વ્યક્તિઓને એકસાથે સમાન ક્રમાંક આપવામાં આવે છે.

આ સામયિકે 2005માં "ઓલ-ટાઇમ 100 બેસ્ટ નોવેલ્સ" અને "ઓલ-ટાઇમ 100 બેસ્ટ મૂવીઝ"ની યાદી પણ તૈયાર કરી હતી,[૧૮][૧૯][૨૦] અને 2007માં "ધ 100 બેસ્ટ ટીવી શોઝ ઓફ ઓલ-ટાઇમ " યાદી પણ તૈયાર કરી હતી.[૨૧]

ટાઇમ ફોર કિડ્સ

ટાઇમ ફોર કિડ્સ ખાસ કરીને નાના પત્રકારો દ્વારા લખવામાં આવતું ટાઇમ નું એક વિભાગીય સામયિક છે જેનું પ્રકાશન ખાસ બાળકો માટે કરવામાં આવે છે અને વર્ગખંડોમાં તેનું વિતરણ કરવામાં આવે છે. ટીએફકે (TFK) માં કેટલાક રાષ્ટ્રીય સમાચારો, "અઠવાડિયાનું કાર્ટૂન", અને લોકપ્રિય સંસ્કૃતિઓને લગતા વૈવિધ્યસભર લેખો હોય છે. યુ.એસ. (U.S.) શાળાનું સત્ર પૂર્ણ થવાનું હોય ત્યારે પર્યાવરણ સંબંધિત વાર્ષિક અંક વહેંચવામાં આવે છે. આ પ્રકાશન ભાગ્યે જ આગળ અને પાછળ મળીને પંદર પાનાથી વધારે મોટુ હોય છે. સંખ્યાબંધ પુસ્તકાલયોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ટાફ

સંપાદકો

  • બ્રિટન હેડન (1923–1929)
  • હેન્રી લ્યૂસ (1929–1949)
  • થોમસ એસ. મેથ્યૂસ (1949–1953)

પ્રબંધક સંપાદકો

  • થોમસ એસ. મેથ્યૂસ (1943–1949)
  • રોય એલેક્ઝાન્ડર (1949–1960)
  • ઓટ્ટો ફ્યૂરબ્રિંગર (1960–1968)
  • હેન્રી ગ્રૂનવેલ્ડ (1968–1977)
  • રે કેવ (1979–1985)
  • જોસન મેકમેનસ (1985–1987)
  • હેન્રી મુલેર (1987–1993)
  • જેમ્સ આર. ગેઈન્સ (1993–1995)
  • વોલ્ટર ઈસાક્સ્ન (1996–2000)
  • જીમ કેલી (2001–2006)
  • રિચર્ડ સ્ટેંગલ (2006–હાલમાં)

નોંધપાત્ર લેખકો

  • અરવિંદ અડિગા ત્રણ વર્ષ માટે ટાઇમ ના ખબરપત્રી રહ્યા છે, જેમણે 2008માં કાલ્પનિક વાર્તા માટે મેન બૂકર પુરસ્કાર મેળવ્યો હતો.
  • જેમ્સ એગી, ટાઇમ માટે પુસ્તક અને ફિલ્મ સંપાદક.
  • લસાન્થા વિક્રેમાટુંગે, પત્રકાર.
  • માર્ગારેટ કાર્લસન, ટાઇમ ની પ્રથમ મહિલા કટાર લેખિકા.
  • વિટ્ટેકર ચેમ્બર્સ, 1939થી 1948 સુધી ટાઇમ ના કર્મચારી, વરિષ્ઠ સંપાદક તરીકે કાર્યકાળ પૂરો કર્યા બાદ હેન્રી લ્યૂસ માટે વિશેષ પ્રોજેક્ટ સંપાદક.
  • રિચર્ચ કોર્લિસ, 1980થી આ સામયિક માટે ફિલ્મ સમીક્ષક.
  • નેન્સી ગીબ્સ, નિબંધકાર અને મોટા લેખો માટેના વરિષ્ઠ સંપાદક; તેમણે ટાઇમ ના 100થી વધારે મુખપૃષ્ઠના લેખો લખ્યા છે.
  • લેવ ગ્રોસમેન, બાથશેબા અને ઓસ્ટિનના ભાઈ, મુખ્યતઃ સામયિકના પુસ્તકો માટે લખે છે.
  • રોબર્ટ હ્યૂજેસ, ટાઇમમાં લાંબા સમય સુધી કલા સમીક્ષક .
  • જૉ ક્લેઈન, લેખક (પ્રાઈમરી કલર્સ ) અને સામયિક માટે કટાર લેખક કે જેઓ આ સામયિકમાં "ઈન ધ અરેના" કટાર લેખ લખે છે.
  • એન્ડ્રે લેગ્યુરે, પેરિસ બ્યૂરોના વડા 1948-1956, લંડન બ્યૂરોના વડા 1951-1956, ઉપરાંત ટાઇમ માં રમતગમત વિશે લેખ લખ્યા છે; બાદમાં લાંબા સમય સુધી રમતગમત ચિત્રો ના પ્રબંધક સંપાદક.
  • નેથેનાઈલ લેન્ડે, ફિલ્મસર્જક, અને ટાઇમ ના ભૂતપૂર્વ ક્રિએટીવ દિગ્દર્શક.
  • વિલ લેન્ગ જુનિયર 1936-1968 , ટાઇમ લાઈફ ઈન્ટરનેશનલ.
  • માઈકલ શુમેન, અમેરિકન લેખક અને પત્રકાર કે જેઓ એશિયન અર્થશાસ્ત્ર, રાજનીતિ અને ઇતિહાસમાં નિપુણ છે, અને હાલમાં હોંગ કોંગ સ્થિત ટાઇમ સામયિકના એશિયા વ્યાપાર ખબરપત્રી છે.
  • રોબર્ટ ડી. સીમોન 1950-1987 , ટાઇમ લાઈફ ઈન્ટરનેશનલ.
  • જોએલ સ્ટેઈન, કટાર લેખક કે જેમણે ટાઇમ માટે જોએલ 100 લખ્યું છે.
  • ડેવિડ વોન ડ્રેહલે, હાલમાં વરિષ્ઠ સંપાદક છે.
  • ફરીદ ઝકારિયા, હાલમાં વરિષ્ઠ સંપાદક છે.

આ પણ જુઓ

  • ટાઇમ મેગેઝીનના મુખપૃષ્ઠ પર ચમકેલી વ્યકિતઓની યાદી
  • "ધ થ્રાઈવિંગ કલ્ટ ઓફ ગ્રીડ એન્ડ પાવર", રિચર્ડ બેહર દ્વારા 1991માં સાયન્ટોલોજી પર લખાયેલો લેખ કે જેને ગેરાલ્ડ લોએબ પુરસ્કાર મળ્યો હતો.

સંદર્ભો

વધુ વાંચન

  • Chambers, Whittaker (1952). Witness. New York: Random House. પૃષ્ઠ 799. ISBN 52-5149 Check |isbn= value: length (મદદ). Check |authorlink= value (મદદ)CS1 maint: discouraged parameter (link)
  • લ્યુન્ડબર્ગ, ફેર્ડીનેન્ડ. અમેરિકાના સાઈઠ પરિવારો. ન્યૂ યોર્ક: વાનુગાર્ડ પ્રેસ, 1937.
  • સ્વામ્બર્ગ, ડબ્લ્યુ.એ. (W. A.) લ્યૂસ અને તેનુ સામ્રાજ્ય . ન્યૂ યોર્ક: સ્ક્રીબનર, 1972.
  • વિલ્નર, ઈસાઈહ. ધ મેન ટાઇમ ફોરગોટ: અ ટેલ ઓફ જીનિયસ, બેટ્રેયલ, એન્ડ ધ ક્રિએશન ઓફ ટાઇમ મેગેઝિન , હાર્પર કોલિન્સ, ન્યૂ યોર્ક, 2006.

બાહ્ય લિંક્સ

ઢાંચો:Time Warnerઢાંચો:EnglishCurrentAffairsઢાંચો:50 largest US magazines

🔥 Top keywords: