મે ૨૧

તારીખ

૨૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૭ – ચાર્લસ લિંડબર્ગએ 'લા બુર્ગેટ ફિલ્ડ',પેરિસમાં ઉતરાણ કર્યું. તેમણે અવિરામ એકલ ઉડાન દ્વારા પ્રથમ વખત એટલાન્ટીક મહાસાગર પાર કર્યો.
  • ૧૯૩૨ – ખરાબ હવામાનને કારણે 'એમિલિયા એરહાર્ટ'ને ઉત્તર આયર્લેન્ડના પાસ્ચરમાં ઉતરાણ કરવું પડ્યું તો પણ તે એકલ અવિરામ ઉડાન દ્વારા એટલાન્ટીક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા બની.
  • ૧૯૩૭ – આર્કટિક મહાસાગર (Arctic Ocean)ના તરતા બરફ (drift ice) પર, 'સોવિયેત સ્ટેશન' નામનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર બન્યું.
  • ૧૯૯૧ – ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની મદ્રાસ નજીક 'શ્રી પેરામ્બદુર'માં, મહિલા આત્મઘાતી બોમ્બર મારફત હત્યા કરાઇ.
  • ૧૯૯૮ – 'સુહાર્તો' (Suharto), ઇન્ડોનેશિયાના સરમુખત્યારે ૩૨ વર્ષનાં શાસન બાદ રાજીનામું આપ્યું.
  • ૨૦૦૪ – શેરપા પેમ્બા દોરજીએ ૮ કલાક અને ૧૦ મિનિટમાં એવરેસ્ટ સર કર્યો. અને તેમના નજીકનાં હરીફ શેરપા લાક્પા ગેલુનો ગત વર્ષનો કિર્તિમાન વટાવ્યો.

જન્મ

  • ૧૯૧૫ – ચક્રવર્તી વી. નરસિંહા, ભારતીય નાગરિક સેવા અધિકારી અને યુએનના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ (અ. ૨૦૦૩)
  • ૧૯૬૦ – મોહનલાલ (Mohanlal), અભિનેતા
  • ૧૯૭૪ – અદિતિ ગોવિત્રીકર, ભારતીય મોડેલ, અભિનેત્રી અને ચિકિત્સક, મિસીસ વર્લ્ડ ૨૦૦૧

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: