યોગ્યકર્તા

ઇન્ડોનેશિયા દેશના જાવા ટાપુ પર આવેલ શહેર

યોગ્યકર્તા (જાવા ભાષા: ꦔꦪꦺꦴꦒꦾꦏꦂꦠ)[૧]ઈંડોનેશિયાના યોગ્યકર્તા પ્રાંતનું પાટનગર છે. આ શહેરને જાવાનું સાંસ્કૃતિક[૨] ઈંડોનેશિયાનું શૈક્ષણિક કેન્દ્ર માનવામાં આવે છે.[૩][૪][૫] લગભગ ૨૧૬૦ ચો. કિમી.માં ફેલાયેલા આ શહેરની અંદાજિત વસ્તી ૪૦ લાખ થી પણ વધુ લોકોની છે.

ઉપર ડાબેથી, ક્લોકવાઈઝ, તુગુ સ્થાપત્ય, માલિયોબોરો બજાર, રાજાનો મહેલ, બેંક ઇન્ડોનેશિયાની શાખા, ગજહ મદ વિશ્વવિદ્યાલય

ઈંડોનેશિયન રાષ્ટ્રિય ક્રાંતિ ચળવળના સમયમાં ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન આ શહેર ઈંડોનેશિયાની રાજધાની રહ્યું છે. આ શહેર યોગ્યકર્તા સલ્તનતની રાજધાની પણ છે, હાલ અહીંના સૂલ્તાન હમેન્ગકુબુવોનો દસમા છે. ૦.૮૩૭ની સાથે, યોગ્યકર્તા ઈંડોનેશિયાના સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા શહેરોમાંનું એક છે, આ શહેરને 'વિકસિત' નો દરજ્જો આપવામાં આવ્યો છે.[૬] અહીંના ૮૩% જેટલા લોકો ઇસ્લામ ધર્મને અનુસરે છે, આ સિવાય ખ્રિસ્તી, બોદ્ધ અને હિન્દુ ધર્મના અનુયાયીઓ વસે છે.[૭]

છબીઓ

સંદર્ભો

🔥 Top keywords: