મુંબઈ મેટ્રો

મુંબઇ મેટ્રો (મરાઠી: मुंबई मेट्रो) ભારત ની આર્થિક રાજધાની તેમજ મહારાષ્ટ્ર ની રાજધાની, મુંબઈ ની જાહેર સામૂહિક પરિવહન વ્યવસ્થા છે.

મુંબઈ મેટ્રો
Mumbai Metro
मुंबई मेट्रो
સામાન્ય માહિતી
માલિકમુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમ.એમ.આર.ડી.એ.)
કાર્ય-વિસ્તારમુંબઈ, મહારાષ્ટ્ર, ભારત
પરિવહન પ્રકારસામૂહિક ત્વરીત આવગમન
મુખ્ય સેવામાર્ગોમાર્ગ ૧ (કાર્યરત) [૧]
માર્ગ ૨, માર્ગ ૩ (બાંધકામ)
માર્ગ ૪ (આયોજન)
સ્ટેશનની સંખ્યા૧૨ (કાર્યરત)
દૈનિક આવનજાવન૧૫ લાખ (માર્ગ ૧ પર અંદાજીત)
વેબસાઈટએમ.એમ.આર.ડી.એ.(મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી) ની વેબસાઈટ
રિલાયન્સ મુંબઈ મેટ્રો.કોમ
કામગીરી
કામગીરીની શરૂઆત૮ જૂન, ૨૦૧૪
ટ્રેનની લંબાઈ૪-૬ ડબ્બાની ટ્રેન[૨]
બે ટ્રેન વચ્ચેનો ગાળો૪-૮ મિનિટ
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ11.4 km (7.1 mi) (કાર્યરત)[૧]
160.9 km (100.0 mi) (આયોજન)
રેલ્વે પાટાનો ગેજપ્રકાર૧,૪૩૫ મી.મી. (૪ ફીટ ૮ ૧⁄૨ ઈંચ) સ્ટાન્ડર્ડ ગેજ
વિદ્યુતીકરણ૨૫ કિ.વોલ્ટ, ૫૦ હર્ટ્ઝ ઓલ્ટરનેટિવ કરંટ (AC), ઓવરહેડ લાઈન દ્વારા[૩]
સરેરાશ ઝડપ33 km/h (21 mph)[૨]
મહત્તમ ઝડપ80 km/h (50 mph)[૨]
સમગ્ર તંત્રનો નકશો

મુંબઈ નાં પરિવહન તંત્રમાં મુંબઈ મેટ્રો

મહત્વ

દરરોજ ૧.૧ કરોડ મુંબઇગરાઓ મુંબઈ ની જાહેર સામૂહિક પરિવહન વ્યવસ્થા દ્વારા મુસાફરી કરે છે. જેમાં મુંબઈ ઊપનગરીય રેલ-મુખ્ય વ્યવસ્થા છે અને 'બેસ્ટ' ની બસો તેમાં બીજા ક્રમાંકે આવે છે, અને તેમનું યોગદાન અનુક્રમે ૫૨% અને ૨૬% છે. આ રેલ માર્ગો અને રસ્તાઓના વિકાસમાં મુંબઈ ની ભૌગોલિક રચના અને ગીચતા અવરોધક હોવાથી તેમનો વિકાસ ખુબ ધીમો છે, જે જાહેર પરિવહન વ્યવસ્થાની વધતી માંગ ને સંતોષવા અસક્ષમ છે. ઘણા લોકો નીજી વાહનો, રીક્ષા અને ટેક્સી દ્વારા પ્રવાસ કરે છે, અને રસ્તાઓ પર તેમની સંખ્યા પણ વધી છે. સરવાળે મુંબઇગરાઓને ગરદી, ટ્રાફિક અને પર્યાવરણનું પ્રદૂષણ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ઘણી જગ્યાઓ રેલ અથવા બસની સુવિધાથી બાકાત પણ રહી ગઈ છે. આ સ્થિતીમાં મેટ્રો જેવી 'માસ રેપિડ ટ્રાન્ઝિટ' (સામૂહિક ત્વરીત આવગમન) વ્યવસ્થા એક પર્યાય છે. ('માસ રેપિડ ટ્રાન્ઝિટ'- એ જાહેર સામૂહિક પરિવહન વ્યવસ્થા નો જ એક પ્રકાર છે. તેમને પોતાનો જુદો માર્ગ હોય છે, જે સામાન્ય રીતે મુખ્ય માર્ગો ના સ્તરથી જુદા સ્તરે, ઉપર અથવા નીચે ના સ્તરે હોય છે.)

અન્ય પરિવહન વ્યવસ્થાની સરખામણી માં મેટ્રોના ઘણા ફાયદા છે-

  • તે ઘણા પ્રવાસીઓને લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
  • તેના માર્ગો એલિવેટેડ તેમજ ભૂગર્ભમાં હેવાથી તે રસ્તા પર વધુ જગ્યા રોકતી નથી. એલિવેટેડ હોય તો માત્ર ૨ મી. પહોળાઈની જગ્યા રોકે છે.
  • તેના માર્ગો જુદા હોવાથી તેને અન્ય વાહનોનાં ટ્રાફીકની સમસ્યા નડતી નથી.
  • તે ઝડપી છે. રસ્તાની સરખામણીમાં પ્રવાસનો સમય ૫૦-૭૫% જેટલો ઘટાડે છે.
  • તે પર્યાવરણને મૈત્રીપૂર્ણ છે. કોઈ પણ પ્રકારનું હવા પ્રદુષણ અને ધ્વની પ્રદુષણ નથી કરતી.
  • તે ઊર્જા કાર્યક્ષમ છે. રસ્તાની સરખામણીએ એક પ્રવાસી માટે એક કિ.મી. દીઠ ૧/૫મી ઊર્જા વાપરે છે.
  • તેમાં પ્રવાસ કરવો આર્થિક રીતે નાગરિકો માટે કિફાયતી છે.
  • તે વિશ્વસનીય, આરામદાયક અને સલામત તેમજ પ્રવાસીઓ માટે આકર્ષક છે.

[૪] [૫]

પરિયોજના

  • મુંબઈ મેટ્રોની મૂળભૂત પરિયોજના

મુંબઈ માં પરિવહનનો વિકાસ કરવા તેમજ ભવિષ્યની જરૂરને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્ર સરકારે પોતાની શાખા એમ.એમ.આર.ડી.એ. ના માધ્યમથી ‘માસ રેપિડ ટ્રાન્ઝિટ’ વ્યવસ્થાઓ પર સંશોધન કરવાનું શરૂ કર્યું. તે સંદર્ભમાં વર્ષ ૧૯૯૭-૨૦૦૦ દરમિયાન ભારત-જર્મન ટેક્નિકલ સહકાર હેઠળ એક વિગતવાર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. આ અભ્યાસ 'TEWET' નામક એક જર્મન કંપની દ્વારા ડી-કન્સલ્ટ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (ટી.સી.એસ.) ના સહયોગથી કરવામાં આવ્યો. અભ્યાસમાં મુંબઈના જુદા-જુદા વિભાગો અને પ્રવાસ માર્ગોની ગોઠવણીઓ નું પરિક્ષણ કરવામાં આવ્યું અને અંધેરી-ઘાટકોપર માર્ગ પર ‘માસ રેપિડ ટ્રાન્ઝિટ’ વ્યવસ્થા નિર્માણ કરવાની ભલામણ કરવામાં આવી. એમ.એમ.આર.ડી.એ. દ્વારા વર્ષ ૨૦૦૪માં તે અભ્યાસને સુધારવામાં આવ્યો.

આ દરમિયાન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (ડી. એમ. આર. સી.) એ મુંબઈ મેટ્રો માટે બૃહદ પરિયોજના તૈયાર કરી. આ પરિયોજનામાં અંધેરી-ઘાટકોપર વિભાગને અગ્રતાક્રમે મુકવાની અને તેને વર્સોવા સુધી વિસ્તારવાની ભલામણ કરવામાં આવી.

૨૨ જાન્યુઆરી, ૨૦૦૪ ના રોજ મુંબઈ મેટ્રોની પરિયોજના પર અભિપ્રાયો, સૂચનો અને ટિપ્પણીઓ માટે એક જાહેર સુનાવણી હાથ ધરવામાં આવી. ૨૮ મે, ૨૦૦૪ એ એમ.એમ.આર.ડી.એ. ની ૧૧૦ મી બેઠકમાં આ યોજનાને મંજૂર કરવામાં આવી.[૫]

મુંબઈ મેટ્રોની મૂળભૂત પરિયોજના ને મહારાષ્ટ્ર સરકારે મહત્વપૂર્ણ યોજના તરીકે જાહેર કરી અને તેના અમલીકરણ માટે એમ.એમ.આર.ડી.એ. ને નિયુક્ત કરવામાં આવ્યું.

આ પરિયોજના ને ઘડવામાં આઈ.આઈ.ટી.-મુંબઈ એ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ. [૫]

મુંબઈ મેટ્રોની મૂળભૂત પરિયોજના[૪]
તબક્કોમાર્ગવિભાગ નું નામલંબાઈ (કી.મી.)
તબક્કો ૧
(૨૦૦૬-૨૦૧૧)
વર્સોવા - અંધેરી - ઘાટકોપર૧૧.૦૭
કોલાબા - બાંદ્રા - ચારકોપ૩૮.૨૪
બાન્દ્રા - કુર્લા - માનખુર્દ૧૩.૩૭
તબક્કો ૨
(૨૦૧૧-૨૦૧૬)
ચારકોપ - દહીસર૭.૫
ઘાટકોપર - મુલુંડ૧૨.૪
તબક્કો ૩
(૨૦૧૬-૨૦૨૧)
બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષ (બી.કે.સી.) - એરપોર્ટ મારફતે કાંજૂર માર્ગ૯.૫
અંધેરી (ઇ) - દહીસર (ઇ)૧૮
હુતાત્મા ચોક - ઘાટકોપર૨૧.૮
શિવડી - પ્રભાદેવી૩.૫
કુલ૧૪૬.૫
  • વર્ષ ૨૦૧૧ ના ફેરફાર
  • વર્ષ ૨૦૧૨ ના ફેરફાર
માર્ગવિભાગ નું નામ[૫]લંબાઈ (કી.મી.)અંદાજિત ખર્ચ (૨૦૧૨), કરોડ માંસ્થિતિ
વર્સોવા - અંધેરી - ઘાટકોપર૧૧.૪૦૨,૩૫૬શરૂ
ચારકોપ - બાન્દ્રા - માનખુર્દ૩૨૭,૬૬૦ચારકોપ - દહીસર માર્ગ સાથે સાંકળવામાં આવ્યો.
કોલાબા - બાન્દ્રા - સિપ્ઝ૩૩.૫૨૪,૪૩૦આયોજન હેઠળ
ચારકોપ - દહીસર૭.૮૪,૬૮૦ચારકોપ - બાન્દ્રા - માનખુર્દ માર્ગ સાથે સાંકળવામાં આવ્યો.
વડાલા - ઘાટકોપર - તીન હાથ નાકા (થાણે) - કાસારવડવળી૩૦.૭૮,૭૫૭માર્ગ ૪ તરીકે આયોજન
વડાલા - કર્નાક બંદર૧૩.૫૨,૬૩૫રદ[૬]
સિપ્ઝ - કાંજૂર માર્ગ૧૦.૫૪,૨૦૦
અંધેરી (ઇ) - દહીસર (ઇ)૧૮૧૦,૮૦૦
શિવડી - પ્રભાદેવી૩.૫૦૨,૧૦૦
કુલ૧૬૦.૯૦૬૭,૬૧૮ crore (US$૮.૯ billion)
  • વર્ષ ૨૦૧૩ ના ફેરફાર
  • વર્ષ ૨૦૧૪ ના ફેરફાર

નેટવર્ક

મુંબઈ મેટ્રો નું નેટવર્ક
મુંબઈ મેટ્રો માર્ગ ક્રમાંકછેડાના સ્ટેશનોશરૂ થવાની તારીખલંબાઈ (કી.મી.)કુલ સ્ટેશનો
માર્ગ ૧: વર્સોવા - અંધેરી - ઘાટકોપર માર્ગવર્સોવાઘાટકોપર૮ જૂન, ૨૦૧૪૧૧.૪૦૧૨
માર્ગ ૨: દહીસર - ચારકોપ - બાન્દ્રા - માનખુર્દ માર્ગદહીસરમાનખુર્દ૨૦૨૦-૨૧ માં અપેક્ષિત[૭]૪૦.૨૩૭
માર્ગ ૩: કોલાબા - બાન્દ્રા - સિપ્ઝ માર્ગકોલાબાસિપ્ઝ૨૦૨૦૩૩૨૭
માર્ગ ૪: વડાલા - ઘાટકોપર - તીન હાથ નાકા (થાણે) - કાસારવડવળી માર્ગવડાલાકાસારવડવળીઆયોજન હેઠળ[૮]૩૨૩૧
  • માર્ગ ૧
  • માર્ગ ૨
  • માર્ગ ૩
  • માર્ગ ૪

વ્યવસ્થા

કામગીરી

સંદર્ભ


🔥 Top keywords: