મલેશિયાનો રાષ્ટ્રધ્વજ

મલેશિયાના રાષ્ટ્રધ્વજમાં એકાંતરે ૧૪ લાલ અને સફેદ પટ્ટીઓ છે અને ધ્વજદંડ તરફના ખૂણામાં ભૂરા રંગનો ચોરસ જેમાં બીજનો ચંદ્ર અને ચૌદ ખૂણા વાળો સિતારો છે. તે સિતારાને બિન્ટાન્ગ પેરસેકુટુઆન (સંઘીય સિતારા) તરીકે ઓળખાય છે.[૧] સરખી પહોળાઈની ૧૪ પટ્ટીઓ દેશના ૧૩ રાજ્યો અને કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. ૧૪ ખૂણાવાળો સિતારો તેમની વચ્ચે એકતાનો સૂચક છે.[૨] બીજનો ચંદ્ર; ઇસ્લામ જે દેશનો સત્તાવાર ધર્મ સૂચવે છે. ભૂરો રંગ મલેશિયન લોકોની એકતા દર્શાવે છે. પીળો સિતારો અને ચંદ્ર મલય શાસકોનો શાહી રંગ છે.[૩]

મલેશિયા
નામજલુર ગેમિલાન્ગ (ગૌરવના પટ્ટાઓ)
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૨૬ મે ૧૯૫૦ના રોજ મૂળ ધ્વજ (૧૬ સપ્ટેમ્બર ૧૯૬૩ હાલના સ્વરૂપમાં)
રચનાલાલ અને સફેદ રંગના ૧૪ પટ્ટા અને ધ્વજદંડ તરફ ઉપરના ખૂણામાં ભૂરા ચોરસમાં પીળા રંગના બીજના ચંદ્ર અને ચૌદ ખૂણાવાળો સિતારો

સામ્યતા ધરાવતા ધ્વજો

અમેરિકાનો રાષ્ટ્રધ્વજ, લાઇબેરીયાનો રાષ્ટ્રધ્વજ, બિકિની ટાપુનો રાષ્ટ્રધ્વજ મલેશિયાના ધ્વજ સાથે સામ્યતા ધરાવે છે.

સંદર્ભ

બાહ્ય કડી

🔥 Top keywords: