ત્રીજી જાતિ

ત્રીજી જાતિ કે લિંગ એ એક સંકલ્પના છે પુરુષ કે સ્ત્રી લિંગમાં સમાવેશ પામનારી વ્યક્તિઓને તેમના પોતાના દ્વારા અથવા સમાજ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. ત્રણ અથવા વધુ જાતિઓને માન્યતા આપતા સમાજોમાંની આ એક સામાજિક શ્રેણી પણ છે. ત્રીજા શબ્દનો સામાન્ય રીતે અર્થ "અન્ય" તરીકે સમજવામાં આવે છે, જોકે કેટલાક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ ચોથા [૧] અને પાંચમા [૨] લિંગનું વર્ણન પણ કર્યું છે.

પોતાના અથ્વા સમાજ દ્વારા સ્ત્રી, પુરુષ કે અન્ય તરીકે ઓળખવાની પરિસ્થિતી સામાન્ય રીતે તે વ્યક્તિની લિંગ ઓળખ અને તેઓ જે સામાજિક સંસ્કૃતિમાં રહે છે તેમાં તેમની ભૂમિકા નિશ્ચિત કરે છે.

મોટાભાગની સંસ્કૃતિઓ દ્વીલિંગ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેમાં બે લિંગ હોય છે ( છોકરા /પુરુષો અને છોકરીઓ /સ્ત્રીઓ). [૩] [૪] [૫] ત્રીજા અથવા ચોથા લિંગ ને માન્ય કરતી સંસ્કૃતિઓમાં, આ જાતિઓ ખૂબ જ અલગ વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. મૂળ હવાઇયન અને તાહિતિયનો માટે, માહુ એ પુરુષ અને સ્ત્રી વચ્ચેની મધ્યવર્તી સ્થિતિ અથવા "અનિશ્ચિત લિંગની વ્યક્તિ" છે. [૬][વધુ યોગ્ય સ્ત્રોત જરૂરી] દક્ષિણપશ્ચિમ યુએસના મૂળ અમેરિકનોના કેટલાક પરંપરાગત દાઈને સમાજો ચાર જાતિના લિંગને સ્વીકારે છે: સ્ત્રૈણ સ્ત્રી, પૌરુષી સ્ત્રી, સ્ત્રૈણ પુરુષ અને પૌરુષી પુરૂષ.[૭] "ત્રીજી જાતિ કે થર્ડ જેન્ડર" શબ્દનો ઉપયોગ ભારતના હીજડાઓ [૮] (જેમણે તેમના લિંગની કાનૂની માન્યતા મેળવી લીધી છે), પોલિનેશિયાના ફાફાફાઇન અને બાલ્કન શપથ લીધેલી કુમારિકાઓ માટે પણ કરવામાં આવે છે . [૯] તૃતીય લિંગને માન્યતા આપતી સંસ્કૃતિનો અર્થ એ નથી કે તે સંસ્કૃતિમાં તેમનું મૂલ્ય હતું, અને ઘણી વખત તે સંસ્કૃતિમાં સ્ત્રીઓના સ્પષ્ટ અવમૂલ્યનનું તે પરિણામ હોઈ શકે છે. [૧૦]

ઘણી બિન-પશ્ચિમી સંસ્કૃતિઓમાં જોવા મળતા છતાં, "ત્રીજી", "ચોથી" અને "અમુક" એવી લિંગ આધારીત ભૂમિકાઓની વિભાવનાઓ હજુ પણ મુખ્ય પ્રવાહની પશ્ચિમી સંસ્કૃતિ અને વિચાર માટે કંઈક અંશે નવી છે. [૧૧] આધુનિક LGBT અથવા વિલક્ષણ ઉપસંસ્કૃતિઓમાં આ ખ્યાલને અપનાવવામાં આવે તેવી શક્યતા છે.[સંદર્ભ આપો] જ્યારે મુખ્ય પ્રવાહના પશ્ચિમી વિદ્વાનો - ખાસ કરીને નૃવંશશાસ્ત્રીઓ દક્ષિણ એશિયન હીજડાઓ અથવા અમેરિકાના મૂળ સમાજોના "લિંગ વેરિઅન્ટ" અને દ્વિ-આત્મા ધરાવતા લોકો વિશે લખે છે પણ મોટે ભાગે "ત્રીજી જાતિ" શબ્દને તેઓ ફક્ત એલજીબીટી સમુદાયના સંદર્ભમાં જ સમજવાનો પ્રયત્ન કરે છે. અન્ય વિદ્વાનો-ખાસ કરીને સ્થાનીય વિદ્વાનો - મુખ્ય પ્રવાહના વિદ્વાનોની સાંસ્કૃતિક સમજણ અને સંદર્ભ વિષેની સમજણના અભાવ પર ભાર મૂકે છે જેને કારણે તૃતીય લિંગના લોકોની વ્યાપક ખોટી રજૂઆત, તેમજ મુદ્દાના સંદર્ભે સંસ્કૃતિઓની ખોટી રજૂઆત થાય છે અને વાસ્તવમાં આ સંસ્કૃતિઓમાં આ ખ્યાલનો સમાવેશ થાય છે કે નહીં તેની પણ યોગ્ય સમજ અપાતી નથી. [૧૨] [૧૩] [૧૪] [૧૫]

સંદર્ભો

🔥 Top keywords: