દ્વીપકલ્પ

દ્વીપકલ્પ (અંગ્રેજી : peninsula વ્યુત્પત્તિ લેટિન : paene "લગભગ" અને insula "ટાપુ" - લગભગ ટાપુ સમાન) એ તેની ભૂમિ સ્વરૂપ છે જેની મોટા ભાગે પાણીથી ઘેરાયેલું હોય છે, તે મુખ્ય ભૂમિથી જોડાયેલું છે જ્યાંથી તે ભૂ ભાગ આગળ વિસ્તરેલો હોય છે.[૧] [૨][૩][૪] તેની આજુબાજુ આવેલું પાણી સામાન્ય સળંગ કે કોઈ મોટી જળરાશિનો ભાગ હોવાનું માનવામાં આવે છે, પણ તેમ હોવું જરૂરી નથી. દ્વીપકલ્પને અંગ્રેજીમાં પેનેસ્યુલા સિવાય હેડલેન્ડ, કેપ, આઇલેન્ડ પ્રોમોન્ટરી, બિલ, પોઇન્ટ, ફોર્ક અથવા સ્પીટ તરીકે પણ ઓળખવામાં આવે છે.[૫] જમીનનો સાંકડો ભાગ જ્યારે જળરાશિમાં વિસ્તરે છે ત્યારે તેના છેડાને પોઈન્ટ કહેવામાં આવે છે તે કેપ જેટલો પહોળો કે વિસ્તૃત હોતો નથી.[૬] જ્યારે કોઈ નદી, ખૂબ સાંકડા મોં ધરાવતી ઘોડાની નાળના આકારમાં વહે છે ત્યારે તૈયાર થનાર ભૂભાગને દ્વીપ કલ્પ કહેવાય છે. અંગ્રેજીમાં, દ્વીપકલ્પના બહુવચન સંસ્કરણો પેનીનસ્યુલા, પેનેન્સ્યુલાસ કે પેનીનસ્યુલે હોય છે.

ફ્લોરિડા, એક દ્વીપકલ્પનું ઉદાહરણ, આ ફોટો એસટીએસ -95 દરમિયાન લેવામાં આવ્યો હતો
ફેન્નોસ્કેન્ડિયન દ્વીપકલ્પ માર્ચ ૨૦૦૨ માં, નાસાના ટેરા ઉપગ્રહ સવાર સ્પેક્ટ્રોરેડિયોમીટર ( MODIS ) દ્વારા લેવામાં આવેલ ફોટો.

સંદર્ભ

🔥 Top keywords: