વિશ્વ જળ દિન

પાણી બચાવવાની પ્રેરણા આપવા માટે ઉજવાતો દિવસ

વિશ્વ જળ દિન દર વર્ષે ૨૨ માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.

ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.

ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ, ૨૨ માર્ચના દિવસને વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.[૧]

૨૦૦૯ વિશ્વ જળ દિન

૨૦૦૯ વિશ્વ જળ દિન નિમિત્તે, તમામ સંઘર્ષગ્રસ્ત કે યુદ્ધગ્રસ્ત પ્રદેશોનાં નાગરીકોને શુદ્ધ જળ અને આરોગ્ય તથા સ્વચ્છતાની દરકાર રાખવા બાબતની નેમ નક્કી કરાયેલ છે. ઘણી સંઘર્ષગ્રસ્ત જગ્યાઓ પર ગોળી(યુદ્ધ) કરતાં રોગથી વધુ જાનહાનિ થવાનું નોંધાયેલ છે.[૨]

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: